૭.૦૭

ચાંદપગોથી ચિનાઈ માટી

ચાંદપગો

ચાંદપગો : કપાસમાં ફૂગથી થતો અને સૂકા સડાના નામથી પણ ઓળખાતો રોગ. આ રોગ મુખ્યત્વે 10થી 12 અઠવાડિયાંના છોડ ઉપર આક્રમણ કરે છે તેથી કેટલીક વાર ફરીથી વાવણી કરવી પડે છે. આ રોગનું ખાસ લક્ષણ એ છે કે અસરગ્રસ્ત છોડ આડો પડી જતો નથી તેમજ રોગિષ્ઠ ભાગ પાણીપોચો હોતો નથી.…

વધુ વાંચો >

ચાંદબીબી

ચાંદબીબી (જ. 1547, લખનૌ; અ. જુલાઈ 1600, અહમદનગર) : દક્ષિણ હિંદના અહમદનગર રાજ્યની શૂરવીર, ર્દઢ મનોબળવાળી અને શક્તિશાળી સ્ત્રીશાસક. અહમદનગર રાજ્યના શાસક હુસેન નિઝામશાહની પુત્રી અને સુલતાન મુઝફ્ફરશાહની ફોઈ. એક કાર્યક્ષમ અને પરાક્રમી સ્ત્રી તરીકે તેણે વિજાપુરના સુલતાન તેના પતિ અલી આદિલશાહને શાસન ચલાવવામાં અને યુદ્ધના સંચાલનમાં પણ મદદ કરી…

વધુ વાંચો >

ચાંદ સોદાગર

ચાંદ સોદાગર : બંગાળી મંગલકાવ્યોમાં નિરૂપિત લોકકથાનું પાત્ર. લોકજીવન અને લોકધર્મ પર આધારિત અનેક દેવદેવીઓ વિશે બંગાળીમાં મંગલકાવ્યો રચાયાં છે. આ કાવ્યોમાં આવતી ચાંદ સોદાગર અને લખિન્દર-બેહુલાની કથા ત્યાંના જનજીવનમાં વણાઈ ગઈ છે. મનસાદેવી એ સર્પદેવતા છે. ‘મનસામંગલ’માં મનસાદેવીના માહાત્મ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મનસા વિશે લખાયેલાં કાવ્યો ‘મનસાવિજય’, ‘મનસામંગલ’,…

વધુ વાંચો >

ચાંદી (ખનિજ)

ચાંદી (ખનિજ) : એક રાસાયણિક તત્ત્વ. ચાંદીના તત્ત્વને Ag તરીકે ઓળખવામાં આવે છે. ચાંદી ધાતુ સ્વરૂપમાં હોય છે. તેની ઇલેક્ટ્રિક અને ઉષ્ણતા વાહકતા અન્ય ધાતુઓમાં સૌથી વધુ જોવા મળે છે.પ્રાચીન સમયમાં ચલણી સિક્કા બનાવવામાં ચાંદીનો ઉપયોગ થતો હતો. ચાંદી હાલના સંજોગોમાં કિંમતી ધાતુની કક્ષામાં આવે છે. અને તેનો એક કિલોનો…

વધુ વાંચો >

ચાંદી

ચાંદી : જુઓ સિલ્વર

વધુ વાંચો >

ચાંદી ચલણ

ચાંદી ચલણ : જુઓ ચલણ

વધુ વાંચો >

ચાંદી ધોરણ

ચાંદી ધોરણ : જુઓ ચલણ

વધુ વાંચો >

ચાંદોદ

ચાંદોદ : વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં નર્મદા અને ઓરસંગ નદીના સંગમસ્થાન ઉપર આવેલું પ્રસિદ્ધ તીર્થધામ. તે ડભોઈથી દક્ષિણે 21 કિમી. દૂર 21° – 59’ ઉ. અ. અને 73° – 27’ પૂ. રે. ઉપર ડભોઈ–ચાંદોદ નૅરોગેજ રેલવેનું સ્ટેશન હતું. તેનું પ્રાચીન નામ ચંડીપુર છે. તે ચાણોદ નામથી પણ ઓળખાય છે. આ…

વધુ વાંચો >

ચાંદ્ર આંદોલન (libration)

ચાંદ્ર આંદોલન (libration) : ચંદ્રની કક્ષીય ગતિઓમાં પૃથ્વી ઉપરથી દેખાતી આભાસી અને વાસ્તવિક અનિયમિતતાઓને કારણે ઉદભવતી ઘટના. ચંદ્રનો પૃથ્વીની તરફ રહેતો ભાગ હંમેશાં અવિચળ રહે છે અને એકીસમયે ચંદ્રસપાટીનો 50 % ભાગ જ જોઈ શકાય છે. તેમ છતાં ઉપર કહેલી અનિયમિતતાઓને કારણે, સમયાંતરે લીધેલાં ચંદ્ર-અવલોકનોને એકત્રિત કરતાં ચંદ્રસપાટીનો લગભગ 57…

વધુ વાંચો >

ચાંદ્ર પક્ષાર્ધ

ચાંદ્ર પક્ષાર્ધ : જુઓ ક્ષેત્રકલન

વધુ વાંચો >

ચિદમ્બરમ્ પી.

Jan 7, 1996

ચિદમ્બરમ્ પી. (જ. 16 સપ્ટેમ્બર 1945, કન્દનુર, જિલ્લો શિવગંગા, તમિળનાડુ) : સ્વાતંત્ર્યોત્તરકાળના ભારતના રાજકારણમાં સ્વચ્છ છબી ધરાવતા રાજપુરુષ. તેમના નામ સાથે જોડાયેલા પાલિનિયાપ્પન એ તેમના પૂર્વજો પાસેથી ચાલતી આવતી અટક છે. તેમનો જન્મ ચેટ્ટિનાડના રાજવંશમાં થયો હતો. તેમનું માધ્યમિક શિક્ષણ ચેન્નાઈ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ ચેન્નાઈની જ પ્રેસિડેન્સી કૉલેજમાં થયું…

વધુ વાંચો >

ચિનાઈ માટી

Jan 7, 1996

ચિનાઈ માટી : માટીનો એક પ્રકાર. કેઓલિનના સામાન્ય ખનિજ નામથી પણ તે ઓળખાય છે. તેની કુદરતી પ્રાપ્તિસ્થિતિ મુજબ, માતૃખડક ગ્રૅનાઇટમાંથી પરિવર્તન પામેલાં અવશિષ્ટ ખનિજો ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, અબરખ પતરીઓ વગેરેના સંમિશ્રણ સહિતનું; પરંતુ મુખ્યત્વે કેઓલિનાઇટ (શુદ્ધ, જલયુક્ત ઍલ્યુમિનિયમ સિલિકેટ –Al2O3  2SiO2  2H2O)થી બનેલું બિનપ્લાસ્ટિક દ્રવ્ય છે. ગ્રૅનાઇટમાં રહેલા ફેલ્સ્પાર ઉપર થતી…

વધુ વાંચો >