૫.૦૬

કુલગૂરા (સોલર) ઑબ્ઝર્વેટરી, ઑસ્ટ્રેલિયાથી કુંભ

કુલગૂરા (સોલર) ઑબ્ઝર્વેટરી ઑસ્ટ્રેલિયા

કુલગૂરા (સોલર) ઑબ્ઝર્વેટરી, ઑસ્ટ્રેલિયા : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ ખાતે કુલગૂરા નામના સ્થળે આવેલી સૌર-વેધશાળા. આ વેધશાળાનું સંચાલન ધી કૉમનવેલ્થ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગનાઇઝેશન(CSIRO)ની રેડિયોફિઝિક્સ લેબૉરેટરીને હસ્તક છે. ઑસ્ટ્રેલિયાના આ જ વિસ્તારમાં પાર્ક્સ ખાતે આવેલી જાણીતી વેધશાળાનું સંચાલન પણ તે સંસ્થા જ સંભાળે છે. કુલગૂરા સોલર ઑબ્ઝર્વેટરી ખાતે સૂર્યના ચાક્ષુષીય…

વધુ વાંચો >

કુલ નુકસાન (દરિયાઈ વીમામાં)

કુલ નુકસાન (દરિયાઈ વીમામાં) : દરિયાઈ વીમાના દાવાની પતાવટના સંદર્ભમાં નુકસાનનું એક સ્વરૂપ. કુલ નુકસાન એટલે અસ્કામતનો સંપૂર્ણ વિનાશ. તેના બે પ્રકાર : (1) વાસ્તવિક (actual) કુલ નુકસાન અને (2) અનુમાનિત (constructive) કુલ નુકસાન. મિલકતનો સંપૂર્ણ નાશ થયો હોય અગર તો તેને મૂળ વસ્તુરૂપે ઓળખાવી ન શકાય એવી રીતે નુકસાન…

વધુ વાંચો >

કુલન્દૈસામિ વા. ચે.

કુલન્દૈસામિ, વા. ચે. (જ. 1929, તિરુચિરાપલ્લી, તામિલનાડુ) : તમિળ સાહિત્યકાર. તેમની કૃતિ ‘વાલુમ વાલ્લુકમ’ને 1988ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમની શૈક્ષણિક કારકિર્દી એકધારી તેજસ્વી રહી છે. તેમણે ખડ્ગપુરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી એમ. ટેક. તથા અમેરિકાની યુનિવર્સિટી ઑવ્ ઇલિનૉઇમાંથી હાઇડ્રૉલોજીમાં પીએચ.ડી. જેવી ઉચ્ચ ડિગ્રીઓ મેળવી છે. 1981થી…

વધુ વાંચો >

કુલસુમ અમર બિન

કુલસુમ, અમર બિન (આશરે છઠ્ઠી સદી) : ઇસ્લામ પૂર્વેનો અરબી ભાષાનો પ્રથમ પંક્તિનો કવિ. તે તઘલિબ કબીલાનો અને પ્રખ્યાત કવિ મુહલહિલની પુત્રી લયલાનો દીકરો હતો. તે પોતાના સમયનો નાઇટ (knight) ખિતાબધારી હતો. અમર બિન કુલસુમને પોતાના વંશનો ઘણો ગર્વ હતો. તેણે પોતાના ‘મુઅલ્લકા’ પ્રકારના અરબી કાવ્યમાં તઘલિબ કબીલાના ગૌરવની વાત…

વધુ વાંચો >

કુલિયાત અઝીઝ

કુલિયાત અઝીઝ (1944) : અર્વાચીન સિંધી કાવ્યસંગ્રહ. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન લેખરાજ કિશનચંદ અઝીઝનો આ કાવ્યસંગ્રહ બે ભાગમાં પ્રસિદ્ધ થયો. પ્રથમ ભાગમાં ગઝલો અને દ્વિતીય ભાગમાં મસનવી છે. ગઝલોમાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક એમ વિવિધ વિષયો આવરી લેવાયા છે, પરંતુ ભાષા ફારસીપ્રધાન હોવાથી તે ગઝલો લોકભોગ્ય કે લોકપ્રિય બની શકી નહિ;…

