૬(૧).૨૭
ગિલગૂડ (આર્થર) જ્હૉનથી ગુગનહાઇમ મ્યુઝિયમ
ગિલગૂડ, (આર્થર) જ્હૉન
ગિલગૂડ, (આર્થર) જ્હૉન (જ. 14 એપ્રિલ 1904, સાઉથ કોન્સિંટન, લંડન; અ. 21 મે 2000, વૉટન અન્ડરવૂડ, બકિંગહામશાયર, ઇંગ્લૅન્ડ) : જગપ્રસિદ્ધ અંગ્રેજ નટ અને દિગ્દર્શક. એલન ટેરી નામનાં મશહૂર અભિનેત્રીના પ્રપૌત્ર. રૉયલ એકૅડેમી ઑવ્ ડ્રામૅટિક આર્ટ અને લેડી બેન્સનની તાલીમ પછી તેમણે 1921થી ઑલ્ડવિક થિયેટરમાં કામ શરૂ કર્યું. શેક્સપિયરના ‘હેન્રી ધ…
વધુ વાંચો >ગિલ, ચરણસિંઘ
ગિલ, ચરણસિંઘ (જ. 1934, હૈદરાબાદ) : આંધ્રપ્રદેશના ચિત્રકાર. આંધ્રપ્રદેશની સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના સ્ટાફ આર્ટિસ્ટ તરીકે હૈદરાબાદમાં રહી ચૂકેલા છે. 1969માં લલિત કલા અકાદમી તરફથી શિષ્યવૃત્તિ પ્રાપ્ત થયેલી. હૈદરાબાદમાં 1966 સુધીમાં ત્રણેક પ્રદર્શનો યોજાયાં હતાં. ઉપરાંત અ. ભા. પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. તે અતિવાસ્તવવાદી (surrealistic) કલાના પુરસ્કર્તા રહ્યા છે. તેમની કલાકૃતિ…
વધુ વાંચો >ગિલ, પ્યારસિંહ
ગિલ, પ્યારસિંહ (જ. 28 ઑક્ટોબર 1911, ચેલા, પંજાબ; અ. 23 માર્ચ 2002, એટલાન્ટા, યુ. એસ. એ.) : ભારતના પ્રતિષ્ઠિત ભૌતિકવિજ્ઞાની અને બ્રહ્માંડ-કિરણોની શોધના અગ્રયાયી (pioneer). તેમણે પ્રાથમિક શિક્ષણ કોટ-ફતૂહી ગામમાં અને માધ્યમિક શિક્ષણ માહિલપુરની ખાલસા હાઇસ્કૂલમાંથી લીધું. 1920માં બબ્બર ખાલસાના આંદોલનકારીઓના સંપર્કમાં આવતાં ક્રાંતિનો માર્ગ પકડ્યો. ક્રાંતિવીરોએ પ્યારસિંહના દિમાગમાં રાષ્ટ્રીય…
વધુ વાંચો >ગિલ, મોહિન્દરસિંઘ
ગિલ, મોહિન્દરસિંઘ (જ. 12 એપ્રિલ 1947, જાલંધર) : ભારતના મહાન ખેલકૂદવીર (athlete). ખેલકૂદમાં ત્રિકૂદ (લંગડી ફાળકૂદ) ખૂબ જ મુશ્કેલ કૂદ ગણાય છે. આ કૂદમાં સારો દેખાવ કરવા માટે ખેલાડીમાં ઝડપ, ઉછાળશક્તિ, સ્નાયુબદ્ધ તેમજ ગતિમેળયુક્ત શરીર અને સશક્ત પગની જરૂર પડે છે. પંજાબના વતની મોહિન્દરસિંઘમાં આ બધાં જ લક્ષણો સપ્રમાણ હોવાથી…
વધુ વાંચો >ગિલાની, યુસૂફ રઝા
ગિલાની, યુસૂફ રઝા (જ. 9 જૂન 1952, કરાચી, પાકિસ્તાન) : ફેબ્રુઆરી 2008માં પાકિસ્તાનમાં થયેલ સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ જનરલ મુશર્રફ વિરોધી રાજકીય જોડાણને દેશની સંસદમાં બહુમતી મળ્યા પછી વરાયેલા નવા પ્રધાનમંત્રી. પિતાનું નામ આલમદર હુસેન જેઓ ભાગલા પહેલાંની મુસ્લિમ લીગના નેતા હતા અને જેમણે 1950ના અરસામાં પાકિસ્તાનમાં મંત્રીપદનો અનુભવ પણ લીધેલો.…
