૨૦.૧૯
વિશ્વવેપાર-સંગઠન (The World Trade Organization-WTO)થી વિષતિંદુકાદિવટી
વિશ્વવેપાર-સંગઠન (The World Trade Organization – WTO)
વિશ્વવેપાર–સંગઠન (The World Trade Organization – WTO) : રાષ્ટ્રો વચ્ચેના વેપાર અંગે થયેલી સમજૂતીઓના અમલ પર દેખરેખ રાખવા માટેનું અનેકદેશીય સંગઠન. ઉરુગ્વે-રાઉન્ડના નામે ઓળખાતી આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની સમજૂતીના ભાગ રૂપે 1-1-1995થી આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું છે. ઉરુગ્વે-રાઉન્ડની વાટાઘાટો આઠ વર્ષ ચાલી હતી, 1986માં તેની શરૂઆત થઈ હતી અને 1994માં તે…
વધુ વાંચો >વિશ્વસુંદરી (વનસ્પતિ)
વિશ્વસુંદરી (વનસ્પતિ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ – સીઝાલ્પિનિયાઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amherstia nobilis wall. છે. કંચન, અશોક, ગુલમહોર, ગરમાળો જેવાં સુંદર વૃક્ષો તેના સહસભ્યો છે. વિશ્વસુંદરી આ બધાંમાં સુંદરતમ વૃક્ષ છે અને મ્યાનમારનું વતની છે. તે ગુજરાતમાં થતું નથી. તેને ‘પુષ્પ-વૃક્ષોની રાણી’ (queen of flowering…
વધુ વાંચો >વિશ્વહવામાન-સંસ્થા (World Meteorological Organisation – WMO)
વિશ્વહવામાન–સંસ્થા (World Meteorological Organisation – WMO) : યુનાઇટેડ નેશન્સ(UN)ની વિશિષ્ટ સંસ્થા. આ સંસ્થા હવામાનની આગાહીનાં નિરીક્ષણોના ઝડપી વિનિમયના કાર્યક્રમોનું આયોજન કરે છે. આયોજિત કાર્યક્રમો દુનિયાના બધા ભાગોમાં આવેલાં હવામાન-મથકો, ઉપગ્રહો તેમજ કમ્પ્યૂટરોની ગૂંથણીનું કાર્ય સંભાળે છે. દુનિયાભરમાં તેની માહિતીની આપલે પણ થાય છે. આ સંસ્થાનો તક્નીકી સહકાર-કાર્યક્રમ વિકાસશીલ દેશોની હવામાન-સેવામાં…
વધુ વાંચો >વિશ્વ હિંદુ પરિષદ
વિશ્વ હિંદુ પરિષદ : વિશ્વમાં હિંદુત્વના પ્રસારને અનુલક્ષીને રચાયેલી ભારતીય સંસ્થા. સન 1947ના ઑગસ્ટની 15મી તારીખે હિંદુસ્તાનના બે ભાગ પાડવામાં આવ્યા તેથી ‘ભારત’ અને ‘પાકિસ્તાન’નાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. હિંદુસ્તાન પર પૂરા એક હજાર વર્ષથી ઇસ્લામીઓના આક્રમણને કારણે ત્રણ સૈકામાં મુસ્લિમ સત્તા સર્વોપરી થઈ અને હિંદુ પ્રજા ધીમે ધીમે પરાધીન…
વધુ વાંચો >વિશ્વંભર દાસ, કે. એસ.
વિશ્વંભર દાસ, કે. એસ. (જ. 16 માર્ચ 1941, દેશમ, અલ્વાયે, જિ. એર્નાકુલમ, કેરળ) : મલયાળમ લેખક. તેઓ કેરળ સરકારમાં 1970-73 સુધી જાહેરસંપર્ક-વિભાગમાં મદદનીશ માહિતી-અધિકારી; 1973-75 સુધી સહસંપાદક; 1975-78 સુધી રાજભાષા વિભાગના અનુવાદક; 1978-84 સુધી જાહેરસંપર્ક-વિભાગમાં માહિતી-અધિકારી; 1986-90 સુધી કેરળમાં સિડકોના જાહેરસંપર્ક-અધિકારી અને 1990-94 સુધી જાહેરસંપર્ક-વિભાગના નાયબ નિયામક રહ્યા. છેલ્લે સાંસ્કૃતિક…
વધુ વાંચો >વિશ્વંભરન્, કિલિમનૂર એન.
