૧૫.૨૧
માઇકલૅન્જેલો બુઑનારૉતીથી માચુ પિક્ચુ
માખી (ઘરમાખી, housefly)
માખી (ઘરમાખી, housefly) : માનવવસાહતમાં સર્વત્ર ફેલાયેલ અને માનવસ્વાસ્થ્યની ર્દષ્ટિએ એક અત્યંત ખતરનાક કીટક. આ કીટકનો સમાવેશ દ્વિપક્ષી (diptera) શ્રેણીના મસ્કિડી (Muscidae) કુળમાં થયેલો છે. તેનું શાસ્ત્રીય નામ Musca domestica છે. ગંદકી હોય તેવી જગ્યાએ વિકાસ પામી તેઓ માનવના રસોડામાં પ્રવેશીને ખોરાક પર બેસે છે અને ટાઇફૉઇડ, કૉલેરા, અતિસાર જેવા…
વધુ વાંચો >માગ
માગ : માનવની જરૂરિયાત સંતોષવા માટે સહાયક બની શકે તેવી ચીજવસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને સક્રિય બનાવતું પરિબળ. અર્થશાસ્ત્રની પરંપરાગત વિચારસરણી મુજબ વસ્તુ કે સેવાની માગ તેની કિંમત પર આધાર રાખે છે અને કિંમત તથા માગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે. ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ઍન્ટની ઑગસ્ટિન કૉનુ(1801-77)ના મત મુજબ વસ્તુ…
વધુ વાંચો >માગ્રીત, રેને
માગ્રીત, રેને (જ. 1898, બેલ્જિયમ; અ. 1967, બેલ્જિયમ) : આધુનિક પરાવાસ્તવવાદી ચિત્રકાર. ભીંત પર ચોંટાડવાના ચિત્રસુશોભનવાળા કાગળો (wall-papers) અને ધંધાદારી જાહેરાતોની ડિઝાઇનના આલેખનકામથી તેમણે કારકિર્દીનો આરંભ કર્યો. દ કિરીકો અને મૅક્સ અર્ન્સ્ટે તેમની પ્રતિભા પારખી અને તેમને ચિત્રકલામાં પ્રવૃત્ત કર્યા. 1927થી 1930 તે ફ્રાંસમાં રહ્યા અને ત્યાં કવિ તથા પરાવાસ્તવવાદી…
વધુ વાંચો >માઘ
માઘ (ઈ. સ.ની સાતમી સદીની આસપાસ) : સંસ્કૃત ભાષાના અગ્રગણ્ય મહાકવિ. તેઓ ગુજરાતના હતા. પોતાના મહાકાવ્ય ‘શિશુપાલવધ’ના અંતે કવિવંશપરિચયના પાંચ શ્લોકોમાં અને અંતિમ પુષ્પિકામાં માઘે પોતે જે થોડીક માહિતી આપી છે તે આ પ્રમાણે છે : માઘ ભિન્નમાલ અથવા શ્રીમાલના વતની હતા. શ્રીમાલ એ સમયે ગુજરાતની હદમાં હતું. એ ઉપરથી…
વધુ વાંચો >માચવે, પ્રભાકર બળવંત
માચવે, પ્રભાકર બળવંત (જ. 26 ડિસેમ્બર 1917, ગ્વાલિયર, પાટોર; અ. 17 જૂન 1991) : ભારતીય અને હિન્દી સાહિત્યના સર્જક. તેઓ મર્મજ્ઞ અને બહુભાષાવિદ લેખક હોવા ઉપરાંત તેમણે બાલ-સાહિત્યકાર, પ્રવાસલેખક, વ્યંગ્યકાર, રેખાચિત્રલેખક, સંપાદક, સમીક્ષક, અનુવાદક તરીકે સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોનું વિપુલ ખેડાણ કર્યું છે. મરાઠીભાષી હિન્દી લેખક પ્રભાકર માચવેની 1934માં પહેલી હિન્દી…
