અંબોપદેશમ્

February, 2001

અંબોપદેશમ્ : ઓગણીસમી સદીના મલયાળમ કાવ્યસાહિત્યનો વિશિષ્ટ પ્રકાર. એમાં નામ પ્રમાણે અંબા એટલે દાદીમા એની પૌત્રીને ઉત્કૃષ્ટ ગણિકા બનવાનું યોગ્ય માર્ગદર્શન આપે છે. આ પ્રકારનાં કાવ્યો છેક અગિયારમી સદીથી માંડીને ઓગણીસમી સદીના અંત સુધી અનેક કવિઓએ આ ભાષામાં રચ્યાં છે. બધાં કાવ્યો વસંતતિલકાવૃત્તમાં જ લખાયાં છે એ આ કાવ્યપ્રકારની વિશેષતા છે. પ્રથમ ‘અંબોપદેશમ્’ વેનમાની નામ્બુદ્રિપાદમાં મળે છે. તે પછી આ બીજા જાણીતા અંબોપદેશમની રચના થઈ હતી. ઓગણીસમી સદીમાં તો લગભગ બધા જ મહત્વના કવિઓએ આ પ્રકારનો પ્રયોગ કરેલો છે.

અક્કવુર નારાયણન્