૮.૦૬
ઝિમ્બાબ્વેથી ઝેરકોચલાં
ઝૂંપડપટ્ટી
ઝૂંપડપટ્ટી : આર્થિક કંગાલિયતની કાયમી પરિસ્થિતિમાં જીવતા લોકોના વસવાટોનો સમૂહ. વિશ્વમાં માનવજીવનના પ્રારંભથી આશ્રયસ્થાન, રહેઠાણ કે આવાસ વ્યક્તિ અને કુટુંબના કેન્દ્રમાં રહેલ છે. સામંતશાહીનો અસ્ત, વિશ્વભરના મૂડીવાદી દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ અને ત્રીજા વિશ્વના દેશોમાં શહેરીકરણને કારણેઝૂંપડપટ્ટીનો ઉદભવ એક અનિવાર્ય ઘટના બની. તેણે અનેક સમસ્યાઓ સર્જી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની વ્યાખ્યા પ્રમાણે…
વધુ વાંચો >ઝેટોપેક, એમિલ
ઝેટોપેક, એમિલ (જ. 19 સપ્ટેમ્બર, 1922, કોપ્રિવનિચ, ચેકોસ્લોવૅકિયા; અ. 22 નવેમ્બર 2000) : વિશ્વનો મહાન દોડવીર. તેના પિતાને ખેલકૂદમાં રસ નહોતો તેથી એમિલને નાનપણમાં ખેલકૂદની કોઈ તાલીમ પ્રાપ્ત થઈ શકી નહિ. જ્યારે તે 19 વર્ષનો થયો ત્યારે ઓચિંતાં તેને લાંબા અંતરની દોડ દોડવાની તીવ્ર ઇચ્છા જાગ્રત થઈ અને આ રીતે…
વધુ વાંચો >ઝેન
ઝેન : બૌદ્ધ મહાયાન સંપ્રદાયની ચીનમાં આરંભાયેલી અને જાપાનમાં પ્રસરેલી શાખા. દક્ષિણ ભારતના આચાર્ય બોધિધર્મ (ઈ. સ. 470–543) ચીન ગયેલા; તેમના દ્વારા ઝેનનો ત્યાં આરંભ થયો. મૂળ સંસ્કૃત શબ્દ ‘ધ્યાન’નું ચીની ભાષામાં ‘ચ-આન’ કે ‘ચાન’ (ch-an) અને જાપાની ભાષામાં ‘ઝેન’ એવું રૂપાંતર થયેલું છે. ભગવાન બુદ્ધે ધ્યાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત…
વધુ વાંચો >ઝેન્ગઝોઉ
ઝેન્ગઝોઉ (zhengzhou) : ઉત્તર-મધ્ય ચીનમાં આવેલું હેનાન પ્રાંતનું પાટનગર, તેનું ભૌગોલિક સ્થાન આશરે 34° 35´ ઉ. અક્ષાંશવૃત્ત અને 113° 38´ પૂ. રેખાંશવૃત્ત પર છે. ‘ચેન્ગ-ચાઉ’ કે ‘ચેન્ગ-સિન’ તરીકે પણ તે ઓળખાય છે. તે હોઆંગહો કે પીળી નદીનાં દક્ષિણનાં મેદાનોમાં આવેલું કૃષિપેદાશોનું વ્યાપારી કેન્દ્ર, ઔદ્યોગિક મથક અને હેનાન પ્રાન્તનું વહીવટી મથક…
વધુ વાંચો >ઝેન્થિયમ
ઝેન્થિયમ : વનસ્પતિના દ્વિદલ વર્ગના એસ્ટરેસી કુળની પ્રજાતિ. તે સખત અને એકગૃહી શાકીય જાતિઓ ધરાવે છે. તે દક્ષિણ અમેરિકાની વતની છે અને ઉષ્ણ તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં વિસ્તરેલી છે. ભારતમાં તેની બે જાતિઓ Xanthium strumarium, Linn (ગાડરિયું) અને X. spinosum, Linn, cockleburનો પ્રવેશ થયેલો છે. આ જાતિઓનાં ફળો કાંટાળાં હોય છે…
વધુ વાંચો >ઝૅપટેક
ઝૅપટેક : ઉત્તર અમેરિકામાં દક્ષિણ મેક્સિકોમાં આવેલ વહાકા (Oaxaca) પ્રદેશમાં વસતી મેસો-અમેરિકન રેડ ઇન્ડિયન જાતિ. આ લોકોના પૂર્વજો વિશિષ્ટ સંસ્કૃતિના સર્જક હતા. તેમની રાજધાની મૉન્ટી આલબાન ટેકરી ઉપર હાલના વહાકા નજીક આવેલી હતી. ઈ. સ. પૂ. 500માં આ નગરની સ્થાપના થઈ હતી. તે વખતે અહીં નગર સંસ્કૃતિ વિકસી ચૂકી હતી.…
વધુ વાંચો >ઝેપલિન (ઝેપેલિન)