વધુ વાંચો >ગિલ્બર્ટ, ગ્રોવ કાર્લ
ગિલ્બર્ટ, ગ્રોવ કાર્લ (જ. 6 મે 1843, રોચેસ્ટર, ન્યૂયૉર્ક, યુ.એસ.; અ. 1 મે 1918, જેક્સન, Mich) : અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી. ભૂપૃષ્ઠ-રચનાશાસ્ત્રના એક આદ્યપ્રણેતા. ભૂમિસ્વરૂપોની આકારિકી અને વિકાસમાં જળવાતા ગતિવિષયક સંતુલનની સંકલ્પનાની ઉપયોગિતા સર્વપ્રથમ તેમણે સમજાવી. ભૂમિસ્વરૂપોની રચના માટેની જવાબદાર પ્રક્રિયાઓ અને તે ભૂમિસ્વરૂપો જેનાથી બનેલાં છે તે ખડકોનાં બંધારણસંરચના વચ્ચેની સંતુલન…
વધુ વાંચો >ગિલ્બર્ટ (ગિલબર્ડ) વિલિયમ
ગિલ્બર્ટ (ગિલબર્ડ), વિલિયમ (જ. 24 મે 1544, કૉલચેસ્ટર, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 10 ડિસેમ્બર 1603, કૉલચેસ્ટર) : ચુંબકશાસ્ત્ર- (magnetism)માં સંશોધનની પહેલ કરનાર અંગ્રેજ તબીબ. કૉલચેસ્ટરના વિલિયમ તરીકે પણ ઓળખાય છે. રાણી ઇલિઝાબેથ પહેલાંના શાસનકાળમાં ખૂબ વિખ્યાત વિજ્ઞાની તરીકે જાણીતા હતા. તબીબી શિક્ષણ લીધા પછી લંડનમાં ઠરીઠામ થઈ, ગિલબર્ટે 1573માં તબીબી વ્યવસાય…
વધુ વાંચો >ગિલ્બર્ટ, વૉલ્ટર
ગિલ્બર્ટ, વૉલ્ટર (Gilbert, Walter) (જ. 21 માર્ચ 1932, બૉસ્ટન, યુ.એસ.) : અમેરિકન આણ્વિક જીવવિજ્ઞાની અને 1980ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1953માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયા તથા 1957માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1958માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીની ફૅકલ્ટીમાં ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે જોડાયા. તેમના અભ્યાસ અને રસના…
વધુ વાંચો >ગિલ્લીદંડા
ગિલ્લીદંડા : દક્ષિણ ભારતની પ્રાચીન રમત. ગિલ્લીદંડાની રમતને મોઈદંડાની રમત પણ કહે છે. તે આખા દેશમાં પ્રચલિત થયેલી છે. ભલે પછી તે વિટ્ટી દાંડુ, ઇટીડકર, ગિલ્લીદંડા, ગુલ્લીદંડા, ડાંગગુલ્લી, કુટ્ટીદેજો કે એવા કોઈ નામે ઓળખાતી હોય. આ રમત માટે ચોગાનમાં એક બાજુએ લગભગ 4 સેમી. ઊંડો, 10 સેમી. લાંબો તથા આગળ…
વધુ વાંચો >ગિશ, લિલિયન
ગિશ, લિલિયન (જ. 14 ઑક્ટોબર 1899, સ્પ્રિંગફિલ્ડ, ઓહાયો; અ. 27 ફેબ્રુઆરી 1993, મેનહટ્ટન) : મૂક ચલચિત્રોના સમયગાળાની મહત્વની અમેરિકન અભિનેત્રી. તેની કારકિર્દીનો આરંભ બાળ સિને અભિનેત્રી તરીકે થયો. યુવાન ઉંમરે તેણે તે ગાળાના મેધાવી દિગ્દર્શક ડી. ડબ્લ્યૂ. ગ્રિફિથની જાણીતી સિનેકૃતિઓ ‘બર્થ ઑવ્ એ નેશન’ (1915), ‘હાર્ટ ઑવ્ ધ વર્લ્ડ’ (1918),…
