૨૪.૧૭

સ્વત્વથી સ્વરપેટી (larynx, voice box)

સ્વરતંત્રનિરીક્ષા પ્રત્યક્ષ

સ્વરતંત્રનિરીક્ષા, પ્રત્યક્ષ : જુઓ સ્વરપેટીનિરીક્ષા

વધુ વાંચો >

સ્વરપેટી (larynx voice box)

સ્વરપેટી (larynx, voice box) : અવાજ ઉત્પન્ન કરતો શ્વાસ-નળીની ટોચ પર આવેલો અવયવ. સ્વરપેટીમાં આવેલા સ્વરરજ્જુઓ (vocal cord) અને તેમની વચ્ચેના સ્વરછિદ્ર(glottis)ને સંયુક્ત રૂપે સ્વરયંત્ર પણ કહે છે. સ્વરરજ્જુઓ સાથે જોડાયેલા કાસ્થિઓ (cartilages) અને સ્નાયુઓથી બનતા અવયવને સ્વરપેટી (voice box) કહે છે. આ અવયવને શાસ્ત્રીય રીતે સ્વરજનક (larynx) તરીકે ઓળખી…

વધુ વાંચો >

સ્વત્વ

Jan 17, 2009

સ્વત્વ : સ્વત્વ અથવા સ્વખ્યાલ વિશેની મનોવૈજ્ઞાનિક વિચારણા. કાર્લ યુંગના મંતવ્ય મુજબ, ‘સ્વ’ એ વ્યક્તિત્વનું મધ્યબિંદુ છે, જેની આસપાસ વ્યક્તિત્વનાં અન્ય તંત્રો સંગઠિત થાય છે. ‘સ્વ’ દ્વારા વ્યક્તિત્વને સ્થિરતા, સંતુલા અને એકત્વ પ્રાપ્ત થાય છે. ગોર્ડન ઑલપોર્ટે તેના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં સ્પષ્ટ કર્યું છે કે મનુષ્ય ‘સ્વ’ કે ‘અહમ્’ શબ્દ દ્વારા…

વધુ વાંચો >

સ્વત્વ પ્રતિરક્ષાલક્ષી

Jan 17, 2009

સ્વત્વ, પ્રતિરક્ષાલક્ષી (immunological self) : શરીરની રોગપ્રતિકારકતા દર્શાવતું પ્રતિરક્ષાતંત્ર (immune system) રોગકારક ઘટકોનો નાશ કરવાની પ્રક્રિયામાં પોતાના જ ઘટકોને બાકાત રાખે તે માટે ‘પોતાનું’ ઘટક હોવાની લાક્ષણિકતા દર્શાવાય તે. આવી રીતે ‘સ્વકીય’ ઘટક તરીકે ન ઓળખાયેલાં બધાં જ અન્ય (other) અથવા ‘પરકીય’ (non-self) દ્રવ્યો  દા. ત., રોગકારક સૂક્ષ્મજીવો, અન્ય વ્યક્તિના…

વધુ વાંચો >

સ્વદેશી આંદોલન

Jan 17, 2009

સ્વદેશી આંદોલન : વિલાયતી-વિદેશી માલના બહિષ્કારનું આંદોલન. સ્વદેશીનું આંદોલન આ દેશમાં સૌપ્રથમ 1905માં શરૂ થયું. 1905માં બંગાળના ભાગલા તે વખતના વાઇસરૉયે પાડ્યા તેથી બંગભંગનું આંદોલન શરૂ થયું. તેની સાથે લોકોને લાગવા માંડ્યું કે આ ભાગલા આપણે વિલાયતી માલ વાપરીએ છીએ તેને કારણે છે, એટલે એ માલના બહિષ્કાર રૂપે સ્વદેશીનું આંદોલન…

વધુ વાંચો >

સ્વપરિસ્થિતિવિદ્યા (autoecology)

Jan 17, 2009

સ્વપરિસ્થિતિવિદ્યા (autoecology) : પરિસ્થિતિવિદ્યાની એક શાખા. તે વસ્તી (population) કે સમુદાય(community)માં આવેલી કોઈ એક જાતિના જીવનચક્રની બધી અવસ્થાઓના અભ્યાસ સાથે સંકળાયેલી છે. પરિસ્થિતિવિદ્યાની આ વિશિષ્ટ શાખાનો હેતુ પરિસ્થિતિવિદ્યાકીય ચક્ર, નૈસર્ગિક આવાસો(habitats)માં જાતિનું વિતરણ, અનુકૂલન (adaptation), વસ્તીનું વિભેદન (differentiation) વગેરેના અભ્યાસનો છે. તે સમુદાયનું બંધારણ અને ગતિકી (dynamics) સમજવામાં સહાયરૂપ બને…

વધુ વાંચો >

સ્વપીડન (masochism)

