૨૨.૨૪

સંભાવના (probability)થી સંયોજકતા બંધ, સિદ્ધાંત

સંભાવના (probability)

સંભાવના (probability) કોઈ ઘટના બનશે કે કેમ તે જ્યારે પૂર્ણપણે નિશ્ચિત ન હોય ત્યારે તેનું નિશ્ચિતતાનું માપ. 1. માનવજીવન અનિશ્ચિતતાથી ભરપૂર છે. જીવનમાં ડગલે ને પગલે બનતી રોજબરોજની ઘટનાઓમાં પણ આવી બાબત જોવા મળે છે. રાતના 11-30 વાગ્યે રેલવેસ્ટેશને ગાડીની આવવાની રાહ જોતાં લોકો ઊભા હોય અને જાહેરાત થાય કે…

વધુ વાંચો >

સંભેદ (cleavage)

સંભેદ (cleavage) : (1) ખનિજના સંદર્ભમાં : વિભાજકતાનો ગુણધર્મ. ખનિજોનું તેમની અમુક ચોક્કસ તલસપાટી પર છૂટાં (ભેદ) પડી જવાનું વલણ. આ પ્રકારના વલણને સંભેદ અથવા વિભાજકતા કહે છે. કેટલાંક ખનિજો માટે આ ગુણધર્મ લાક્ષણિક બની રહે છે, જેને કારણે તે ખનિજ સહેલાઈથી પારખી શકાય છે. સંભેદ ખનિજોના સ્ફટિકમય સ્વરૂપ પર…

વધુ વાંચો >

સંભોગ, જાતીય (sexual intercourse)

સંભોગ, જાતીય (sexual intercourse) : નર અને નારી વચ્ચે જનનાંગો વડે થતો લૈંગિક સંબંધ. તેને સંભોગ (coitus) અથવા લૈંગિક સમાગમ (sexual intercourse) પણ કહે છે. તેના 5 તબક્કા છે  લૈંગિક ઇચ્છાને કાર્યાન્વિત કરવી (sexual drive), લૈંગિક ઉત્તેજના (sexual arousal), જનનાંગી જોડાણ (genital union), લૈંગિક પરાકાષ્ઠા (orgasm) અને પુરુષોમાં તેની સાથે…

વધુ વાંચો >

સંભોગ-સંક્રામક રોગો (sexually transmitted diseases, STDs)

સંભોગ–સંક્રામક રોગો (sexually transmitted diseases, STDs) : લૈંગિક (જાતીય) સમાગમ અથવા સંભોગ દ્વારા ફેલાતા ચેપી રોગો. તેમને લૈંગિક સંક્રામક રોગો પણ કહે છે. તેમનું પ્રમાણ વધતું રહ્યું છે. તેમાં મુખ્ય રોગો છે  ઉપદંશ (syphilis), પરમિયો (gonorrhoea), માનવપ્રતિરક્ષા-ઊણપકારી વિષાણુ(human immuno deficiency virus, HIV)નો ચેપ, જનનાંગી હર્પિસ સિમ્પ્લેક્સ વિષાણુ(HSV)નો ચેપ, જનનાંગી વિષાણુજ…

વધુ વાંચો >

સંમતિ (consent) (આયુર્વિજ્ઞાન)

સંમતિ (consent) (આયુર્વિજ્ઞાન) : કોઈ ચોક્કસ કાર્ય કે ક્રિયા કરવાની, કરાવવાની, તેમાં ભાગ લેવાની અથવા તેને અનુસરવા(compliance)ની મુક્ત અને સ્વૈચ્છિક સહમતિ, અનુમતિ, સ્વીકૃતિ કે મંજૂરી. આવી સંમતિ તો જ વૈધ અને ઉપયોગક્ષમ (valid) ગણાય છે, જો તે સભાન અવસ્થામાં જે તે કાર્ય કે ક્રિયાના પ્રકાર અને પરિણામને જાણીને અપાઈ હોય…

વધુ વાંચો >

સંમિશ્રણ (modulation)

સંમિશ્રણ (modulation) : વ્યાપક રીતે, કોઈ પણ ઇલેક્ટ્રૉનિક પ્રાચલમાં બીજા પ્રાચલ વડે કરવામાં આવતો ફેરફાર કે વધારો અથવા વિશિષ્ટ રૂપે, એક તરંગ(વાહક તરંગ)નાં કેટલાંક લક્ષણોમાં બીજા તરંગ(signal)ના લક્ષણ વડે, સુસંગત રીતે ફેરફાર કરવાની પ્રક્રિયા. પરિણામી સંયુક્ત તરંગને સંમિશ્રિત તરંગ કહે છે તેનાથી વ્યસ્ત, (ઊલટી) પ્રક્રિયાને વિમિશ્રણ (demodulation) કહે છે. તેમાં…

