૧૪.૧૦
ભટ્ટ, ઉદયશંકરથી ભટ્ટિ
ભટ્ટ, ઉદયશંકર
ભટ્ટ, ઉદયશંકર (જ. 1898, ઇટાવા, ઉત્તરપ્રદેશ; અ. 1969) : હિન્દી કવિ, નાટ્યકાર અને વાર્તાકાર. તેમના પૂર્વજો સિંહપુર(ગુજરાત)ના હતા અને ઇન્દોરનરેશના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ પામી બુલંદ શહેરના કર્ણદાસ ગામમાં વસ્યા હતા. પિતા ફતેહશંકર પાસે અંગ્રેજી તથા સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વાતચીત પણ અનુષ્ટુપ, કવિત અને સવૈયા છંદમાં સંસ્કૃત તથા ક્યારેક વ્રજભાષામાં થતી…
વધુ વાંચો >ભટ્ટ, ઉપેન્દ્ર જીવરામ
ભટ્ટ, ઉપેન્દ્ર જીવરામ (જ. ફેબ્રુઆરી 1909; અ. નવેમ્બર 1997) : ભારતના એક ઉચ્ચ કક્ષાના સિવિલ ઇજનેર. વતન ભાવનગર. પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ ભાવનગરના દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં લીધું. સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ તે વખતે મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન, કરાંચી ખાતેની જાણીતી એન.ઈ.ડી.ઇજનેરી કૉલેજમાં 1931માં પૂરો કર્યો. ત્યારબાદ ભાવનગર રાજ્ય તરફથી પ્રોત્સાહન મળતાં…
વધુ વાંચો >ભટ્ટ, ઊર્મિલા
ભટ્ટ, ઊર્મિલા (જ. 1 નવેમ્બર 1933; અ. 22 ફેબ્રુઆરી 1997, મુંબઈ) : ગુજરાતી તખ્તા અને હિન્દી ફિલ્મોનાં જાજરમાન અભિનેત્રી. જશવંત ઠાકર, ચન્દ્રવદન મહેતા અને ઇ. અલ્કાઝી જેવા દિગ્ગજો પાસેથી નાટ્યદીક્ષા મેળવનાર ઊર્મિલાબહેન નાટ્યવિદ્યાના વિષય સાથે માસ્ટર ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ(MPA)ની અનુસ્નાતક પદવી મેળવનાર ભારતનાં પ્રથમ મહિલા હતાં. તેમણે 1956થી જુલાઈ, 1958…
વધુ વાંચો >ભટ્ટ, કરુણાશંકર કુબેરજી
ભટ્ટ, કરુણાશંકર કુબેરજી (જ. 22 ઑગસ્ટ 1873, સારસા; અ. 2 ઑક્ટોબર 1943, મુંબઈ) : ગુજરાતના ઉત્તમ કોટિના શિક્ષક અને રોજનીશીલેખક. સાહિત્ય અને સંસ્કારના વત્સલવાહક કરુણાશંકર ભટ્ટે પોતાના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓનાં પણ જીવન સંસ્કાર્યાં હતાં. 22 વર્ષની વયે પિતા કુબેરજીનું અવસાન. વિદ્યાપ્રેમી માતા દિવાળીબા અને મામા કેશવરામ દ્વારા કરુણાશંકરનું ઘડતર.…
વધુ વાંચો >ભટ્ટ, કૃષ્ણલાલ
ભટ્ટ, કૃષ્ણલાલ (જ. 1 જુલાઈ 1905, કાલાવાડ; અ. 5 જાન્યુઆરી 1990) : ગુજરાતના ચિત્રકાર. ઉછેર અને શાળાકીય શિક્ષણ અમદાવાદમાં. શાળાના અભ્યાસ દરમિયાન વ્યાયામની લગની લાગી અને તેઓ ‘નવજીવનના અખાડા’ તરીકે જાણીતી સારંગપુર સાર્વજનિક વ્યાયામશાળામાં જોડાયા અને પ્રસિદ્ધ વ્યાયામવીર અંબુભાઈ પુરાણીના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા. અંબુભાઈએ કૃષ્ણલાલની ચિત્રકામ માટેની વૃત્તિ જોઈ રવિશંકર…
વધુ વાંચો >ભટ્ટ, ગણપતરામ રાજારામ
ભટ્ટ, ગણપતરામ રાજારામ (જ. 24 મે 1848, ઝાણુ, જિ. અમદાવાદ; અ. 15 જૂન 1920) : કવિ-નાટકકાર. વતન આમોદ. દોઢબે વર્ષ ગામઠી શાળામાં અભ્યાસ. ચારેક વર્ષ સરકારી ગુજરાતી શાળા–આમોદમાં ગાળ્યાં. અંગ્રેજી અભ્યાસ માટે સૂરત ગયા (1862). ટંકારિયાની શાળામાં શિક્ષક (1865). સૂરત ટ્રેનિંગ સ્કૂલમાં જોડાયા બાદ ઈખરમાં શિક્ષક (1866). રૂ. 15થી 20ના…
વધુ વાંચો >ભટ્ટ (ભટ્ટાચાર્ય), ગદાધર
ભટ્ટ (ભટ્ટાચાર્ય), ગદાધર (જ. આશરે સત્તરમી સદી, લક્ષ્મીપુરા, જિ. બોગ્રા, પૂર્વ બંગાળ; અ. ? ) : નવ્યન્યાયશાસ્ત્રની બંગાળની નદિયા (= નવદ્વીપ) શાખાના એક મહાન નૈયાયિક. તેમના પિતાનું નામ જીવાચાર્ય. હરિરામ તર્કવાગીશની પાસે તેમણે નવ્યન્યાયનું અધ્યયન કર્યું હતું. ગુરુના અવસાન બાદ તેઓ પાઠશાળાના આચાર્ય બન્યા; પરંતુ વિદ્યાર્થીઓએ તેમને આચાર્ય તરીકે સ્વીકાર્યા…
વધુ વાંચો >ભટ્ટ, ગિરીશ
ભટ્ટ, ગિરીશ (જ. 1931, કુન્ઢેલા) : ગુજરાતના શિલ્પી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં 1957માં ‘ડિપ્લોમા ઇન સ્કલ્પ્ટર’ સુધીનો અભ્યાસ કર્યો. અભ્યાસનાં છેલ્લાં 2 વર્ષ (1955થી 1957) દરમિયાન તેમને ભારત સરકારની કલ્ચરલ સ્કૉલરશિપ મળી. મુંબઈમાં 1965, ’67, ’72 અને ’74માં તેમણે વૈયક્તિક પ્રદર્શનો યોજેલાં. તેમને 1955માં નૅટ ઍવૉર્ડ…
વધુ વાંચો >ભટ્ટ, ગુણવંતરાય
ભટ્ટ, ગુણવંતરાય (જ. 16 માર્ચ 1893, અવિધા, રાજપીપળા; અ. 9 મે 1991, સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ) : ગુજરાતમાં સ્કાઉટ અને ગાઇડ પ્રવૃત્તિ વિકસાવવામાં જીવન અર્પી દેનાર સમાજસેવક. પિતાનું નામ મંગળભાઈ, માતાનું રુક્મિણીબહેન. માતા ભક્તિભાવવાળાં. પૌરાણિક કથાઓ કહે. મધુર સ્વરે ભજનો-ગીતો ગાઈ સંભળાવે. પિતા મનના કોમળ, પણ બહારથી કઠોર સ્વભાવના. નીડર અને સાચાને…
વધુ વાંચો >ભટ્ટ, ગોકુળભાઈ
ભટ્ટ, ગોકુળભાઈ (જ. ફેબ્રુઆરી 1898, હાથલ, જિ. સિરોહી, રાજસ્થાન; અ. ) : સ્વાતંત્ર્યસેનાની, રાજસ્થાન લોકપરિષદના નેતા, સિરોહી રાજવાડાના મુખ્યમંત્રી. તેમના પિતા દોલતરામ વેપારી અને ખેડૂત હતા. પછી તેઓ મુંબઈ જઈને રહેવા લાગ્યા. ગોકુળભાઈ 1920માં સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ઇન્ટરમીડિયૅટમાં ભણતા હતા ત્યારે અસહકારની ચળવળ શરૂ થતાં તેમણે અભ્યાસ છોડી દીધો. તેઓ…
વધુ વાંચો >ભટ્ટ, બ્રહ્મકુમાર
ભટ્ટ, બ્રહ્મકુમાર (જ. 8 ઑક્ટોબર 1921, અમદાવાદ; અ. 6 જાન્યુઆરી 2009, અમદાવાદ) : મહાગુજરાત આંદોલનના અગ્રણી નેતા, ગુજરાતના અગ્રણી રાજકારણી અને સાંસદ. પિતા રણછોડલાલ; માતા ધનલક્ષ્મી. મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા આ સાંસદે તેમનું પ્રાથમિક શિક્ષણ ઇન્દુલાલ યાજ્ઞિક સ્થાપિત નવી ગુજરાતી શાળામાં મેળવ્યું. આ શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ – બંને માટે ખાદીનો…
વધુ વાંચો >ભટ્ટ, ભાસ્કર
ભટ્ટ, ભાસ્કર (દસમી સદી) : તૈત્તિરીય શાખાના કૃષ્ણ યજુર્વેદ પરના ભાષ્યના રચયિતા. વૈદિક ભાષ્યકારોમાં આચાર્ય સાયણ પૂર્વેના ભાષ્યકારોમાં ભટ્ટ ભાસ્કરમિશ્રનું મહત્વ સૌથી વધુ છે. ભટ્ટ ભાસ્કર કૌશિક ગોત્રના તેલુગુ બ્રાહ્મણ હતા. ઉજ્જયિનીમાં એમનો નિવાસ હતો. એમનો સમય દસમી સદી નિશ્ચિત થઈ શકે તેમ છે. સાતમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા જયાદિત્ય અને…
વધુ વાંચો >ભટ્ટ (પં.), ભોલાનાથ
ભટ્ટ (પં.), ભોલાનાથ (જ. 1894, દરભંગા; અ. 16 મે 1970, અલાહાબાદ) : હિંદુસ્તાની સંગીતના જાણીતા ગાયક કલાકાર. પિતાનું નામ મુનશીલાલ પોતે એક સારા ગાયક હતા. તેમના દાદા સાધો ભટ્ટ દરભંગાના મહારાજાના દરબારી ગાયક હતા. ભોલાનાથની સંગીતની પ્રાથમિક તાલીમ પિતા પાસે થઈ. તેઓ 19 વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું. ત્યારબાદ…
વધુ વાંચો >ભટ્ટ, મણિશંકર જેશંકર
ભટ્ટ, મણિશંકર જેશંકર : વ્યવસાયી રંગભૂમિની નાટ્ય-સંસ્થાના કલાકાર, દિગ્દર્શક અને માલિક. વતન મોરબી. 1906માં પોતાની માલિકીની ‘શ્રી પાલીતાણા ભક્તિપ્રદર્શક નાટક કંપની’ શરૂ કરી. છોટુભાઈ ભટ્ટ તેનું સંચાલન કરતા હતા. શરૂઆતમાં 9 નાટકોનું દિગ્દર્શન એમણે કર્યું. ધ્રાંગધ્રા રાજ્યની નાટક કંપનીના દિગ્દર્શક દલપતરામ દેરાસરી તેમાં જોડાયા. જૂની રંગભૂમિના સર્વાંગી દિગ્દર્શક મણિશંકર પોપટલાલ…
વધુ વાંચો >ભટ્ટ, મણિશંકર રત્નજી
ભટ્ટ, મણિશંકર રત્નજી : જુઓ કાન્ત
વધુ વાંચો >ભટ્ટ, મહેશ
