૧.૩૨
અંત્યોદયથી આઇસક્રીમ
અંત્યોદય
અંત્યોદય : સમાજના નીચલામાં નીચલા એટલે ગરીબમાં ગરીબ રહેલા છેલ્લા માનવીનો ઉદય. ગામડાના વિકાસ માટે જે અનેક યોજનાઓ થયેલી છે તે યોજનાઓનો એક કાર્યક્રમ તે અંત્યોદય. આ કાર્યક્રમ સમાજની દરેક વ્યક્તિને ન્યૂનતમ જીવનસ્તર પ્રદાન કરવાનું લક્ષ્ય સેવે છે. આ યોજનાની શરૂઆત રાજસ્થાન સરકારે બીજી ઑક્ટોબર, 1977ના દિવસે કરી હતી, જે…
વધુ વાંચો >અંદાજપત્ર (budget)
અંદાજપત્ર (budget) (ભારત સરકારનું) : ભારત સરકારનો આગામી વર્ષ માટેના આવક અને ખર્ચના અંદાજો રજૂ કરતો દસ્તાવેજ. આવું અંદાજપત્ર મોટી પેઢીઓ, મોટાં બિનસરકારી સંગઠનો, સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓ અને રાજ્ય સરકારો પણ તૈયાર કરે છે. આ બધાં સંગઠનો આગામી નાણાકીય વર્ષની તેમની પ્રવૃત્તિઓના આયોજન માટે તેમજ તેમના વિત્તીય વ્યવહારોને નિયંત્રણમાં રાખવા…
વધુ વાંચો >અંદાઝ (1949)
અંદાઝ (1949) : હિન્દી ફિલ્મ-ઉદ્યોગને માટે પથપ્રદર્શક ફિલ્મ. નિર્માતા : મહેબૂબ પ્રોડક્શન. કથા, દિગ્દર્શન : મહેબૂબ. મુખ્ય કલાકારો : મહેબૂબ, દિલીપકુમાર, રાજ કપૂર, નરગિસ. આ કથામાં નિરૂપેલ પ્રણયત્રિકોણમાં પશ્ચિમની સંસ્કૃતિનું ભારતીય સંસ્કૃતિ પર જે આક્રમણ થઈ રહ્યું છે, અને તેથી ભારતીય સંસ્કૃતિનો હ્રાસ થતો જાય છે, તે દર્શાવ્યું છે. નાયિકાને…
વધુ વાંચો >અંધશ્રદ્ધા
અંધશ્રદ્ધા : તર્કસંગત ન હોય તેવી, વિચાર અને વર્તનમાં પ્રગટ થતી માન્યતા. આધિદૈવિક અદૃશ્ય બળો, જાદુ, મેલી વિદ્યા, શુકન-અપશુકન, બૂરી નજર, ભૂત વગેરે વિશેની શ્રદ્ધા. અંધશ્રદ્ધાને ધાર્મિક, સાંસ્કૃતિક અને વ્યક્તિગત એમ ત્રણ રીતે વર્ગીકૃત કરી શકાય. (1) દરેક ધાર્મિક વ્યવસ્થા અંધશ્રદ્ધાને વધારવાનું વલણ ધરાવે છે. દા.ત., એક ખ્રિસ્તી એવું માનતો…
વધુ વાંચો >અંધાપો
અંધાપો (blindness) : પ્રકાશ પારખવાની અક્ષમતા. પરંતુ વાસ્તવમાં આ સ્થિતિ ઘણા ઓછા લોકોની હોય છે. છતાં ઘણા બધા લોકો આંખની દૃષ્ટિ ઓછી થવાને કારણે હરીફરી શકતા નથી અથવા પોતાની રોજીરોટી કમાઈ શકતા નથી. આને આધારે અંધાપાના બે ભાગ પાડવામાં આવે છે : (1) જે વ્યક્તિ બેમાંથી સારી આંખે ત્રણ મીટરથી…
વધુ વાંચો >અંધાપો, રંગલક્ષી
અંધાપો, રંગલક્ષી (colour blindness) : રંગ પારખવાની ક્ષમતા. તે જન્મજાત (congenital) અથવા સંપ્રાપ્ત (acquired) હોય છે. જન્મજાત રંગલક્ષી અંધાપો બે પ્રકારનો હોય છે. પહેલા પ્રકારમાં વ્યક્તિ બધા જ રંગો જોવા માટે અશક્ત હોય છે (પૂર્ણ રંગલક્ષી અંધાપો). આ સ્થિતિ જવલ્લે જ જોવા મળે છે, મગજની ક્ષતિને કારણે થાય છે. વ્યક્તિને…
વધુ વાંચો >અંધાપો, રાત્રીનો
અંધાપો, રાત્રીનો (night blindness) : રાત્રીના સમયે ઓછું જોઈ શકવું અથવા રતાંધળાપણું. તેનાં મુખ્ય કારણો બે છે વિટામિન ‘એ’ની ખામી અને આનુવંશિકતા. દૃષ્ટિપટલ વર્ણકતા (retinitis pigmentosa) એ એક જન્મજાત ખામી છે. તે ધીરે ધીરે વધતી રહે છે અને વૃદ્ધાવસ્થામાં અંધાપો લાવે છે. અપૂરતો ખોરાક, વારંવાર ઝાડા-ઊલટી થવાં કે લાંબી બીમારીથી…
