૨૩.૦૬
સાયનોવાઇરસ (cyanophage)થી સારોયાન વિલિયમ
સારસ્વત ગણેશદત્ત
સારસ્વત, ગણેશદત્ત (જ. 10 ઑક્ટોબર 1936, બિસ્વાન, જિ. સિતાપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.; આગ્રા યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ.; હિંદીમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ સિતાપુરની પી. જી. કૉલેજમાં આર.એમ.પી. વિભાગના વડા રહ્યા. ‘માનસ ચંદન’ ત્રિમાસિકના તેઓ સંપાદક રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં 24 ગ્રંથો આપ્યા છે.…
વધુ વાંચો >સારસ્વત વ્યાકરણ
સારસ્વત વ્યાકરણ : સંસ્કૃત ભાષા વિશેનો વ્યાકરણગ્રંથ. સરસ્વતીદેવીએ આનાં સૂત્રો આપેલાં માટે તેનું નામ ‘સારસ્વત’ પડ્યું એવી એક દંતકથા પ્રચલિત છે. તેની પ્રક્રિયા કે વૃત્તિ લખનારા પરમહંસ પરિવ્રાજક અનુભૂતિસ્વરૂપાચાર્ય નામના સંન્યાસીએ પંડિતો સાથે ચર્ચામાં ‘पुंसु’ શબ્દને બદલે દાંત પડી ગયા હોવાથી ‘पुंक्षु’ એવો ઉચ્ચાર કર્યો. આથી પ્રતિપક્ષીઓએ ‘पुंक्षु’ શબ્દ ખોટો…
વધુ વાંચો >સારંગદેવ
સારંગદેવ (ઈ. સ. 1275–1296) : અણહિલવાડ પાટણની ગાદીએ આવનાર વાઘેલા-સોલંકી વંશના અર્જુનદેવ(1262-1275)નો પુત્ર. તે પરાક્રમી હતો અને તેણે પોતાના શાસનકાલ દરમિયાન લડાઈઓ કરીને ગુર્જરભૂમિને ભયમુક્ત કરી હતી. ઈ. સ. 1277ના લેખમાં તેને ‘માલવધરા-ધૂમકેતુ’ કહ્યો છે. ઈ. સ. 1287ની ‘ત્રિપુરાંતક પ્રશસ્તિ’માં તેણે માલવ-નરેશને હંફાવ્યાનું જણાવ્યું છે. તેથી સ્પષ્ટ થાય છે કે…
વધુ વાંચો >સારંગપુર
સારંગપુર : છત્તીસગઢના રાજગઢ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 23° 34´ ઉ. અ. અને 76° 28´ પૂ. રે. પર તે કાલી સિંધ નદીની પૂર્વમાં પ્રાચીન જગા પર આવેલું છે. અહીં સંખ્યાબંધ હિન્દુ તેમજ જૈન ખંડિયેરો જોવા મળે છે, તેમાં બારમી સદીનું એક જૈન બાવલું પણ છે. તેરમી સદીમાં તેનું…
વધુ વાંચો >સારંગપુરની મસ્જિદ
સારંગપુરની મસ્જિદ : ગુજરાતના પ્રસિદ્ધ સુલતાન મહમૂદ બેગડાના સમયની (1459-1511) સ્થાપત્યકીય કૃતિ. અમદાવાદમાં સારંગપુર ચકલામાં આ મસ્જિદ આવેલી છે. મલિક સારંગ મહમૂદ બેગડાનો રાજપૂત અમીર હતો. મહમૂદ બેગડાની અસર નીચે આવીને તેણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો એમ ‘મિરાત-એ-સિકંદરી’માં જણાવ્યું છે. તે જ્યારે સુલતાન મુઝફ્ફર બીજાના સમયમાં અમદાવાદનો સૂબો હતો…
વધુ વાંચો >સારા આકાશ
સારા આકાશ : સમાંતર હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1969. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : સિને આઇ ફિલ્મ્સ. દિગ્દર્શક, પટકથા : બાસુ ચેટરજી. કથા : રાજેન્દ્ર યાદવની નવલકથા પર આધારિત. છબિકલા : કે. કે. મહાજન. સંગીત : સલીલ ચૌધરી. મુખ્ય કલાકારો : રાકેશ પાંડે, મધુ ચક્રવર્તી, તરલા મહેતા, નંદિતા ઠાકુર, દીના…
વધુ વાંચો >સારાગોસા (ઝારાગોઝા)
