૧૯.૧૨

વજાહત, અસ્ઘરથી વનપલાંઠું

વનપલાંઠું

વનપલાંઠું : જુઓ પાણકંદો.

વધુ વાંચો >

વજાહત, અસ્ઘર

Jan 12, 2005

વજાહત, અસ્ઘર (જ. 5 જુલાઈ 1946, ફતેહપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી નાટ્યકાર અને કથાસાહિત્યના લેખક. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ. એ. અને તે જ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે નવી દિલ્હીની  જામિયા મિલિયા ઇસ્માલિયા અને જે. એન. યુનિવર્સિટીમાં હિંદીના સહાયક પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી. 1980-83 દરમિયાન જે. એન. યુનિવર્સિટી ખાતે…

વધુ વાંચો >

વજ્જાલગ્ગ (મુનિ જયવલ્લભ)

Jan 12, 2005

વજ્જાલગ્ગ (મુનિ જયવલ્લભ) : પ્રાકૃત મુક્તકકાવ્યસંગ્રહ. તેમાં અનેક પ્રાકૃત કવિઓની સુભાષિત ગાથાઓ છે. શ્ર્વેતાંબર પરંપરાના જયવલ્લભમુનિએ આ ગ્રંથનું સંકલન કર્યું છે. રત્નદેવગણિએ સં. 1393માં આના પર સંસ્કૃત ટીકા લખી છે. આમાં 795 ગાથાઓ આર્યા છંદમાં છે. તેમાં ધર્મ, અર્થ અને કામનું સુંદર નિરૂપણ છે. આ ગાથાઓ કાવ્ય, સજ્જન, દુર્જન, દૈવ,…

વધુ વાંચો >

વજ્જિસંઘ

Jan 12, 2005

વજ્જિસંઘ : વૈશાલીના લિચ્છવીઓના નેતૃત્વ હેઠળનો 36 ગણરાજ્યોનો સંઘ. તેનો આગેવાન પુષ્કળ રાજકીય વગ ધરાવતો ચેતક હતો. આ સંઘ ઘણો શક્તિશાળી હતો. ગૌતમ બુદ્ધના જીવન દરમિયાન (ઈ. પૂ. છઠ્ઠી સદી) લિચ્છવીઓ વૈશાલીના ગણરાજ્ય ઉપર રાજ્ય કરતા હતા. બૌદ્ધ સાહિત્યમાં અનેક જાતિના લોકોનાં ગણરાજ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વૈશાલીનું શાસન સર્વોચ્ચ…

વધુ વાંચો >

વજ્રચક્ર (calyx)

Jan 12, 2005

વજ્રચક્ર (calyx) : પુષ્પનું સૌથી નીચેનું ચક્ર. વજ્રચક્ર બનાવતાં વજ્રપત્રો (sepals) સામાન્યત: લીલાં હોય છે. તે પુષ્પ કલિકા અવસ્થામાં હોય ત્યારે તેનું રક્ષણ કરે છે. તે કેટલીક વાર ખૂબ જાડું અને સખત હોય છે અને સામાન્ય પર્ણોની જેમ શિરાઓ અને રંધ્ર ધરાવે છે. તે નિયમિત કે અનિયમિત, મુક્ત વજ્રપત્રી (polysepalous)…

વધુ વાંચો >

વજ્રમિત્ર

Jan 12, 2005

વજ્રમિત્ર : મગધનો શુંગ વંશનો રાજા. તે રાજા ઘોષ પછી ગાદીએ આવ્યો. તેણે આશરે ઈ. પૂ. 118થી 109, એટલે નવ વર્ષ રાજ્ય કર્યું. તેના વિષે વધુ માહિતી ઉપલબ્ધ નથી. રામજીભાઈ ઠા. સાવલિયા

