૧.૦૭
અણુ–પુનર્વિન્યાસથી અર્દષ્ટ
અણુ–પુનર્વિન્યાસ (molecular rearrangement)
અણુ–પુનર્વિન્યાસ (molecular rearrangement) : અણુમાંના પરમાણુ અથવા પરમાણુઓના સમૂહનું સહસંયોજકતાબંધ સહિત સ્થળાંતર (migration) થતું હોય તેવી પ્રક્રિયા. અણુસૂત્રમાં ફેરફાર ન થાય તેવી રીતના પુનર્વિન્યાસમાં સમઘટકો (isomers) ઉત્પન્ન થતા હોવાથી તે સમઘટકીકરણ (isomerisation) તરીકે પણ ઓળખાય છે. સામાન્ય રીતે પુનર્વિન્યાસ વિસ્થાપન (substitution), યોગશીલ (addition) અને વિલોપન (elimination) પ્રક્રિયાના અનુસંધાનમાં થાય છે.…
વધુ વાંચો >અણુભાર (Molecular weight)
અણુભાર (Molecular weight) ઇન્ટરનેશનલ યુનિયન ઑવ્ પ્યોર ઍન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી (IUPAC) પ્રમાણે કાર્બનના સમસ્થાનિક(isotope)(C-12)ના વજનના બારમા ભાગ કરતાં કોઈ પણ પદાર્થનો અણુ કેટલા ગણો ભારે છે તે દર્શાવતો આંક. એક મોલ (Mole) (6.02 × 1023 અણુ) પદાર્થના વજનને ગ્રામ અણુભાર (ગ્રામ મોલ) કહે છે. કોઈ પણ પદાર્થના અણુસૂત્રમાં રહેલાં તત્વોના…
વધુ વાંચો >અણુવક્રીભવન (molar refraction)
અણુવક્રીભવન (molar refraction) : નીચેના સમીકરણ વડે વ્યાખ્યાયિત અને અણુસંરચના ઉપર આધારિત ભૌતિક રાશિ. RM = અણુવક્રીભવન, = પદાર્થનો વક્રીભવનાંક, M = પદાર્થનો અણુભાર, અને ρ = પદાર્થની ઘનતા છે. RM પદાર્થનો વિશિષ્ટ ગુણધર્મ છે અને તેનાં પરિમાણ (dimensions), કદનાં છે. અણુવક્રીભવનનો અર્થ, પદાર્થના એક મોલમાં રહેલ અણુઓનું ખરેખર કદ,…
વધુ વાંચો >અણુવય-રયણ-પઇવ (1256)
અણુવય-રયણ-પઇવ (1256) (સં. અણુવ્રત–રત્ન–પ્રદીપ) : કોઈ જાયસવંશીય કવિ લક્ષ્મણકૃત અપભ્રંશ ભાષાની કાવ્યકૃતિ. કવિ યમુનાતટ પર સ્થિત કોઈ ‘રાયવડ્ડિય’ (રાયવાડી) નામક નગરીનો નિવાસી હતો. તેના પિતાનું નામ સાહુલ અને માતાનું નામ જઈતા હતું. યમુનાતટ પરની જ ચંદવાડ નામે નગરીના ચૌહાણવંશી રાજા આહવમલ્લનો મંત્રી કણ્હ (કૃષ્ણ) કવિનો આશ્રયદાતા અને પ્રેરણાદાતા હતો. પ્રસ્તુત…
વધુ વાંચો >અણુશક્તિ અને વિનાશકતા
અણુશક્તિ અને વિનાશકતા : જુઓ ન્યૂક્લિયર શિયાળો
વધુ વાંચો >અતિઅમ્લતા (hyper-acidity)
અતિઅમ્લતા (hyper-acidity) : પેટમાંની અસ્વસ્થતા દર્શાવતો વિકાર. જનસમાજમાં 40 % લોકોને કોઈ ને કોઈ ઉંમરે અતિઅમ્લતાની તકલીફ થતી હોય છે. દર્દી પેટના ઉપલા ભાગમાં કે છાતીની મધ્યમાં બળતરા, ખાટા ઘચરકા કે ઓડકાર, જમ્યા પછી પેટમાં ભાર લાગવાની અથવા ઊબકા કે ઊલટીની ફરિયાદ કરે છે. આ બધાંને અતિઅમ્લતા, અજીર્ણ કે અપચા…
વધુ વાંચો >અતિ ઉચ્ચ દબાણ ઘટના
અતિ ઉચ્ચ દબાણ ઘટના (ultra high pressure phenomenon) : અતિ ઉચ્ચ દબાણની અસર તળે પદાર્થના ગુણધર્મોમાં થતા ફેરફારો. આધુનિક વિજ્ઞાનમાં દબાણ માપવા માટેનો એકમ બાર (bar) છે. 1 બાર = 106 ડાઇન/સેમી.2 = 0.9869 વાતાવરણ(atmosphere)નું દબાણ; 103 બાર = 1 કિ.બાર (k bar), 106 બાર = 1 મેગાબાર. એકમોની આંતરરાષ્ટ્રીય પ્રણાલી…