ઝેપલિન (ઝેપેલિન) : બલૂનમાં સુધારાવધારા કરીને બનાવવામાં આવેલું એક પ્રકારનું હવાઈ જહાજ. તેની આંતરિક રચના આકૃતિમાં દર્શાવી છે. 1900માં જ્યારે આજના ઍરોપ્લેનનાં પગરણ હજી થવાનાં હતાં, ત્યારે કાઉન્ટ ફર્ડિનાન્ડ વૉન ઝેપલિને જર્મનીમાં 128 મીટર લાંબું અને 27 કિમી./કલાકની ઝડપવાળું સિગાર-આકારનું અને લંબગોળ LZ-1 નામનું પહેલું ઝેપલિન જહાજ બનાવ્યું. માત્ર ત્રણ…
વધુ વાંચો >ઝેમ્યાતિન, યેવજની ઇવાનોવિચ
ઝેમ્યાતિન, યેવજની ઇવાનોવિચ (જ. 1884 લેબદ્યાન, મધ્યરશિયા; અ. 1937) : રશિયન ગદ્યલેખક, વિવેચક અને નાટ્યકાર. પિતા શિક્ષક. 1902થી સેંટ પીટર્સબર્ગમાં અભ્યાસ અને તે પછી તરત જ બૉલ્શેવિક પક્ષમાં સભ્ય બન્યા. 1905માં ધરપકડ બાદ તેમને દેશનિકાલની સજા કરવામાં આવી. 1908માં તેમણે પ્રથમ વાર્તા લખી. 1914માં તેમણે ‘ઍટ ધ વર્લ્ડ્ઝ એન્ડ’ નામની…
વધુ વાંચો >ઝેરકોચલાં
ઝેરકોચલાં : દ્વિદળી વર્ગમાં આવેલા લોગેનિયેસી કુળનું ઝેરી બીજવાળું એક વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Strychnos nux-vo-mica Linn (સં. વિષતિંદુક, હિં. કુચલા, બં.કુંચિલા, મ. કાજરા, તે મુસીડી, તા. એટ્ટેમાર, ક. ઇટ્ટી, મલા. કંજીરામ, અં. વૉમિટનટ, પૉઇઝન નટ, નક્સ-વૉમિકા, સ્ટ્રિકિનન ટ્રી) છે. તે સદાહરિત રે પર્ણપાતી વૃક્ષ છે અને સામાન્યત: 13 મી.…
વધુ વાંચો >ઝિમ્બાબ્વે
ઝિમ્બાબ્વે : દક્ષિણ આફ્રિકાની ઉત્તર સરહદે આવેલો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 20° દ. અ. અને 30° પૂ. રે. તેના પર બ્રિટિશ શાસન હતું ત્યારે તે દક્ષિણ રોડેશિયા તરીકે ઓળખાતું હતું. આ પ્રદેશના શોધક સેસિલ રોડ્ઝના નામ ઉપરથી તેનું નામ રોડેશિયા રખાયું હતું. આઝાદી (1980) બાદ આ દેશ ઝિમ્બાબ્વે તરીકે…
વધુ વાંચો >ઝિયા, ખાલિદા
ઝિયા, ખાલિદા (જ. 15 ઑગસ્ટ 1945, નોઆખલી) : બાંગ્લાદેશનાં વડાંપ્રધાન. શાલેય કક્ષા સુધીનો અભ્યાસ કર્યા બાદ 1958માં લશ્કરના સૈનિક ઝિયાઉર રહેમાન સાથે તેમનાં લગ્ન થયાં. ઝિયાઉર રહેમાને 1976માં લશ્કરી બળવા દ્વારા સત્તા હાંસલ કરી અને 1977માં તેઓ બાંગ્લાદેશના પ્રમુખ બન્યા. 1981માં તેમની હત્યા બાદ તેમનાં પત્ની ખાલિદા રાજકારણમાં પ્રવેશ્યાં. 1984થી…
વધુ વાંચો >ઝિયા, મોહિયુદ્દીન
ઝિયા, મોહિયુદ્દીન (જ. 14 માર્ચ 1929 ઉદયપુર, રાજસ્થાન; અ. 28 સપ્ટેમ્બર 1990) : સુપ્રસિદ્ધ બીનકાર તથા વીસમી સદીના પ્રથમ દસકામાં થઈ ગયેલ ડાગુર બાનીના ઉત્કૃષ્ટ પુરસ્કર્તા સંગીતકાર. તેઓ ઉસ્તાદ ઝાકરુદ્દીનખાનના પૌત્ર તથા ઝિયાઉદ્દીન ડાગરના પુત્ર છે. તેઓ ડાગર પરિવારના અગ્રણી શાસ્ત્રીય સંગીતકાર ગણાય છે. તેમણે સંગીતની શિક્ષા સુપ્રસિદ્ધ ધ્રુપદ ગાયક…
વધુ વાંચો >ઝિયોલાઇટ
