૨૫.૧3
હિંદી ભાષા અને સાહિત્યથી હીરવિજયસૂરિ
હીરવિજયસૂરિ
હીરવિજયસૂરિ (જ. ? ; અ. ઈ. સ. 1595/1596, ઊના, સૌરાષ્ટ્ર) : મુઘલ શહેનશાહ અકબર પાસે બહુમાન પામેલા ગુજરાતના પ્રભાવશાળી જૈન આચાર્ય. તેમના પટ્ટધર વિજયસેનસૂરિ હતા. પશ્ચિમ અને ઉત્તર ભારતમાં તેમના અને તેમના શિષ્યમંડળના અનેક વિહારો હતા. સમાજના સામાજિક–ધાર્મિક જીવન પર તેમની પ્રવૃત્તિઓનો પ્રભાવ પડ્યો હતો. અકબર બાદશાહ સહિત તત્કાલીન રાજકર્તાઓ…
વધુ વાંચો >હિંદી ભાષા અને સાહિત્ય
હિંદી ભાષા અને સાહિત્ય અગાઉ ‘મધ્યદેશ’ તરીકે ઓળખાતા પ્રદેશની સાહિત્યિક ભાષા. અત્યારનાં હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરાંચલ, ઝારખંડ અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં સાહિત્ય અને શિક્ષણમાં હિંદીમાં વ્યવહાર થાય છે. પ્રાચીન અને મધ્યકાલીન આર્યભાષાઓ – સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ – પણ સાર્વદેશિક હતી, પણ હિંદીને આ વારસાનો વિશેષ પ્રકારે લાભ…
વધુ વાંચો >હિંદી મહાસાગર (Indian Ocean)
હિંદી મહાસાગર (Indian Ocean) પૃથ્વી પરના મહાસાગરો પૈકી વિસ્તારની દૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતો મહાસાગર. રાતા સમુદ્ર અને ઈરાની અખાત સહિત તેનો કુલ વિસ્તાર 7,35,56,000 ચોકિમી. જેટલો થાય છે. આ મહાસાગરનો જળજથ્થો આશરે 29,21,31,000 ઘન કિમી. જેટલો છે, જળરાશિની દૃષ્ટિએ બધા મહાસાગરો પૈકી તે પાંચમો ક્રમ ધરાવે છે. તે ચારેય બાજુએ…
વધુ વાંચો >હિંદુ અવિભક્ત પેઢી / ભાગીદારી
હિંદુ અવિભક્ત પેઢી / ભાગીદારી : ભાગીદારીના કાયદા (Indian Partnership Act – 1932) હેઠળ રચાયેલી પેઢી કરતાં તદ્દન જુદા અને વિશિષ્ટ પ્રકારના હિંદુ અવિભક્ત કુટુંબની મિલકતની મદદ વડે આર્થિક/વાણિજ્ય પ્રવૃત્તિ કરતું કૌટુંબિક એકમ. ભારત અને નેપાળમાં પ્રસાર પામેલ હિંદુ ધર્મની કેટલીક વિશિષ્ટતાઓ પૈકીની એક વિશિષ્ટતા સંયુક્ત કુટુંબ પ્રથાની છે. વંશના…
વધુ વાંચો >હિંદુ કાયદો
હિંદુ કાયદો : હિંદુ લગ્ન અધિનિયમ, 1955માં આપેલ વ્યાખ્યા મુજબ જે હિંદુ છે તેને લાગુ પડતો કાયદો; જેમાં હિંદુઓ ઉપરાંત જૈનો, શીખો અને બૌદ્ધોનો પણ સમાવેશ થાય છે. ભારતની ભૂમિએ જગતના ધર્મોના સ્થાપકો જ માત્ર પેદા નથી કર્યા; તેણે કાયદાની એક એવી વ્યવસ્થા ઉત્પન્ન કરી જે ભરતખંડ ઉપરાંત બર્મા (હવે…
વધુ વાંચો >હિંદુકુશ
હિંદુકુશ : મધ્ય એશિયામાં આવેલી પર્વતમાળા. ભૌગોલિક સ્થાન : 36° 00´ ઉ. અ. અને 70° 00´ પૂ. રે.ની આજુબાજુ તે અફઘાનિસ્તાનના ઈશાની વિભાગને તથા પાકિસ્તાનના વાયવ્ય વિભાગને આવરી લે છે. તેની ઉપસ્થિતિ ઈશાન–નૈર્ઋત્ય-તરફી છે. 800 કિમી. જેટલી લંબાઈ ધરાવતી આ પર્વતમાળા વાસ્તવમાં પામીરની ગાંઠમાંથી છૂટું પડતું પશ્ચિમી વિસ્તરણ છે. તેની…