વધુ વાંચો >માચુ પિક્ચુ
માચુ પિક્ચુ : પેરૂના કસ્કોથી વાયવ્યમાં આશરે 80 કિમી.ને અંતરે ઍન્ડીઝ પર્વતમાળામાં ઉરુમ્બાબા નજીક આવેલું પ્રાચીન ઐતિહાસિક ઇન્કા સંસ્કૃતિ ધરાવતું કિલ્લેબંધીવાળું સ્થળ. તે બે ઊંચાં શિખરો વચ્ચેની સાંકડી ખીણમાં વસેલું. ભૌગોલિક સ્થાન : 13° 30´ દ. અ. અને 73° 30´ નજીકનો ભાગ. માચુ પિક્ચુનાં તે વખતનાં મકાનોનાં આજે જોવા મળતાં…
વધુ વાંચો >માઇકલૅન્જેલો, બુઑનારૉતી
માઇકલૅન્જેલો, બુઑનારૉતી (જ. 1475, કૅપ્રિસ, ઇટાલી; અ. 18 ફેબ્રુઆરી 1564, રોમ, ઇટાલી) : યુરોપના મહાન શિલ્પી, સ્થપતિ, ચિત્રકાર અને કવિ. રેનેસાંસ કાળની કળાના ટોચના 3 કળાકારોમાં લિયોનાર્દો દ વિન્ચી અને રફાયેલની સાથે તેમનું સ્થાન છે. યુરોપની કળા પર માઇકલૅન્જેલોની અસર રેનેસાંસ પછી મૅનરિઝમ અને બરોક શૈલીઓ ઉપર એટલી પ્રભાવક રહી…
વધુ વાંચો >માઇકલ્સન, આલ્બર્ટ અબ્રાહમ
માઇકલ્સન, આલ્બર્ટ અબ્રાહમ (જ. 1852, સ્ટ્રજેલ્નો (strezelno), પોલૅન્ડ: અ. 1931, યુ.એસ.) : વિજ્ઞાનના ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ અમેરિકન નાગરિક. અત્યંત ચોકસાઈપૂર્વકનાં માપન કરવા માટે તૈયાર કરેલા પ્રકાશીય (optical) ઉપકરણ માટે તેમને 1907માં ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જન્મ સમયે તેમનું કુટુંબ પ્રશિયાના આધિપત્ય નીચે આવેલા પોલૅન્ડમાં સ્થાયી…
વધુ વાંચો >માઇકલ્સન-મૉર્લી પ્રયોગ
માઇકલ્સન-મૉર્લી પ્રયોગ : પૃથ્વી એક પ્રકારના ઈથર માધ્યમમાં ગતિ કરતી હોય ત્યારે તેનો વેગ માપવા માટે 1887માં કરવામાં આવેલ પ્રયોગ. તે સમયે એવું માનવામાં આવતું હતું કે અવકાશ ઈથર નામના પ્રવાહીથી ભરેલું છે. આ પ્રવાહી પારદર્શક અને હલકું હોવાનું મનાતું હતું. જેમ ધ્વનિના તરંગોને પ્રસરવા માટે માધ્યમ આવશ્યક છે તેમ…
વધુ વાંચો >માઇકા-પ્લેટ (અબરખ-છેદિકા)
માઇકા-પ્લેટ (અબરખ-છેદિકા) : ખનિજોની પ્રકાશીય સંજ્ઞા તેમજ સ્પંદનદિશા નિર્ધારિત કરવા માટેનું ઉપકરણ. પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપ હેઠળ વિષમદિક્ધર્મીય (અસાવર્તિક) ખનિજોની પ્રકાશીય સંજ્ઞા તેમજ ખનિજ-સ્ફટિકની તેજ (fast, X) અને ધીમી (slow, Z) સ્પંદનદિશા નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતું આ એક નાનું પણ અગત્યનું ઉપકરણ છે. માઇકા-પ્લેટની રચનામાં મસ્કોવાઇટ ખનિજની તદ્દન પાતળી પતરી (કે…
વધુ વાંચો >માઇકોટૉક્સિન
