૮.૨૮
તાપમાપનથી તારાવિશ્વ-નિર્દેશાંકો
તાપમાપન
તાપમાપન (temperature measurement) : તાપમાનનું માપન. તાપમાન એટલે અણુની સરેરાશ ગતિજ ઊર્જા અને ગરમી (ઉષ્મા) એટલે પદાર્થના બધા અણુઓની કુલ ગતિજ ઊર્જા. તાપમાન અંશ(degree)માં અને ગરમી કૅલરીમાં મપાય છે. તાપમાન એ મૂળભૂત એકમ નથી. પરંતુ સાધિત (derived) એકમ છે. માટે તેની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ગરમીને લીધે પદાર્થના અમુક ગુણધર્મોમાં…
વધુ વાંચો >તાપરાગી
તાપરાગી (thermophiles) : 45° સે.થી વધુ તાપમાને જ વૃદ્ધિ પામતા સૂક્ષ્મજીવો. કેટલાક વાતજીવી અને અવાતજીવી બીજાણુધારક બૅક્ટેરિયા તેમજ કેટલીક ફૂગ આ પ્રકારનાં હોય છે. ઘણાખરા તાપરાગી સૂક્ષ્મજીવો માટે ઇષ્ટતમ તાપમાન 55°થી 60° સે. હોય છે; પરંતુ કેટલાક તો 75° સે. જેટલા ઊંચા પાણીના તાપમાને પણ વૃદ્ધિ પામતા હોય છે; દા.ત.,…
વધુ વાંચો >તાપવિદ્યુતજ્ઞાપકો
તાપવિદ્યુતજ્ઞાપકો (pyroelectric detectors) : ઊંચું તાપમાન માપવા માટેનું ઉપકરણ. ટુર્મેલિન, લિથિયમ સલ્ફેટ જેવા સ્ફટિકોના તાપમાનમાં ફેરફાર કરવાથી સ્ફટિકની ધ્રુવીય અક્ષના સામસામેના છેડાઓ ઉપર વિરુદ્ધ વિદ્યુતભાર પેદા થાય છે. સમમિતીય કેન્દ્ર ન ધરાવતા હોય તેવા સ્ફટિકોમાં આવી ઘટના બને છે. સ્ફટિકના કુલ 32 વર્ગોમાંથી માત્ર 10 વર્ગના સ્ફટિકમાં જ સમમિતીય કેન્દ્રનો…
વધુ વાંચો >તાપવિદ્યુત-યુગ્મ
તાપવિદ્યુત-યુગ્મ (thermoelectric couple) : ખગોલીય પિંડ(celestial objects)માંથી ઉત્સર્જિત થતી ઉષ્માના માપન માટે વપરાતું અત્યંત સંવેદનશીલ ઉપકરણ. તેમાં પ્લૅટિનમ અને બિસ્મથ જેવી ધાતુના નાના વાહકના સંગમસ્થાન(junction)નો ઉપયોગ થાય છે. આ રીતે રચાતા પરિપથ સાથે સંવેદી ગૅલ્વેનોમીટર જોડવામાં આવે છે. મોટા પરાવર્તકના કેન્દ્ર પર તાપવિદ્યુત-યુગ્મને મૂકવામાં આવે છે. તારા કે અન્ય પદાર્થમાંથી…
વધુ વાંચો >તાપસ્થાપક
તાપસ્થાપક (thermostat) : બંધિયાર પ્રણાલીના અથવા કોઈ સાધનની અંદરના તાપમાનને અંકુશમાં રાખવા માટેની એક સહાયક પ્રયુક્તિ. વાતાનુકૂલન એકમ, વિદ્યુત-કંબલ (electric blanket), તાપક (heater), પ્રશીતિત્ર (refrigerator) અને બંધચૂલા (oven) વગેરે સાધનોમાં તાપસ્થાપકનો ઉપયોગ થાય છે. તાપસ્થાપક એવી પ્રયુક્તિ છે જે બંધ વિસ્તાર અથવા સાધનની અંદરનું તાપમાન નિશ્ચિત રાખે છે. તાપમાનના તફાવતનું…
