૨૦.૨૯
વૈદ્ય, પ્રહલાદરાય ચુનીલાલથી વૈંપટિ, ચિન્ન સત્યમ્
વૈદ્ય, પ્રહલાદરાય ચુનીલાલ
વૈદ્ય, પ્રહલાદરાય ચુનીલાલ (જ. 22 મે 1918, શાપુર, તા. જૂનાગઢ, સૌરાષ્ટ્ર) : સમર્થ ગણિતજ્ઞ, આજીવન સંનિષ્ઠ શિક્ષક, સાપેક્ષવાદના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સંશોધનકાર અને કુશળ વહીવટકર્તા. ગણિતશાસ્ત્ર તેમનું શિક્ષણક્ષેત્ર હોવાની સાથે તેઓનું સંશોધનક્ષેત્ર ભૌતિકવિજ્ઞાન પણ રહ્યું. પિતાશ્રી ચુનીલાલ વૈદ્યનાં ત્રણ સંતાનોમાં તેઓ સૌથી નાના. પિતાશ્રી તાર-ટપાલ ખાતામાં સરકારી નોકરી કરતા હતા એટલે…
વધુ વાંચો >વૈદ્ય બાપાલાલ ગ. શાહ
વૈદ્ય બાપાલાલ ગ. શાહ (જ. 17 જાન્યુઆરી 1896, સણસોલી, પંચમહાલ, ગુજરાત; અ. 10 ડિસેમ્બર 1993) : ગુજરાતના જાણીતા આયુર્વેદજ્ઞ અને વૈદ્ય. ગુજરાતમાં આયુર્વેદક્ષેત્રની ઉત્તમ વિભૂતિઓમાં તેમનું સ્થાન છે. તેમનું કાર્યક્ષેત્ર સૂરત હતું. તેમના પિતાનું નામ ગરબડદાસ. જ્ઞાતિ દશા ખડાયતા વણિક. પ્રાથમિક શાળાંત પાસ કરી 12 વર્ષની ઉંમરે આગળનો અભ્યાસ વડોદરામાં…
વધુ વાંચો >વૈદ્ય બાબુભાઈ પ્રાણજીવન
વૈદ્ય બાબુભાઈ પ્રાણજીવન (જ. 23 જુલાઈ 1909, દ્વારકા; અ. 12 ડિસેમ્બર 1979, મુંબઈ) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, સામાજિક અને રાજકીય કાર્યકર. તખલ્લુસ : ‘બિપિન વૈદ્ય’, ઈ. ન., બા. પિતા દ્વારકામાં સરકારી ડૉક્ટર. પ્રાથમિક શિક્ષણ જેતપુર અને પાદરાની શાળામાં. માધ્યમિક શિક્ષણ જેતપુરમાં. 1927-1930 દરમિયાન જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અભ્યાસ કરેલો. પણ…
વધુ વાંચો >વૈદ્ય વિજયરાય કલ્યાણરાય
વૈદ્ય વિજયરાય કલ્યાણરાય (જ. 7 એપ્રિલ 1897, ભાવનગર; અ. 17 એપ્રિલ 1974, ભાવનગર) : ગુજરાતી સાહિત્યિક પત્રકાર, વિવેચક, નિબંધકાર, જીવનચરિત્રકાર, આત્મકથાકાર. વડનગરા નાગર ગૃહસ્થ. પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈમાં ગોકળદાસ તેજપાળ હાઈસ્કૂલમાં. 1914માં મૅટ્રિક, પછી વિલ્સન કૉલેજમાંથી 1920માં અંગ્રેજી અને સંસ્કૃત સાથે બી.એ.. વચ્ચે 1916-1917 દરમિયાન અનારોગ્યને કારણે મુંબઈ…
વધુ વાંચો >વૈદ્ય, વિશ્વનાથ પ્રભુરામ
વૈદ્ય, વિશ્વનાથ પ્રભુરામ (જ. 26 ફેબ્રુઆરી 1863, પોરબંદર; અ. 11 ડિસેમ્બર 1940, મુંબઈ) : ગુજરાતી વિવેચક, તત્ત્વચિંતક, ધારાશાસ્ત્રી, ચરિત્રલેખક. પ્રશ્ર્નોરા નાગર બ્રાહ્મણ. એમના પૂર્વજોની અટક વ્યાસ. પરંપરાગત વૈદ્યવિદ્યાનો વારસો ઊતરી આવેલો. પિતા પ્રભુરામ પ્રતિષ્ઠિત વૈદ્ય. વિશ્વનાથની પ્રાથમિક કેળવણી પોરબંદરમાં. 1870માં પિતાએ મુંબઈમાં સ્થાયી થઈ વૈદું આરંભ્યું; તેથી વિશ્વનાથની માધ્યમિક અને…
