અન્સારી નુરૂલ હસન

January, 2001

અન્સારી, નુરૂલ હસન (જ.  અ. 1987) : ફારસી ભાષાસાહિત્યના પ્રસિદ્ધ વિદ્વાન. એમ.એ., પીએચ.ડી.ની ઉપાધિઓ ભારતમાં પ્રાપ્ત કરીને વધુ ઉચ્ચ અભ્યાસ માટે ઈરાન ગયા. ત્યાંથી ડી. લિટ્.ની ઉપાધિ મેળવી. તેઓ દિલ્હી યુનિ.ના ફારસી ભાષાસાહિત્ય વિભાગના વડા હતા. અખિલ ભારતીય ફારસી સભાના અત્યંત સક્રિય અને નિષ્ઠાવાન સેક્રેટરી હતા. આ સભા તરફથી ‘બિયાઝ’ નામનું સામયિક પણ તેઓ પ્રકાશિત કરતા હતા. પોતાના ગુરુ ડૉ. આબિદીની જેમ તેમણે પણ ભારતીય ફારસી સાહિત્ય વિશે પ્રમાણભૂત લેખો લખેલા છે. ‘મઆસિરે મહમુદશાહી’, ‘વકાયેએને અમાનખાને આલી’, ‘ફારસી કી દિલકશ દાસ્તાન’, ‘દસ્તૂરે ઝુબાને ફારસી’ જેવાં પુસ્તકો એમણે લખ્યાં છે.

એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી