૮.૨૨
ડૉલ્સ હાઉસથી ઢોલામારૂ
ડ્યૂનાઇટ
ડ્યૂનાઇટ : અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડક-પ્રકાર. સામાન્યત: સંપૂર્ણપણે એકલા (લગભગ શુદ્ધ) ઑલિવીન ખનિજથી બનેલો એકખનિજીય ખડક. ક્યારેક તેમાં અનુષંગી પાયરૉક્સીન અને ક્રોમાઇટ પણ હોય છે; આ કારણે જ ડ્યૂનાઇટ ક્રોમાઇટ જથ્થાઓ માટેનો પ્રાપ્તિખડક ગણાય છે. કેટલાક ડ્યૂનાઇટમાં સ્પાઇનેલ-પિકોટાઇટ, મૅગ્નેટાઇટ, ઇલ્મેનાઇટ, પાયહ્રોટાઇટ અને પ્રાકૃત પ્લૅટિનમ પણ જોવા મળે છે. ઑલિવીન ઉપરાંત જો…
વધુ વાંચો >ડ્યૂ પોં (Du Pont) કુટુંબ
ડ્યૂ પોં (Du Pont) કુટુંબ : દુનિયાની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક એવી ‘ઈ.આઈ. ડ્યૂ પોં દ નેમૂર્ઝ ઍન્ડ કંપની’(ડ્યૂ પોં કંપની)ની સ્થાપના કરનાર, મૂળ ફ્રાન્સનું પણ અઢારમા સૈકાના અંતભાગથી અમેરિકામાં સ્થાયી થયેલું કુટુંબ. કુટુંબના વડવા પીઅર સેમ્યૂઅલ ડ્યૂ પોં દ નેમૂર્ઝનો જન્મ 14 ડિસેમ્બર, 1739માં એક ઘડિયાળીને ત્યાં થયો…
વધુ વાંચો >ડ્યૂબ્નિયમ
ડ્યૂબ્નિયમ (dubnium) : આવર્તક કોષ્ટકમાંના અનુઍક્ટિનાઇડ તત્વો પૈકી પ. ક્ર. 105 ધરાવતું તત્વ. 1968માં આ તત્વના સંશ્લેષણ અંગે ડ્યૂબના (મૉસ્કો પાસે) ખાતેથી જાહેરાત કરવામાં આવેલી અને 1970માં તે બનતું હોવાનું પ્રસ્થાપિત થયું હતું. સંશ્લેષણ માટેની મુખ્ય નાભિકીય પ્રક્રિયાઓ આ પ્રમાણે છે : 243Am(22Ne, 4n)261105 અને 243Am(22Ne, 5n)260105 બર્કલી ખાતેના સંશોધકોએ…
વધુ વાંચો >ડ્યૂરર, આલ્બ્રેટ
ડ્યૂરર, આલ્બ્રેટ (જ. 21 મે 1471, ન્યૂરેમ્બર્ગ, જર્મની; અ. 6 એપ્રિલ 1528, ન્યૂરેમ્બર્ગ) : જર્મન રેનેસાંના અગ્રણી ચિત્રકાર તથા એન્ગ્રેવર. માઇકલ વૉલગેમટ (1434–1519) પાસેથી કલાની તાલીમ પામ્યા. ઇટાલિયન રેનેસાંના કલાવિષયક ખ્યાલો તથા ચિત્રાકૃતિઓથી તે ભારે પ્રભાવિત થયા હતા. પરિદર્શન (perspective) તથા પ્રમાણબદ્ધતા જેવાં ચિત્રકલાનાં વૈજ્ઞાનિક પાસાં અને પ્રશ્નોમાં તેમને ભારે…
વધુ વાંચો >ડ્રગ સ્ટોર બીટલ
ડ્રગ સ્ટોર બીટલ : ઔષધીય બનાવટો અને સંગ્રહેલ મરીમસાલાને નુકસાન કરનાર એક પ્રકારનો ભૃંગકીટક. તેનો સમાવેશ ઢાલપક્ષ (coleoptera) શ્રેણીના એનોબીડી કુળમાં થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ Stegobium paniceum Linn. છે. પુખ્ત કીટક આશરે 2થી 3 મિમી. લંબાઈનો બદામી રંગનો અને લંબચોરસ આકારનો હોય છે. તેની શૃંગિકા (antenna) ગદાકાર હોય છે.…