વધુ વાંચો >અંધા યુગ
અંધા યુગ (1955) : ડૉ. ધર્મવીર ભારતી દ્વારા મુક્તછંદમાં લખાયેલું હિન્દી ગીતિ-નાટ્ય. પૌરાણિક કથા ઉપર આધારિત આ ઉત્તમ હિંદી નાટકમાં મહાભારતના અઢારમા દિવસની સંધ્યાથી પ્રભાસતીર્થમાં કૃષ્ણના મૃત્યુ સુધીની ઘટનાઓનો સમાવેશ છે. તેમાં કેટલાંક ઉત્પાદ્ય તત્વો અને સ્વકલ્પિત પાત્ર-પ્રસંગો પણ ધ્યાન ખેંચે છે. સમગ્ર કથાનકને નાટકકારે આધુનિક યુગ-ચેતનાના સંદર્ભમાં રજૂ કર્યું…
વધુ વાંચો >અંધારિયા, રસિકલાલ
અંધારિયા, રસિકલાલ (જ. 13 ઑક્ટોબર 1931, ભાવનગર; અ. 19 જુલાઈ 1984, લંડન) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતને ગુજરાતના નકશા ઉપર સ્થાન અપાવનાર સમર્થ ગાયક. સંગીતનો વારસો તેમના પિતા અને દાદા પાસેથી મળેલો. દાદા ભાવનગરના રાજા ભાવસિંહજીના દરબારના રાજગવૈયા હતા. તેમને કોઈ પરંપરાપ્રાપ્ત ગુરુ નહોતા. સંગીતની પ્રાથમિક તાલીમ તેમણે સંગીતજ્ઞ પિતા…
વધુ વાંચો >અંબિકા (નદી)
અંબિકા (નદી) : દક્ષિણ ગુજરાતની એક મહત્વની નદી. ડાંગ જિલ્લામાં સાપુતારાની ટેકરીઓમાંથી નીકળીને આ નદી વઘઈ અને ચીખલીની ઉત્તરે થઈ ગણદેવી નજીક ખંભાતના અખાતને મળે છે. આ નદીની લંબાઈ આશરે 64.36 કિમી. જેટલી છે. ધરમપુરના ડુંગરમાંથી નીકળતી ખરેરા નદી બીલીમોરા પાસે આ નદીને મળે છે. દક્ષિણ ગુજરાતના ડાંગર અને શેરડી…
વધુ વાંચો >અંબિકાપુર
અંબિકાપુર : ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 230 07’ ઉ. અ. અને 830 12’ પૂ. રે. તે સરગુજા અને વિશ્રામપુર એ બે નામોથી પણ પ્રસિદ્ધ છે. મધ્ય પ્રદેશના સરગુજા જિલ્લાનું આ મુખ્ય મથક હોવાથી તેનો સ્વાભાવિક વિકાસ થયો છે. રસ્તાથી તે ધર્મજયગૃહ અને પટણા સાથે જોડાયેલું છે.…
વધુ વાંચો >અંબેર
અંબેર : રાજસ્થાન રાજ્યમાંની પ્રાચીન ઐતિહાસિક નગરી. ‘ગુલાબી નગર’ની ઉપમા પામેલ જયપુરથી 8 કિમી. પૂર્વમાં આ અતિપ્રાચીન અને જૂનું રાજધાનીનું શહેર આવેલું છે. ભગવાન શિવના નામ ‘અંબિકેશ્વર’ અથવા ‘અંબરીષ’ ઉપરથી આ શહેરનું નામ આમેર કે અંબેર પડેલું હશે તેમ માનવામાં આવે છે. ઈ.સ. બારમી સદીની મધ્યમાં કછવાહા રાજપૂતોએ આ શહેર…
વધુ વાંચો >અંબોપદેશમ્
અંબોપદેશમ્ : ઓગણીસમી સદીના મલયાળમ કાવ્યસાહિત્યનો વિશિષ્ટ પ્રકાર. એમાં નામ પ્રમાણે અંબા એટલે દાદીમા એની પૌત્રીને ઉત્કૃષ્ટ ગણિકા બનવાનું યોગ્ય માર્ગદર્શન આપે છે. આ પ્રકારનાં કાવ્યો છેક અગિયારમી સદીથી માંડીને ઓગણીસમી સદીના અંત સુધી અનેક કવિઓએ આ ભાષામાં રચ્યાં છે. બધાં કાવ્યો વસંતતિલકાવૃત્તમાં જ લખાયાં છે એ આ કાવ્યપ્રકારની વિશેષતા…
વધુ વાંચો >અંશુવર્માનો સંવત
અંશુવર્માનો સંવત : જુઓ, સંવત
વધુ વાંચો >આઇ. એસ. ઈ. ઈ.
