૧૬.૧૦

મુલર કાર્લ ઍલેક્સથી મુંબઈ ગુજરાતી નાટક મંડળી શ્રી

મુલર, કાર્લ ઍલેક્સ

મુલર, કાર્લ ઍલેક્સ (જ. 20 એપ્રિલ 1927, બૅસ્લે, સ્વિટ્ઝર્લૅન્ડ) : સિરૅમિક દ્રવ્યમાં અતિવાહકતા(superconductivity)ની શોધ બદલ 1987ના વર્ષનો ભૌતિકશાસ્ત્રના વિષયનો જે. જી. બેડ્નૉર્ઝની ભાગીદારીમાં નોબેલ પુરસ્કાર મેળવનાર સ્વિસ ભૌતિકવિજ્ઞાની. ઝૂરિકના ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(FTH)માં અભ્યાસ કરી 1958માં સ્નાતક થયા. ત્યારબાદ તે ઝૂરિક યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બન્યા. તે પછી 1963થી તેઓ આઇ.બી.એમ. ઝૂરિક…

વધુ વાંચો >

મુલર, પૉલ હર્માન

મુલર, પૉલ હર્માન (જ. 12 જાન્યુઆરી 1899, ઑલ્ટેન, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 12 ઑક્ટોબર 1965, બાઝેલ) : તબીબી અને દેહધાર્મિક વિદ્યાના 1948ના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમને સંધિપાદ (arthopod) જંતુઓ સામે ડી.ડી.ટી એક અસરકારક સંસર્ગજન્ય વિષ છે એવું શોધી કાઢવા માટે આ સન્માન અપાયું હતું. તેઓ સ્વિસ રસાયણવિદ હતા અને બાઝેલ (Basel) ખાતે ભણ્યા…

વધુ વાંચો >

મુલર, હર્માન જોસેફ

મુલર, હર્માન જોસેફ (Muller, Hermann Joseph) (જ. 2 ડિસેમ્બર 1890, ન્યૂયૉર્ક શહેર, યુ.એસ.; અ. 5 એપ્રિલ 1967, બ્લૂમિંગ્ટન, ઇન્ડિયાના, યુ.એસ.) : સન 1946ના તબીબી અને દેહધાર્મિક વિદ્યાના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમણે એક્સ-રેના વિકિરણ વડે જનીનો(genes)માં વિકૃતિ (mutation) આવે છે તેની શોધ કરી હતી. આ ઉપરાંત પણ તેમણે અન્ય અનેક સફળતાઓ મેળવેલી…

વધુ વાંચો >

મુલરોની, બ્રાયન

મુલરોની, બ્રાયન (જ. 20 માર્ચ 1939, બાય-કોમેયુ, ક્વિબેક) : કૅનેડાના રાજનીતિજ્ઞ. તેમણે ક્વિબેકની લૉ કૉલેજમાં કાયદાનો અભ્યાસ કર્યો અને કાયદાના ક્ષેત્રે કારકિર્દીનો પ્રારંભ કર્યો. ત્યારબાદ ઉચ્ચ કક્ષાના વહીવટી અધિકારી તરીકે પોતાની કારકિર્દીનો વિકાસ કર્યો ત્યાં સુધી રાજકીય જીવનમાં પ્રવેશવાનો તેમનો ઇરાદો નહોતો. 1983માં કૅનેડાની પ્રોગ્રેસિવ કન્ઝરવેટિવ પાર્ટીમાં જોડાયા અને સક્રિય…

વધુ વાંચો >

મુલાકાત

મુલાકાત : સામાજિક વિજ્ઞાનોના સંશોધન દરમિયાન માહિતી એકત્ર કરવાની એક પ્રયુક્તિ અથવા સાધન. દેશવ્યાપી સંશોધન કરવાનું હોય કે અંતરિયાળ પ્રદેશોમાં જઈને માહિતી મેળવવાની હોય, મુલાકાત સમષ્ટિ સર્વેક્ષણ (census survey) અને નિદર્શ સર્વેક્ષણ (sample survey) માટે અત્યંત ઉપયોગી છે. મુલાકાત અનુસૂચિ અને મુલાકાત માર્ગદર્શિકા એવા પ્રકારો ધરાવતી આ પ્રક્રિયા ઔપચારિક કે…

વધુ વાંચો >

મુલાર્ડ રેડિયો-એસ્ટ્રૉનોમી ઑબ્ઝર્વેટરી (MRAO), ઇંગ્લૅન્ડ

મુલાર્ડ રેડિયો-એસ્ટ્રૉનોમી ઑબ્ઝર્વેટરી (MRAO), ઇંગ્લૅન્ડ : કેમ્બ્રિજ યુનિવર્સિટી સંચાલિત રેડિયો-ખગોળ વેધશાળા. ઇંગ્લૅન્ડમાં કેમ્બ્રિજથી નૈર્ઋત્યે 8 કિમી.ના અંતરે લૉર્ડ્ઝ બ્રિજ ખાતે તે આવેલી છે. 1957માં તે કામ કરતી થઈ. તેની સ્થાપના બ્રિટનના રેડિયો-ખગોળશાસ્ત્રી સર માર્ટિન રાઇલ(1918–1984)ના પ્રયત્નોથી થઈ હતી. તેના પ્રથમ નિયામક તરીકે તેમણે 1957થી 1982 સુધી કામગીરી સંભાળી. બીજા વિશ્વયુદ્ધ…

વધુ વાંચો >

મુલાસ (molasse)