ઝિયોલાઇટ : આલ્કલી અને/અથવા આલ્કલીય મૃદ્-ધાતુઓ ધરાવતાં જળયુક્ત (hydrated) ઍલ્યુમિનોસિલિકેટ ખનિજો. ગરમ કરતાં આ પદાર્થોનું વિસ્ફારન (intumesce) થતું હોવાથી તેમને ક્રોનસ્ટેટે (1756) ઝિયોલાઇટ (ઊકળતો પથ્થર) નામ આપ્યું હતું. તેનું સામાન્ય સૂત્ર નીચે પ્રમાણે છે : અહીં X સામાન્ય રીતે Na+, K+ અને/અથવા Ca2+ હોય છે. પણ કોઈ કોઈમાં Ba2+, Sr2+…
વધુ વાંચો >ઝિયોલાઇટ વર્ગ
ઝિયોલાઇટ વર્ગ : ઝિયોલાઇટ તરીકે ઓળખાતાં વિવિધ ખનિજોનો વર્ગ. જલયુક્ત ઍલ્યુમિનોસિલિકેટ. ચતુષ્ફલકીય માળખું એ તેની લાક્ષણિકતા છે, આયન-વિનિમયશીલ મોટાં ધનાયનો (cations) ધરાવતું અને સામાન્ય રીતે જલયુક્ત હોવા છતાં ઓછી જલપકડ ક્ષમતાવાળું હોવાથી વધુ ગરમી મળતાં પ્રતિવર્તી નિર્જલીકરણ પામતું હોય છે. તેમનું સર્વસામાન્ય સામૂહિક રાસાયણિક બંધારણ રૂપે લખાય છે. તેમ છતાં…
વધુ વાંચો >ઝિંક (જસત)
ઝિંક (જસત) : આવર્તક કોષ્ટકના 12મા (અગાઉના IIB) સમૂહમાં આવેલું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Zn. ભારતીય ધાતુકર્મકારો (metallurgists) દ્વારા તેરમા સૈકામાં અથવા તેથી પણ પહેલાં કૅલેમાઇન(calamine) ખનિજનું અપચયન કરી ઝિંક મેળવવામાં આવતું હતું. પંદરમા સૈકામાં તે ચીનમાં વપરાતું થયું. યુરોપમાં સોળમા સૈકામાં પૅરસેલ્સસે તેને અલગ તત્વ તરીકે ઝિંકમ અથવા ઝિંકન તરીકે…
વધુ વાંચો >ઝીઆ
ઝીઆ : જુઓ, મકાઈ
વધુ વાંચો >ઝીટા કણ
ઝીટા કણ (zeta particle) : વિદ્યુતભારવિહીન વજનદાર ઉપ-પરમાણ્વીય (subatomic) કણ. હૅમ્બર્ગની ડૉઇશ ઇલેક્ટ્રૉનેન સિંક્રોટોન’ (DESY) નામની રિસર્ચ લૅબોરેટરીમાં, ઉચ્ચ ઊર્જા-ભૌતિકશાસ્ત્રીઓના એક જૂથ દ્વારા 1984માં તેની શોધ થઈ હતી. આ સંસ્થાના સંશોધકોએ 9.5 ગીગા ઇલેક્ટ્રૉન વોલ્ટ (GeV) જેટલી ઊર્જા ઇલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉન –ધનવિદ્યુતભાર ધરાવતા ઇલેક્ટ્રૉનના પ્રતિકણ – વચ્ચે થતા સંઘાત (collision)…
વધુ વાંચો >ઝીટા વિભવ
ઝીટા વિભવ ( potential) : ઘન અને પ્રવાહી પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે તે આંતરપૃષ્ઠ (interface) આગળના, ખાસ કરીને વીજભારિત કલિલી (colloidal) કણોની આસપાસના વિદ્યુતીય દ્વિસ્તરમાંનો વીજગતિજ (electrokinetic) વિભવ. એક માધ્યમમાં વીજભારિત કણોના અથવા વીજભારિત કણો ઉપરથી માધ્યમના સાપેક્ષ સંચરણ (movement) સાથે ચાર વીજગતિજ ઘટનાઓ સંકળાયેલી છે : (ક) વિદ્યુતનિસ્સરણ (electrophoresis),…
વધુ વાંચો >ઝીણા, મહમદઅલી
ઝીણા, મહમદઅલી (જ. 20 ઑક્ટોબર 1875, કરાંચી; અ. 11 સપ્ટેમ્બર 1948, કરાંચી) : પાકિસ્તાનના નિર્માતા અને મુત્સદ્દી. મહમદઅલી ઝીણાનો જન્મ તેમના પોતાના કથન મુજબ, રવિવાર 25 ડિસેમ્બર, 1876(અને કરાંચીની શાળાના રજિસ્ટર મુજબ, 20 ઑક્ટોબર 1875)ના રોજ કરાંચીમાં સ્થિર થયેલા સૌરાષ્ટ્રના ખોજા કુટુંબમાં થયો હતો. તેમના પિતા, ઝીણાભાઈ પૂંજાભાઈ ચામડાના વેપારી…
વધુ વાંચો >