૨૨.૨૯
સંસ્કારબદ્ધ સંલક્ષણ (culturebound syndrome)થી સંહિતોપનિષદ
સંસ્કારબદ્ધ સંલક્ષણ (culturebound syndrome)
સંસ્કારબદ્ધ સંલક્ષણ (culturebound syndrome) : કેટલાક માનસિક અને શારીરિક લક્ષણોવાળા વિકારો, જે ફક્ત કોઈ ચોક્કસ સમાજ કે સંસ્કારજૂથમાં જોવા મળે છે તે. તેમને સંસ્કાર-વિશિષ્ટ (culture specific) સંલક્ષણો કહે છે. આ વિકારોમાં કોઈ શારીરિક અવયવ કે ક્રિયા વિકારયુક્ત હોતાં નથી અને તે ચોક્કસ સમાજોમાં જ જોવા મળે છે : જોકે મોટાભાગના…
વધુ વાંચો >સંસ્કાર્તા, નાનુરામ
સંસ્કાર્તા, નાનુરામ (જ. 20 જુલાઈ 1916, ખારી, જિ. બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી લેખક. તેમણે કાશી સંસ્કૃત યુનિવર્સિટીમાંથી ‘સંસ્કૃતભૂષણ’; પંજાબ યુનિવર્સિટીમાંથી ‘પ્રભાકર’, ‘સાહિત્યરત્ન’ અને ‘સાહિત્ય મહોપાધ્યાય’ની પદવીઓ મેળવી હતી. તેઓ રાજસ્થાન સાહિત્ય અકાદમી, ઉદેપુરના સભ્ય રહેલા. અધ્યાપનકાર્ય કરી તેઓ સેવાનિવૃત્ત થયા છે. તેમણે રાજસ્થાની તથા હિંદીમાં કુલ 35 ગ્રંથો…
વધુ વાંચો >સંસ્કૃત ભાષા અને સાહિત્ય
સંસ્કૃત ભાષા અને સાહિત્ય ભારતની જ નહિ, સમગ્ર જગતની સૌથી પ્રાચીન ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. સંસ્કૃત ભાષા અનેક ભાષાઓની જનની છે અને દેવોની ભાષા લેખાય છે. વૈદિક સાહિત્યની સંસ્કૃત ભાષા પ્રાચીન છે અને પાણિનીય વ્યાકરણને અનુસરતી અને પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યની ભાષા તેનું નવીન રૂપ છે. સંસ્કૃત ભાષામાં દસ ગણોમાં…
વધુ વાંચો >સંસ્કૃતિ
સંસ્કૃતિ : માનવીને જંગલી અવસ્થામાંથી સભ્ય અવસ્થાએ લઈ જનાર પ્રક્રિયાઓ ને પરિબળો. સંસ્કૃતિ માનવસમાજની પેદાશ છે. મનુષ્યની બધા પ્રકારની ક્રિયાઓનો તેમાં સમાવેશ થાય છે. સમાજના એકમ તરીકે પોતાના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે મનુષ્ય જે કાંઈ બૌદ્ધિક કે ભૌતિક ખેડાણ કરે છે તેનો સમાવેશ સંસ્કૃતિમાં થાય છે. વિખ્યાત સમાજશાસ્ત્રી…
વધુ વાંચો >સંસ્કૃતિ (સામયિક)
સંસ્કૃતિ (સામયિક) : 26 જાન્યુઆરી, 1947થી ઑક્ટોબર-ડિસેમ્બર 1984 સુધી કવિ શ્રી ઉમાશંકર જોશીના તંત્રીપદે ચાલેલું ગુજરાતી સામયિક. આ સામયિકની શરૂઆત માસિક તરીકે થઈ ને પછી તે 1980થી ઉમાશંકરે જ 1984માં બંધ કર્યું ત્યાં સુધી ત્રૈમાસિક રહેલું. સાહિત્ય ઉપરાંત ધર્મ, કેળવણી, સમાજકારણ, રાજકારણ, અર્થકારણ આદિ અનેક ક્ષેત્રોને આવરી લેતું આ સામયિક…