વધુ વાંચો >ડ્રાઇઝર, થિયોડોર
ડ્રાઇઝર, થિયોડોર (જ. 27 ઑગસ્ટ 1871, ટર હૉટ, ઇન્ડિયાના; અ. 28 ડિસેમ્બર 1945, હોલિવૂડ, કૅલિફૉર્નિયા) : અમેરિકન નવલકથાકાર, પત્રકાર અને તત્કાલીન સામાજિક જીવનના વિવેચક. જર્મનીથી અમેરિકામાં આજીવિકા રળવા આવેલા ચુસ્ત રોમન કૅથલિક માતાપિતાનાં તેર સંતાનોમાંના એક. માતાપિતા અભણ શ્રમિક. શરૂઆતનું જીવન અત્યંત ગરીબાઈમાં વીતવાથી ગ્રામીણ અને શહેરી જીવનના સંઘર્ષ અને…
વધુ વાંચો >ડ્રામૅટિક મૉનોલૉગ
ડ્રામૅટિક મૉનોલૉગ : કલ્પિત વક્તા-પાત્ર દ્વારા પોતાને કલ્પિત શ્રોતા-પાત્રને સંબોધાતી કાવ્યોક્તિ. અંગ્રેજી સાહિત્યમાં ઓગણસમી સદીથી એ કાવ્ય-પ્રકાર પ્રચલિત થયો. જૂનાં નાટકોમાં અમુક પાત્ર પોતાનો અભિપ્રાય યા કેફિયત મંચ ઉપરનાં બીજાં પાત્રો જાણે સાંભળતાં ન હોય એ રીતે માત્ર પ્રેક્ષકોને અનુલક્ષીને રજૂ કરે ત્યારે તેને સ્વગતોક્તિ કહેવાય. કાવ્ય પણ આમ તો…
વધુ વાંચો >ડ્રાયડન, જૉન
ડ્રાયડન, જૉન (જ. 9 ઑગસ્ટ 1631, ઍલ્ડવિંકલ, નૉર્ધમ્પટનશાયર; અ. 1 મે 1700, લંડન) : ઇંગ્લૅન્ડના રાજકવિ અને નાટ્યકાર. નૉર્ધમ્પટનશાયરમાં પ્યુરિટન સમાજમાં ક્રૉમવેલના સમયમાં તેમનો ઉછેર થયો. તેમની પ્રથમ કાવ્યકૃતિ પણ ‘હિરોઇક સ્ટાન્ઝાઝ ઑન ધ ડેથ ઑવ્ ક્રૉમવેલ’ હતી, પણ પછી ચાર્લ્સ II ને ફ્રાંસના દેશવટામાંથી પાછા બોલાવવાથી રાજવ્યવસ્થા બદલાઈ ત્યારે…
વધુ વાંચો >ડ્રાયર
ડ્રાયર : ભીની વસ્તુને સૂકવવા માટેનું ઉપકરણ. તેમાં વસ્તુને ગરમ કરવા માટે વાયુ, ગરમ પ્રવાહી, વિદ્યુત અથવા ઉષ્માવિકિરણનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રાયરનો ઉપયોગ ઘરગથ્થુ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે કરવામાં આવે છે. (1) વાળ સૂકવવા માટેનું ‘હૅરડ્રાયર’ અને (2) વૉશિંગ મશીનમાં કપડાં સૂકવવા માટે વપરાતું ડ્રાયર એ બે મુખ્ય ઘરગથ્થુ ડ્રાયર…
વધુ વાંચો >ડ્રિલ
ડ્રિલ : દાગીનામાં છિદ્ર પાડવા માટેનું એક યાંત્રિક ઓજાર. છિદ્ર પાડવાની ક્રિયાને ડ્રિલિંગ કહે છે; તે ડ્રિલિંગ યંત્ર ઉપર થાય છે. દાગીનાના પ્રકારને ધ્યાનમાં લઈ લેથ ઉપર પણ તે ક્રિયા થાય છે. પદાર્થ કે દાગીના ઉપર અવલંબિત, ડ્રિલનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવે છે : (1) કાર્બન સ્ટીલ ડ્રિલ, હાઈસ્પીડ…