વધુ વાંચો >તાપાયનિક પ્રયુક્તિઓ
તાપાયનિક પ્રયુક્તિઓ (thermionic devices) : તાપાયનિક ઉત્સર્જનની પ્રક્રિયા દ્વારા ઉષ્માનું સીધેસીધું વિદ્યુતમાં રૂપાંતર કરવાની પ્રયુક્તિ. આવી પ્રયુક્તિનો કોઈ પણ ઘટક ગતિ કરતો નથી. શૂન્યાવકાશ પ્રણાલીમાં રાખેલા વિદ્યુતવાહકને ગરમ કરવાથી તેની સપાટીમાંથી ઇલેક્ટ્રૉન ઉત્સર્જિત થવાની ઘટનાને તાપાયનિક ઉત્સર્જન કહે છે. ઇલેક્ટ્રૉન ટ્યૂબના કૅથોડ તરીકે તાપાયનિક ઉત્સર્જક (emitters)નો ઉપયોગ થાય છે. આમ,…
વધુ વાંચો >તાપી (જિલ્લો)
તાપી (જિલ્લો) : ગુજરાતના 33 જિલ્લા પૈકીનો એક જિલ્લો. સૂરત જિલ્લાનું વિભાજન કરીને 2007ના સપ્ટેમ્બર માસની 27 તારીખે આ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. આ જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે અને તેને પાંચ તાલુકા (વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને વાલોદ)માં વિભાજિત કરવામાં આવ્યો છે, જે પૈકી વ્યારા અને સોનગઢ તાલુકા ગીચ જંગલો(વાંસ)વાળા…
વધુ વાંચો >તાપી (નદી)
તાપી (નદી) : પશ્ચિમ ભારત અને ગુજરાતની એક મોટી નદી. પુરાણકથા મુજબ ‘તાપી’ શબ્દ સૂર્યપુત્રી ‘તપતી’ પરથી ઊતરી આવ્યો છે. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં મહાદેવની ટેકરીઓમાં આવેલ એક સરોવરમાંથી તે નીકળે છે. તેની કુલ લંબાઈ 752 કિમી તથા સ્રાવ વિસ્તાર 75,000 ચોકિમી. છે. અતિવૃષ્ટિના સમયમાં દર કલાકે તે 9,12,00,000 ક્યૂબિક મીટર…
વધુ વાંચો >તાપીય પૃથક્કરણ
તાપીય પૃથક્કરણ (thermal analysis) : પદાર્થનું તાપમાન નિયમિત દરે વધારીને તાપમાનના પરિણામ રૂપે પદાર્થમાં થતા ભૌતિક કે રાસાયણિક ફેરફારો માપીને પદાર્થની પરખ, તે કયા તાપમાન સુધી સ્થાયી છે તે તેમજ તેનું સંઘટન જાણવાની તકનીક. પદ્ધતિમાં વપરાતી ભઠ્ઠીના તાપમાન વિરુદ્ધ પદાર્થના માપેલા ગુણધર્મના આલેખને થરમૉગ્રામ કહે છે. આલેખ વડે નિર્જલીકરણ (dehydration),…
વધુ વાંચો >તાબાં, ગુલામ રબ્બાની
તાબાં, ગુલામ રબ્બાની (જ. 15 ફેબ્રુઆરી 1914, પતોરા, ઉ.પ્ર.; અ. 1993, દિલ્હી) : પ્રગતિશીલ ઉર્દૂ સાહિત્યના કવિ અને લેખક. ઉત્તરપ્રદેશના જિલ્લા ફર્રુખાબાદના નાનકડા ગામ કાયમગંજ પાસેના પતોરા નામની વસ્તીમાં એક સુખી સંપન્ન જાગીરદાર કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ ગામમાં જ મેળવીને ફર્રુખાબાદમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી ઉચ્ચ શિક્ષણાર્થે અલીગઢ યુનિવર્સિટીમાં જોડાયા.…