સારાગોસા (ઝારાગોઝા) : સ્પેનના ઈશાન ભાગમાં આવેલું ઔદ્યોગિક તથા વેપારીમથક. ભૌગોલિક સ્થાન : 41° 40° ઉ. અ. અને 0° 55´ પ. રે.. આ શહેરમાં ધાતુકામના અને રાસાયણિક એકમો, ખાંડનાં શુદ્ધીકરણનાં તથા વીજસાધનો, કૃષિયંત્રસામગ્રી અને રાચરચીલાનાં કારખાનાં આવેલાં છે. સારાગોસાનો મધ્યભાગ પ્રાચીન સમયનો છે. ત્યાં ગીચ વસ્તી ધરાવતી શેરીઓ તેમજ ખંડિયેર…
વધુ વાંચો >સારાજેવો
સારાજેવો : યુગોસ્લાવિયાનાં છ પ્રજાસત્તાક પૈકીના એક બૉસ્નિયા-હર્સગોવિના પ્રજાસત્તાકનું પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 43° 52´ ઉ. અ. અને 18° 25´ પૂ. રે. પર બોસ્ના નદીને જમણે કાંઠે વસેલું છે. આ સ્થળ વિશેષે કરીને તો તેની મસ્જિદો, ગાલીચા અને ચાંદીના અલંકારો માટે જાણીતું છે. અહીં ઇજનેરી, સિરેમિક્સ, પીણાં અને રસાયણોના…
વધુ વાંચો >સારા જૉસેફ (શ્રીમતી)
સારા જૉસેફ (શ્રીમતી) (જ. 10 ફેબ્રુઆરી 1946, ત્રિશ્શૂર, કેરળ) : મલયાળમ વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર. તેમને તેમની નવલકથા ‘આલાહાયુડે પેણ્મક્કળ’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કાલિકટ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી અધ્યાપનક્ષેત્રે જોડાયાં. છેલ્લે પ્રાધ્યાપકપદેથી સેવાનિવૃત્ત થયાં. તેઓ અંગ્રેજી તથા તમિળ ભાષાની જાણકારી…
વધુ વાંચો >સારાભાઈ અનસૂયાબહેન
સારાભાઈ અનસૂયાબહેન : જુઓ અનસૂયાબહેન સારાભાઈ.
વધુ વાંચો >સાયનોવાઇરસ (cyanophage)
સાયનોવાઇરસ (cyanophage) : નીલહરિત લીલ(cyano-bacteria)ને ચેપ લગાડતો વાઇરસ. સાફરમેન અને મોરિસે (1963) સૌપ્રથમ વાર સાયનોબૅક્ટેરિયાને ચેપ લગાડતા વાઇરસોનો અભ્યાસ કર્યો હતો. તે પછી સાયનોબૅક્ટેરિયાનું ભક્ષણ કરતા અનેક વાkg’gઇરસ ઝડપભેર શોધાયા. દરિયાઈ એકકોષી સાયનોબૅક્ટેરિયાને થતા વાઇરસના ચેપની સૌપ્રથમ માહિતી 1990માં પ્રાપ્ત થઈ અને વિષાણુના પૃથક્કૃતો(isolates)નાં લક્ષણોનો અહેવાલ 1993માં આપવામાં આવ્યો. બાહ્યાકારવિદ્યાની…
વધુ વાંચો >સાયન્ટિફિક અમેરિકન (માસિક)
સાયન્ટિફિક અમેરિકન (માસિક) : ન્યૂયૉર્ક(US)થી પ્રકાશિત થતું એક વિજ્ઞાનવિષયક માસિક. સ્થાપના ઈ.સ. 1845માં થઈ હતી. વિજ્ઞાનજગતમાં ઘણા ખ્યાતનામ બનેલ આ માસિકનું હવે તો વિશ્વના ઘણા દેશોમાં સમાંતર પ્રકાશન થાય છે. ભારતમાંથી તેનું પ્રકાશન જૂન, 2005થી Living Media India Ltd. દ્વારા શરૂ કરાયેલ છે. આમ વિજ્ઞાનજગત માટે અત્યંત ઉપયોગી એવું આ…
વધુ વાંચો >સાયપરસ
સાયપરસ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા સાયપરેસી કુળની એક શાકીય પ્રજાતિ. દુનિયામાં તેની 700 જાતિઓ મળી આવે છે. ભારતમાં 100 જાતિઓ ઊગે છે; જેમાંની 14 જાતિઓ દક્ષિણ ભારતની સ્થાનિક (endemic) છે. ગુજરાતમાં આશરે 56 જાતિઓ મળી આવે છે. તે પૈકી Cyperus rotundus (મોથ) ગુજરાતભરમાં ઊગે છે. તેને ‘મોથ’ કહેવામાં આવે…
વધુ વાંચો >સાયપ્રસ (Cyprus)