વધુ વાંચો >ડૉલ્સ હાઉસ
ડૉલ્સ હાઉસ : નૉર્વેના નાટ્યકાર ઇબ્સન(1828–1906)-રચિત નાટક. પ્રથમ વાર ભજવાયું ત્યારથી જ તેમાંના નારીમુક્તિના સામાજિક વિષયને કારણે તેને મહદંશે આવકાર સાંપડ્યો હતો; પરંતુ ઇબ્સન માટે તેમજ આધુનિક પ્રેક્ષકવર્ગને મન તો માનવ-માનવ વચ્ચેના વિશાળ સંબંધો માટેની યથાર્થ ભૂમિકા વિશે નાટકમાં વ્યક્ત થયેલી ચિંતા મહત્વની બની રહી. નૉરા હેલ્મરને પોતાના પતિને ત્યજી…
વધુ વાંચો >ડોવરની સામુદ્રધુની
ડોવરની સામુદ્રધુની : ઇંગ્લૅન્ડ અને ફ્રાંસને જુદાં પાડતો અને ઇંગ્લિશ ખાડીને જોડતો સાંકડો દરિયાઈ પ્રવેશમાર્ગ. ભૌગોલિક સ્થાન : 51° ઉ. અ. અને 01° 30´ પૂ. રે.. ‘ડોવર’ શબ્દનો અર્થ પાણી અથવા તો ઝરણું થાય છે. આ સામુદ્રધુની 30થી 40 કિમી. પહોળી અને 35થી 55 મીટર ઊંડાઈવાળી છે. વીતેલા ઐતિહાસિકકાળ (ઈ.…
વધુ વાંચો >ડૉસ, કદરુન્ડલિગે સીતારામ ગુરુરાજ
ડૉસ, કદરુન્ડલિગે સીતારામ ગુરુરાજ [જ. 10 ઑગસ્ટ 1906, નાગમંગલા (કર્ણાટક); અ. 18 ઑક્ટોબર 1989] : ભારતના ભૌતિક રસાયણવિજ્ઞાની. મૈસૂર અને બૅંગાલુરુમાં શ્રેષ્ઠ સિદ્ધિ સાથે શિક્ષણ મેળવી, સેન્ટ્રલ કૉલેજ, બૅંગાલુરુમાં અધ્યાપક/સહાયક – પ્રાધ્યાપક (1928–43); નૅશનલ શુગર ઇન્સ્ટિટ્યૂટ, કાનપુર ખાતે રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક અને કાર્યકારી નિયામક (1943–57); સેન્ટ્રલ ઇલેક્ટ્રૉકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કરાઈકુડીના મદદનીશ…
વધુ વાંચો >ડૉસ પૅસૉસ, જૉન
ડૉસ પૅસૉસ, જૉન (જ. 14 જાન્યુઆરી 1896, શિકાગો; અ. 28 સપ્ટેમ્બર 1970 બાલ્ટિમોર, મેરીલૅન્ડ) : અમેરિકન નવલકથાકાર. પોર્ટુગીઝ ઇમિગ્રન્ટ પિતા અને ક્વેકર (પ્યુરિટન) માતાનું સંતાન. 1916માં હાર્વડ યુનિવર્સિટીની સ્નાતકની ડિગ્રી મેળવીને પહેલા વિશ્વયુદ્ધમાં યુરોપમાં લશ્કરી તબીબી સેવામાં જોડાયા. એ યુદ્ધની અસર એમની પહેલી નવલકથા ‘વન મૅન્સ ઇનિશિયેશન’ (1920) પર તેમજ…
વધુ વાંચો >ડોસા, આણંદજી જમનાદાસ
ડોસા, આણંદજી જમનાદાસ (જ. 15 સપ્ટેમ્બર 1916, મુંબઈ; અ. 22 સપ્ટેમ્બર 2014, અમેરિકા) : ક્રિકેટની માહિતીના સંગ્રાહક અને ઉત્તમ આંકડાશાસ્ત્રી. મુંબઈની ન્યૂ ઇરા સ્કૂલ અને વિલ્સન કૉલેજમાં અભ્યાસ કરતી વખતે ઓલ રાઉન્ડર તરીકે પ્રારંભિક બૅટ્સમૅન, મધ્યમ ગતિના ગોલંદાજ અને ચપળ ક્ષેત્રરક્ષક તરીકે કામગીરી બજાવી શ્રેષ્ઠ યુવા બૅટ્સમૅનનો ચંદ્રક મેળવ્યો હતો.…