માઇકોટૉક્સિન (ફૂગ-વિષ) : ફૂગ દ્વારા ઉત્પન્ન થતા ઝેરી પદાર્થો. ફૂગ દ્વારા ઉત્પન્ન થતા તે દ્વિતીય ચયાપચયકો (secondary metabolites) છે. માનવી તેમજ પાલતુ જાનવરોના ખોરાક પરની ફૂગ ઝેરનો સ્રાવ કરે છે. ઉપરાંત કેટલીક વનસ્પતિઓની ફૂગ પણ ચેપ લગાડી ઝેરનો સ્રાવ કરે છે. ફૂગથી ચેપી બનેલ આવો ખોરાક ખાવામાં આવતાં વિવિધ રોગો…
વધુ વાંચો >માઇકોપ્લાઝ્મા
માઇકોપ્લાઝ્મા : સૌથી નાના કદના ગ્રામઋણી બૅક્ટેરિયા. માઇકોપ્લાઝ્માનું કદ 0.2 μmથી 0.35 μm જેટલું હોય છે. કદની ર્દષ્ટિએ તે મોટા કદના વિષાણુ જેવા ગણી શકાય. પરોપજીવી જીવન ગુજારતા માઇકોપ્લાઝ્મા જમીન ઉપરાંત વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં જોવા મળે છે. અન્ય બૅક્ટેરિયાની માફક માઇકોપ્લાઝ્માને કોષદીવાલ હોતી નથી, તેથી તે કોષદીવાલ વગરના…
વધુ વાંચો >માઇકોર્હિઝા
માઇકોર્હિઝા : યજમાન છોડને ઉપયોગી થઈને સહજીવન ગુજારતી ફૂગની એક જાત. માઇકોર્હિઝા વનસ્પતિનાં મૂળ અને ફૂગ વચ્ચેનું સહજીવક (symbiont) છે. એ બંને સહજીવીઓ લાંબા સમય સુધી ગાઢ સંપર્કમાં રહી, એકબીજાની પોષણની જરૂરિયાતોને સંતોષે છે. આમ આ સહજીવન (symbiosis) બંનેને લાભદાયી છે. પોષણ ઉપરાંત વનસ્પતિના મૂળને આ સહજીવી ફૂગ રોગિષ્ઠ જીવાણુઓથી…
વધુ વાંચો >માઇક્રોક્લાઇન
માઇક્રોક્લાઇન : આલ્કલી ફેલ્સ્પાર સમૂહનું, ઑર્થોક્લેઝ સાથે દ્વિરૂપતા ધરાવતું ખનિજ. અન્ય પ્રકાર ઍમેઝોનાઇટ. રાસા. બંધા. : K2O·Al2O3·6SiO2 અથવા KAlSi3O8. સ્ફ.વર્ગ : ટ્રાયક્લિનિક. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો મોટેભાગે ટૂંકા, પ્રિઝ્મૅટિક, ગચ્ચાં જેવા, ક્યારેક ઘણા પહોળા; મેજ-આકાર, b અક્ષ પર વધુ ચપટા. દળદાર, વિભાજનશીલથી દાણાદાર ઘનિષ્ઠ. યુગ્મતા સર્વસામાન્ય, અનેકપર્ણી, કાર્લ્સબાડ, માનેબાક, બેવેનો…
વધુ વાંચો >માઇક્રોગ્રૅનાઇટ
માઇક્રોગ્રૅનાઇટ : મધ્યમથી સૂક્ષ્મ દાણાદાર કણરચના ધરાવતો અંત:કૃત અગ્નિકૃત ખડકપ્રકાર. તે ગ્રૅનાઇટ, ઍડેમેલાઇટ અને ગ્રૅનોડાયૉરાઇટના ખનિજીય અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે તેમજ તે ખડકોને સમકક્ષ હોવાથી તેને જુદો પાડવાનું મુશ્કેલ બની રહે છે. રીબેકાઇટ અને એજિરિન માઇક્રોગ્રૅનાઇટ ઓછા સામાન્ય સોડાસમૃદ્ધ પ્રકારો છે, તેમને અનુક્રમે પૈસાનાઇટ અને ગ્રોરુડાઇટ કહે છે. અર્ધસ્ફટિકમય…
વધુ વાંચો >માઇક્રોફોટોગ્રાફી
માઇક્રોફોટોગ્રાફી : જુઓ છબીકલા (ફોટોગ્રાફી)
વધુ વાંચો >