૧.૨૦

અર્ધચંદ્રાકાર ઢૂવાથી અલંકાર સંપ્રદાય

અર્લી બર્ડ

અર્લી બર્ડ (Early Bird) : અંતરીક્ષયાનો અને ઉપગ્રહોના પ્રારંભિક તબક્કાઓમાં અમેરિકા દ્વારા 1965 અને 1966 દરમિયાન સફળતાપૂર્વક છોડવામાં આવેલા દૂરસંચાર માટેના ઉપગ્રહ. દૂરસંચાર માટે ઇકો (Echo–1) જેવા અક્રિય પરાવર્તક (passive reflector) ઉપગ્રહ પછી 1962 અને 1963 દરમિયાન ટેલસ્ટાર(Telstar)–1 અને 2 જેવા સક્રિય ઉપગ્રહો દીર્ઘવૃત્તીય (eliptical) ભ્રમણકક્ષામાં તરતા મુકાયા હતા. તેમાં…

વધુ વાંચો >

અર્વાચીન કવિતા

અર્વાચીન કવિતા (1946) : ગુજરાતી કવિ સુન્દરમનો વિવેચનગ્રંથ. 1946ના શ્રેષ્ઠ પુસ્તક તરીકે તેને મહિડા પારિતોષિક પ્રાપ્ત થયેલું. 1845થી1945 સુધીની ગુજરાતી કવિતાની રૂપરેખા આ ગ્રંથમાં આલેખાઈ છે. 257 લેખકો અને તેમની કૃતિઓનું ઐતિહાસિક સાતત્ય જાળવીને અવલોકન કર્યું છે. કાવ્યપ્રવાહમાં દરેક કવિની સર્જકતાનું મૂલ્યાંકન રસદૃષ્ટિએ કર્યું છે. અર્વાચીન કવિતાના બે પ્રવાહો –…

વધુ વાંચો >

અર્વાચીન રચના

અર્વાચીન રચના (holocene systemrecent) : અર્વાચીન સમય દરમિયાન થયેલી ભૂસ્તરીય રચના. અંગ્રેજી નામાભિધાન holoceneની વ્યુત્પત્તિ કરતાં holos એટલે complete–પૂર્ણ અને cene એટલે recent–અર્વાચીન, આ બંને મળીને ‘પૂર્ણ અર્વાચીન’ના ભાવાર્થ રૂપે અર્વાચીન શબ્દપ્રયોગ થાય છે. ભૂસ્તરીય કાળગણના (geochronology) માટે તૈયાર કરાયેલા સ્તરવિદ્યાત્મક સ્તંભ(stratigraphic column)નો સૌથી છેલ્લો સમયગાળો એટલે અર્વાચીન સમય અને…

વધુ વાંચો >

અર્શ (આયુર્વેદ)

અર્શ (આયુર્વેદ) : ગુદાની વલીઓમાં ઉત્પન્ન થતા માંસાંકુરોને લીધે થતો કષ્ટદાયક રોગ. ગુદમાર્ગનો અવરોધ થતાં અપાનવાયુ અને મળપ્રવૃત્તિની રુકાવટ થાય છે, જે પ્રતિલોમ પામીને વ્યાનવાયુ સાથે ભળી જઈ તે વ્યક્તિનો જઠરાગ્નિ મંદ કરી નાખે છે. મંદાગ્નિ થતાં તેમાંથી આમની વૃદ્ધિ થાય છે અને આહાર રસ દ્વારા ધાતુઓને સમ્યક્ પોષણ મળતું…

વધુ વાંચો >

અર્સ દેવરાજ

અર્સ, દેવરાજ (જ. 20 ઑગસ્ટ 1915, મૈસૂર, કર્ણાટક; અ. 6 જૂન 1982, બૅંગાલુરુ, કર્ણાટક) : કર્ણાટક રાજ્યના અગ્રણી રાજકીય નેતા તથા પૂર્વ મુખ્ય પ્રધાન. રાજ્યના મૈસૂર જિલ્લાના હાંસુર તાલુકાના કલ્લાહાલીના વતની. કુટુંબનો પરંપરાગત વ્યવસાય ખેતી, તેથી મૈસૂર વિશ્વવિદ્યાલયમાંથી બી.એસસી.ની પદવી પ્રાપ્ત કર્યા પછી કુટુંબના વ્યવસાયમાં જોડાવાના હેતુથી વતન પાછા ફર્યા,…