વધુ વાંચો >

કુલિંજન

કુલિંજન : એકદળી વર્ગમાં આવેલા ઝિંજીબરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alpinia galanga syn. A. galanga; Amomum galanga (સં. કોનવચા; હિં., બં., મ., ગુ. કુલિંજન; ક. કોળંજન; મલ. અરાથા; ત. પેરારાથેઈ અં. ગ્રેટર ગેલંગલ) છે. તે 1.8 મી.થી 2.4મી. ઊંચી, બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે. તેનું ભૂમિગત પ્રકાંડ કંદિલ, સુરભિત…

વધુ વાંચો >

કુલુ

કુલુ (Kullu) : હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 31° 58′ ઉ. અ. અને 77° 06′ પૂ. રે.ની આજુબાજુનો 5,503 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાન તરફ લાહુલ-સ્પિટિ જિલ્લો અને કાંગડા જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ કિન્નુર…

વધુ વાંચો >

કુલોમેટ્રિક વિશ્લેષણ

કુલોમેટ્રિક વિશ્લેષણ : કોઈએક વિદ્યુતવિભાજ્ય પદાર્થને તેના દ્રાવણમાંથી મુક્ત કરવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો (કુલોંબમાં) માપીને પદાર્થનો જથ્થો નક્કી કરવાની વીજરાસાયણિક પદ્ધતિ. ફેરાડેના નિયમ પ્રમાણે પદાર્થના દ્રાવણમાંથી તેનો એક તુલ્યભાર મેળવવા માટે 96,487 કુલોમ્બ અથવા એક ફેરાડે વિદ્યુતભારની જરૂર પડે છે. પ્રક્રિયા માટે જરૂરી કુલોમ્બ માપી તે પરથી અનુમાપ્યનું તુલ્યપ્રમાણ…

વધુ વાંચો >

કુલોમ્બ

કુલોમ્બ : 0.001118 ગ્રામ ચાંદી અથવા 0.00014 ગ્રામ હાઇડ્રોજન મુક્ત કરવા માટે અથવા એક સેકંડ માટે એક એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર કરવા વપરાતો વિદ્યુતનો જથ્થો અથવા 6.24 × 1018 ઇલેક્ટ્રૉન પરનો વિદ્યુતભાર. તેથી, એમ્પિયર ×  સેકંડ = કુલોમ્બ મેટ્રિક પદ્ધતિમાં વિદ્યુતના જથ્થાને સ્ટેટ કુલોમ્બ (stat coulomb) પણ કહે છે. કુલોમ્બના દશમા ભાગને…

વધુ વાંચો >

કુલોમ્બ ચાર્લ્સ ઑગસ્તિન દ

કુલોમ્બ ચાર્લ્સ ઑગસ્તિન દ (જ. 14 જૂન 1736, ફ્રાન્સ; અ. 23 ઑગસ્ટ 1806, પૅરિસ) : ચુંબકત્વ તથા વિદ્યુતક્ષેત્રના સંશોધન માટે ખૂબ જાણીતા ફ્રેંચ વિજ્ઞાની. મેઝિયરની શિક્ષણસંસ્થા ‘એકોલ દ ઝેની’માંથી 1761માં સ્નાતક થયા પછી લશ્કરી ઇજનેર તરીકે વેસ્ટ ઇન્ડિઝ તથા અન્ય ફ્રેંચ મથકોમાં 1781 સુધી સેવા આપી. સંશોધનકાર્ય માટે તે વધુ…