વધુ વાંચો >વૈદ્ય, સરોજિની શંકર
વૈદ્ય, સરોજિની શંકર (જ. 1933, પુણે) : મરાઠી લેખિકા. તેમણે પુણેમાંથી એમ.એ. અને મુંબઈ યુનિવર્સિટીમાંથી નાટ્યાચાર્ય દિવાકરના વિવેચનાત્મક અભ્યાસ અંગે પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ મુંબઈ યુનિવર્સિટીના મરાઠી વિભાગનાં પ્રાધ્યાપિકા અને અધ્યક્ષા તરીકે સેવાનિવૃત્ત થયાં. તેમણે ઓગણીસમી અને વીસમી સદીના મહારાષ્ટ્રના સામાજિક- સાંસ્કૃતિક અભ્યાસના વિશેષ અધ્યયનનું ક્ષેત્ર પસંદ કર્યું. સાહિત્યનાં પ્રખર…
વધુ વાંચો >વૈધિક શિક્ષણ (formal education)
વૈધિક શિક્ષણ (formal education) : નિશ્ચિત ઉદ્દેશોને લક્ષમાં રાખીને વિધિવત્ રીતે અપાતું શિક્ષણ. આ પ્રકારનું શિક્ષણ માળખાગત હોય છે. તેમાં પ્રાથમિકથી માંડી યુનિવર્સિટી સુધીના શિક્ષણનો સમાવેશ થાય છે. આ શિક્ષણમાં પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તકો, તાસપદ્ધતિ, પરીક્ષાપદ્ધતિ વગેરે બધું નક્કી કરેલું હોય છે. વિદ્યાર્થીઓએ અને શાળા-કૉલેજે તેને વળગી રહેવું પડે છે. ભારતની પ્રાથમિક…
વધુ વાંચો >વૈનગંગા (Wainganga)
વૈનગંગા (Wainganga) : મધ્યભારતની મહત્ત્વની નદી. આ નદી મધ્ય પ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલી સાતપુડા હારમાળાની મહાદેવ ટેકરીઓમાંથી નીકળે છે. તે શિવની જિલ્લાના તેનાં ઉદભવસ્થાનમાંથી થોડાક અંતર માટે પૂર્વ તરફ વહી, શિવનીમાંડલા અને શિવનીબાલાઘાટ જિલ્લાઓની સરહદ રચે છે, જ્યાં તે ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. તે બાલાઘાટ અને મહારાષ્ટ્ર રાજ્યના ભંડારા…
વધુ વાંચો >વૈન્યગુપ્ત
વૈન્યગુપ્ત : ગુપ્ત સમ્રાટ બુધગુપ્તનો ઉત્તરાધિકારી. તે ઈ. સ. 495માં પાટલિપુત્રની ગાદીએ બેઠો. એણે ઈ. સ. 495થી 507 સુધી શાસન કર્યું. બુધગુપ્ત પછી ગુપ્ત સામ્રાજ્ય પોતાની એકતા જાળવી શક્યું નહિ. ગુપ્ત સામ્રાજ્યના પૂર્વ ભાગમાં વૈન્યગુપ્તનું તથા પશ્ચિમ ભાગમાં ભાનુગુપ્તનું શાસન હતું. વૈન્યગુપ્તના સોનાના સિક્કા પ્રાપ્ત થયા છે. આ સિક્કાઓમાં સોનાની…
વધુ વાંચો >વૈભારગિરિ
વૈભારગિરિ : બિહાર રાજ્યના પટણા જિલ્લામાં રાજગૃહ કે રાજગિરિ પાસે આવેલી પર્વતમાળા. રામાયણ, મહાભારત, બૌદ્ધ પાલિ સાહિત્ય તથા અન્ય સાહિત્યમાંથી વૈભારગિરિ વિશે માહિતી મળે છે. ભગવાન બુદ્ધને ચારેય બાજુથી પહાડીઓથી ઘેરાયેલ આ પ્રાકૃતિક સ્થળ ઘણું પસંદ હતું. તેથી તેઓ સંબોધિ મેળવ્યા પહેલાં પણ રાજગૃહ આવ્યા હતા. અજાતશત્રુના શાસનકાળમાં વૈભારગિરિની સાતપર્ણી…
વધુ વાંચો >વૈયક્તિક માલિકી વેપાર (Retail Business)
વૈયક્તિક માલિકી વેપાર (Retail Business) : આર્થિક ક્ષેત્રે વાણિજ્યવ્યવસ્થાનાં જુદાં જુદાં સ્વરૂપો પૈકીનું સૌથી વધારે પ્રાચીન અને વ્યાપક સ્વરૂપ. ‘રીટેલ બિઝનેસ’થી ઓળખાતા વાણિજ્ય- વ્યવહારોમાં સૌથી પહેલી વાર વ્યવસ્થાના આ સ્વરૂપે સ્થાન લીધું હતું, તેથી કેટલીક વાર તેને એકાકી વેપાર તરીકે ઓળખવામાં આવે છે. તેની સ્થાપના સૌથી વધારે સરળ છે અને…
વધુ વાંચો >વૈયાકરણભૂષણ
વૈયાકરણભૂષણ : કૌંડ ભટ્ટે (1625) રચેલો સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રનો શબ્દાર્થની ચર્ચા કરતો ગ્રંથ. ભર્તૃહરિએ ‘વાક્યપદીય’ નામના પોતાના પ્રસિદ્ધ ગ્રંથમાં જે શબ્દાર્થવિચાર પ્રસ્તુત કર્યો છે તે જ વિષયના આધારે ભટ્ટોજી દીક્ષિતે 74 કારિકાઓની બનેલી ‘વૈયાકરણ સિદ્ધાન્તકારિકા’ લખેલી. એ કારિકાઓની ભટ્ટોજી દીક્ષિતના ભત્રીજા કૌંડ ભટ્ટે ‘વૈયાકરણભૂષણ’ નામના પોતાના ગ્રંથમાં વિસ્તૃત સમજ આપી છે.…
વધુ વાંચો >વૈયાપુરી પિલ્લઈ સા
વૈયાપુરી, પિલ્લઈ, સા (જ. 1891, તિરુનેલવેલી, તામિલનાડુ; અ. 1956) : તમિળ પંડિત અને વિવેચક. તેમણે સ્થાનિક હિંદુ કૉલેજ તથા મદ્રાસ(ચેન્નાઈ)ની ક્રિશ્ચિયન કૉલેજમાં અભ્યાસ કર્યો. કાયદાની પદવી મેળવ્યા બાદ 1915થી 1925 સુધી ત્રિવેન્દ્રમ્માં વકીલાત કરી. તે દરમિયાન તેઓ દેસિકા વિનાયકમ્ પિલ્લઈ, લક્ષ્મનન્ પિલ્લઈ, કે. એન. શિવરાજ પિલ્લઈ અને કે. જી. શંકર…
વધુ વાંચો >વૈરાગ્ય
વૈરાગ્ય : મનુષ્યનો મોક્ષ મેળવવા માટેનો ગુણ. ‘રાગ’ આસક્તિ ‘વિ’ ચાલી ગઈ છે એવી વ્યક્તિ એ ‘વિરાગ’. તે શુદ્ધ સંસ્કૃત શબ્દ છે. આપણે ગુજરાતી ભાષામાં એને ‘વેરાગી’ કહીએ છીએ. ‘વિરાગતા’ ‘રાગ’ આસક્તિનું ન હોવાપણું એ ‘વૈરાગ્ય’. આ બેઉ શબ્દ સંસ્કૃતતત્સમ છે : ‘વિરાગતા’ વ્યાકરણશુદ્ધ છતાં વ્યાપક થયો જોવામાં આવતો નથી;…
વધુ વાંચો >વૈરાગ્યસાર
વૈરાગ્યસાર : અપભ્રંશ ભાષામાં રચાયેલો લઘુગ્રંથ. તે 77 પદ્યો ધરાવે છે. બહુધા દોહા છન્દમાં રચાયેલો છે. કર્તા દિગમ્બર આચાર્ય સુપ્રભાચાર્ય પ્રો. હરિપાદ દામોદર વેલણકરે આ સુંદર લઘુકૃતિને પુણેથી પ્રગટ થતા ‘એનલ્સ ઑવ્ ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ના 9મા ગ્રંથના પૃષ્ઠ 272થી 280 પર સંપાદિત કરી છે. કવિના સમય તેમજ સ્થળ વિશે…
વધુ વાંચો >વૈરામુતુ, આર.