વિશ્વંભરન્, કિલિમનૂર એન. (જ. 19 એપ્રિલ 1927, કિલિમનૂર, તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાળમ નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર અને અનુવાદક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ., બી.એડ્.ની ડિગ્રી અને સાહિત્યવિશારદની પદવી મેળવી. તેમણે 1987 સુધી જુદી જુદી કૉલેજોમાં પ્રાધ્યાપક તરીકે અધ્યાપન-કાર્ય કર્યું અને એસ. એન. કૉલેજ તિરુવનંતપુરમમાંથી મલયાળમના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. આકાશવાણી, તિરુવનંતપુરમ્…
વધુ વાંચો >વિશ્વંભર પ્રસાદ
વિશ્વંભર પ્રસાદ (જ. 3 ઑગસ્ટ 1918, અસોથર ગામ, જિ. ફતેહપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે સાહિત્યવિશારદ(પ્રયાગ)ની પદવી મેળવી. તેઓ ફેલો ઑવ્ ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ એન્જિનિયર્સ (ભારત) હતા. તેઓ સરકારમાંથી અધીક્ષક ઇજનેરપદેથી સેવાનિવૃત્ત થયા. તેઓ ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ એન્જિનિયર્સ(ભારત)ના હિંદી સલાહકાર રહ્યા તેમજ અનેક સાહિત્યિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલ રહ્યા. તેમણે અત્યાર…
વધુ વાંચો >વિશ્વામિત્ર
વિશ્વામિત્ર : પ્રાચીન ભારતના વેદપ્રસિદ્ધ ઋષિ. વાલ્મીકિ રામાયણ અનુસાર વિશ્વામિત્રનો વંશક્રમ છે પ્રજાપતિ-કુશ-કુશનામ-ગાથિન-વિશ્વામિત્ર. આરણ્યક ગ્રંથોમાં ‘વિશ્વનો મિત્ર તે વિશ્વામિત્ર’ એવી વ્યુત્પત્તિ આપવામાં આવી છે. કાન્યકુબ્જ દેશના કુશિક નામના પ્રખ્યાત કુળમાં એમનો જન્મ થયો હતો. રાજવંશી હોવા છતાં તેમણે ‘બ્રાહ્મણત્વ’ પ્રાપ્ત કરવાનો નિશ્ચય કર્યો હતો. આથી જ્ઞાનોપાસના, તપશ્ચર્યા ઇત્યાદિ દ્વારા અંતે…
વધુ વાંચો >વિશ્વામિત્રીમાહાત્મ્ય (આશરે સત્તરમી સદી)
વિશ્વામિત્રીમાહાત્મ્ય (આશરે સત્તરમી સદી) : સંસ્કૃતમાં રચાયેલ એક મહત્વચપૂર્ણ માહાત્મ્ય ગ્રંથ. વડોદરાના મ. સ. વિશ્વવિદ્યાલયના પ્રાચ્યવિદ્યામંદિરે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ગાયકવાડ પ્રાચ્યવિદ્યા ગ્રંથમાલા(ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સીરીઝ)ના 176મા ગ્રંથ તરીકે આ ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ (critical edition) 1997માં પ્રકાશિત કરી છે, જેમાં સમીક્ષાપૂર્વકનો સર્વતોમુખી અભ્યાસ પણ આપેલો છે. આ સઘળું સંશોધન સંસ્થાના નિવૃત્ત નિયામક…
વધુ વાંચો >વિશ્વેદેવા
વિશ્વેદેવા : પ્રાચીન ભારતીય વૈદિક યજ્ઞમાં આવતો દેવસમૂહ. આ સમૂહની વિશ્વેદેવા રૂપે પૂજા થાય છે. ભાષાશાસ્ત્રની દૃદૃષ્ટિએ ‘વિશ્વેદેવા’ શબ્દ સામાસિક નથી, પરંતુ विश्वे + देवा એ બંને શબ્દો મળીને એ બન્યો છે અને એ રીતે સંયુક્ત શબ્દ છે. આથી એને ‘સર્વદેવ’ એમ પણ નામભેદે કહેવાય છે. ઋગ્વેદમાં એના 40થી પણ…
વધુ વાંચો >વિશ્વેશ્વર