વધુ વાંચો >તારકુન્ડે, વિઠ્ઠલ મહાદેવ
તારકુન્ડે, વિઠ્ઠલ મહાદેવ (જ. 3 જુલાઈ 1909, સાસવડ, મહારાષ્ટ્ર; અ. 23 માર્ચ 2004, દિલ્હી) : ભારતના એક સમર્થ ન્યાયમૂર્તિ અને કર્મઠ માનવવાદી બૌદ્ધિક. તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી સાથે તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં ઉચ્ચ અભ્યાસ કર્યો અને ત્યાં જ કાયદાનો અભ્યાસ કરી બૅરિસ્ટર થયા. સ્વદેશ પરત આવ્યા અને ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસમાં…
વધુ વાંચો >તારકો
તારકો (stars) : અવકાશમાં સ્વ-ગુરુત્વને લીધે જકડાઈ રહેલા વાયુના તાપોદ્દીપ્ત જંગી ગોળા. દૂર અને અતિદૂર આવેલા અબજો તારા હકીકતે મહાકાય પિંડ છે પણ પૃથ્વી ઉપરથી જોતાં પ્રકાશના માત્ર બિંદુ જેવડા દેખાય છે. દૂરબીન વડે પણ તે બિંદુવત્ લાગે છે. અવકાશમાં આશરે 200 પરાર્ધ (= 2 × 1020) તારક હોવાનો અંદાજ…
વધુ વાંચો >તારતમ્ય
તારતમ્ય : પ્રસિદ્ધ ગુજરાતી વિવેચક અનંતરાય મ. રાવળનો વિવેચનસંગ્રહ. પ્રકાશનવર્ષ 1971. આ સંગ્રહને દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974નો પુરસ્કાર પણ મળ્યો છે. આ સંગ્રહમાં ત્રણ અભ્યાસલેખો, પ્રવેશકો અને અન્ય નાનામોટા લેખો પણ છે. ગુજરાતી સાહિત્ય પરિષદના વિવેચનવિભાગના પ્રમુખપદેથી અપાયેલું વ્યાખ્યાન ‘નિત્યનૂતન સારસ્વત યજ્ઞ’ પણ અહીં ગ્રંથસ્થ કરેલું છે. તેમાં સાહિત્યસ્વરૂપોનો…
વધુ વાંચો >તારસપ્તક
તારસપ્તક (1943) : અજ્ઞેય-સંપાદિત સાત અગ્રણી હિન્દી કવિઓની કવિતાનું સંકલન. આ પ્રકાશનને હિંદી કવિતાના ઇતિહાસમાં આધુનિકતાબોધના પ્રથમ પ્રસ્ફુટન રૂપે ગણવામાં આવે છે. તેમાં ગજાનન માધવ મુક્તિબોધ, નેમિચંદ, ભારતભૂષણ અગ્રવાલ, પ્રભાકર માચવે, ગિરિજાકુમાર માથુર, રામવિલાસ શર્મા અને અજ્ઞેય પોતે – એમ સાત કવિઓનાં ચૂંટેલાં કાવ્યો છે. દરેક કવિના વક્તવ્ય બાદ તેમનાં…
વધુ વાંચો >તારસંચાર
તારસંચાર (telegraphy) : બે અથવા વધુ ભૂમિમથકો વચ્ચે સંદેશા કે માહિતીનું આદાનપ્રદાન કરવાની એક એવી પદ્ધતિ કે જેમાં વિદ્યુતીય આવેગો (impulses) રૂપે સંકેતો (signals) મોકલવામાં અને મેળવવામાં આવે છે. ‘‘Telegraphy’’ શબ્દનો અર્થ ‘‘far-off writing’’ થાય છે. દૂરસંચાર (telecommunications) તરીકે ઓળખાતી વ્યાપક પદ્ધતિઓ પૈકીની આ એક સરળ પદ્ધતિ છે. 1838માં સેમ્યુઅલ…