વધુ વાંચો >ગીમ, આન્દ્રે (Geim, Andre)
ગીમ, આન્દ્રે (Geim, Andre) (જ. 21 ઑક્ટોબર, 1958, સોચી, રશિયા) : દ્વિ-પારિમાણિક પદાર્થ ગ્રૅફીન પર અભૂતપૂર્વ પ્રયોગો માટે 2010નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની અને કૉન્સ્ટન્ટિન નોવો સેલૉવ વચ્ચે વિભાજિત થયો હતો. આન્દ્રે ગેઈમનું કુટુંબ જર્મન મૂળનું હતું તથા તેમનાં માતા-પિતા બંને ઇજનેર હતાં. તેમનું બાળપણ મોસાળમાં…
વધુ વાંચો >ગી(યા)માં, રોજર ચાર્લ્સ
ગી(યા)માં, રોજર ચાર્લ્સ (જ. 11 જાન્યુઆરી 1924, ડીઝોં, ફ્રાન્સ; અ. 21 ફેબ્રુઆરી 2024, ડેલમેર, યુ. એસ. એ.) : ACTH (એડ્રિનોકૉર્ટિકોટ્રોપિક હૉર્મોન)ના સંશોધન બદલ ઍન્ડ્રુ શૅલી અને રોઝેલીન યૅલો સાથે નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર જૈવરસાયણશાસ્ત્રી (biochemist). તેઓ બૅયલર કૉલેજ ઑવ્ મેડિસિન(હ્યૂસ્ટન, ટેક્સાસ, યુ.એસ.)માં જોડાયા. તેમણે પીયૂષિકા (pituitary) ગ્રંથિના અંત:સ્રાવોના વિસ્રવણનું નિયમન…
વધુ વાંચો >ગીમે, મ્યુઝિયમ
ગીમે, મ્યુઝિયમ (Gime Museum) (સ્થાપના : 1889, પૅરિસ, ફ્રાંસ) : ફ્રાંસમાં પૅરિસ ખાતેનું પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય અને બીજા દક્ષિણ એશિયાઈ દેશોની ચિત્રકલા, શિલ્પકલા અને હસ્તપ્રતોનું મ્યુઝિયમ. ભારતીય અને એશિયાઈ કલાઓનું યુરોપમાં આવેલું આ સૌથી મોટું મ્યુઝિયમ છે. ફ્રાંસના એક ધનાઢ્ય ઉદ્યોગપતિ એમિલ ગીમેએ પોતાના અંગત નાણાંમાંથી આ મ્યુઝિયમની શરૂઆત…
વધુ વાંચો >ગીયોઝ
ગીયોઝ (guyots) : સમુદ્રીય જળનિમ્ન પર્વત. પૅસિફિક મહાસાગરમાં જળસપાટીથી ઉપર તરફ જોવા મળતા જ્વાળામુખીજન્ય સમુદ્રસ્થિત પર્વતો મોટે ભાગે તો શંકુઆકારના શિરોભાગવાળા હોય છે; પરંતુ સમુદ્રતળસ્થિત, જળસપાટીથી નોંધપાત્ર ઊંડાઈએ રહેલા સમતલ સપાટ શિરોભાગવાળા જ્વાળામુખીજન્ય પર્વતો પણ તૈયાર થયેલા છે. તે સપાટ શિરોભાગવાળા હોવાથી તેમને ઉચ્ચપ્રદેશ જેવા ભૂમિસ્વરૂપની કક્ષામાં મૂકી શકાય. સ્વિસ-અમેરિકન…
વધુ વાંચો >ગીર
ગીર : મિશ્ર પર્ણપાતી વૃક્ષો અને સિંહની વસ્તી ધરાવતું, 20° 40´થી 21° 50´ ઉ. અ. અને 70° 50´થી 70° 15´ પૂ. રે. વચ્ચે આવેલું જંગલ. આ જંગલ જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં વહેંચાયેલું છે. ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં તે વાલાકગીર તરીકે ઓળખાય છે. અમરેલી જિલ્લામાં ધારી અને ખાંભા તાલુકાઓમાં તેનો…
