૧.૧૧

અન્શાનથી અપરિગ્રહ (1)

અન્શાન

અન્શાન : ચીનની ઉત્તરે પીળા સમુદ્રના કિનારે આવેલું ઔદ્યોગિક શહેર. લાયાઓનિંગના ચાંગમા–ઈશાનની તળેટીમાં આવેલું આ શહેર ચીનનું સૌથી મોટું લોખંડ-ઉદ્યોગનું કેન્દ્ર છે. મંચુરિયાના ઔદ્યોગિક પ્રદેશમાં આવેલું હોવાથી ખનિજસંપત્તિ અને સંચાલનશક્તિ પરત્વે સરકારની પ્રોત્સાહક નીતિને કારણે તે વિશાળ ઔદ્યોગિક સંકુલ બનેલ છે. ખાસ કરીને અન્શાનના આ ઔદ્યોગિક પ્રદેશની ગણના વિશ્વના સૌથી…

વધુ વાંચો >

અન્સાર

અન્સાર : હિજરત (ઈ. સ. 622) પછી હઝરત મુહમ્મદ સાહેબ અને મક્કાથી આવનારા મુસ્લિમ નિરાશ્રિતોને સહાય કરનારા મદીનાના મુસ્લિમો. પવિત્ર કુરાનમાં અન્સાર (સહાયક) અને મુહાજિર-(નિરાશ્રિત)નો ઉલ્લેખ છે અને લોકોને સહાયવૃત્તિ દાખવીને અન્સારોનું અનુકરણ કરવાનો ઉપદેશ કરવામાં આવ્યો છે. મદીનામાં અન્સાર અને મુહાજિર એમ મુસ્લિમોના બે વર્ગ હતા. પયગંબર સાહેબે તેમનામાં…

વધુ વાંચો >

અન્સારી, અસલૂબ એહમદ

અન્સારી, અસલૂબ એહમદ (જ. 1925, દિલ્હી; અ. 2 મે 2016, અલીગઢ) : ઉર્દૂના નામી વિવેચક. તેમનો ‘ઇકબાલ કી તેરહ નઝમે’ નામના વિવેચનગ્રંથને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. તથા એમ.એ.ની બંને પરીક્ષામાં સૌપ્રથમ ક્રમે રહ્યા હતા. ત્યારબાદ ઑક્સફર્ડ યુનિવર્સિટીની ‘ઑનર સ્કૂલ ઑવ્ ઇંગ્લિશ…

વધુ વાંચો >

અન્સારી નુરૂલ હસન

અન્સારી, નુરૂલ હસન (જ.  અ. 1987) : ફારસી ભાષાસાહિત્યના પ્રસિદ્ધ વિદ્વાન. એમ.એ., પીએચ.ડી.ની ઉપાધિઓ ભારતમાં પ્રાપ્ત કરીને વધુ ઉચ્ચ અભ્યાસ માટે ઈરાન ગયા. ત્યાંથી ડી. લિટ્.ની ઉપાધિ મેળવી. તેઓ દિલ્હી યુનિ.ના ફારસી ભાષાસાહિત્ય વિભાગના વડા હતા. અખિલ ભારતીય ફારસી સભાના અત્યંત સક્રિય અને નિષ્ઠાવાન સેક્રેટરી હતા. આ સભા તરફથી ‘બિયાઝ’…

વધુ વાંચો >

અન્સારી, મુખ્તાર અહમદ (ડૉ.)

અન્સારી, મુખ્તાર અહમદ (ડૉ.) (જ. 25 ડિસે. 1880, યુસૂફપુર. ઉત્તરપ્રદેશ; અ. 10 મે 1936, ન્યુ દિલ્હી) : ભારતના એક રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા. પિતાનું નામ હાજી અબ્દુલ રહેમાન અને માતાનું નામ ઇલ્હાનબીબી. લગ્ન 1899માં શમ્સુન્નિસા બેગમ સાથે થયેલું. મદ્રાસ મેડિકલ કૉલેજના સ્નાતક થયા બાદ તેઓ નિઝામ સ્ટેટ શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ…