ભટ્ટ, મહેશ (જ. 1949) : હિન્દી ચલચિત્રોના ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક. નામાંકિત ફિલ્મસર્જક નાનાભાઈ ભટ્ટના પુત્ર. અભ્યાસનો આરંભ મુંબઈમાં કર્યો. 1970માં કૉલેજ પડતી મૂકી. પિતાની ફિલ્મ ‘જીવનરેખા’(1974)ની પટકથા લખીને ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. રાજ ખોસલા, એન. ચન્દ્ર અને જે. પી. દત્ત જેવા ફિલ્મસર્જકોના સહાયક તરીકે કામ કર્યું. તેમની ફિલ્મો મનોવૈજ્ઞાનિક હિંસાના ચિત્રણને…
વધુ વાંચો >ભટ્ટ, માનશંકર નરભેશંકર
ભટ્ટ, માનશંકર નરભેશંકર (જ. 28 ઑગસ્ટ 1908, ભાવનગર; અ. 2 જાન્યુઆરી 2002, વડોદરા) : માનવસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરનાર, કુશળ વહીવટકર્તા અને સમાજોપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રણેતા. એમના પિતા નરભેશંકર ભાવનગર રાજ્યમાં ફોજદાર હતા. માતા માણેકબહેનનું તેઓ નાના હતા ત્યારે અવસાન થતાં દાદા અંબાશંકરભાઈ પાસે ઊછર્યા. આઠ વર્ષની ઉંમરે ગૃહવ્યવસ્થા અને રસોઈમાં…
વધુ વાંચો >ભટ્ટ, માર્કંડ
ભટ્ટ, માર્કંડ (જ. 1915, ભાવનગર, ગુજરાત; અ. 5 ફેબ્રુઆરી 2016, વડોદરા) : ગુજરાતના કલાગુરુ અને ચિત્રકાર. ભારતનાં કલા-મહાવિદ્યાલયોમાં આગવું અને મોખરાનું સ્થાન ધરાવનાર વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સને વિકસાવવામાં તેમણે પાયાના સ્તરે સિંહફાળો આપેલ છે. 1927થી 1933 દરમિયાન ભાવનગરમાં ‘દક્ષિણામૂર્તિ’ નામની સંસ્થામાં સોમાલાલ શાહના હાથ નીચે ચિત્રકલામાં…
વધુ વાંચો >ભટ્ટ, માર્કંડ જશભાઈ
ભટ્ટ, માર્કંડ જશભાઈ (જ. 2 ઑક્ટોબર 1929, વડોદરા) : ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ-દિગ્દર્શક અને નાટ્ય-શિક્ષક. પ્રાથમિક શિક્ષણ સાવરકુંડલામાં ને બોટાદમાં. ત્યાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો પાડોશ. પ્રથમ સંસ્કાર લોકસાહિત્ય અને લોકકલાના. 10 વર્ષની ઉંમરે પૌરાણિક નાટકમાં ‘ચન્દ્ર’નો પાઠ અને ‘આગગાડી’ નાટકના એક ર્દશ્યમાં ભૈયાનો પાઠ ભજવી રંગભૂમિ-ક્ષેત્રે પદાર્પણ. 1946થી 1949…
વધુ વાંચો >ભટ્ટ, મૂળશંકર મોહનલાલ
ભટ્ટ, મૂળશંકર મોહનલાલ (જ. 25 જૂન 1907, ભાવનગર; અ. 31 ઑક્ટોબર 1984, ભાવનગર) : ગુજરાતના કેળવણીકાર અને બાલ-કિશોર-સાહિત્યના લેખક. પિતાનું નામ મોહનલાલ શંકરલાલ ભટ્ટ. માતાનું નામ રેવાબહેન. રોજકા(ધંધૂકા)ના વતની. 1929માં હંસાબહેન સાથે લગ્ન. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વતન તથા ‘દક્ષિણામૂર્તિ’ – ભાવનગરમાં લીધેલું. 1920માં વિનીત. 1927માં મુખ્ય વિષય સંગીત અને…
વધુ વાંચો >