વધુ વાંચો >

અલ ઓરટર

અલ ઓરટર (જ. 19 સપ્ટેમ્બર 1936. ન્યૂયોર્ક, યુ.એસ.; અ. 1 ઑક્ટોબર 2007, ફ્લોરિડા, યુ.એસ.) : યુ.એસ.નો ચક્રફેંકનો ખેલકૂદવીર. તેણે ચાર ઑલિમ્પિક્સમાં સતત સુવર્ણચંદ્રક જીતીને ઑલિમ્પિક્સનો અમેરિકા માટે નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો. ન્યૂયૉર્ક સ્ટેટના લૉગ આઇલૅન્ડમાં ઇલેક્ટ્રિક ડેટા પ્રોસેસિંગના સિસ્ટમ એનાલિસ્ટ તરીકે આઠ કલાકની કામગીરી બજાવ્યા પછી શારીરિક ચુસ્તતા માટે વ્યાયામ…

વધુ વાંચો >

અલક (અલટ – અલ્લટ)

અલક (અલટ, અલ્લટ) (અગિયારમી સદી) : ‘કાવ્યપ્રકાશ’ના સહલેખક મનાતા વિદ્વાન. ‘કાવ્યપ્રકાશ’ સંસ્કૃત અલંકારશાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. એના રચયિતા મમ્મટ તો છે જ, પણ તે સાથે સહલેખક તરીકે ‘અલક’ છે તેવું વિધાન ‘કાવ્યપ્રકાશ’ની ‘સંકેત’ ટીકાના લેખક માણિક્યચંદ્ર તથા કાશ્મીરી વિદ્વાન રાજાનક આનંદ જેવા કરે છે. આ રીતે કાવ્યપ્રકાશના બે લેખકો છે.…

વધુ વાંચો >

અલકનંદા

અલકનંદા (1967) : આસામનાં અર્વાચીન રહસ્યવાદી કવયિત્રી  નલિનીબાલાદેવી(1899-1977)નો છઠ્ઠો કાવ્યસંગ્રહ. 1968માં એમને આ પુસ્તક માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થયો હતો. યૌવનના ઉંબરે પ્રવેશતાં જ વિધવા થયેલાં નલિનીબાલાને ગીતા અને ઉપનિષદે, શંકરદેવના વૈષ્ણવ સાહિત્યે તથા રવીન્દ્રનાથની કવિતાએ ધૃતિ આપીને એમના જીવનમાં પ્રેરણાનું સિંચન કર્યું હતું. આ સંગ્રહમાંની કવિતામાં એમણે પ્રત્યેક…

વધુ વાંચો >

અલકનંદા (નદી)

અલકનંદા (નદી) : ભારતની પવિત્ર નદીઓમાંની એક નદી. તે ઉત્તરપ્રદેશના ગઢવાલ-હિમાલય પ્રદેશમાંની ગંગા નદીની ઉપનદી છે. કામેટ શિખર પરથી વહેતી વિષ્ણુગંગા (જે ધૌલી નામથી પણ એ વિસ્તારમાં ઓળખાય છે.) અને સરસ્વતી – આ બે નદીઓનો સંગમ જોશીમઠ પાસે થાય છે અને ત્યારબાદ તે અલકનંદા નામથી ઓળખાય છે. અલકનંદા જ્યારે કર્ણપ્રયાગ…

વધુ વાંચો >

અલકેશ્વરી (રૂપભવાની)

અલકેશ્વરી (રૂપભવાની) (જ. 1621, શ્રીનગર; અ. 1721) : કાશ્મીરની પ્રસિદ્ધ મધ્યકાલીન સંત કવયિત્રી. પિતા માધવધર સંસ્કૃતના પંડિત. બાળપણથી જ પિતા પાસે આધ્યાત્મિક શિક્ષણ લીધું, પછી વર્ષો સુધી યોગસાધના કરી. યોગિનીઓની પરંપરામાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું. એમણે જે પદો લખ્યાં છે, તે કાશ્મીરી ‘વખ્ખ’ પ્રકારનાં છે. એમાં એમણે અગમનિગમને ઋજુતાથી ગાયો…