Jan 17, 2009

સ્વપીડન (masochism) : જાતીય સુખ મેળવવાની મનોદશાનો એક વિકૃત પ્રકાર. મનોવિજ્ઞાનમાં પરપીડન (sadism) તેમજ સ્વપીડન (masochism) પદો એક પ્રકારના વિકૃત વર્તનના સિક્કાની બે બાજુની જેમ દ્વંદ્વમાં પ્રયોજાય છે. પરપીડન એટલે કોઈ વ્યક્તિએ અન્ય વ્યક્તિને વેદના, ત્રાસ કે હાનિ ઉપજાવતાં પોતાને જાતીય ઉત્તેજના અને તેથી જાતીય સુખનો અનુભવ થવો તેવી મનોદશા.…

વધુ વાંચો >

સ્વપોષિતા (autotrophism)

Jan 17, 2009

સ્વપોષિતા (autotrophism) : સજીવોની પોષણપદ્ધતિનો એક પ્રકાર. સજીવોમાં બે પ્રકારની પોષણપદ્ધતિઓ જોવા મળે છે : (1) સ્વપોષિતા અને (2) વિષમપોષિતા (heterotrophism). સ્વપોષીઓ સ્વયં કાર્બનિક પોષક તત્વોનું સર્જન કરી શકે છે. આ કક્ષામાં લીલી વનસ્પતિઓ અને કેટલાક બૅક્ટેરિયાનો સમાવેશ થાય છે. વિષમપોષી અથવા પરાવલંબી સજીવો પોષણ માટે પ્રત્યક્ષ કે પરોક્ષપણે લીલી…

વધુ વાંચો >

સ્વપ્નવિદ્યા

Jan 17, 2009

સ્વપ્નવિદ્યા : વ્યક્તિની જાગ્રતાવસ્થાની બોધનાત્મક પ્રવૃત્તિઓનું અને અન્ય અનુભવોના બદલાયેલા સ્વરૂપનું નિદ્રાવસ્થામાંથી બહાર આવતાં થતું દર્શન. મુખ્યત્વે નિદ્રાના ઝડપી નેત્રગતિ(rapid eye movement)ના તબક્કામાં ઊપજતી સ્પષ્ટ (vivid) અને મહદંશે દૃશ્ય (visual) અને શ્રાવ્ય (auditory) પ્રતિમાઓ અને એવા અનુભવો જેમાં વ્યક્તિ સંપૂર્ણપણે નિમગ્ન (absorbed) થઈ જાય છે. સ્વપ્ન નિદ્રાવસ્થા દરમિયાન હારમાળામાં આવતાં,…

વધુ વાંચો >

સ્વપ્નસ્થ

Jan 17, 2009

સ્વપ્નસ્થ (જ. 13 નવેમ્બર 1913, રાજકોટ; અ. 23 ઑક્ટોબર 1970) : ગુજરાતી કવિ, વાર્તાકાર અને અનુવાદક. મૂળ નામ લક્ષ્મીનારાયણ ઉર્ફે ભનુભાઈ રણછોડલાલ વ્યાસ. અન્ય તખલ્લુસ ‘મોહન શુક્લ’. વતન જામનગર. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. જામનગરવાસી જાણીતા સંગીતજ્ઞ આદિત્યરામજી (1819–1880) એમના પ્રપિતામહ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. અભ્યાસ માત્ર મૅટ્રિક્યુલેશન સુધી પણ…

વધુ વાંચો >

સ્વપ્રતિરક્ષા અથવા સ્વકોષઘ્નતા (autoimmunity)

Jan 17, 2009

સ્વપ્રતિરક્ષા અથવા સ્વકોષઘ્નતા (autoimmunity) : પ્રતિરક્ષાતંત્રના વિકારને કારણે પોતાના કોષોનો નાશ કરવો તે. તેમાં પોતાના જ ઘટકોને, એટલે કે સ્વત્વ(self)ને પારખવાની અક્ષમતાને કારણે પોતાના જ કોષો સામે પ્રતિરક્ષાલક્ષી (immunologic) પ્રતિભાવ થાય છે અને તેમનો તે નાશ કરે છે. આમ તે પોતાની સામે જ પ્રતિરક્ષા (સ્વપ્રતિરક્ષા) કરે છે અને તેથી પોતાના…

વધુ વાંચો >

સ્વપ્રેમગ્રંથિ (Narcissism)

Jan 17, 2009

સ્વપ્રેમગ્રંથિ (Narcissism) : સ્વપ્રેમદર્શક ગ્રંથિ એટલે વ્યક્તિને પોતાની જાત પ્રત્યે અનહદ પ્રેમ. માણસે પોતાના જ પ્રેમમાં પડેલા રહેવું તે. આ આત્મપ્રેમ અતિશયતાની સીમા વટાવી ગયો હોય ત્યારે તે વિકૃતિ બની ગ્રંથિ, વળગણ બની જાય છે. ગ્રીક દંતકથામાં નાર્સિસસ નામનો સોળ વરસનો અતિશય સ્વરૂપવાન રાજકુમાર હતો. તે ઈકો નામની તેની પ્રિયતમા…

વધુ વાંચો >