૧૪.૧૧
ભટ્ટીયથી ભલ્લાતકાવલેહ
ભટ્ટીય
ભટ્ટીય (ઈ.પૂ. છઠ્ઠી સદી પહેલાં) : પ્રાચીન સમયમાં મગધનો રાજા. મગધની પૂર્વમાં આવેલા અંગદેશના રાજા બ્રહ્મદત્તે તેને હરાવ્યો હતો; પરંતુ ભટ્ટીયના પુત્ર બિંબિસારે પિતાના પરાજયનું વેર વાળ્યું અને અંગદેશના રાજા બ્રહ્મદત્તને મારી નાખીને અંગનું રાજ્ય તેણે જીતી લીધું. જયકુમાર ર. શુક્લ
વધુ વાંચો >ભટ્ટેન્દુરાજ
ભટ્ટેન્દુરાજ : જુઓ પ્રતીહારેન્દુરાજ
વધુ વાંચો >ભટ્ટોત્પલ
ભટ્ટોત્પલ (ઈ. સ.ની 10મી સદી-ઉત્તરાર્ધ) : જ્યોતિષશાસ્ત્રના વિદ્વાન કાશ્મીરી લેખક. તેઓ કાશ્મીરના શૈવ સંપ્રદાયના અને પ્રત્યભિજ્ઞાદર્શનના અનુયાયી હતા. તેમના જીવન વિશે વધુ વિગતો મળતી નથી. ફક્ત વરાહમિહિરના ‘બૃહજ્જાતક’ નામના ગ્રંથ પર તેમણે લખેલી ટીકા ઈ. સ. 966માં સમાપ્ત કરી એવો ઉલ્લેખ તેમણે પોતે જ કર્યો હોવાથી તેમનો સમય દસમી સદીના…
વધુ વાંચો >ભઠિયારાની યીસ્ટ
ભઠિયારાની યીસ્ટ (Baker’s yeast) : સૅકેરોમાયસિસ સિરેવિસી (saccharomyces cerevisiae) નામની યીસ્ટની વિશિષ્ટ અંશુ (strain), જે કણક-પિંડ(dough)માં ઝડપથી આથવણક્રિયા કરવાની ક્ષમતા ધરાવે છે. આ યીસ્ટનું ઉત્પાદન જૂથ-સંવર્ધન(batch culture)પદ્ધતિથી મોલૅસિસ, વિટામિનો, ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત પદાર્થો ધરાવતા સંવર્ધન-માધ્યમમાં 30° સે. તાપમાને 12થી 18 કલાકના સંપૂર્ણ વાતન વડે થાય છે. સંવર્ધન-માધ્યમમાંથી યીસ્ટને અપકેન્દ્રણ-યંત્ર વડે…
વધુ વાંચો >ભડલી-વાક્યો
ભડલી-વાક્યો : વરસાદની આગાહી માટે પરંપરાથી પ્રચલિત સમગ્ર ભારતની પ્રાદેશિક ભાષાઓમાં લોકોના કંઠે સંઘરાઈ, પ્રચલિત બનેલી ઉક્તિઓ. ભડલી-વાક્યો લોકસાહિત્ય નથી; પણ જ્યોતિષશાસ્ત્રના ત્રણ સ્કંધ ગણિત, હોરા અને સંહિતામાં પરંપરાથી પ્રચલિત ભડલી-વાક્યો છે. તે સંહિતા–જ્યોતિષનો એક વિષય છે. તે વર્ષા, વર્ષાગર્ભ, સદ્યવર્ષા, વગેરેને વર્ણવે છે. હજારો વર્ષની પરંપરાને લીધે સંસ્કૃતમાં સંહિતા-ખંડમાં…
વધુ વાંચો >ભણકાર
ભણકાર : બલવંતરાય ક. ઠાકોરનો કાવ્યસંગ્રહ. ઓગણીસ વર્ષની વયે સાહિત્યસર્જનનો પ્રારંભ કરનાર બલવંતરાયે આયુષ્યના અંત સુધી – ત્રેંસઠ વર્ષ સુધી સર્જન કર્યું હતું. તેમના કાવ્યસંગ્રહ ‘ભણકાર’ની પહેલી ધારા 1918માં તથા બીજી ધારા 1928માં પ્રગટ થઈ. 1942 અને 1951માં તેની સંવર્ધિત આવૃત્તિઓ પ્રગટ થઈ. 1968માં 1951ની આવૃત્તિનું સંશોધિત પુનર્મુદ્રણ થયું. 1942ની…
વધુ વાંચો >ભણસાલી, સંજય લીલા
ભણસાલી, સંજય લીલા (જ. 24 ફેબ્રુઆરી 1963, ભુલેશ્વર, દક્ષિણ મુંબઈ) : ફિલ્મનિર્માતા, દિગ્દર્શક, સંકલનકાર (એડિટર) અને સંગીતકાર. ભારતીય અને ખાસ કરીને મુખ્યધારની ફિલ્મના એક મહત્ત્વના દિગ્દર્શક. પિતાનું નામ નલિન ભણસાલી અને માતાનું નામ લીલાબહેન. સંજય એના નામની પાછળ પિતાનું નહીં, પણ માતાનું નામ લખે છે. એટલે તેઓ સંજય લીલા ભણસાલી…
વધુ વાંચો >ભદોહી
ભદોહી : ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 25´ ઉ. અ. અને 82° 84´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,080 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જૌનપુર, પૂર્વમાં વારાણસી, દક્ષિણમાં મીરઝાપુર અને પશ્ચિમમાં અલ્લાહાબાદ જિલ્લા આવેલા છે.…