મુલાસ (molasse) : સ્વિટ્ઝર્લૅન્ડના પર્વતપ્રદેશોના તળેટી ભાગમાં જમાવટ પામેલી નૂતન વયની નિક્ષેપજમાવટ. આલ્પાઇન ગિરિનિર્માણના અંતિમ તબક્કા બાદ, તૃતીય જીવયુગના માયોસીન-પ્લાયોસીન કાળમાં તૈયાર થયેલા, સ્વિટ્ઝર્લૅન્ડના પર્વતપ્રદેશોના નીચાણવાળા ભાગોમાં જોવા મળતા માર્લ-કૉંગ્લૉમરેટ સહિત મૃદુ લીલા રંગના રેતીખડક જેવા ઘસારાજન્ય નિક્ષેપ માટે સર્વપ્રથમ પ્રયોજાયેલું સ્વિસ નામ ‘મુલાસ’ છે. આમ મુલાસ એ ચોક્કસ સમયદર્શક…

વધુ વાંચો >

મુલિકન, રૉબર્ટ સૅન્ડરસન

મુલિકન, રૉબર્ટ સૅન્ડરસન (જ. 7 જૂન 1896, ન્યૂબરીપૉર્ટ, મૅસેચૂસેટ્સ, યુ. એસ.; અ. 31 ઑક્ટોબર 1986, અર્લિન્ગટન) : અણુકક્ષકવાદના પ્રણેતા અને આણ્વિક સ્પેક્ટ્રમવિજ્ઞાનના અન્વેષક, નોબેલ પારિતોષિક-વિજેતા રસાયણવિદ અને ભૌતિકવિજ્ઞાની. કાર્બનિક રસાયણજ્ઞ પિતાના આ પુત્રે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી, કેમ્બ્રિજ(યુ.એસ.)માંથી 1917માં સ્નાતક થઈ ઝેરી વાયુઓનો અભ્યાસ શરૂ કરેલો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે…

વધુ વાંચો >

મુલિયન-સંરચના

મુલિયન-સંરચના (mullion structure) : (1) સ્તરભંગ-સપાટીમાં ખડકોની સરકવાની દિશાને સમાંતર લાંબા, પહોળા સળ બનાવતી રચના. (2) સળિયા જેવી સંરચના. (3) વિકૃત ખડકોમાં જોવા મળતી સમાંતર સ્તંભોની શ્રેણી, જેમનો વ્યાસ અનેક સેમી. હોય, લંબાઈ કેટલાક મીટરની હોય તથા દરેક સ્તંભ ગેડવાળા વિકૃત ખડકોથી બનેલો હોય. ર્દઢ સ્તરોમાં દાબની અસર હેઠળ વિકસતી…

વધુ વાંચો >

મુલિસ, કૅરી બી.

મુલિસ, કૅરી બી. (Mullis, Kary B.) (જ. 28 ડિસેમ્બર 1944, લિનૉર્ટ, ઉત્તર કૅરોલાઇના, યુ.એસ.) : અમેરિકન જૈવરસાયણવિદ અને 1993ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના સહવિજેતા. જ્યૉર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(Caltech)માં જૈવરસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1972માં તેમણે કૅલિફૉર્નિયા યુનિવર્સિટી, બર્કલીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.…

વધુ વાંચો >

મુંદ્રા

Feb 10, 2002

મુંદ્રા : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 23° 00´ ઉ. અ. અને 69° 45´ પૂ. રે. આજુબાજુનો 3,024 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ભૂજ, પૂર્વમાં અંજાર, દક્ષિણે કચ્છનો અખાત અને પશ્ચિમે માંડવી તાલુકાઓ આવેલા…

વધુ વાંચો >

મુંદ્રા કૌભાંડ

Feb 10, 2002

મુંદ્રા કૌભાંડ : જીવનવીમા નિગમના નાણાભંડોળનું  ગેરરીતિભર્યું મૂડીરોકાણ કરવા અંગેનું કૌભાંડ. 1956ના કાયદાથી ભારતમાં સ્વાયત્ત જીવનવીમા નિગમની રચના થઈ. એથી ખાનગી ક્ષેત્ર હેઠળ ચાલતો વીમાઉદ્યોગ જાહેર ક્ષેત્ર હેઠળ આવ્યો. વીમાદારોના પ્રીમિયમથી રચાયેલું ઘણું મોટું ભંડોળ આ નિગમ ધરાવતું; જેનાં નાણાંનું મૂડીરોકાણ અન્ય સંસ્થાઓમાં કરવામાં આવતું હતું. આ નાણાં રોકવા અંગે…

વધુ વાંચો >

મુંબઈ (શહેર)

Feb 10, 2002

મુંબઈ (શહેર) : મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર અને કુદરતી બંદર. ભૌગોલિક સ્થાન : તે 18° 58´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે. પર આવેલું છે. શહેરની ઉત્તરે મુંબઈ જિલ્લો અને બાકીની ત્રણેય દિશાઓમાં અરબી સમુદ્ર આવેલો છે. કોંકણપટ્ટીના સમુદ્રકિનારે આવેલા મૂળ સાત ટાપુઓના સમૂહને સાંકળી લઈને આ શહેરનું નિર્માણ કરવામાં…

વધુ વાંચો >

મુંબઈ ગુજરાતી નાટક મંડળી, શ્રી

Feb 10, 2002

મુંબઈ ગુજરાતી નાટક મંડળી, શ્રી (1889થી 1948) : સૌપ્રથમ ગુજરાતી માલિકીથી સ્થપાયેલી ગુજરાતી નાટક મંડળી. શ્રી ગુજરાતી નાટક મંડળીની સ્થાપના 5 જૂન, 1878ના રોજ થઈ હતી. આ મંડળીનો કારભાર કથળતાં દયાશંકર વસનજી ગિરનારાએ તે ખરીદી લીધી. એટલે તેના નામમાં ‘મુંબઈ’ શબ્દ ઉમેરી એમણે ‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ની સ્થાપના ઈ.…

વધુ વાંચો >