૨૫.૨૫
હ્યુમ, ડૅવિડથી હવાંગ (Hwange)
હ્યુમ ડૅવિડ
હ્યુમ, ડૅવિડ (જ. 26 એપ્રિલ 1711, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ; અ. 25 ઑગસ્ટ 1776, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ) : સ્કૉટલૅન્ડમાં યુરોપીય જ્ઞાનપ્રકાશયુગ–પ્રબોધનયુગ(1700–1770)ના મુખ્ય પ્રવક્તા. હ્યુમ તત્વચિન્તક, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા. આધુનિક પાશ્ચાત્ય તત્વચિન્તનમાં લૉક અને બર્કલી સાથે હ્યુમનો સમાવેશ અનુભવવાદી (empiricist – અવલોકનવાદી – પ્રત્યક્ષવાદી) તત્વચિન્તકોના જૂથમાં કરવામાં આવે છે. લૉક અનુભવવાદી હતા. છતાં…
વધુ વાંચો >હ્યુમસ
હ્યુમસ : વનસ્પતિ અને પ્રાણીજન્ય પદાર્થોનું સૂક્ષ્મજીવાણુઓ દ્વારા વિઘટન થતાં તૈયાર થયેલું નિર્જીવ પણ સેન્દ્રિય પોષક પદાર્થોથી ભરપૂર જમીનના સ્તરો પૈકીનું ઉપરનું એક ઘટક. હ્યુમસ માટે ‘ખાદમાટી’ અગર ‘મૃદુર્વરક’ જેવા શબ્દપ્રયોગો પણ વપરાશમાં છે. ક્યારેક ‘ખાતરવાળી માટી’ એવો શબ્દપ્રયોગ પણ થાય છે. રાસાયણિક દૃષ્ટિએ જોતાં વનસ્પતિ અને પ્રાણીપેશીઓ, જેમાં સ્ટાર્ચ,…
વધુ વાંચો >હ્યુરોન
હ્યુરોન : યુ.એસ.ના દક્ષિણ ડાકોટા રાજ્યના પૂર્વમધ્યભાગમાં આવેલું શહેર તથા બીડલ પરગણાનું મથક. ભૌગોલિક સ્થાન : 44° 21´ ઉ. અ. અને 98° 12´ પ. રે.. તે જેમ્સ નદીને કાંઠે વસેલું છે. આ શહેરનું હ્યુરોન નામ હ્યુરોન નામની ઇન્ડિયન જાતિ પરથી પડેલું છે. શિકાગોના વિભાગીય મુખ્યમથક તરીકે તેમજ ત્યાંની નૉર્થ વેસ્ટર્ન…
વધુ વાંચો >હ્યુલેન્ડાઇનટ (heulandite)
હ્યુલેન્ડાઇનટ (heulandite) : ઝિયોલાઇટ વર્ગનું ખનિજ. રાસા. બં. : (Ca, Na2)Al2Si7O18·6H2O. સ્ફ. વર્ગ : મોનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ટ્રેપેઝોઇડલ, મેજઆકાર(010)ને સમાંતર, જૂથમાં મળતા સ્ફટિકો ક્યારેક ઓછા સમાંતર; દળદાર અને દાણાદાર પણ મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : પૂર્ણ (010) ફલક પર. પ્રભંગ : ખરબચડો, બરડ. ચમક : કાચમય; (010) ફલક…
વધુ વાંચો >હ્યુવીસ એન્ટની
હ્યુવીસ, એન્ટની [Antony Hewish] (જ. 11 મે, 1924, યુ.કે.) : પલ્સાર (pulsar) તરીકે ઓળખાતા ખગોળીય પદાર્થોના શોધક. 1967માં થયેલ આ શોધ માટે તેમને 1974નું ભૌતિકવિજ્ઞાન માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. એન્ટની હ્યુવીસ આ પ્રકારના ખગોળીય પદાર્થો દ્વારા ઉત્સર્જિત રેડિયો વિકિરણો પૃથ્વી ઉપર સ્પંદ સ્વરૂપે ઝિલાય છે, અને તેના ક્રમિક…
વધુ વાંચો >હ્યૂગો વિક્ટર
હ્યૂગો, વિક્ટર (જ. 26 ફેબ્રુઆરી 1802, ફ્રાન્સ; અ. 22 મે 1885, ફ્રાન્સ) : ફ્રેન્ચ કવિ, નવલકથાકાર, નાટકકાર. અંગત જીવન, જાહેર જીવન, સાહિત્ય જીવન – ત્રણે સ્તર પર સક્રિય પ્રતિભા ધરાવતા હ્યૂગોના જીવનમાં વિવિધતા, વિપુલતા હતી. પૅરિસમાં મોટા ભાગનું જીવન વ્યતીત થયું. શૈશવ અસ્થિરતા અને અસ્તવ્યસ્તતામાં ગયું પિતાની પ્રવાસોભરી નોકરીને કારણે;…
વધુ વાંચો >હ્યૂગો વિન્ક્લર (Hugo Winckler)