વધુ વાંચો >

અર્ધચંદ્રાકાર ઢૂવા

Jan 20, 1989

અર્ધચંદ્રાકાર ઢૂવા (barchans) (રેતીના) : તુર્કસ્તાનમાં ‘બાર્કાન્સ’ તરીકે ઓળખાતા રેતીના અર્ધચંદ્રાકાર ઢૂવા. દુનિયામાં જ્યાં જ્યાં રણપ્રદેશો આવેલા છે ત્યાં ક્યારેક એકાકી, છૂટાછવાયા જોવા મળતા એકમો તરીકે અથવા લાંબી હારમાળામાં ગોઠવાયેલા જૂથ સ્વરૂપે અથવા આજુબાજુએ એકમેકથી સંકળાયેલી શ્રેણી સ્વરૂપે રેતીના ઢૂવા મળી આવે છે. દૂરથી નિહાળતાં ઢૂવાનું સ્થળદૃશ્ય અસમાન રચનાવાળું અર્ધચંદ્રાકાર…

વધુ વાંચો >

અર્ધનારીશ્વર

Jan 20, 1989

અર્ધનારીશ્વર : હિંદુ ધર્મ અનુસાર અડધું પુરુષનું અને અડધું સ્ત્રીનું એવું શિવનું એક સ્વરૂપ. નર-નારીના સંયુક્ત દેહની કલ્પનામાંથી આ રૂપાંકન આકાર પામ્યું છે. વિશ્વને જન્મ આપનાર સુવર્ણઅંડનાં બે અડધિયાં સ્ત્રી અને પુરુષ છે. વૈદિક સાહિત્યમાં એમને દ્યાવા-પૃથિવી કહ્યાં છે, જે વિરાટ સૃષ્ટિનાં આદિ માતા-પિતા છે. (द्यौः पिता पृथिवी माता). એમને…

વધુ વાંચો >

અર્ધનેમિનાથ પુરાણ

Jan 20, 1989

અર્ધનેમિનાથ પુરાણ (બારમી સદી) : નેમિચંદ્રરચિત પ્રાચીન કન્નડ કાવ્ય. બાવીસમા જૈન તીર્થંકર નેમિનાથના જીવન પર રચાયેલું આ ચમ્પૂશૈલીનું કાવ્ય છે. મૂળ કથામાં કવિએ વસુદેવાચ્યુત તથા કંદર્પની કથા પણ જોડી દીધી છે. આ કાવ્ય અધૂરું જ મળે છે. કંસવધ સુધીની કથા મળે છે. તે પછીનો ભાગ મળતો નથી. એમ મનાય છે,…

વધુ વાંચો >

અર્ધપ્રતિજન

Jan 20, 1989

અર્ધપ્રતિજન (hapten) : પ્રતિદ્રવ્ય સાથે જોડાઈને પ્રતિજન–પ્રતિદ્રવ્ય પ્રક્રિયા દર્શાવતા પરંતુ પ્રાણી-શરીરમાં દાખલ કર્યા બાદ પ્રતિદ્રવ્યનું નિર્માણ પ્રેરવાને અસમર્થ હોય તેવા પદાર્થો. 1921માં કાર્લ લેન્ડસ્ટીનર નામના વિજ્ઞાનીએ અર્ધપ્રતિજન શબ્દની રજૂઆત કરી. અર્ધપ્રોટીન, વિવિધ પ્રોટીન રૂપાંતરણો, કાર્બોહાઇડ્રેટ ચરબી. સૌંદર્યપ્રસાધનો તથા વિવિધ ઔષધો અર્ધપ્રતિજન તરીકે કાર્ય કરે છે. અર્ધપ્રતિજનને વાહક અણુ (carrier molecule)…

વધુ વાંચો >

અર્ધમાગધી કોશ

Jan 20, 1989

અર્ધમાગધી કોશ (1923-1938) : સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પર્યાયો આપતો અર્ધમાગધી ભાષાનો કોશ. જૈન મુનિ રત્નચંદ્રજીએ રચેલો અને શ્વેતામ્બર સ્થાનકવાસી કૉન્ફરન્સ, ઇન્દોર દ્વારા પાંચ ભાગમાં પ્રકાશિત થયેલો છે. પ્રથમ ચાર ભાગમાં અર્ધમાગધી ભાષામાં રચાયેલાં 11 અંગો, 12 ઉપાંગો, 6 છેદસૂત્રો, 4 મૂળસૂત્રો અને 7 પ્રકીર્ણકો એટલા આગમગ્રંથો ઉપરાંત કર્મગ્રંથો,…