વધુ વાંચો >

અન્સારી, મોહમ્મદ હમિદ

અન્સારી, મોહમ્મદ હમિદ (જ. 1 એપ્રિલ 1937, કોલકાતા) : ઑગસ્ટ, 2007થી ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ અને ડિપ્લોમેટ, શિક્ષણકાર અને લેખક. તેમના દાદા એમ. એ. અન્સારી 1927માં કૉંગ્રેસ પ્રમુખ હતા. આમ પરાપૂર્વથી આ કુટુંબ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં સક્રિય હતું. તેમણે ઉચ્ચ શિક્ષણ સેંટ ઝેવિયર્સ કૉલેજ કોલકાતા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે મેળવ્યું. 1961માં ભારતીય…

વધુ વાંચો >

અન્સારી, હયાતુલ્લા

અન્સારી, હયાતુલ્લા (જ. 1912, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 18 ફેબ્રુઆરી 1999) : પ્રગતિશીલ ઉર્દૂ વાર્તા-ઉપન્યાસના લેખક. તેમની એક વાર્તા ‘આખિરી કોશિશ’ બહુ જાણીતી છે. તેમને નાનપણથી જ ગરીબી અને શોષણનો અનુભવ હતો. માર્ક્સવાદી વિચારધારાથી તેઓ ખૂબ જ પ્રભાવિત હતા. પરંતુ ગાંધીવિચાર પણ તેમને એટલો જ સ્પર્શી ગયો હતો. તેમની સાહિત્યિક રચનાઓમાં…

વધુ વાંચો >

અપકૃત્યનો કાયદો

અપકૃત્યનો કાયદો વ્યક્તિ કે મિલકતને નુકસાન કરતાં કૃત્યો પરત્વે ઘડવામાં આવેલો કાયદો. ભારતમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં વ્યક્તિની પોતાના હક વિશે ઓછી સભાનતા હતી, તે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ઘણી વધી હતી. ઉદ્યોગીકરણ, ઝડપી વાહન-વ્યવહાર, સંદેશાની આપ-લેનાં ઝડપી સાધનો, સામાજિક તથા આર્થિક ઉન્નતિ માટેના સમાજકલ્યાણના કાયદાઓ અને શિક્ષણના પ્રસારણને પરિણામે આ જાગૃતિનું પ્રમાણ વધતું…

વધુ વાંચો >

અપકેન્દ્રી પંપ

અપકેન્દ્રી પંપ : તરલ(fluid)ને ત્રિજ્યાની દિશામાં બહારની તરફ પ્રવેગ આપવા માટેની યાંત્રિક રચના. બધા પ્રકારના પંપો કરતાં અપકેન્દ્રી પંપ વડે તરલના વધુ જથ્થાની હેરફેર થઈ શકે છે. આ પ્રકારના પંપો તરલના થડકારરહિત અસ્ખલિત પ્રવાહ, મોટી ક્ષમતા માટેની અનુકૂળતા, સરળ સંચાલન અને ઓછી કિંમતને કારણે સામાન્ય રીતે પસંદ કરવામાં આવે છે.…

વધુ વાંચો >

અપકેન્દ્રી બળ

અપકેન્દ્રી બળ (centrifugal force) : કેન્દ્રની આસપાસ કોઈ પદાર્થ-કણને ફરતો રાખનાર અભિકેન્દ્રી (centripetal) બળના જેટલું, પણ વિરુદ્ધ દિશામાં પ્રવર્તતું કાલ્પનિક (fictitious) બળ. વર્તુળમય પથ ઉપર ગતિ કરતા પદાર્થકણને તેના ગતિપથ ઉપર જકડી રાખતા કેન્દ્ર તરફ પ્રવર્તતા બળને અભિકેન્દ્રી બળ કહે છે. ધારો કે m દ્રવ્યમાનનો એક પદાર્થકણ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર ગતિપથ…

વધુ વાંચો >

અપરિગ્રહ (1)

Jan 11, 1989

અપરિગ્રહ (1) : પરિગ્રહની સમાપ્તિ. પરિગ્રહનો શાબ્દિક અર્થ ‘ગ્રહ’ અર્થાત્ ગ્રહણ અથવા સંગ્રહ અને ‘પરિ’ અર્થાત્ એનાથી ઘેરાઈ જવું. અપરિગ્રહ એ બહુ સૂક્ષ્મ વાત છે. કોઈને એમ લાગે કે વસ્તુ રાખવામાં શું પાપ છે તે અપરિગ્રહને વ્રતમાં સ્થાન આપી દીધું ? સંગ્રહપ્રવૃત્તિની પાછળ લોભ, લાલચ અને ભૌતિક ભોગની ભાવના રહેલી…

વધુ વાંચો >