વધુ વાંચો >તારંગા
તારંગા : ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું જૈન તીર્થસ્થાન. આ યાત્રાધામ ખેરાલુ તાલુકાના ટીમ્બા ગામની નજીકમાં આશરે 24° ઉ. અ. તથા 72° 46´ પૂ. રે. પર આવેલું છે. વળી મહેસાણાને સાંકળતા બ્રૉડગેજ રેલમાર્ગનું અંતિમ રેલ-મથક ‘તારંગા હિલ’ તેનાથી પૂર્વમાં લગભગ 10 કિમી.ને અંતરે છે. તારંગા અને અંબાજીને સાંકળતા રેલમાર્ગનું પણ આયોજન…
વધુ વાંચો >તારા (દેવી)
તારા (દેવી) : નેપાળ, તિબેટ અને મૉંગોલિયામાં પૂજાતી બૌદ્ધ ધર્મીઓની લોકપ્રિય તાંત્રિક દેવી. સંસ્કૃત ધાતુ ‘तृ—तर्’ ઉપરથી આ નામ બન્યું છે. ભવસાગર તરવામાં મદદ કરનાર આ દેવી છે. ઈ. સ.ના છઠ્ઠા સૈકાથી તારાને બૌદ્ધ ધર્મમાં દેવી તરીકે સ્થાન મળ્યું છે. પૂર્વ ભારતમાં તેની પૂજા પ્રચલિત છે, જ્યારે ગુજરાતમાં તારંગાની ટેકરીઓની…
વધુ વાંચો >તારાગુચ્છ
તારાગુચ્છ (star cluster) : ગુરુત્વાકર્ષણબળને લીધે પુષ્પગુચ્છની જેમ પકડમાં રહેલા તારાઓનું જૂથ. તારાગુચ્છના મુખ્ય બે પ્રકાર છે : (1) વિવૃત (open) ગુચ્છ, જેમાં એકાદ ડઝનથી સેંકડો સુધી તારાની સંખ્યા હોય છે. આવા ગુચ્છમાં તારાઓ ગમે તે રીતે ગોઠવાયેલા હોય છે. (2) ગોળાકાર (globular) ગુચ્છ, જેમાં તારાઓની સંખ્યા હજારોથી લાખો સુધી…
વધુ વાંચો >તારાચંદ, ડૉ.
તારાચંદ, ડૉ. (જ. 17 જૂન 1888, સિયાલકોટ, પાકિસ્તાન; અ. 14 ઑક્ટોબર 1973) : ભારતના એક અગ્રણી ઇતિહાસવિદ. મુનશી કૃપાનારાયણના પુત્ર. દિલ્હીની મિશન સ્કૂલ અને મ્યુર સેન્ટ્રલ કૉલેજ, અલ્લાહાબાદમાં અભ્યાસ કર્યા બાદ અલ્લાહાબાદ યુનિવર્સિટીના એમ.એ. તથા ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑફ ફિલૉસૉફી-(ડી.ફિલ)ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કર્યા બાદ અલ્લાહાબાદની કાયસ્થ પાઠશાળા કૉલેજમાં ઇતિહાસના…
વધુ વાંચો >તારાનાથ
તારાનાથ : સત્તરમી સદીમાં થઈ ગયેલ બૌદ્ધ લામા. તે તિબેટના બહુશ્રુત પંડિત તથા ઇતિહાસકાર હતા. તેમનાં લખાણોમાંથી તિબેટની પરંપરાઓમાં જળવાઈ રહેલો, ભારતના પ્રાચીન સમયનો અને વિશેષત: બૌદ્ધ ધર્મનો ઇતિહાસ પ્રાપ્ત થાય છે. ઇતિહાસનાં ભારતનાં સાધનોમાંથી અપ્રાપ્ય માહિતી મેળવવા માટે અને ભારતીય લખાણોને પુષ્ટિ આપે તેવા કેટલાક પુરાવા માટે તેમનાં લખાણો…
વધુ વાંચો >