વધુ વાંચો >ભદ્ર
ભદ્ર : ગુજરાતનાં મંદિરોમાં ગર્ભગૃહની રચના અને તેના ઊર્ધ્વમાન પરત્વે વૈવિધ્ય આણવા અને મંદિરની દીવાલને મજબૂતાઈ આપવા માટે તેના બહારના ભાગમાં ત્રણે બાજુએ, મધ્યમાં કરવામાં આવતી નિર્ગમિત રચના. આ રચનાથી ગર્ભગૃહના નકશામાં તારાકૃતિ રચાય છે. ઊર્ધ્વદર્શનમાં ગર્ભગૃહની બહારની દીવાલમાં છેક નીચે જંઘા, તેની ઉપર મંડોવર અને મહામંદિરોમાં છેક શિખરના તળિયા(પાયચા)થી…
વધુ વાંચો >ભરદ્વાજ
ભરદ્વાજ : ઋગ્વેદના મંત્રદ્રષ્ટા ઋષિ. બૃહસ્પતિ અને મમતાના પુત્ર. 75 સૂક્તો ધરાવતા ઋગ્વેદના છઠ્ઠા મંડળનાં મોટાભાગનાં સૂક્તોના મંત્રદ્રષ્ટા ઋષિ ભરદ્વાજ છે અને ત્યાં તેમનો ઉલ્લેખ ‘બાર્હસ્પત્ય’ (બૃહસ્પતિના પુત્ર) તરીકે થયો છે; એટલું જ નહિ, પણ તે મંડળનાં અન્ય થોડાં સૂક્તોના મંત્રદ્રષ્ટાઓ તરીકે ‘સુહોત્ર’, ‘શુનહોત્ર’, ‘નર’, ‘ગર્ગ’, ‘ઋજિષ્વા’, ‘પાયુ’ વગેરે ભરદ્વાજ-વંશજોનાં…
વધુ વાંચો >ભરવાડ
ભરવાડ (millepede) : ઉદરપ્રદેશના પ્રત્યેક ખંડમાં પગની બે જોડ ધરાવતું દ્વિપદી (diplopoda) વર્ગનું અને સામાન્યપણે સહસ્રપદી (millepoda) નામે ઓળખાતું સંધિપાદ સમુદાયનું એક પ્રાણી. ભરવાડની લંબાઈ 3 મિમી.થી 25 સેમી. જેટલી હોય છે અને કેટલાંક લાંબા કદનાં ભરવાડ પગની 380 જેટલી જોડ ધરાવે છે. ભરવાડ ગંધારી અવાવરું જગ્યાએ પથ્થર, લાકડાની નીચે…
વધુ વાંચો >ભરહુતનો શિલ્પ-વૈભવ
ભરહુતનો શિલ્પ-વૈભવ : મધ્યપ્રદેશ(જિ. સતના)ના ભરહુત નામના સ્થળેથી 1873માં મેજર જનરલ એલેક્ઝાન્ડર કનિંઘમે એક બૌદ્ધ સ્તૂપના અવશેષો શોધી કાઢ્યા હતા. આ સ્તૂપના અવશેષો મુખ્યત્વે ઇન્ડિયન મ્યુઝિયમ કલકત્તા, મ્યુનિસિપલ મ્યુઝિયમ, અલાહાબાદ અને સતના, વારાણસી તેમજ મુંબઈનાં મ્યુઝિયમોમાં સંગૃહીત છે. સ્તૂપ તો નષ્ટ થયો છે. પણ એની વેદિકા અને સ્તંભો પરનાં અંશમૂર્ત…
વધુ વાંચો >ભરૂચ (જિલ્લો)
ભરૂચ (જિલ્લો) : ગુજરાત રાજ્યની દક્ષિણે કાઠિયાવાડ દ્વીપકલ્પના ભાગ રૂપે આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21 30´ થી 22 00´ ઉત્તર રેખાંશ અને 72 45 થી 73 15´ પૂર્વ રેખાંશની વચ્ચેનો 6,509 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો સમુદ્રસપાટીથી આશરે 15 મીટર જેટલી ઊંચાઈએ આવેલો છે. તેની ઉત્તરે ખંભાતનો અખાત,…
વધુ વાંચો >ભર્તૃહરિ
ભર્તૃહરિ : સંસ્કૃત ભાષાસાહિત્યના જાણીતા મુક્તક-કવિ. ભર્તૃહરિના જીવન વિશે અનેક કિંવદંતીઓ પ્રચલિત છે, જેમાં ઐતિહાસિક રીતે સત્યનો અભાવ જણાય છે. એક પરંપરા મુજબ ભર્તૃહરિ વિક્રમ સંવતના પ્રવર્તક વિક્રમાદિત્યના ભાઈ હતા, પરંતુ ભારતમાં વિક્રમાદિત્ય નામના એકથી વધુ રાજાઓ થઈ ગયા હોવાથી એ વિશે કશું નક્કી કહી શકાય તેમ નથી. ભારતીય માન્યતા…
વધુ વાંચો >ભલ્લાતકાવલેહ
ભલ્લાતકાવલેહ : એક આયુર્વેદિક ઔષધ. ભિલામાના ફળને લઈ તેનાં ડીટાં કાપીને ઈંટના ભૂકામાં ખૂબ રગડવામાં આવે છે. તેથી ફળના ગર્ભમાં જે ઝેરી તેલ હોય છે તે ઈંટના ભૂકામાં શોષાઈ જાય છે. પછી તે છોલાઈ ગયેલા ફળને પાણીથી ખૂબ ધોઈ તેનાં બે ફાડિયાં કરી ચારગણા પાણીમાં ઉકાળી તેમાંનું ચોથા ભાગનું પાણી…
વધુ વાંચો >