વધુ વાંચો >સંસ્કૃતિ કે ચાર અધ્યાય (1956)
સંસ્કૃતિ કે ચાર અધ્યાય (1956) : ઐતિહાસિક ભૂમિકા સાથે ભારતીય સંસ્કૃતિના વિકાસનું વિગતવાર અને પૃથક્કરણાત્મક વૃત્તાંત આપતી રામધારીસિંહ ‘દિનકર’(જ. 1908)ની કૃતિ. આ કૃતિને 1959ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. દિનકર રાષ્ટ્રીય ચેતનાના કવિ હોઈ, પ્રબળ રાષ્ટ્રીય ચેતનાથી પ્રેરાઈને તેમણે આ ગ્રંથની રચના કરી છે. તેમણે ભારતીય સંસ્કૃતિના…
વધુ વાંચો >સંસ્કૃતીકરણ (culturalisation)
સંસ્કૃતીકરણ (culturalisation) : ભારતમાં સામાજિક પરિવર્તનના વિશ્લેષણ માટેની એક વિભાવના. આ વિભાવનાનો સૌપ્રથમ ઉપયોગ ભારતના સમાજશાસ્ત્રી ડૉ. એમ. એન. શ્રીનિવાસે ‘દક્ષિણ ભારતના કૂર્ગ લોકોમાં ધર્મ અને સમાજ’ નામના અભ્યાસમાં કર્યો હતો. જ્ઞાતિ ઉપર આધારિત સ્તર-રચના એ અખિલ ભારતીય ઘટના છે. આ બંધ સ્વરૂપની સ્તર-રચનામાં પરિવર્તનને ખાસ અવકાશ નહિ હોવાનું મનાતું…
વધુ વાંચો >સંસ્થાનવાદ
સંસ્થાનવાદ : બીજા દેશના પ્રદેશો મેળવવા અથવા પોતાના પ્રભાવ હેઠળ બળપૂર્વક લાવી, તેનો ઉપયોગ પોતાના વેપારી, ઔદ્યોગિક કે રાજકીય સ્વાર્થ માટે કરવાની પ્રક્રિયા. યુરોપના દેશોના સાહસિક નાવિકોએ જ્યાં જ્યાં ભૂમિપ્રવેશ મેળવ્યો, ત્યાં ત્યાં પોતાની વસાહતો ઊભી કરી અને સંસ્થાનો સ્થાપ્યાં. તેમની આ પ્રવૃત્તિએ તેમને અમેરિકા, આફ્રિકા અને એશિયાના ઘણાખરા પ્રદેશો…
વધુ વાંચો >સંસ્પંદન (resonance) (રસાયણશાસ્ત્ર)
સંસ્પંદન (resonance) (રસાયણશાસ્ત્ર) : જે સંયોજનોની સંરચના સંયોજકતા-બંધ (valence bond) પદ્ધતિ વડે રજૂ થતી કોઈ એક (સંરચના) વડે ચોકસાઈપૂર્વક દર્શાવી ન શકાય તેમની સાચી રાસાયણિક સંરચના દર્શાવવા માટે ક્વાટમ યાંત્રિકીય ગણતરીઓ (considerations) પર આધારિત ગાણિતિક કલ્પના (concept). અણુઓ માટે તે ગાણિતિક રીતો દ્વારા શ્રોડિંજર સમીકરણના ઉકેલ (solution) માટેનું સંયોજકતા-બંધ-પદ્ધતિનું એક…
વધુ વાંચો >સંહિતા જ્યોતિષ
સંહિતા જ્યોતિષ : જુઓ જ્યોતિષશાસ્ત્ર ત્રિસ્કંધ.
વધુ વાંચો >સંહિતોપનિષદ
સંહિતોપનિષદ : જુઓ વૈદિક સાહિત્ય
વધુ વાંચો >