વધુ વાંચો >ગીર સોમનાથ
ગીર સોમનાથ : જૂનાગઢ જિલ્લાનું વિભાજન કરીને નવો બનાવાયેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 20 53´ ઉ. અ. અને 70 36´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેનો વિસ્તાર 3,755 ચો.કિમી. છે. આ જિલ્લાની ઉત્તરે અને પશ્ચિમે જૂનાગઢ જિલ્લો, પૂર્વે અમરેલી જિલ્લો અને દક્ષિણે અરબસાગર સીમા રૂપે આવેલ…
વધુ વાંચો >ગીરો પ્રથા (બૅંકિંગ)
ગીરો પ્રથા (બૅંકિંગ) (mortgage) : બૅકિંગ ક્ષેત્રના સંદર્ભમાં નાણાંની ચુકવણી માટે વપરાતું સાધન. બૅંકિંગ વ્યવહાર માટેના ચેકના ઉપયોગને સ્થાને ગીરો પ્રથા દ્વારા નાણાંની ચુકવણી યુરોપના કેટલાક દેશોમાં તેમજ જાપાન, ઇઝરાયલ, ઇજિપ્ત, અલ્જીરિયા, ટ્યુનિસિયા વગેરે દેશોમાં થાય છે. જર્મનીમાં આ પ્રથા ઘણા લાંબા સમયથી પ્રચલિત છે. આ પ્રથા ચેક કરતાં સરળ,…
વધુ વાંચો >ગીલાની, હકીમ અબુલ ફતહ
ગીલાની, હકીમ અબુલ ફતહ (ઈ.સ.ની સોળમી સદી) : અકબરના દરબારના વિદ્વાન. ઈશ્વરી વિદ્યા અને હિકમતમાં નિપુણ મૌલાના અબ્દુર્રઝ્ઝાક ગીલાનીના પુત્ર. 1566–67માં ગીલાન પ્રાંત પર ઈરાનના શાહ તેહમાસ્પ સફવીનો કબજો થયો ત્યારે ત્યાંના હાકેમે મૌલાના અબ્દુર્રઝ્ઝાકને બંદી બનાવ્યા અને કેદખાનામાં જ તેમનું મૃત્યુ થયું. શહેનશાહ અકબરના રાજ્યઅમલના વીસમા વર્ષ દરમિયાન (1575)…
વધુ વાંચો >ગુઆહાટી
ગુઆહાટી : આસામ રાજ્યનું મહત્વનું નગર. ભૌગોલિક સ્થાન : 26° 10´ ઉ. અ. અને 91° 45´ પૂ. રે.. આસામનું પાટનગર ભલે દિસપુર હોય; પરંતુ તેનું રાજકીય પાટનગર ગુઆહાટી છે, જ્યાં તેની વડી અદાલતનું મથક છે. ગુઆહાટીનું જૂનું નામ પ્રાગજ્યોતિષપુર હતું. બ્રહ્મપુત્ર નદીને કિનારે વસેલું આસામનું આ સૌથી મોટું શહેર છે.…
વધુ વાંચો >ગુગનહાઇમ મ્યુઝિયમ (ન્યૂયૉર્ક : 1959)
ગુગનહાઇમ મ્યુઝિયમ (ન્યૂયૉર્ક : 1959) : સૉલોમન ગુગનહાઇમ ફાઉન્ડેશન માટે, ખાસ કરીને ચિત્રોના પ્રદર્શન માટે બાંધવામાં આવેલું સંગ્રહાલય. આ સંગ્રહાલયની રચના વિશ્વવિખ્યાત અમેરિકન સ્થપતિ ફ્રૅન્ક લૉઇડ રાઇટ દ્વારા, એક ભમરિયા આકારના મકાન તરીકે કરવામાં આવેલી છે. તેમાં ભમરિયા ઢાળ પર ઊતરતાં ઊતરતાં વર્તુળાકાર ઊભી કરાયેલ દીવાલો પર ચિત્રો ટાંગવાની વ્યવસ્થા…
વધુ વાંચો >