વધુ વાંચો >

કુંજાલી મરક્કાર

Jan 6, 1993

કુંજાલી મરક્કાર : પંદરમી સદીના અંતે અને સોળમી સદી દરમિયાન પોર્ટુગીઝોના નૌકા-કાફલાનો લાંબા સમય સુધી સામનો કરનાર નૌકાધીશ. 1498માં વાસ્કો-દ-ગામા અને તેના અનુગામી વહાણવટીઓ ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ તેજાનાની શોધમાં આવ્યા અને ચડિયાતા નૌકાદળ અને શસ્ત્રો તથા ભારતીય રાજાઓના પરસ્પર દ્વેષ અને કુસંપને કારણે હિંદી મહાસાગરમાં અબાધિત વર્ચસ્ જમાવી મધદરિયે વહાણો…

વધુ વાંચો >

કુંજીકુકુટ્ટન થંપુરાન કોટુંગલ્લૂર

Jan 6, 1993

કુંજીકુકુટ્ટન થંપુરાન કોટુંગલ્લૂર (જ. 1864; અ. 1913) : મલયાળમ કવિ. એ કેરલના વ્યાસ તરીકે ઓળખાતા. કોટુંગલ્લૂરના રાજવંશમાં પ્રસિદ્ધ સાહિત્યકારોના કુટુંબમાં જન્મ. ‘કવિભારતમ્’ કાવ્યસંગ્રહથી ખ્યાતિ પામ્યા (1893). તેમના કાકા તથા મહેલના શિક્ષકો પાસેથી તેઓએ સંસ્કૃત સાહિત્ય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતમાં શિક્ષણ મેળવ્યું. મૂળ સંસ્કૃત કૃતિના છંદો યથાતથ રાખીને તેમણે મહાભારતનો…

વધુ વાંચો >

કુંડગ્રામ

Jan 6, 1993

કુંડગ્રામ : બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં આવેલ વૈશાલીનગરનું ઉપનગર. વૈશાલીની સ્થાપના વિશાલ નામના રાજાએ કરી હોવાનું મનાય છે. વૈશાલીના ત્રણ વિભાગ કે ઉપનગર હતાં. એ ત્રણેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય લોકો રહેતા હતા. કુંડગ્રામમાં ક્ષત્રિયો રહેતા તેથી તે ‘ક્ષત્રિયકુંડ’ તરીકે ઓળખાતું. જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર વર્ધમાન અથવા મહાવીરસ્વામીનો જન્મ આ સ્થળે…

વધુ વાંચો >

કુંડલિત ચિત્રો (Scroll Painting)

Jan 6, 1993

કુંડલિત ચિત્રો (Scroll Painting) : ભૂંગળાંની જેમ વાળવામાં આવતાં સચિત્ર ઓળિયાં કે ટીપણાં. આમાંનાં ચિત્રોને કુંડલિત ચિત્રો કહેવામાં આવે છે. છેલ્લાં બસો-અઢીસો વર્ષો દરમિયાન ગુજરાત અને રાજસ્થાનમાં પંચાંગ અને જન્મકુંડળીઓ કાગળના લાંબા પટ્ટા પર તૈયાર કરવાની પ્રથા પ્રચલિત હતી. આવા સચિત્ર ઓળિયામાં દરેક માસના વાર, તિથિ, રાશિ, નક્ષત્ર વગેરેની માહિતી…

વધુ વાંચો >

કુંડલિની શક્તિ

Jan 6, 1993

કુંડલિની શક્તિ : નાભિપ્રદેશ નીચે કુંડલિની આકારે રહેલી શક્તિ. આ શક્તિ વિશે હંસોપનિષદ, ત્રિશિખ બ્રાહ્મણ ઉપનિષદ, યોગશિખોપનિષદ, ધ્યાનબિન્દુ-ઉપનિષદ અને પ્રશ્નોપનિષદમાં વિગતે રજૂઆતો છે. શ્રી ગૌડપાદાચાર્ય-રચિત ‘સુભગોદય’, શ્રી આદિશંકરાચાર્ય-રચિત ‘સૌન્દર્યલહરી’ વગેરેમાં તેના વિશે વિસ્તૃત રજૂઆત છે. ‘કુલાર્ણવતન્ત્ર’, ‘વિજ્ઞાનભૈરવતન્ત્ર’ તથા ‘શ્રી વિદ્યા’ વગેરે દશ મહાવિદ્યાઓમાં તેનું વિગતે વિવરણ મળે છે. હિન્દુ તત્વજ્ઞાન…