વધુ વાંચો >ડોસા, પ્રાગજી જમનાદાસ ‘પરિમલ’
ડોસા, પ્રાગજી જમનાદાસ ‘પરિમલ’ (જ. 25 સપ્ટેમ્બર 1908, મુંબઈ; અ. 2 ઑગસ્ટ 1997, મુંબઈ) : ગુજરાતી નાટ્યકાર. 1928માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઇન્ટર આર્ટ્સની પરીક્ષામાં પાસ થયા પછી રૂનો વ્યવસાય. મેસર્સ ગોકળદાસ ડોસાની કંપનીમાં ભાગીદાર બનેલા. વિદર્ભમાં જિનિંગ પ્રેસિંગનાં કારખાનાં નાંખેલાં. તેમણે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન પંડિત ઓમકારનાથ પાસે મેળવ્યું. તેમના…
વધુ વાંચો >ડોળ–ડોળી
ડોળ–ડોળી : મહુડાના વૃક્ષનું બીજ, મહુડો દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ છે, જેનું વૈજ્ઞાનિક નામ Madhuca indica J.F. Gmel. છે. મહુડાના માંસલ ફળની અંદર એક અથવા કોઈક વખત બે બીજ હોય છે. મહુડાનું વૃક્ષ 8થી 10 વર્ષનું થાય એટલે ફળ આપવાનું શરૂ કરે છે અને 60 વર્ષ સુધી ફળો…
વધુ વાંચો >ડોંગરે, રામચંદ્ર
ડોંગરે, રામચંદ્ર (જ. 15 ફેબ્રુઆરી 1926, ઇંદોર; અ. 8 નવેમ્બર 1990, નડિયાદ) : ભારતના સંત કથાકાર. પિતા કેશવદેવ ડોંગરે, માતાનું નામ કમલાતાઈ. જન્મસમયે સંતત્વનાં લક્ષણો પ્રગટ થયાં હોઈ જન્મનો આનંદ મોસાળપક્ષે ધામધૂમથી ઊજવ્યો હતો. આ પછી ડોંગરે પરિવાર વડોદરા આવી લક્ષ્મણ મહારાજના મઠમાં રહી કર્મકાંડી અને ધર્મપરાયણ જીવન વ્યતીત કરવા…
વધુ વાંચો >ડ્યુટેરિયમ
ડ્યુટેરિયમ : હાઇડ્રોજન તત્વનો એક સમસ્થાનિક. સંજ્ઞા 2H અથવા D પરમાણુઆંક 1, પરમાણુભાર 2.014102. તે ભારે હાઇડ્રોજન પણ કહેવાય છે. નાભિકીય (કેન્દ્રકીય, nuclear) સ્થાયિત્વ અને હાઇડ્રોજનના રાસાયણિક તથા ભૌતિક પરમાણુભાર વચ્ચેની વિસંગતતા લક્ષમાં લેતાં હાઇડ્રોજનનો પરમાણ્વિકદળ 2 ધરાવતો સ્થાયી સમસ્થાનિક હોવો જોઈએ તેવી આગાહી કરવામાં આવી હતી. આ સમસ્થાનિક શોધવાનો…
વધુ વાંચો >ડ્યુટેરોમાઇસેટીસ
ડ્યુટેરોમાઇસેટીસ : ફૉર્મવર્ગ કે અપૂર્ણ ફૂગ (fungi imperfectii) તરીકે ઓળખાતી ફૂગનો એક સમૂહ. આ ફૂગના જીવનચક્રમાં લિંગી પ્રજનન કે તેની પૂર્ણ અવસ્થાનો અભાવ હોય છે. અલિંગી પ્રજનન મુખ્યત્વે કણી બીજાણુ (conidia) દ્વારા થાય છે, જે ફૂગની પ્રજાતિ ઓળખવા માટે ઉપયોગી છે. ડ્યુટેરોમાઇસેટીસની આશરે 15,000 થી 20,000 જેટલી જાતિ નોંધાયેલી છે.…
વધુ વાંચો >