૫.૨૧
કૅસાઇટથી કૉકેસસની હારમાળા
કૈવલ્યધામ
કૈવલ્યધામ : યોગવિદ્યાના શાસ્ત્રશુદ્ધ અભ્યાસ માટેની સંસ્થા. મુંબઈ-પુણે વચ્ચે આવેલા જાણીતા ગિરિમથક લોણાવળા ખાતે 1924માં સ્વામી કુવલયાનંદે (1883-1966) તેની સ્થાપના કરી હતી. તેનો ઉદ્દેશ યોગનો પદ્ધતિસર પ્રસાર કરવાનો છે અને તે માટે આ સંસ્થામાં પ્રાચીન અને અર્વાચીન બંને પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં યોગના આધ્યાત્મિક પાસા પર વિશેષ…
વધુ વાંચો >કૈસર વિલિયમ બીજો
કૈસર વિલિયમ બીજો (શાસનકાળ 1888-1918) : જર્મનીનો સમ્રાટ. તે ઉગ્ર રાષ્ટ્રવાદ તેમજ સામ્રાજ્યવાદનો પુરસ્કર્તા હતો. આથી તેણે જર્મનીની લશ્કરી તેમજ નૌકા-તાકાતનો ભારે વિકાસ કરીને, એશિયા તથા આફ્રિકામાંનાં જર્મન સંસ્થાનોનો વિસ્તાર કરવાની નીતિ અપનાવી. પરિણામે જર્મનીને ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ સાથે સંઘર્ષમાં ઊતરવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ. જર્મનીના એકીકરણમાં મુખ્ય ભાગ…
વધુ વાંચો >કૉઇક્સ
કૉઇક્સ : વર્ગ એકદલા, કુળ ગ્રેમિનીની વનસ્પતિની એક પ્રજાતિ. આ પ્રજાતિ લગભગ 9 જાતિઓ ધરાવે છે. C. lacryma-jobi, Linn; અં. Job’s tears; હિં. संकरु એ સૌથી મહત્વની જાતિ છે અને તે નાસપતિ આકારનાં ચળકતાં ફળ માટે ઉગાડાય છે. ફળનો ખોરાક તરીકે તેમજ શોભા માટે ઉપયોગ થાય છે. તે 3થી 6…
વધુ વાંચો >કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો
કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો (1974) : જાણીતું ગુજરાતી નાટક. લેખક મધુ રાય. પ્રચ્છન્ન અપરાધ, વિશિષ્ટ સજા અને વિષમ પરિસ્થિતિમાં પ્રવર્તતા માનવમનને ર્દશ્ય રૂપે રંગભૂમિ પર રજૂ કરતું આ ચતુરંકી નાટક વીસમી સદીના સાતમા દશકનું સીમાસ્તંભરૂપ નાટક ગણાય છે. મંચનપ્રવૃત્તિ સાથે સક્રિય રીતે સંકળાયેલ મધુ રાયની આ નાટ્યકૃતિની…
વધુ વાંચો >કૉઇપલ પરિવાર
કૉઇપલ પરિવાર (Koypel Family) [(કૉઇપલ, નોએલ : જ. 1628, ફ્રાંસ; અ. 1707, ફ્રાંસ); (કૉઇપલ, ઍન્તૉઇન : જ. 1661, ફ્રાંસ; અ. 1722, ફ્રાંસ); (કૉઇપલ, નોએલ-નિકોલસ : જ. 1690, ફ્રાંસ; અ. 1734, ફ્રાંસ); (કૉઇપલ, ચાર્લી-ઍન્તોઇન : જ. 1694, ફ્રાંસ; અ. 1752, ફ્રાંસ)] : ફ્રેંચ બરોક-શૈલીમાં ચિત્રણા કરનાર ફ્રેંચ ચિત્રકાર પરિવાર. નોએલ ફ્રેંચ…