વધુ વાંચો >હિંદુ ધ
હિંદુ ધ : અંગ્રેજી દૈનિક. મદ્રાસ(હાલના ચેન્નાઈ)માં 20 સપ્ટેમ્બર, 1878ના રોજ સાપ્તાહિક તરીકે પ્રારંભ. તામિલનાડુના તાંજવુર નજીક તિરુવૈયુરની શાળાના શિક્ષક અને સામાજિક સુધારક જી. સુબ્રમનિયા ઐયરના નેજા હેઠળ છ યુવકોએ આ સાપ્તાહિકનો પ્રારંભ કર્યો હતો, જે આગળ જતાં સપ્તાહમાં ત્રણ દિવસ અને ત્યારબાદ દૈનિક તરીકે પ્રકાશિત થતું આવ્યું છે. આ…
વધુ વાંચો >હિંદુ મહાસભા
હિંદુ મહાસભા : હિંદુ અસ્મિતા અને અધિકારોના રક્ષણાર્થે સ્થપાયેલું સંગઠન. હિંદુ મહાસભાનો ઉદભવ મુખ્યત્વે એક રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક સંગઠન તરીકે, હિંદુ અસ્મિતા અને અધિકારોના રક્ષણાર્થે થયો હતો. અંગ્રેજોની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિથી 20મી સદીનો આરંભ થયો. મુસલમાનો અને ખ્રિસ્તી ચર્ચ પ્રત્યે સ્પષ્ટ પક્ષપાત અને હિંદુઓની અવગણના વધી. મજહબી…
વધુ વાંચો >હિંદુસ્તાન ટાઇમ્સ (એચટી)
હિંદુસ્તાન ટાઇમ્સ (એચટી) : 1924માં દિલ્હીમાં પ્રારંભ. વિમોચનવિધિ 15 સપ્ટેમ્બર 1924ના રોજ મહાત્મા ગાંધીના હસ્તે થયો હતો. સ્થાપક માસ્ટર સુંદરસિંહ લ્યાલપુરી (Lyallpuri) (જેઓ પંજાબમાં અકાલી ચળવળ તથા શિરોમણિ અકાલી દળના સ્થાપક તરીકે પણ જાણીતા છે). પ્રારંભનાં વર્ષોમાં આ અખબારનું તંત્રીપદ કે. એમ. પણિક્કરે સંભાળ્યું હતું અને મહાત્મા ગાંધીના પુત્ર દેવદાસ…
વધુ વાંચો >હિંમતનગર
હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાનું જિલ્લામથક તેમજ હિંમતનગર તાલુકાનું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 36´ ઉ. અ. અને 72° 57´ પૂ. રે. પર હાથમતી નદીના ડાબા કાંઠે, અમદાવાદ–ખેડબ્રહ્મા રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 પર આવેલું છે. અમદાવાદ–ખેડબ્રહ્મા મીટરગેજ રેલમાર્ગ અહીંથી પસાર થાય છે. તે ઉપરાંત રાજસ્થાનને જોડતો હિંમતનગર–ઉદેપુર રેલમાર્ગ પણ અહીંથી…
વધુ વાંચો >હિંસા
હિંસા : શારીરિક બળના ઉપયોગ દ્વારા અથવા અસ્ત્ર કે શસ્ત્રના માધ્યમ દ્વારા લક્ષ્યને ઈજા પહોંચાડવાના અથવા હાનિ પહોંચાડવાના અથવા જાનથી મારી નાંખવાના ઇરાદાથી આચરેલું કૃત્ય. ઘણી વાર આવું કૃત્ય અતિરેકી ભાવનાશીલતાનું અથવા તીવ્ર ઉત્તેજનાનું અથવા વિનાશકારી નૈસર્ગિક બળનું પરિણામ હોય છે. જ્યારે તે ત્રણ અથવા વધારે માણસોનું સહિયારું કૃત્ય હોય…
વધુ વાંચો >