વધુ વાંચો >અતિકાયતા – વિષમ
અતિકાયતા, વિષમ (arcromegaly) : અસાધારણ વિકૃતિ દર્શાવતી શરીરવૃદ્ધિ. ખોપરીના પોલાણમાં મગજની નીચે આવેલી પીયૂષિકા (pituitary) ગ્રંથિના અગ્રસ્થખંડ(anterior lobe)માંથી વૃદ્ધિકારક અંત:સ્રાવ (growth hormone) તૈયાર થાય છે, જે સમગ્ર શરીરની વૃદ્ધિ માટે જવાબદાર હોય છે. આ ગ્રંથિના અમ્લગ્રાહી (acidophil) કોષોની અતિવૃદ્ધિને કારણે ઉપર દર્શાવેલ અંત:સ્રાવનું પ્રમાણ વધે છે. હાડકાંની વૃદ્ધિ પૂર્ણ થયા…
વધુ વાંચો >અતિકાયતા – સમ
અતિકાયતા, સમ (gigantism) : અસાધારણ શરીરવૃદ્ધિનો રોગ. પીયૂષિકા (pituitary) ગ્રંથિનો વૃદ્ધિકારક અંત:સ્રાવ (growth hormone) બાળપણમાં હાડકાંની વૃદ્ધિ પરિપૂર્ણ થાય તે પહેલાં વધે તો સમ અતિકાયતા નામનો રોગ થાય છે. તેના અમ્લગ્રાહી (acidophil) કોષોની અતિવૃદ્ધિ કે ગાંઠ (adenoma) દ્વારા વૃદ્ધિકારક અંત:સ્રાવનું ઉત્પાદન વધે છે. હાડકાંની લંબાઈ ખૂબ જ વધે છે અને…
વધુ વાંચો >અતિકૅલ્શિયમતા
અતિકૅલ્શિયમતા (hypercalcaemia) : માનવશરીરમાં યોગ્ય કરતાં વધુ પ્રમાણમાં કૅલ્શિયમ હોવાને કારણે થતો રોગ. માનવશરીરમાંનાં કુલ 24 તત્વોમાં કૅલ્શિયમનું પ્રમાણ પાંચમું સ્થાન ધરાવે છે. કૅલ્શિયમ અને ફૉસ્ફરસ મળીને શરીરના કુલ વજનના 3 ટકા બને છે. આમ 70 કિગ્રા. વજનવાળી વ્યક્તિમાં 1,184 ગ્રામ કૅલ્શિયમ રહેલું છે, જે મુખ્યત્વે હાડકાં અને દાંતની રચનામાં,…
વધુ વાંચો >અતિવૃદ્ધિ
અતિવૃદ્ધિ (hypertrophy) : કોષ કે અવયવના કદમાં થતો વધારો. સામાન્ય સંજોગોમાં કે રોગને કારણે કાર્યમાંગ વધે ત્યારે કોષના કદમાં થતા વધારાને અતિવૃદ્ધિ કહે છે. કોષની સંખ્યા વધતી નથી, પણ તેના ઘટકોની સંખ્યા અને પ્રમાણ વધે છે. આથી અવયવનું કદ પણ વધે છે. સગર્ભાવસ્થામાં ગર્ભાશય અતિવૃદ્ધિ પામે છે. બાળકને ધવરાવતી માતાનું…
વધુ વાંચો >અતિવોલ્ટતા
અતિવોલ્ટતા (over-voltage) : દ્રાવણના વિદ્યુતવિભાજન દરમિયાન વીજધ્રુવના અવલોકિત મૂલ્ય અને તે જ સંજોગોમાં વીજપ્રવાહની ગેરહાજરીમાં વીજધ્રુવના વિભવના ઉષ્માગતિજ (પ્રતિવર્તી) મૂલ્ય વચ્ચેનો તફાવત. તેને અતિવિભવ (overpotential) પણ કહે છે. તેનો એકમ વોલ્ટ છે. દ્રાવણમાંથી હાઇડ્રોજન અને ઑક્સિજન ઉત્પન્ન કરતું વિઘટન વોલ્ટેજ(decomposition potential) કૅથોડ (ઋણધ્રુવ) અને ઍનોડ(ધન ધ્રુવ)ના ગુણધર્મ ઉપર આધાર રાખે…
વધુ વાંચો >અતિવ્યાપ્તિ
અતિવ્યાપ્તિ (over-lap) : સંગતસ્તરશ્રેણી(conformable series)ના ઉપરના સ્તરો તે જ શ્રેણીના નીચેના સ્તરો કરતાં વધુ વિસ્તારમાં પથરાયેલા હોય તે પ્રકારની સંરચના. અતિવ્યાપ્તિ એવી પરિસ્થિતિનો નિર્દેશ કરે છે, જેમાં અધોગમનની ક્રિયાની સાથે સાથે જ નિક્ષેપક્રિયા પણ થતી જતી હોય અને ક્રમશ: વધુ ને વધુ વિસ્તાર આવરી લેવાતો હોય. આ જ કારણે અતિવ્યાપ્તિ…