વધુ વાંચો >કોઇમ્બતૂર (જિલ્લો)
કોઇમ્બતૂર (જિલ્લો) : તામિલનાડુ રાજ્યનો ચેન્નઈ જિલ્લા પછીનો બીજા ક્રમનો મહત્વનો ઔદ્યોગિક જિલ્લો. વિસ્તાર : 7469 ચોકિમી. વાયવ્યમાં નીલગિરિ તથા દક્ષિણમાં અન્નાઇમલાઈ અને દક્ષિણઘાટની પાલની પર્વતમાળાથી તે ઘેરાયેલો છે. તેની પશ્ચિમે પાલઘાટ તથા પૂર્વમાં ત્રિચિનાપલ્લી આવેલાં છે. આશરે 900 મી. ઊંચાઈએ આવેલો આ પઠાર પ્રદેશ કપાસના પાક માટે જાણીતો છે.…
વધુ વાંચો >કોઇમ્બતૂર (નગર)
કોઇમ્બતૂર (નગર) : તામિલનાડુ રાજ્યનું મહત્વનું શહેર તથા 1865થી જિલ્લાનું વહીવટી મથક. ચેન્નઈ-કોઝિકોડ ધોરી માર્ગ પર ચેન્નઈની દક્ષિણે 480 કિમી.ને અંતરે નોયલ નદી પર આ નગર વસેલું છે. વાર્ષિક સરેરાશ વરસાદ 750 મિમી. કોઇમ્બતૂર જિલ્લાનું તે ઔદ્યોગિક તથા વ્યાપારી કેન્દ્ર છે. ખેતપેદાશો ઉપરાંત ચા અને કૉફીનો ત્યાં મોટા પાયા પર…
વધુ વાંચો >કોઈલી
કોઈલી : ઊડિયા કાવ્યપ્રકાર. પ્રાચીન ઊડિયા સાહિત્યમાં સંસ્કૃતના ‘સંદેશકાવ્ય’ અથવા ‘દૂતકાવ્ય’ની માફક કોઈલી કાવ્યપ્રકાર લોકપ્રિય હતો. કોઈલી એટલે કોયલ. આ પ્રકારની રચનાઓ ઘણુંખરું કોયલને ઉદ્દેશીને લખાય છે. ‘ક’થી ‘ક્ષ’ સુધીના ઊડિયા વર્ણાનુક્રમ અનુસાર તે રચાતી. સોળમી સદી પહેલાં તેની શરૂઆત થયેલી. માર્કંડ દાસ(પંદરમી સદી)કૃત ‘કેશવ કોઈલી’, બલરામ દાસ(સોળમી સદી)કૃત ‘કાન્ત…
વધુ વાંચો >કોઍગ્યુલેઝ કસોટી
કોઍગ્યુલેઝ કસોટી : વિશિષ્ટ જાતના બૅક્ટેરિયાથી થતી લોહીની જમાવટ (coagulation) તપાસવાની કસોટી. લોહીની જમાવટ કોઍગ્યુલેઝ ઉત્સેચકને લીધે થાય છે. આ ઉત્સેચકનું નિર્માણ સ્ટૅફિલોકૉકસ ઑરિયસ બૅક્ટેરિયા કરતા હોય છે. તેથી આ બૅક્ટેરિયાને ભાવાત્મક કોઍગ્યુલેઝ (coagulase-positive) તરીકે ઓળખવામાં આવે છે. સ્ટૅફિલોકૉકસ ઑરિયસને લીધે સસ્તન પ્રાણીઓ ગૂમડું કે ખરજવા જેવા રોગથી પીડાય છે…
વધુ વાંચો >કોએલર જ્યૉર્જિઝ
કોએલર, જ્યૉર્જિઝ (જ. 17 એપ્રિલ 1946, મ્યૂનિક; અ. 1 માર્ચ 1995, ફેરાઇબુર્ગ ઇમ બ્રાઇસગાઉ) : નોબેલ ઇનામવિજેતા જર્મન પ્રતિરક્ષાવિદ (immunologist). તેમણે સેઝર મિલ્સ્ટીન સાથે કેમ્બ્રિજમાં સંશોધન કરીને વિપુલ અને અસીમ જથ્થામાં એકકોષગોત્રી પ્રતિદ્રવ્યો(monoclonal antibodies)ના ઉત્પાદનની પ્રયોગશાળા-પદ્ધતિ શોધી કાઢી. તેને કારણે તેમને, સેઝરને તથા જેર્નને 1984નું શરીરક્રિયાશાસ્ત્ર અને તબીબી વિજ્ઞાનનું નોબેલ…
વધુ વાંચો >કૅસાઇટ
કૅસાઇટ : પશ્ચિમ એશિયામાં બૅબિલોન પર ઈ. પૂ. અઢારમી સદીના મધ્ય ભાગથી આશરે 576 વર્ષ સુધી સત્તા ભોગવનાર પ્રજા. આ પ્રજાનું નામ કદાચ તેમના દેવ કસુ પરથી પડ્યું હોય એમ બૅબિલોનનાં સાધનો પરથી જણાય છે. બૅબિલોનમાં તેમને કસુ, અસુરમાં કસી અને ગ્રીક લેખકો કોસઇઓઈ તરીકે ઓળખે છે. બૅબિલોનમાં તેમના ઉલ્લેખ…
વધુ વાંચો >કૅસાં – રેને-સૅમ્યુઅલ
કૅસાં, રેને-સૅમ્યુઅલ (જ. 5 ઑક્ટોબર 1887, બાયોન, ફ્રાન્સ; અ. 20 ફેબ્રુઆરી 1976, પૅરિસ) : ફ્રેન્ચ ધારાશાસ્ત્રી, સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ-અધિકારોના ઘોષણાપત્રના પ્રમુખ ઘડવૈયા તથા 1968ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પિતા યહૂદી વ્યાપારી. પૅરિસ ખાતે સાહિત્ય અને કાયદાનો અભ્યાસ કર્યો (1909). પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન ફ્રાન્સના લશ્કરમાં જોડાયા તથા પાયદળના સૈનિક…
વધુ વાંચો >કૅસિટરાઇટ
કૅસિટરાઇટ : કલાઈનું ધાતુખનિજ. ટિનસ્ટોન તરીકે પણ ઓળખાય છે. રા. બં. – SnO2. સ્ફ.વ. – ટેટ્રાગોનલ. સ્વ. – ટેટ્રાગોનલ પ્રિઝમ અને પિરામિડથી બંધાયેલા સ્ફટિકો; કોણી આકારની યુગ્મતા; જથ્થામય અથવા તંતુમય કે છૂટાછવાયા સૂક્ષ્મ કણોના સ્વરૂપે કે નદીજન્ય નિક્ષેપોમાં ઘસારો પામેલા, ભૌતિક સંકેન્દ્રણથી ભેગા થયેલા કણસ્વરૂપે. રં. – સામાન્યત: કાળો કે…
વધુ વાંચો >કૅસિયસ
કૅસિયસ (જ. ઈ. પૂ. 85; અ. ઈ. પૂ. 42) : રોમન યોદ્ધો અને સીરિયાનો સેનાપતિ. કૅસિયસ કુટુંબ પ્રાચીન રોમનું એક પ્રસિદ્ધ કુટુંબ હતું. તે કુટુંબનો ગેયસ કૅસિયસ લાજાઇનસ સૌથી વધારે નોંધપાત્ર નેતા હતો. એણે રોમના સેનાપતિ જુલિયસ સીઝરના ખૂનનું કાવતરું ઘડવામાં અને તેને પાર પાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. એણે ઈ.…
વધુ વાંચો >કેસિયા પ્રજાતિ
કેસિયા પ્રજાતિ : વર્ગ દ્વિદળીની શ્રેણી કેલીસીફ્લોરીના કુળ સીઝાલપીનીની એક પ્રજાતિ. Gassi fistula (ગરમાળો) ગુજરાતમાં સર્વત્ર જોવા મળે છે. તેનાં પાન મોટાં હોય છે, પાન શિયાળામાં ગરી જાય છે, પછી આખું ઝાડ પીળાં લટકતાં ફૂલથી છવાઈ જાય છે. ફૂલ પછી લાંબી પાઇપ જેવી શિંગો આવે છે. આ શિંગોનો ગર ગરમાળાના…
વધુ વાંચો >કેસીન