સાયપ્રસ (Cyprus) : ભૂમધ્ય સમુદ્રના ઈશાનકોણમાં આવેલો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : તે 35° 00´ ઉ. અ. અને 33° 00´ પૂ. રે.ની આજુબાજુનો 9,251 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ટર્કીથી આશરે 64 કિમી. દક્ષિણ તરફ તથા સીરિયાથી આશરે 100 કિમી. પશ્ચિમ તરફ આવેલો છે. ભૌગોલિક રીતે તે એશિયામાં છે,…
વધુ વાંચો >સાયમન કમિશન
સાયમન કમિશન : બ્રિટિશ સરકારે ભારતમાં બંધારણીય સુધારાની ભલામણો કરવા 1927માં સર જૉન સાયમનના અધ્યક્ષપદ હેઠળ નીમેલું તપાસપંચ. ઈ.સ. 1919ના મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારામાં એવી જોગવાઈ હતી કે આ સુધારા હેઠળ સરકારે કરેલ કાર્ય, લોકશાહી સંસ્થાઓ તથા શિક્ષણની પ્રગતિ અને જવાબદાર રાજ્યતંત્રની દિશામાં આગળ વધવાની શક્યતા વગેરે બાબતોની તપાસ કરવા વાસ્તે દસ…
વધુ વાંચો >સાયમન હર્બર્ટ ઍલેક્ઝાંડર
સાયમન, હર્બર્ટ ઍલેક્ઝાંડર (જ. 15 જૂન 1916, મિલવૉડી, વિસ્કોન્સિન, અમેરિકા) : વૈવિધ્યપૂર્ણ ક્ષેત્રોમાં નિપુણતા ધરાવતા અમેરિકાના સમાજવિજ્ઞાની તથા 1978ના વર્ષના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. શિકાગો યુનિવર્સિટીમાંથી 1936માં સ્નાતકની પદવી, તે જ યુનિવર્સિટીમાંથી 1938માં અનુસ્નાતકની પદવી તથા 1943માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા પછીનાં થોડાંક વર્ષો સુધી તેમણે રાજ્યશાસ્ત્ર વિષયનું અધ્યાપન…
વધુ વાંચો >સાયરન (siren)
સાયરન (siren) : સંકટસમયે મોટા વિસ્તારમાં લોકોને સચેત કરવા માટે પ્રબળ ધ્વનિસંકેત સર્જતું સાધન. પ્રબળ વાયુપ્રવાહમાં નિશ્ચિત સમયગાળો ધરાવતા અવરોધો સર્જીને આ સાધન તે અનુસારની કંપમાત્રા ધરાવતો પ્રબળ ધ્વનિસંકેત સર્જે છે. સાધનમાં એવા આકારનો એક નળાકાર (કે ધાતુની તકતી) હોય છે, જે વાયુના દબાણને કારણે ઝડપી ભ્રમણ કરે. આ નળાકાર…
વધુ વાંચો >સાયરસ મહાન
સાયરસ, મહાન (જ. ઈ. પૂ. 590-580, મીડિયા; અ. 529) : ઈરાનનો રાજા, પર્શિયન સામ્રાજ્યનો સ્થાપક. તે ઈરાનના અમીર કુટુંબમાં જન્મ્યો હતો. મિડિસના રાજા એસ્ટિયેજિસને તેણે ઈ. પૂ. 559માં હાંકી કાઢ્યો અને એકબતાના અને બીજા પ્રદેશો જીતી લઈને સામ્રાજ્ય સ્થાપ્યું. લિડિયા, બૅબિલોનિયા તથા ઇજિપ્તના શાસકોએ તેની વિરુદ્ધ જોડાણ કર્યું અને તેનો…
વધુ વાંચો >સાયલા
સાયલા : દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં લીંબુ અને મોસંબી ઉપરની સૌથી વધુ ઉપદ્રવકારક જીવાત. સાયટ્રસ સાયલા એ લીંબુના પાકમાં જોવા મળતી એક અગત્યની ચૂસિયા પ્રકારની જીવાત છે. તેનો સમાવેશ હેમિપ્ટેરા (Hemiptera) શ્રેણીના હૉમોપ્ટેરા (Homoptera) નામની પેટા શ્રેણીના સાયલિડી (Psyllidae) કુળમાં થયેલ છે. આ જીવાતનું વૈજ્ઞાનિક નામ ડાયફોરિના સાઇટ્રી (Diaphorina citri…
વધુ વાંચો >સાયલા
સાયલા : ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 25´ ઉ. અ. અને 71° 29´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. સાયલા સુરેન્દ્રનગરથી આશરે 30 કિમી. અંતરે નૈર્ઋત્ય તરફ આવેલું છે. તાલુકાનું ક્ષેત્રફળ આશરે 973 ચોકિમી. જેટલું છે. તેની ઉત્તરે મૂળી તાલુકો,…
વધુ વાંચો >