વધુ વાંચો >

વજ્રયાન

Jan 12, 2005

વજ્રયાન : બૌદ્ધ ધર્મનો તાન્ત્રિક સંપ્રદાય. તાન્ત્રિક બૌદ્ધ સાધનાનું ઉદભવસ્થાન ધાન્યકટક યા શ્રીપર્વત મનાય છે. તે દક્ષિણમાંથી બંગાળ-બિહારમાં પ્રસરી અને પાલ રાજાઓના સમયમાં ઈસવી સનની આઠમીથી તેરમી શતાબ્દી સુધી ત્યાં વિકસી અને અસ્તિત્વ ધરાવતી રહી. બૌદ્ધ તાન્ત્રિક સાધનાના ત્રણ સંપ્રદાયો છે : વજ્રયાન, કાલચક્રયાન અને સહજયાન. વજ્રયાનના બે મહત્વના ગ્રન્થો…

વધુ વાંચો >

વજ્રસત્વ

Jan 12, 2005

વજ્રસત્વ : બૌદ્ધ ધર્મની પરંપરામાં છઠ્ઠા ધ્યાની બુદ્ધ. વજ્ર એટલે શૂન્ય (void) અને સત્વ એટલે મૂળ પ્રકૃતિ. આમ વજ્રસત્વ એટલે શૂન્ય પ્રકૃતિવાળા ધ્યાની બુદ્ધ. તેઓ અન્ય પાંચેય ધ્યાની બુદ્ધોના પુરોહિત ગણાય છે. એમની ઉપાસના અર્થે સ્વતંત્ર ચૈત્યો બનાવવામાં આવે છે. આ ધ્યાની બુદ્ધની ઉપાસના તાંત્રિકપણે કરાતી હોવાથી તે ઉપાસના જાહેરમાં…

વધુ વાંચો >

વઝીર સિંઘ

Jan 12, 2005

વઝીર સિંઘ (જ. 8 ઑક્ટોબર 1927, અમૃતસર, પંજાબ) : પંજાબી લેખક. તેમણે 1950માં ફિલસૂફીમાં એમ.એ. અને 1970માં પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ 1981-86 દરમિયાન પંજાબ યુનિવર્સિટી, પતિયાળામાં રિલિજસ સ્ટડિઝ વિભાગના પ્રોફેસર અને વડા તરીકે અધ્યાપન-કાર્ય કરીને સેવાનિવૃત્ત થયા. 1982-92 દરમિયાન પંજાબ યુનિવર્સિટીમાં ‘ધ જર્નલ ઑવ્ રિલિજસ સ્ટડિઝ’ના સંપાદક…

વધુ વાંચો >

વઝીરાબાદ

Jan 12, 2005

વઝીરાબાદ : પાકિસ્તાનના લાહોર પ્રાંતના ગુજરાનવાલા જિલ્લામાં આવેલો તાલુકો અને શહેર. તે 32° 27´ ઉ. અ. અને 74° 07´ પૂ. રે. પર આવેલો છે. આ શહેર ચિનાબ નદીની પૂર્વે, લાહોરથી ઉત્તરે 105 કિમી.ને અંતરે આવેલું છે. તે સિયાલકોટ અને ફૈઝલાબાદને સાંકળતા ઉત્તર-પશ્ચિમ રેલમાર્ગ પરનું જંક્શન છે. 1876માં નિર્માણ કરવામાં આવેલો…

વધુ વાંચો >

વઝીરિસ્તાન

Jan 12, 2005

વઝીરિસ્તાન : પાકિસ્તાનના વાયવ્ય સરહદી પ્રાંતના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 33° 00´ ઉ. અ. અને 70° 36´ પૂ. રે.ની આજુબાજુનો 11,326 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કુર્રમ નદી, પૂર્વે ડેરા ઇસ્માઇલખાન, કોહાટ અને બન્નુ જિલ્લા, દક્ષિણે આંતરિક સીમા રચતી ગુમાલ નદી, જ્યારે પશ્ચિમે…

વધુ વાંચો >