કેસીન : સસ્તન પ્રાણીઓના દૂધનો મુખ્ય પ્રોટીન ઘટક. દૂધમાં તેનું પ્રમાણ 2.5થી 3.2 % અને કુલ પ્રોટીનના 80 % હોય છે. દૂધમાં તથા ચીઝમાં તે કૅલ્શિયમ કેસીનેટ તરીકે રહેલું હોય છે. રાસાયણિક ર્દષ્ટિએ તે α β, γ અને k કેસીન તરીકે ઓળખાતાં ફોસ્ફોપ્રોટીનનું મિશ્રણ છે. આ બધામાં ફૉસ્ફોરિક ઍસિડ સાથે…
વધુ વાંચો >કેસીન ચિત્રકળા
કેસીન ચિત્રકળા : દૂધમાંથી છૂટા પાડેલા કેસીનના ઉપયોગવાળી ચિત્રકળા. કેસીન દૂધમાંથી મળતું ફૉસ્ફોપ્રોટીન છે, જે દૂધને ઍસિડ સાથે ગરમ કરવાથી મળે છે. દૂધમાં લૅક્ટિક ઍસિડ ઉમેરતાં પણ તે છૂટું પડે છે. દહીંમાંથી કેસીન મેળવીને પરંપરાગત આસંજક (adhesive) તથા બંધક (binder) તરીકે તે છેલ્લી આઠ સદી ઉપરાંતથી વપરાય છે. પરિષ્કૃત પાઉડર…
વધુ વાંચો >કૅસીની – જાન ડોમેનિકો
કૅસીની, જાન ડોમેનિકો (જ. 8 જૂન 1625, નીસની પાસે પેરિનાલ્દો; અ. 14 સપ્ટેમ્બર 1712, પૅરિસ) : ચાર પેઢી સુધી પૅરિસની વેધશાળાના નિયામકપદે રહેનાર કૅસીની કુળના પહેલા ખગોળવેત્તા, જિનોઆની જેસ્યુઇટ કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ 1650માં ઇટાલીની બોલોન્યા યુનિવર્સિટીમાં ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા હતા. 1657માં પોપ ઍલેક્ઝાન્ડર સાતમાએ તેમને કિલ્લેબંધી(fortification)ના ઇન્સ્પેક્ટર…
વધુ વાંચો >કેસૂડાં
કેસૂડાં : કૉલકાતાના ગુજરાતી સાહિત્ય મંડળનું વાર્ષિક પ્રકાશન. ‘રૂપ, રંગ અને રસભર્યા’ આ અનિયતકાલિક વાર્ષિકનો પ્રથમ અંક એપ્રિલ 1953માં શિવકુમાર જોશી, જયંતીલાલ શાહ અને રમણીક મેઘાણીના સંપાદકમંડળે વસંત અંક તરીકે પ્રકટ કરેલો. ત્યારપછી 1954, 1955, 1957, 1962, 1964, 1966-67, 1973 એમ ‘કેસૂડાં’ વાર્ષિક પ્રકટ થતું રહ્યું. કવિતા, વાર્તા, નિબંધ, વિવેચન…
વધુ વાંચો >કેસેગ્રેઇન કેન્દ્ર અને કૂડે કેન્દ્ર
કેસેગ્રેઇન કેન્દ્ર (Cassegrain Focus) અને કૂડે કેન્દ્ર (Coude Focus) : પરાવર્તક પ્રકારના દૂરબીનમાં આવતાં કેન્દ્રો. ત્યાં દીપ્તિમાપક, વર્ણપટમાપક વગેરે સાધનો ગોઠવવામાં આવે છે. દૂરબીનનો અંતર્ગોળ પરાવર્તક અરીસો પ્રકાશનાં કિરણોને કેન્દ્રિત કરીને, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક નાના બહિર્ગોળ અરીસા તરફ મોકલે છે; જ્યાંથી તે પરાવર્તન પામીને અંતર્ગોળ અરીસાની વચ્ચે આવેલા છિદ્રમાંથી…
વધુ વાંચો >