વૈરામુતુ, આર. (જ. 13 જુલાઈ 1953, વડુગાપટ્ટી, જિ. મદુરાઈ, તામિલનાડુ) : તમિળ કવિ અને ઊર્મિકાવ્યકાર. તેમણે મદ્રાસ (ચેન્નાઈ) યુનિવર્સિટીમાંથી તમિળમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. તેમણે તેમની કારકિર્દી લેખનકાર્ય, ઊર્મિકાવ્યરચના અને ચિત્રપટકથાથી શરૂ કરેલી. તેમણે અત્યાર સુધીમાં 30 ગ્રંથો આપ્યા છે. તેમાં તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહોમાં ‘વૈગરાય મેગન્ગલ’ (1972); ‘એન જન્નાલિન વળૈયે’; ‘કાવી…
વધુ વાંચો >વૈરોચન
વૈરોચન : ધ્યાની બુદ્ધ. નેપાળ પ્રદેશમાં બૌદ્ધ સંપ્રદાયના અનુયાયીઓ તેમને સૌથી પ્રાચીન અને પ્રથમ ધ્યાની બુદ્ધ માને છે. તેમનું સ્થાન સ્તૂપની વચમાં હોય છે જ્યાં ચારે તરફ એકેક ધ્યાની બુદ્ધ સ્થાપેલા હોય તેવા સ્તૂપના કેન્દ્રમાં એટલે કે ગર્ભગૃહમાં વૈરોચનનું સ્થાન હોય છે. સાધનામાલા અને ઈ. સ. 300 આસપાસ રચાયેલ ‘ગુહ્યસમાજતંત્ર’માંથી…
વધુ વાંચો >વૈશમ્પાયન
વૈશમ્પાયન : મહાભારતકાલીન કૃષ્ણ યજુર્વેદ પ્રવર્તક ઋષિ અને મહર્ષિ વ્યાસના શિષ્ય. તેઓ ‘વિશમા’ના વંશજ હોવાથી વૈશમ્પાયન કહેવાયા. વ્યાસના ચાર વેદપ્રવર્તક શિષ્યો(સુમન્તુ, પૈલ અને જૈમિનિ)માંના એક. કૃષ્ણ યજુર્વેદીય તૈત્તિરીય સંહિતાના જનક. ઋગ્વેદનાં નવાં અર્થઘટનોમાં તેમનું પ્રદાન છે. વૈશમ્પાયને 86 સંહિતાઓ રચી અને યાજ્ઞવલ્ક્ય સહિત 86 શિષ્યોમાં વહેંચી દીધી. વૈશમ્પાયનને તેમના શિષ્ય…
વધુ વાંચો >વૈશાલી (જિલ્લો)
વૈશાલી (જિલ્લો) : બિહાર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 25° 40´ ઉ. અ. અને 85° 13´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 2,036 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મુઝફ્ફરપુર, પૂર્વે સમસ્તીપુર, દક્ષિણે ગંગાને સામે કાંઠે પટણા તથા પશ્ચિમે સરન જિલ્લા આવેલા છે.…
વધુ વાંચો >વૈશાલી (નગરી)
વૈશાલી (નગરી) : બિહારમાં આવેલું નગર, જેનું અગાઉનું નામ બસાઢ હતું. તે લિચ્છવી ગણરાજ્યની રાજધાની હતું. બૌદ્ધ સાહિત્યમાં લિચ્છવીની જેમ વજ્જિ પણ વૈશાલીના જ કહેવાય છે. વજ્જિ સંઘની રાજધાની વૈશાલી જ હતી. પાલિ ત્રિપિટકમાં લિચ્છવી અને વજ્જિનો ઉલ્લેખ એક જ ગણરાજ્ય માટે થયો છે. ભગવાન બુદ્ધે બુદ્ધત્વ-પ્રાપ્તિ પછી પાંચમો વર્ષાવાસ…
વધુ વાંચો >