૨૫.૧૧

હિમનદી-નિક્ષેપોથી હિર્લેકર, શ્રીકૃષ્ણ હરિ

હિરોહિટો

હિરોહિટો (જ. 29 એપ્રિલ 1901, ટોકિયો; અ. 7 જાન્યુઆરી 1989, ટોકિયો) : જાપાનના રાજા અને શાસક, તેમણે સતત 62 વર્ષ સુધી આ હોદ્દો ધરાવ્યો હતો. વિશ્વની એક સૌથી જૂની રાજાશાહીના પારિવારિક સભ્ય. તેઓ જાપાનના સૌપ્રથમ શાસક જિમ્મુના 124મા પરંપરાગત વારસદાર હતા. ટોકિયોના એઓયામા મહેલમાં જન્મેલા આ શાસકે ‘પીયર્સ’ શાળા અને…

વધુ વાંચો >

હિર્લેકર શ્રીકૃષ્ણ હરિ

હિર્લેકર, શ્રીકૃષ્ણ હરિ (જ. 1871, ગગનબાવડા રિયાસત; અ. ?) : ગ્વાલિયર ઘરાનાના અગ્રણી ગાયક કલાકાર, શાસ્ત્રીય સંગીતના ઉચ્ચ કોટીના અધ્યાપક અને શાસ્ત્રીય સંગીતના સન્નિષ્ઠ પ્રચારક. બાળપણથી જ તેમના કંઠમાં માધુર્ય અને મનમાં સંગીત પ્રત્યે રુચિ હતી. શિશુવયથી જ ગાયન-ભજન રજૂ કરીને તેમણે લોકચાહના મેળવી હતી. ગગનબાવડા રિયાસતના રાજવીને શાસ્ત્રીય સંગીતમાં…

વધુ વાંચો >

હિમનદી-નિક્ષેપો

Feb 11, 2009

હિમનદી-નિક્ષેપો : જુઓ હિમનદીઓ.

વધુ વાંચો >

હિમપ્રપાત

Feb 11, 2009

હિમપ્રપાત : જુઓ હિમનદીઓ

વધુ વાંચો >

હિમલર હેનરિક

Feb 11, 2009

હિમલર, હેનરિક (જ. 1900, મ્યૂનિક, જર્મની; અ. 1945) : જર્મનીના નાઝી નેતા અને પોલીસ વડા. 1925માં તે નાઝી પાર્ટીમાં જોડાયા અને 1929માં તે એસ. એસ. રક્ષક દળ(Schutzstaffel, protective force)ના વડા નિમાયા. હેનરિક હિમલર  આ દળ મૂળ તો હિટલરના અંગત રક્ષણ માટેના દળ તરીકે વિકસાવાયું હતું; પરંતુ તેમણે એ દળને પાર્ટીના…

વધુ વાંચો >

હિમશિલા

Feb 11, 2009

હિમશિલા : જુઓ હિમનદીઓ.

વધુ વાંચો >

હિમસ્રોતાન્તર અશ્માવલિ

Feb 11, 2009

હિમસ્રોતાન્તર અશ્માવલિ : જુઓ હિમનદીઓ.

વધુ વાંચો >

હિમ–હિમવર્ષા (snowsnowfall)

Feb 11, 2009

હિમ–હિમવર્ષા (snowsnowfall) : વર્ષા અથવા વૃષ્ટિનું એક સ્વરૂપ. તે અતિસૂક્ષ્મ હિમસ્ફટિકોના દળથી બનેલું હોય છે. આવા સ્ફટિકો ઠંડાં વાદળોમાં જલબાષ્પમાંથી વિકસતા હોય છે. વિકસ્યા પછી તે અન્યોન્ય અથડાય છે, જોડાય છે અને તેમાંથી હિમપતરીઓ રચાય છે. હિમપતરીઓનાં કદ જુદાં જુદાં હોય છે, ક્યારેક 100 જેટલા હિમસ્ફટિકો અન્યોન્ય જોડાય તો 25…

વધુ વાંચો >

હિમાચલ પ્રદેશ

Feb 11, 2009

હિમાચલ પ્રદેશ : ઉત્તર ભારતમાં હિમાલયના ઢોળાવ પર આવેલું રાજ્ય. તેનું ‘હિમાચલ’ નામ હિમાલય ગિરિમાળા સાથે સંકળાયેલું છે. રાજ્યનો ઈશાન ભાગ હિમાચ્છાદિત ગિરિમાળાઓથી સુશોભિત છે. ઊંચાં શિખરો, હરિયાળા ઢોળાવો, ઊંડાં કોતરો અને ખીણપ્રદેશો, સરોવરો, નદીનાળાં, જળધોધ, જંગલો, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે તેને કુદરતે બક્ષેલી સમૃદ્ધિ છે. હિમાચલ પ્રદેશ તેની ઉત્તર સીમાએ…

વધુ વાંચો >

હિમાલય

Feb 11, 2009

હિમાલય ભારતની ઉત્તર સરહદે વિશાળ વિસ્તારમાં પથરાયેલું પર્વત સંકુલ. ભારતના ભૂરચનાત્મક એકમો પૈકીનો બાહ્ય-દ્વીપકલ્પીય વિસ્તાર. તેનાં ઊંચાઈવાળા ભાગો તેમજ ગિરિશિખરો કાયમ માટે હિમાચ્છાદિત રહેતાં હોવાથી તેનું નામ હિમાલય (હિમ + આલય = બરફનું સ્થાન) પડેલું છે.     નકશો : હિમાલયનું સ્થાન પ્રાકૃતિક લક્ષણો : હિમાલય એ એક સળંગ પર્વતમાળા નથી;…

વધુ વાંચો >

હિમાલયનું સ્થાપત્ય

Feb 11, 2009

હિમાલયનું સ્થાપત્ય : કાશ્મીરથી નેપાળ સુધીના અને તિબેટના હિમાલય વિસ્તારમાં આવેલાં સ્થાપત્યો. કાશ્મીરમાં આવેલું પ્રાચીન સ્થાપત્ય 600થી 1100 સદીનું છે. ભારતના બીજા પ્રદેશોની સ્થાપત્ય-શૈલીથી તે નોખું પડે છે. આ વિષયમાં સંશોધન કરનારા આધુનિક સંશોધકોમાં સૌપ્રથમ મોર્ક્રોફટ અને ટ્રેબેક હતા. તેમણે 1819થી 1825 દરમિયાન અહીંના ખીણવિસ્તારની સ્થળ-તપાસ કરી હતી. શ્રીનગરમાં આવેલ…

વધુ વાંચો >

હિમાલયનો પ્રવાસ (1924)

Feb 11, 2009

હિમાલયનો પ્રવાસ (1924) : કાકાસાહેબ કાલેલકર(દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર – 1885–1981)નો વિખ્યાત પ્રવાસગ્રંથ. હિમાલયનો આ પ્રવાસ લેખકે ઈ. સ. 1912માં કર્યો હતો. તેમના સહપ્રવાસી હતા સ્વામી આનંદ (1887–1976) અને બીજા મિત્ર અનંત બુવા મરઢેકર. આ પ્રવાસનું વર્ણન 1924માં પુસ્તક રૂપે પ્રગટ થયું. તે પહેલાં સાબરમતી આશ્રમના એક હસ્તલિખિત સામયિકમાં લેખમાળા રૂપે…

વધુ વાંચો >