વધુ વાંચો >

કુંડાળિયો

Jan 6, 1993

કુંડાળિયો : વનસ્પતિને લાગુ પડતો એક રોગ. તેને મૂળ ખાઈ, મૂળનો સડો, મૂળનો કોહવારો પણ કહે છે. આ રોગ માટે નીચેના રોગકારકો જવાબદાર છે. (1) રાઇઝોક્ટોનિયા બટાટીકોલા, (2) મેક્રોફોમિના ફેજીયોલાય, (3) રાઇઝોક્ટોનિયા સોલાની પૂર્ણ અવસ્થા (PF, Pellicularia filamentosa). છોડનાં પાન એકાએક ચિમળાઈને સુકાઈ જાય છે. છોડ પણ સુકાઈ જાય છે.…

વધુ વાંચો >

કુંડિનસ્વામી

Jan 6, 1993

કુંડિનસ્વામી : સંસ્કૃત ભાષ્યકાર. યજુર્વેદની તૈત્તિરીય સંહિતાના સાયણ, ભવસ્વામી, ગુહદેવ; કૌશિક ભટ્ટ, ભાસ્કર મિત્ર, ક્ષુર, વેંકટેશ, બાલકૃષ્ણ અને હરદત્ત મિશ્ર નામના ભાષ્યકારોની જેમ કુંડિનસ્વામીનું નામ પણ ભાષ્યકાર તરીકે પ્રાપ્ત થાય છે. તેમનું ભાષ્ય મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ નથી. તેમનાં ભાષ્ય કે સ્થિતિસમય વિશે કશી માહિતી મળતી નથી. વિજય પંડ્યા

વધુ વાંચો >

કુંતાસી

Jan 6, 1993

કુંતાસી : કચ્છના અખાતના પૂર્વ કાંઠા નજીક રાજકોટ જિલ્લાના માળિયા તાલુકામાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું પ્રાચીન સ્થળ અને બંદર. કુંતાસીનો બીબીનો ટિંબો કચ્છના અખાતથી લગભગ સાત કિમી.ના અંતરે છે. લોથલની માફક તે પણ એક સમયે બંદરીય વસાહત હશે એમ જણાય છે. કુંતાસીમાંથી વહાણને લાંગરવાનો ધક્કો, માલ સંગ્રહ કરવાનાં ગોદામો, અનેક પ્રકારના…

વધુ વાંચો >

કુંતી

Jan 6, 1993

કુંતી : રાજા પાંડુની પત્ની. પાંડવોની માતા. યાદવ રાજા શૂરની પુત્રી. વસુદેવની બહેન. શ્રીકૃષ્ણની ફોઈ. નામ પૃથા. રાજા કુંતીભોજે દત્તક લીધા પછી કુંતી કહેવાઈ. કુંતીભોજે તેને અતિથિસત્કારમાં નિયુક્ત કરી. અતિથિ દુર્વાસાની સમુચિત સેવા કરી. ઋષિ પ્રસન્ન થયા. વશીકરણ-મંત્ર આપ્યો અને કહ્યું : ‘આ મંત્ર વડે તું જે દેવનું આવાહન કરીશ…

વધુ વાંચો >

કુંથુનાથ

Jan 6, 1993

કુંથુનાથ : જૈનોના 24 તીર્થંકરો પૈકીના સત્તરમા તીર્થંકર. હસ્તિનાપુરના રાજા શૂરસેન કે સૂર્ય તેમના પિતા અને શ્રીકાન્તા કે શ્રીદેવી તેમનાં માતા. કૃત્તિકા નક્ષત્રમાં તેમનો જન્મ થયો હતો. જન્મતાં વાર જ તે ભૂમિ પર સીધા ઊભા રહ્યા તેથી અથવા જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમનાં માતાએ રત્નોનો ઢગલો જોયો તેથી તેમનું…

વધુ વાંચો >