વધુ વાંચો >

અર્ધરૂપતા

Jan 20, 1989

અર્ધરૂપતા (hemihedrism or hemimorphism) : પૂર્ણરૂપતાવાળા સ્ફટિકોમાં હોઈ શકે તેનાથી ફલકોની અડધી સંખ્યા ધરાવતા સ્ફટિકોની વિશિષ્ટતા. ખનિજ-સ્ફટિકો સામાન્ય રીતે વિવિધ પ્રકારના સ્વરૂપસમૂહોથી બંધાયેલા હોય છે. સ્ફટિકસ્વરૂપોની આ ઘટનામાં ત્રણ પ્રકારો જોવા મળે છે : પૂર્ણરૂપતા, અર્ધરૂપતા અને ચતુર્થાંશરૂપતા. સામાન્યત: સ્ફટિક-સમમિતિના સંદર્ભમાં જોતાં સ્ફટિક-અક્ષ કે સમતા-અક્ષને બંને છેડે એકસરખાં પૂર્ણ સ્વરૂપો…

વધુ વાંચો >

અર્ધલશ્કરી દળો

Jan 20, 1989

અર્ધલશ્કરી દળો : દેશની આંતરિક શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરતાં સશસ્ત્ર દળો. દેશના સંરક્ષણની જવાબદારી ઉઠાવતા લશ્કર (જેમાં પાયદળ, હવાઈ દળ તથા નૌકાદળનો સમાવેશ થાય છે) ઉપરાંત અર્ધલશ્કરી દળો પણ દેશમાં અગત્યનું સ્થાન ધરાવે છે અને વિવિધ પ્રકારની ફરજો અદા કરે છે. સરકારને તેની જરૂરિયાત જણાતાં ભારતમાં આવાં દળોની…

વધુ વાંચો >

અર્ધવાહક પ્રયુક્તિઓ

Jan 20, 1989

અર્ધવાહક પ્રયુક્તિઓ (Semiconductor devices) અર્ધવાહક દ્રવ્યોમાંથી બનાવેલ ઇલેક્ટ્રૉનિક પરિપથ(circuit)ના ઘટકો. વિવિધ પ્રકારનાં અર્ધવાહક દ્રવ્યો તથા વિવિધ પ્રક્રિયાઓ (processes) દ્વારા અનેક પ્રકારની અર્ધવાહક પ્રયુક્તિઓ શક્ય છે. સામાન્ય વપરાશમાં પ્રચલિત પ્રયુક્તિઓનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે : ડાયોડ, 2. ટ્રાન્ઝિસ્ટર, 3. થાઇરિસ્ટર, 4. પ્રકાશવિદ્યુત (photoelectric) અથવા ઑપ્ટોઇલેક્ટ્રૉનિક પ્રયુક્તિઓ. ડાયોડ : અર્ધવાહક ડાયોડ બનાવવામાં…

વધુ વાંચો >

અર્ધવાહકો

Jan 20, 1989

અર્ધવાહકો (Semi-conductors) સુવાહકો (good conductors) અને અવાહકો (bad conductors or insulators) વચ્ચેની વાહકતા ધરાવનાર પદાર્થો. વૈદ્યુત (electrical) ગુણધર્મોમાં વિદ્યુત-વાહકતા ઘણી અગત્યની છે. મોટાભાગની ધાતુઓ સુવાહક હોય છે. તેમની વીજ-પ્રતિરોધકતા (resistivity) 10-6 ઓહ્મ-સેમી.થી ઓછી હોય છે. વિદ્યુત-ઉપકરણો(appliances)માં વપરાતા તાંબાની પ્રતિરોધકતા 1.7 × 10-6 ઓહ્મ-સેમી. છે. આથી વિરુદ્ધ જે પદાર્થોની પ્રતિરોધકતા 105…

વધુ વાંચો >

અર્ધશતાબ્દિર ઓડિસા રે મોર સ્થાન

Jan 20, 1989

અર્ધશતાબ્દિર ઓડિસા રે મોર સ્થાન (1958) : પ્રસિદ્ધ ઊડિયા લેખક ગોદાવરીશ મિશ્રની આત્મકથા. તેમાં એમણે ઓરિસાના રાજકીય અને સામાજિક, સાંસ્કૃતિક પરિવેશને મધ્યમાં રાખીને પોતાના જીવનઘડતરનું નિરૂપણ કર્યું છે. પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘‘શું લખું ? મારા જીવનમાં રોમાંચકારી ઘટનાઓ જ નથી. મારું લખાણ વિશાળ પ્રમાણમાં ન હોવા છતાં, એ અતિઅલ્પ પણ…

વધુ વાંચો >