૨૫.૧૪

હીરા (Diamonds) અને હીરાઉદ્યોગથી હુનાન (Hunan)

હુનાન (Hunan)

હુનાન (Hunan) : મધ્ય ચીનનો દક્ષિણ તરફનો પ્રાંત. આ પ્રાંત યાંગ્ત્સે નદીના મધ્યના ખીણ પ્રદેશમાં આવેલો છે. તેની ઉત્તરે હુબેઈ, પૂર્વે જિયાંગ્ક્સી, દક્ષિણે ગુઆન્ડૉન્ગ અને ગુઆન્ગક્સી તથા પશ્ચિમે સિચુઆન અને ગુઇઝોઉ પ્રાંતો આવેલા છે. આ પ્રાંતનો વિસ્તાર 2,10,565 ચોકિમી. જેટલો છે. હુનાન પ્રાંતનું પહાડી દૃશ્ય ભૂપૃષ્ઠ : આ પ્રાંતનો મોટા…

વધુ વાંચો >

હીરા (Diamonds) અને હીરાઉદ્યોગ

Feb 14, 2009

હીરા (Diamonds) અને હીરાઉદ્યોગ જમરૂખ આકારનો ઓપ આપેલો હીરો અદભુત રત્ન. આભૂષણોના ઉપયોગમાં લેવાતા કુદરતી સ્ફટિકો. પ્રાગ્-ઐતિહાસિક તેમજ મધ્ય ઐતિહાસિક કાળમાં ભારત, શ્રીલંકા અને બૉર્નિયો જ માત્ર એવા દેશો હતા, જ્યાંથી હીરા મળી શકતા હતા. તેનાં પ્રાપ્તિસ્થાનો (સ્રોત) નદીજન્ય ભૌતિક સંકેન્દ્રણો હતાં. આ અંગેનો પુરાવો પ્લિની(ઈ. સ. 23-79)નાં લખાણોમાંથી મળી…

વધુ વાંચો >

હીરાકસી

Feb 14, 2009

હીરાકસી : જુઓ આયર્ન.

વધુ વાંચો >

હીરાઘસુ

Feb 14, 2009

હીરાઘસુ : જુઓ પરંપરાગત વ્યવસાયો.

વધુ વાંચો >

હીરા દખણ (બિયાનો ગુંદ)

Feb 14, 2009

હીરા દખણ (બિયાનો ગુંદ) : બિયાના વૃક્ષમાંથી પ્રાપ્ત થતો ચીકણો રસ કે ગુંદર. તેનું સ્વરૂપ અને ગુણ ખાખરાના ગુંદની સાથે મળતાં આવે છે. વિવિધભાષી નામો : સં. વિજયસાર, બીજક નિર્યાસ; હિં. હીરાદોખી, હીરા દક્ખણ, ચિનાઈ ગોંદ; ગુ. હીરા દખણ; મ. બિબળા; ક. કેપિનહોન્ને; ફા. દમ્મુલ અખબીન; અં. મલબાર કિનો; લૅ.…

વધુ વાંચો >

હીરાનંદાણી પોપટી રામચંદ (કુમારી)

Feb 14, 2009

હીરાનંદાણી, પોપટી રામચંદ (કુમારી) [જ. 17 સપ્ટેમ્બર 1924, હૈદરાબાદ, સિંધ (હાલ પાકિસ્તાનમાં); અ. 17 ડિસેમ્બર 2005, મુંબઈ] : સિંધી સાહિત્યનાં નીડર લેખિકા. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવેલી. તેઓ કે. સી. કૉલેજ, મુંબઈમાંથી સિંધી વિભાગનાં વડાં તરીકે સેવાનિવૃત્ત થયાં હતાં. 12 વર્ષની વયે તેમના પિતાનું અવસાન થતાં નબળી આર્થિક…

વધુ વાંચો >

હીરાફૂદું

Feb 14, 2009

હીરાફૂદું : કોબી, ફ્લાવર, રાયડાના પાકો પરની નુકસાનકારક ફૂદાની જાત. અંગ્રેજીમાં ડાયમંડ બૅક મૉથ (Diamond back moth) તરીકે ઓળખાતી આ જીવાતનું વૈજ્ઞાનિક નામ પ્લુટેલ્લા ઝાયલોસ્ટેલા (Plutella xylostella Linn.) છે. તેનો સમાવેશ રોમપક્ષ શ્રેણીના પ્લુટેલિડી (Plutellidae) કુળમાં થયેલ છે. તેનો ફેલાવો લગભગ દુનિયાના બધા જ દેશોમાં થયેલો છે. આ કીટક કોબી,…

વધુ વાંચો >

હીરાબોળ (રાતો બોળ)

Feb 14, 2009

હીરાબોળ (રાતો બોળ) : દ્વિદળી વર્ગમાં આવેલા બર્સેરેસી કુળની ગૂગળને મળતી આવતી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Commifera mirrha (સં. બોલ, ગંધરસ, ગોપરસ; હિં. હીરાબોલ, બીજાબોલ, બોલ; મ. રક્ત્યા બોલ, બોલ; બં. ગંધરસ, ગંધબોલ; તે. વાલિન, ત્રોપોલમ્; ત. વેલ્લ, ઇંપ્પોલમ; અં. મર) છે. ઉત્પત્તિસ્થાન : હીરાબોળ પૂર્વ-ઉત્તર અમેરિકા અને સોમાલીલૅન્ડની મૂલનિવાસી…

વધુ વાંચો >

હીરોગ્લીફિક

Feb 14, 2009

હીરોગ્લીફિક : જુઓ લિપિ.

વધુ વાંચો >

હીરોડોટસ

Feb 14, 2009

હીરોડોટસ (જ. ઈ. પૂ. 484 ?, હેલિકારનેસસ, એશિયા માઇનોર; અ. ઈ. પૂ. 430-420, થુરિયા, દક્ષિણ ઇટાલી) : ગ્રીસનો પ્રથમ ઇતિહાસકાર. રોમન વક્તા સિસેરોએ તેને ‘ઇતિહાસના પિતા’ તરીકે ઓળખાવ્યો છે. એણે એના સમય સુધીનો ગ્રીસનો અને વિશ્વનો ઇતિહાસ સુંદર શૈલીમાં ગ્રીક ભાષામાં આલેખ્યો હતો. એ સમયે સાહિત્યની લગભગ બધી જ રચનાઓ…

વધુ વાંચો >

હીલિયોસ ઉપગ્રહ

Feb 14, 2009

હીલિયોસ ઉપગ્રહ : પશ્ચિમ જર્મની અને અમેરિકાની અંતરીક્ષ સંસ્થા ‘નાસા’ના સહકાર દ્વારા સૂર્યના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલા હીલિયોસ નામના બે ઉપગ્રહો. પ્રાચીન ગ્રીસના સૂર્યદેવતાના નામ હીલિયોસ (Helios) ઉપરથી એ ઉપગ્રહોનાં નામ હીલિયોસ-1 અને હીલિયોસ-2 રાખવામાં આવ્યાં હતાં. હીલિયોસ સ્પેસક્રાફ્ટ હીલિયોસ-1 : નાસાના કેપ કેનાવરલ પ્રક્ષેપણ-કેન્દ્ર પરથી ટાઇટન-સેન્ટોર રૉકેટ દ્વારા…

વધુ વાંચો >