વધુ વાંચો >અતિસંવેદનશીલતા
અતિસંવેદનશીલતા (hypersensitivity) : બાહ્ય પદાર્થ સામે રક્ષા માટેનો શરીરનો પ્રતિભાવ. તેને અતિપ્રતિગ્રાહ્યતા અથવા ઍલર્જી પણ કહે છે. સૂક્ષ્મ જીવો, પ્રોટીનયુક્ત ખોરાક, પરાગરજ વગેરે તરફ વ્યક્તિઓ અતિસંવેદનશીલ હોઈ શકે. આ પદાર્થો પ્રતિજન (antigen) અથવા ઍલર્જન તરીકે કાર્ય કરે છે. તેમના શરીરમાંના પ્રથમ પ્રવેશને સમયે શરીરમાંનું પ્રતિરક્ષાતંત્ર (immune system) કાર્યરત થાય છે.…
વધુ વાંચો >અતિસાર
અતિસાર (diarrhoea) : વારંવાર થતા પાતળા ઝાડા. દિવસમાં ત્રણથી વધુ, અથવા સામાન્ય ટેવથી વધુ થતા પાતળા ઝાડાને અતિસાર કહે છે. તે રોગ નથી, પણ ઘણા રોગોનું એક લક્ષણ છે. અચાનક શરૂ થઈ, થોડા કલાકો કે દિવસો ચાલતા ઝાડાને ઉગ્ર (acute) અતિસાર કહે છે. સતત કે ફરીફરીને થતા, અઠવાડિયા કે મહિનાઓ…
વધુ વાંચો >અતિસાર યાને પ્રવાહિકા
અતિસાર યાને પ્રવાહિકા (આયુર્વેદ) : રોજિંદી ઝાડે જવાની નિયમિતતાને બદલે વધુ વખત, પીળા-રાતા-સફેદ કે પરુ-લોહીવાળા ઝાડા થવાનું દર્દ. પ્રકારો : આયુર્વેદે અતિસારના કુલ છ પ્રકારો બતાવ્યા છે : 1. વાતાતિસાર (વાયુના ઝાડા), 2. પિત્તાતિસાર (ગરમીનાપિત્તના ઝાડા), 3. કફાતિસાર (શરદી, કફ-જળસના ઝાડા), 4. સંનિપાતાતિસાર (વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષો સાથે…
વધુ વાંચો >અતીતરાગ
અતીતરાગ (nostalgia) : ઘેર જવાની ઝંખના અને તે ઝંખના સાથે જોડાયેલ વિષાદ. ગ્રીક પદ ‘nostos’ એટલે કે ગૃહાગમન અને અન્ય પદ ‘algos’ એટલે કે વ્યથા. તે પરથી સંયુક્ત પદ ‘nostalgia’ (અતીતરાગ) બન્યું છે. આ પ્રથમ સ્તરનો અર્થ છે, પણ આ સાહિત્યિક સંજ્ઞા માનવીના આંતરમનનો નિર્દેશ આપે છે. ફ્રેન્ચ ફિલસૂફ બર્ગસાંએ…
વધુ વાંચો >અતીન્દ્રિયબોધન
અતીન્દ્રિયબોધન : જુઓ, પરામનોવિજ્ઞાન.
વધુ વાંચો >અત્તરસિંઘ
અત્તરસિંઘ (જ. 1 ફેબ્રુઆરી 1932, સાગરી, જિ. રાવલપિંડી) : પંજાબી ભાષાના સાહિત્યવિવેચક. પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢમાં મધ્યયુગીન ભારતીય સાહિત્યના બાબા ફરીદ સ્વાધ્યાયપીઠ(chair)ના પ્રાધ્યાપક. ભારતીય સાહિત્ય અકાદમી, નૅશનલ બુક ટ્રસ્ટ, ભારતીય જ્ઞાનપીઠ વગેરે જેવી રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને સાહિત્યિક સંસ્થાઓ સાથે સલાહકાર તરીકે જોડાયેલા. 1983માં ‘પદ્મશ્રી’નું માન પામ્યા છે. ‘કાવ્યાધ્યયન’ (1959), ‘દૃષ્ટિકોણ’ (1963),…
વધુ વાંચો >અત્તાર
અત્તાર (જ. આશરે 1150-55, નિશાપુર, ઇરાન; અ. આશરે 1221-30, નિશાપુર ઇરાન) : ફારસી ગ્રંથકાર. પૂરું નામ અબૂ તાલિબ અથવા અબૂ હામિદ મોહંમદ બિન અબૂ બક્ર ઇબ્રાહીમ બિન મુસ્તફા બિન શાબાન. ખ્વાજા ફરીદુદ્દીન અત્તાર તરીકે વધારે જાણીતા છે. અત્તાર એટલે અત્તર વેચનાર. કેટલાકના મંતવ્ય પ્રમાણે તેઓ દવાઓ વેચતા હતા અને વૈદ્યનો…
વધુ વાંચો >