આઇ. એસ. ઈ. ઈ. (ISEE) (International Sun-Earth Explorer) : ‘ઇન્ટરનૅશનલ સન-અર્થ એક્સપ્લૉરર’ અથવા ISEE શ્રેણીના ત્રણ ઉપગ્રહો ‘ઇન્ટરનૅશનલ મૅગ્નેટોસ્ફિયર સ્ટડી’ના એક ભાગ રૂપે તૈયાર કરવામાં આવ્યા હતા. ISEE-1 અને -3 ‘નાસા’ દ્વારા અને ISEE-2 ‘ESA’ (European Space Agency) દ્વારા બનાવવામાં આવ્યા હતા. 1977-78 દરમિયાન આ ત્રણે ઉપગ્રહો પ્રક્ષેપિત કરવામાં આવ્યા…
વધુ વાંચો >આઇકેનડૉર્ફ, જોસેફ
આઇકેનડૉર્ફ, જોસેફ (જ. 10 માર્ચ 1788, રટિબૉર, પ્રશિયા; અ. 26 નવેમ્બર 1857, પ્રશિયા) : જર્મન કવિ અને નવલકથાકાર. સિલેસિયન અમીર કુટુંબમાં જન્મ. 1807માં હાઇડલબર્ગમાં કાયદાનો અભ્યાસ કરતાં કરતાં પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કરેલો, જેનાથી રંગદર્શી કવિઓમાં એમની ગણના થઈ. બર્લિનમાં 1809-10 દરમિયાન આગળ અભ્યાસ કરતાં રંગદર્શી રાષ્ટ્રીય આંદોલનના નેતાઓને તે મળ્યા.…
વધુ વાંચો >આઇકમાન, ક્રિસ્ટિયાન (Eijkman, Christiaan)
આઇકમાન, ક્રિસ્ટિયાન (Eijkman, Christiaan) (જ. 1 ઑગસ્ટ 1858, નિજકર્ક, નેધરલૅન્ડ્ઝ; અ. 5 નવેમ્બર 1930, યૂટ્રેક્ટ) : ફ્રેડરિક હૉપ્કિન્સ સાથે 1929નો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સુપ્રસિદ્ધ ફિઝિશિયન અને પેથોલૉજિસ્ટ. તેમને મેડિકલ ડિગ્રી ઍમ્સ્ટર્ડેમ યુનિવર્સિટી(1883)માંથી મળી હતી. 1886માં બેરીબેરીનું કારણ શોધવા તેઓ જાવા ગયા હતા. આઇકમાને 1896માં નેધરલૅન્ડ્ઝ આવી, પબ્લિક હેલ્થ ઍન્ડ…
વધુ વાંચો >આઇક્માન ખટલો
આઇક્માન ખટલો : જર્મન સરમુખત્યાર હિટલરના એક અમલદાર સામે ચાલેલો ખટલો. આઇક્માને હિટલરના આદેશથી સેંકડો યહૂદીઓને મારી નાખ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી વિજેતા સાથી રાજ્યોએ ન્યૂરેમ્બર્ગ અને ટોકિયોમાં માનવજાત વિરુદ્ધના આવા ગુનાઓ માટે યુદ્ધખોરો પર ખટલા ચલાવ્યા હતા, પરંતુ આઇક્માન આર્જેન્ટીનામાં સંતાઈ ગયો હતો, તેથી તે વખતે તે બચી ગયો…
વધુ વાંચો >આઇગન, માનફ્રેડ
આઇગન, માનફ્રેડ (જ. 9 મે 1927, બોકમ, જર્મની, અ. 6 ફેબ્રુઆરી 2019, ગોટીનજન, જર્મની) : જર્મન વૈજ્ઞાનિક. અતિ ઝડપી રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસ બદલ તેમને 1967માં રૉનાલ્ડ નોરીશ અને જ્યૉર્જ પૉર્ટર સાથે રસાયણશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. તેમણે ગટિંગન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1951માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તે જ વર્ષમાં…
વધુ વાંચો >