૨૦.૧૨
વિદ્યુતવિભાજનીય પ્રવિધિઓ (Electrolytic processes)થી વિનાશિકા
વિદ્યુતવિભાજનીય પ્રવિધિઓ (Electrolytic processes)
વિદ્યુતવિભાજનીય પ્રવિધિઓ (Electrolytic processes) : વિદ્યુતવિભાજનીય (વીજાપઘટની) પદાર્થોનાં દ્રાવણોમાં અથવા પીગળેલા ક્ષારમાં વિદ્યુતપ્રવાહ પસાર કરી રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટેની પદ્ધતિઓ. વિદ્યુતના ઉપયોગથી રાસાયણિક ફેરફાર થઈ શકે છે તે સિદ્ધાંતનો ઉપયોગ કરી વિદ્યુતવિભાજન (વિદ્યુત અપઘટન, electrolysis), વિદ્યુતલેપન (electroplating), વિદ્યુતનિક્ષેપન (electrodeposition), ઇલેક્ટ્રોટાઇપિંગ, વિદ્યુતસંરૂપણ (electroforming), એનોડાઇઝિંગ (anodising) જેવી પ્રવિધિઓ ઔદ્યોગિક અને વ્યાપારી હેતુઓ…
વધુ વાંચો >વિદ્યુતવિરૂપણ
વિદ્યુતવિરૂપણ : જુઓ વિદ્યુત.
વધુ વાંચો >વિદ્યુતવિસ્થાપન
વિદ્યુતવિસ્થાપન : જુઓ વિદ્યુત.
વધુ વાંચો >વિદ્યુત વૉશિંગ મશીન
વિદ્યુત વૉશિંગ મશીન : વિદ્યુતથી ચાલતું કપડાં ધોવાનું મશીન. વિદ્યુત વૉશિંગ મશીન વિવિધ પ્રકારમાં મળે છે. મશીન દ્વારા કપડાં ધોવાની પ્રક્રિયાના તબક્કાઓ (steps) આ મુજબ છે : (i) ધોવું (wash), (ii) તારવવું (rinse), (iii) ઘુમાવીને સૂકવવું (spin dry) અથવા નિચોવવું (squze). (i) ધોવું : મશીનમાં આવેલ ડ્રમ(drum)માં કપડાં નાખી પાણી…
વધુ વાંચો >વિદ્યુતશીલતા
વિદ્યુતશીલતા : જુઓ વિદ્યુત.
વધુ વાંચો >વિદ્યુત-શેવર (Electric shaver)
વિદ્યુત–શેવર (Electric shaver) : દાઢી કરવા ઉપયોગમાં લેવાતું ઇલેક્ટ્રિક મશીન. આમાં સ્થાયી ચુંબક પ્રકારની 3 વૉલ્ટની ડી. સી. મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. ડી. સી. મોટર ચાલક યંત્રરચના(driving mechanism)ને ફેરવે છે. તેની સાથે કર્તક (cutter) બ્લૉક જોડેલ હોય છે. કટરની ઉપર શેવિંગ ફૉઇલ ફ્રેમ રાખવામાં આવે છે. મોટરને બૅટરી સાથે…
વધુ વાંચો >વિદ્યુત-સંકર્ષણ (electric traction)
વિદ્યુત–સંકર્ષણ (electric traction) વિદ્યુતશક્તિનો પરિવહન માટે ઉપયોગ કરતી એક રીત. સંકર્ષણ-પ્રણાલીને મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચી શકાય : (i) સંકર્ષણ-પ્રણાલી, જેમાં વિદ્યુતશક્તિનો ઉપયોગ કરવામાં આવતો નથી. આમાં વરાળ એન્જિન ચાલન (drive) અને ડીઝલ એન્જિન ચાલનનો સમાવેશ થાય છે. (ii) વિદ્યુત-સંકર્ષણ પ્રણાલી, જેમાં વિદ્યુતશક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં ડીઝલ ઇલેક્ટ્રિક ચાલન,…
વધુ વાંચો >વિદ્યુત સંગ્રાહક કોષ
વિદ્યુત સંગ્રાહક કોષ : જુઓ વિદ્યુતકોષ.
વધુ વાંચો >વિદ્રધિ રોગ (Abscess)
વિદ્રધિ રોગ (Abscess) : ત્વચાની નીચે ઊંડે સુધી વ્રણ ઉત્પન્ન કરતો રોગ. વ્રણ, વ્રણશોથ અને વિદ્રધિમાં થોડી સમાનતા હોવા છતાં ત્રણેયમાં તફાવત છે. વ્રણશોથ પ્રાય: ત્વચાની ઉપરની સપાટીની નજીક થાય છે; જ્યારે વિદ્રધિ ત્વચા-માંસની ખૂબ ઊંડે અસ્થિમજ્જા જેવી ધાતુઓ સુધી મૂળ નાંખી થાય છે. વ્રણશોથમાં વ્રણની ઉત્પત્તિ સ્વત: થાય છે;…
વધુ વાંચો >વિદ્વાંસ, ગોપાળરાવ
વિદ્વાંસ, ગોપાળરાવ (જ. 16 નવેમ્બર 1896, આંજર્લા, જિ. રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 23 મે 1980, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની, ગાંધીવિચારસરણીના પ્રખર પુરસ્કર્તા તથા અનૂદિત સાહિત્યના ભેખધારી. પિતા ગજાનનરાવ ભાવનગર પાસેની વલ્લભીપુર રિયાસતમાં ઓરવસિયર હતા. માતાનું નામ સરસ્વતી. ગોપાળરાવનું બાળપણ વલ્લભીપુરમાં વીત્યું. ત્યાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હતું. 1916માં ભાવનગર…
વધુ વાંચો >વિનયચંદ્રન્, ડી.
વિનયચંદ્રન્, ડી. (જ. 13 મે 1944, પશ્ચિમ કલ્લાડ, જિ. કોલ્લમ, કેરળ) : મલયાળમ કવિ અને કથાસાહિત્યકાર. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી પદાર્થવિજ્ઞાનમાં બી.એસસી., કાલિકટ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની પદવી અને થિયેટરની તાલીમમાં સર્ટિફિકેટ મેળવ્યાં. તેઓ મહાત્મા ગાંધી યુનિવર્સિટી, કોટ્ટયમમાં સ્કૂલ ઑવ્ લેટર્સના નિયામક તરીકે કાર્યરત છે. તેઓ આફ્રો-એશિયન કાઉન્સિલ ઑવ્ ઑથર્સ ઍન્ડ રાઇટર્સ;…
વધુ વાંચો >વિનસ
વિનસ : પ્રાચીન કાળની રોમની સૌંદર્ય અને પ્રેમની દેવી. મૂળે તે રોમન નહિ પણ ઇટાલિયન દેવી હતી. પ્રાચીન રોમની તે ખૂબ જ પ્રસિદ્ધ દેવી હતી. સૌંદર્ય અને પ્રેમની ગ્રીક દેવી એફ્રોડાઇટ સાથે તેનું સાયુજ્ય સ્થપાયું પછી તે ખૂબ જ પ્રસિદ્ધ અને આરાધ્ય દેવી બની. દેશમાં તેનાં મંદિરો ઊભાં થયાં અને…
વધુ વાંચો >વિનાયકપાલ-1
વિનાયકપાલ-1 (શાસનકાળ : ઈ. સ. 912 આશરે 942) : રાજસ્થાનના પ્રતિહાર વંશનો દસમી સદીમાં થયેલો રાજા. પ્રતિહારો રામના ભાઈ અને પ્રતિહાર લક્ષ્મણના વંશજો હોવાનો દાવો કરે છે. ઈ. સ. સાતમી સદીમાં આબુ પર્વતની વાયવ્યમાં 80 કિમી. ઉપર આવેલા ભિન્નમાળથી માંડી રાજસ્થાનના મોટા ભાગ પર પ્રતિહારો શાસન કરતા હતા. રાજા મહેન્દ્રપાલને…
વધુ વાંચો >વિનાયક, માસ્ટર
વિનાયક, માસ્ટર (જ. 19 જાન્યુઆરી 1906, કોલ્હાપુર, મહારાષ્ટ્ર; અ. 19 ઑગસ્ટ 1947, મુંબઈ) : અભિનેતા-દિગ્દર્શક. ચલચિત્રછબિકાર વાસુદેવ કર્ણાટકીના પુત્ર તથા મરાઠી ચલચિત્ર અભિનેતા-નિર્માતા બાબુરાવ પેંઢારકરના પિતરાઈ ભાઈ. સમગ્ર શિક્ષણ કોલ્હાપુર ખાતે. નાનપણથી ભણવામાં અને ભણાવવામાં ખૂબ રસ ધરાવતા હોવાથી તેમના નામ સાથે ‘માસ્ટર’ શબ્દ જોડાઈ ગયો હતો. મરાઠી નાટકોમાં અભિનયની…
વધુ વાંચો >વિનાશકારી સૂક્ષ્મજીવો
વિનાશકારી સૂક્ષ્મજીવો : વનસ્પતિ અને પ્રાણીઓમાં વ્યાધિનો ઉદ્ભવ, ખોરાકનો બગાડ, સ્વાસ્થ્યરક્ષાને હાનિ જેવી આર્થિક દૃષ્ટિએ વિનાશકારી ઘટનાઓ માટે કારણભૂત સૂક્ષ્મજીવો. આવા સૂક્ષ્મજીવોમાં જીવાણુ (bacteria), ફૂગ (fungus), પ્રજીવ (protozoon) અને લીલ (algae) ઉપરાંત વિષાણુઓ(virus)નો પણ સમાવેશ કરવામાં આવે છે. પ્રોટીનના સ્તરથી આચ્છાદિત એવા ન્યૂક્લીઇક ઍસિડના બનેલા આ વિષાણુઓ, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા…
વધુ વાંચો >વિનાશિકા
વિનાશિકા : સમુદ્રમાં થતા યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાતું લડાયક જહાજ. તેનું મુખ્ય કાર્ય મોટાં લડાયક જહાજો તથા વ્યાપારી વહાણોને શત્રુ પક્ષના આક્રમણથી રક્ષણ આપવાનું હોય છે. વળી તેને દુશ્મનના દરિયાકાંઠાના વિસ્તાર પર બૉંબમારો કરવાનું; દરિયામાં આવાગમન કરતાં અને મુશ્કેલીમાં મુકાતાં મિત્ર-પક્ષનાં જહાજોને રાહત આપવાનું તથા મિત્રપક્ષનાં જળ-સ્થળ/ઉભયચારી વિમાનોને અવતરણ દરમિયાન…
વધુ વાંચો >