હ્યૂગો, વિન્ક્લર (Hugo Winckler) (જ. 4 જુલાઈ 1863, સૅક્સોની; અ. 19 એપ્રિલ 1913, બર્લિન, જર્મની) : હિટ્ટાઇટ (Hittite) સામ્રાજ્યના અવશેષો ખોદી કાઢી હિટ્ટાઇટ ઇતિહાસ ઉજાગર કરનાર જર્મન પુરાતત્વવેત્તા તથા ઇતિહાસકાર. વિન્ક્લર હ્યૂગો પ્રાચીન પશ્ચિમ એશિયાની ભાષાઓ અને લિપિઓમાં હ્યૂગોને પહેલેથી જ દિલચસ્પી હતી. વિદ્યાર્થીકાળમાં જ તેમણે એસિરિયન લિપિ અને ઓલ્ડ…
વધુ વાંચો >હ્યૂઝ ટેડ
હ્યૂઝ, ટેડ (જ. 16 ઑગસ્ટ 1930, પશ્ચિમ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 20 ઑક્ટોબર 1998, ડેવોન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ કવિ. તેમનો જન્મ પશ્ચિમ યૉર્કશાયરના કૉલ્ડર ખીણના નાના ગામમાં થયો હતો. શૈશવ ઘાસનાં બીડો વચ્ચે અને મોટા ભાઈએ વીંધેલાં પશુપંખીઓની શોધમાં વીતેલું અને તેથી તેમની કવિતાને અનેક વિષયો મળ્યા છે. ટેડ હ્યૂઝ પિતા…
વધુ વાંચો >હ્યૂસ્ટન (Houston)
હ્યૂસ્ટન (Houston) : યુ.એસ.ના ટેક્સાસ રાજ્યનું મોટામાં મોટું શહેર તથા બંદર. ભૌગોલિક સ્થાન : 29° 45´ ઉ. અ. અને 95° 21´ પ. રે.. તે ટેક્સાસ રાજ્યના અગ્નિભાગમાં મેક્સિકોના અખાતથી આશરે 80 કિમી. અંતરે આવેલું છે. કિનારાથી અંદરના ભૂમિભાગમાં તે આવેલું હોવા છતાં પણ દુનિયાનાં મુખ્ય દરિયાઈ બંદરો પૈકીના એક તરીકે…
વધુ વાંચો >હ્યૂસ્ટન કંટ્રોલ સ્ટેશન હ્યૂસ્ટન (અમેરિકા)
હ્યૂસ્ટન કંટ્રોલ સ્ટેશન, હ્યૂસ્ટન (અમેરિકા) (જ્હૉનસન સ્પેસ સેન્ટર, હ્યૂસ્ટન) : ‘નાસા’(NASA) (અમેરિકા)ના સ-માનવ અંતરીક્ષયાનોનું મુખ્ય નિયંત્રણ-કેન્દ્ર. કેપ કેનાવરલ ખાતેથી સ-માનવ અંતરીક્ષયાનનું પ્રક્ષેપણ થયા પછી દસ સેકંડ બાદ તેનું સમગ્ર નિયંત્રણ હ્યુસ્ટન-(ટેક્સાસ)થી 32 કિમી. દૂર અગ્નિ દિશામાં આવેલા ‘જ્હૉનસન સ્પેસ સેન્ટર’ (પહેલાંના ‘સ-માનવ અંતરીક્ષ કેન્દ્ર’) ખાતે તબદીલ કરવામાં આવે છે. નાસાનું…
વધુ વાંચો >હ્રોડોક્રોસાઇટ (Rhodochrosite)
હ્રોડોક્રોસાઇટ (Rhodochrosite) : મૅંગેનીઝનું ગૌણ ખનિજ. રાસા. બં. : MnCO3 (MnO = 61.7 %, CO2 = 38.3 %). સ્ફ. વર્ગ : હૅક્ઝાગોનલ. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો ર્હોમ્બોહેડ્રલ; ભાગ્યે જ પ્રિઝમેટિક, સ્કેલેનોહેડ્રલ કે જાડા મેજઆકાર. સામાન્યપણે દળદાર, ઘનિષ્ઠથી સ્થૂળ દાણાદાર. અધોગામી, દ્રાક્ષનાં ઝૂમખાં જેવા કે ગોલકો જેવા પણ મળે. પારદર્શકથી પારભાસક.…
વધુ વાંચો >હ્રાયોલાઇટ
હ્રાયોલાઇટ : જ્વાળામુખી-ખડકો પૈકીનો ઍસિડિક પ્રકાર. ગ્રૅનાઇટનો સમકક્ષ જ્વાળામુખી-પ્રકાર. આલ્કલી ફેલ્સ્પાર અને મુક્ત સિલિકા(ક્વાર્ટ્ઝ, ટ્રિડિમાઇટ કે ક્રિસ્ટોબેલાઇટ) વધુ પ્રમાણ તેમજ શ્યામરંગી મૅફિક ખનિજો(બાયૉટાઇટ, હૉર્નબ્લેન્ડ કે પાયરૉક્સીન)ના ગૌણ પ્રમાણથી બનેલો, આછા રંગવાળો, સૂક્ષ્મ સ્ફટિકમય કે અદૃષ્ટ સ્ફટિકમય (aphanatic) જ્વાળામુખી-ઉત્પત્તિજન્ય ખડક. જ્યારે આલ્કલી ફેલ્સ્પારના પ્રમાણ કરતાં સોડિક ફેલ્સ્પારનું પ્રમાણ વધી જાય ત્યારે…
વધુ વાંચો >હવાંગ (Hwange)
હવાંગ (Hwange) : પશ્ચિમ ઝિમ્બાબ્વેના ઉત્તર પ્રાંતનું નગર. જૂના વખતમાં તે વૅન્કલ નામે ઓળખાતું હતું. ભૌગોલિક સ્થાન : 18° 22´ દ. અ. અને 26° 29´ પૂ. રે.. અહીં નજીકમાં કોલસો મળી આવ્યો હોવાથી 1900ના અરસામાં તે સ્થપાયેલું; એ વખતે ત્યાં વસતા અબાનાન્ઝા લોકોના સરદાર વ્હાંગાના નામ પરથી તેનું નામ પડેલું.…
વધુ વાંચો >