વિશ્વેશ્વર : સંસ્કૃત ભાષાના અલંકારશાસ્ત્રી અને કવિ. તેમનો જન્મ ઉત્તરપ્રદેશના અલમોડા જિલ્લાના પટિયા ગામમાં થયેલો. આ હિમાચળ પર્વતનો પ્રદેશ હોવાથી તેમને ‘પાર્વતીય’ એવા ઉપનામે ઓળખવામાં આવ્યા છે. તેમનું કુળનામ કે અટક ‘પાંડેય’ હોવાનો નિર્દેશ તેમણે કર્યો છે. વિશ્વેશ્વરના પિતાનું નામ લક્ષ્મીધર અને મોટા ભાઈનું નામ ઉમાપતિ હતું. સોળમી સદીમાં થયેલા…
વધુ વાંચો >વિશ્વેશ્વરૈયા, મોક્ષગુંડમ્
વિશ્વેશ્વરૈયા, મોક્ષગુંડમ્ (જ. 15 સપ્ટેમ્બર 1861, મુદેનેહલાદી, જિ. કોલર, મૈસૂર; અ. 1962) : ભારતના મહાન સિવિલ ઇજનેર અને દ્રષ્ટા. અનેક ઇલકાબો અને માનાર્હ ઉપાધિઓથી સન્માનાયેલ આ ઇજનેરે 60 વર્ષથી પણ વધારે સમય ભારતમાં અનેક ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપ્યું છે. પ્રથમ વર્ગમાં પ્રથમ નંબર મેળવી તેમણે પુણેની એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ પૂરો…
વધુ વાંચો >વિષ (poisons)
વિષ (poisons) : સૂક્ષ્મ માત્રામાં લેવા કે લગાડવાથી જીવંત કોષોને નુકસાન કરતો કોઈ પણ પદાર્થ. આવા વિષની અસરકારકતા વિવિધ પરિબળો પર આધારિત હોય છે; જેમ કે, (i) સંકેન્દ્રણની માત્રાનું પ્રમાણ; (ii) જીવંત કોષોની તેના સંસર્ગમાં રહેવાની સમયાવધિ; (iii) વિષનું ભૌતિક સ્વરૂપ; (iv) જીવંત કોષો માટેનું તેનું આકર્ષણ; (v) જીવંત ઉતક…
વધુ વાંચો >વિષ અને વિષાક્તતા (Poison and Poisoning)
વિષ અને વિષાક્તતા (Poison and Poisoning) શરીરને હાનિકારક દ્રવ્યો અને તેમનાથી થતી શારીરિક અસર. તે અંગેના અભ્યાસને વિષવિદ્યા (toxicology) કહે છે. સજીવકોષોમાંનાં રસાયણો જે ઝેરી અસર કરે છે તેમને રસવિષ (toxin) કહે છે; પરંતુ ‘વિષ’ અને ‘રસવિષ’ શબ્દો ઘણી વખત એકબીજા માટે પણ વપરાય છે. ઝેર અથવા વિષની એક સ્પષ્ટ…
વધુ વાંચો >વિષજન્ય રોગો (પશુસ્વાસ્થ્ય)
વિષજન્ય રોગો (પશુસ્વાસ્થ્ય) : વિષ કે ઝેરી પદાર્થ આરોગવાને કારણે પશુઓને થતો વ્યાધિ. પર્યાવરણમાં પ્રદૂષિત વાયુ, જળ કે ખનિજ-પદાર્થોના સંસર્ગને કારણે વનસ્પતિ, પ્રાણી કે અન્ય સજીવો આકસ્મિક ઝેરી પદાર્થોનો ભોગ બને છે. ઝેરના પ્રકારો અનેક છે અને તે વિવિધ માર્ગે શરીરમાં પ્રવેશ કરે છે; જેમ કે, કેટલાક વિષકારક પદાર્થો માત્ર…
વધુ વાંચો >વિષતંત્ર (અગદતંત્ર)
વિષતંત્ર (અગદતંત્ર) : પ્રાચીન ભારતીય ચિકિત્સાવિજ્ઞાન ‘આયુર્વેદ’ના કુલ આઠ મહત્વનાં અંગો છે : શલ્ય તંત્ર, શાલાક્ય તંત્ર (બંને સર્જરીના વિભાગો), કાયચિકિત્સા, ભૂતવિદ્યા, કૌમારભૃત્ય (બાળકોનું વિજ્ઞાન), રસાયનતંત્ર, વાજીકરણ અને અગદતંત્ર કે વિષતંત્ર. આધુનિક પરિભાષામાં તેને Toxicology (ટૉક્સિકૉલોજી) કહે છે. આયુર્વેદના પ્રાચીન આચાર્યોએ ‘વિષ’ (ઝેર : poision) ઉપર એટલું બધું ઊંડું અને…
વધુ વાંચો >વિષતિંદુકાદિવટી
વિષતિંદુકાદિવટી : વાયુનાં દર્દો માટે પ્રચલિત એક આયુર્વેદિક ઔષધિ. ભેષજ સંહિતા – રસોદ્ધાર તંત્ર અનુસાર તેનાં ઘટકદ્રવ્યો આ પ્રમાણે છે : શુદ્ધ ઝેરકોચલું, અજમો, સિંધવ, અતિવિષ, નાડી હિંગ, શુદ્ધ વચ્છનાગ, કાળાં મરી, લતાકરંજ-બી, દાલચીની (તજ), સૂંઠ, લીંડીપીપર, ગંઠોડા, ઇન્દ્રજવ અને લવિંગ. નિર્માણની રીત : આ દ્રવ્યોનું બારીક ચૂર્ણ સરખા ભાગે…
વધુ વાંચો >