વધુ વાંચો >

સંમોહન (hypnotism)

સંમોહન (hypnotism) : એક મનશ્ચિકિત્સા-પ્રક્રિયા. જગતમાં બનતી કેટલીક ઘટનાઓ રહસ્યમય લાગતી હોય છે; પરંતુ જ્યારે બનતી ઘટનાઓ વિશે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કાર્ય-કારણની સ્પષ્ટતા કરવામાં આવે છે ત્યારે તે વિશિષ્ટ ઘટના રહસ્યમય રહેતી નથી. તે એક વૈજ્ઞાનિક તથ્ય બની જાય છે. જગતમાં ચમત્કાર જેવી કોઈ બાબત જ નથી, ફક્ત તેના કાર્ય-કારણ…

વધુ વાંચો >

સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates)

સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates) નૈર્ઋત્ય એશિયાનાં સાત સ્વતંત્ર આરબ રાજ્યોનો સંઘ. ભૌ. સ્થાન : આ રાજ્યો 21o 30’ થી 26 o 15’ ઉ. અ. અને 51o 00o થી 56o 15’ પૂ. રે. વચ્ચેનો આશરે 83,600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેમનું પૂર્વ-પશ્ચિમ અંતર 563 કિમી. અને ઉત્તર-દક્ષિણ…

વધુ વાંચો >

સંયુક્ત ક્ષેત્ર

સંયુક્ત ક્ષેત્ર : જાહેર ક્ષેત્રની સંસ્થાએ આર્થિક હેતુઓ માટે ખાનગી ક્ષેત્ર સાથે શૅરમૂડીની ભાગીદારીમાં સ્થાપેલ અલગ કંપની અથવા સહકારી મંડળી. કેન્દ્ર, રાજ્ય અથવા તો સ્થાનિક સરકારી સંસ્થા 100 ટકા શૅરમૂડીરોકાણ કરીને જે અલગ કંપનીની સ્થાપના કરે છે તેને જાહેર ક્ષેત્રની કંપની તરીકે ઓળખવામાં આવે છે. તેનો વહીવટ તેને સ્થાપનાર સંસ્થાના…

વધુ વાંચો >

સંયુક્ત રાષ્ટ્રો – સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો) (UNO)

સંયુક્ત રાષ્ટ્રો – સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો) (UNO) વિશ્વના સ્વતંત્ર દેશો માટે અને તેમની વચ્ચે વિવિધ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય વિકાસ, સહકાર અને સંકલન અર્થે કામ કરતી સંસ્થા. સંયુક્ત રાષ્ટ્રસંઘ કે સંયુક્ત રાષ્ટ્રોની સંસ્થાને યુદ્ધની સંસ્થા જોડે ગહેરો સંબંધ છે. કિનીથ વાલ્ટ્ઝ (Kenneth Walts) યુદ્ધના અસ્તિત્વ માટે જવાબદાર ત્રણ સિદ્ધાંતોની ચર્ચા કરે છે.…

વધુ વાંચો >

સંયુક્ત સ્વર (Combination Tones)

Jan 24, 2007

સંયુક્ત સ્વર (Combination Tones) : સ્વરોની એવી શ્રેણી, જે બે જુદી જુદી આવૃત્તિઓના બે પ્રબળ સ્વરોનો ધ્વનિ એકસાથે ઉત્પન્ન કરતાં તે સ્વરો સાથે અન્ય આવૃત્તિઓના સ્વરો રૂપે ઉત્પન્ન થાય. સંયુક્ત સ્વર સંનાદી(harmonics)થી અલગ છે. સંયુક્ત સ્વરો પૈકી સૌથી પ્રબળ સ્વર પ્રથમ વ્યવકલિત સ્વર (difference tone) હોય છે. મુખ્ય સ્વરોની આવૃત્તિ…

વધુ વાંચો >

સંયુગ્મન

Jan 24, 2007

સંયુગ્મન : જુઓ ગર્ભવિદ્યા.

વધુ વાંચો >

સંયોજકતા

Jan 24, 2007

સંયોજકતા : જુઓ રાસાયણિક બંધ.

વધુ વાંચો >

સંયોજકતા બંધ, સિદ્ધાંત

Jan 24, 2007

સંયોજકતા બંધ, સિદ્ધાંત : જુઓ રાસાયણિક બંધ.

વધુ વાંચો >