૧૩.૨૭
બેરેન્સન બેનાર્ડથી બેલ્મોપાન
બેલ, ઍન્ડ્રૂઝ
બેલ, ઍન્ડ્રૂઝ (જ. 1753, સેંટ ઍન્ડ્રૂઝ, સ્કૉટલૅન્ડ; અ. 1832) : નામી શિક્ષણશાસ્ત્રી. તેઓ સિસ્ટમ ઑવ્ એજ્યુકેશનના પ્રણેતા અને સ્થાપક-પ્રવર્તક લેખાય છે. બિશપ થયા પછી તેઓ 1787માં ભારત આવ્યા; 1789માં તેઓ મદ્રાસ(હવે ચેન્નઈ)ના લશ્કરી વિદ્યાલયમાં અધીક્ષક નિમાયા. ત્યાં તેમને જરૂરી શિક્ષકો મેળવવાની ખૂબ અગવડ પડી. આથી તેમણે ખુદ વિદ્યાર્થીઓ દ્વારા નિરીક્ષણ…
વધુ વાંચો >બેલ, એરિક ટેમ્પલ
બેલ, એરિક ટેમ્પલ (જ. 17 ફેબ્રુઆરી 1883, એબર્ડિન, સ્કૉટલૅન્ડ; અ. 21 ડિસેમ્બર 1960) : સ્કૉટિશ અમેરિકન ગણિતશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને લેખક. પૂર્ણાંકોના ગુણધર્મ સાથે સંકળાયેલ સંખ્યાશાસ્ત્રના સિદ્ધાંતો નામે જાણીતી ગણિતની શાખામાં કેટલાક અગત્યનાં પ્રમેય તેમણે શોધ્યાં હતાં. માત્ર ઓગણત્રીસ વર્ષની ઉંમરે તેઓ સ્કૉટલૅન્ડથી સ્થાનાંતર કરી અમેરિકા(યુ.એસ.)માં આવ્યા. અહીં સ્ટેન્સ્ફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા.…
વધુ વાંચો >બેલ, ઍલેક્ઝાંડર ગ્રેહામ
બેલ, ઍલેક્ઝાંડર ગ્રેહામ (જ. 3 માર્ચ 1847 એડિનબેરો; અ. 2 ઑગસ્ટ 1922, બાડેક, નોવા સ્કોશિયા) : વૈજ્ઞાનિક, અન્વેષક અને બધિરો માટે ઘણુંબધું કાર્ય કરનાર. તેમના પિતા પ્રોફેસર ઍલેક્ઝાંડર મેલવિલે બેલ વાક્-શિક્ષક (speech teacher) હતા.; માતા એલિઝા ગ્રેઇસ સારાં કલાકાર હતાં. 14 વર્ષની ઉંમરે ઍલેક્ઝાંડરે એડિનબરોની રૉયલ હાઈસ્કૂલમાંથી વિનીત થઈને ઍડિનબરો…
વધુ વાંચો >બેલગામ
બેલગામ : કર્ણાટક રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 15° 23´થી 17° 00´ ઉ. અ. અને 74° 05´થી 75° 28´ પૂ. રે. વચ્ચેનો 13,415 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રાજ્યનો તે સરહદી જિલ્લો હોઈ નૈર્ઋત્ય તરફ ગોવા સાથે તો ઉત્તર…
વધુ વાંચો >બેલગ્રેડ
બેલગ્રેડ : યુગોસ્લાવિયાનું પાટનગર તથા સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 44° 52´ ઉ. અ. અને 20° 32´ પૂ. રે. સર્બો-ક્રોએશિયન ભાષામાં તે બિયોગ્રેડ (Beograd) કહેવાય છે. તે ડેન્યૂબ અને સાવા નદીઓના સંગમ પર આવેલું છે. બેલગ્રેડ અહીંના વિસ્તાર માટેનું મહત્વનું નદીબંદર તથા રેલમાર્ગોનું કેન્દ્રીય મથક પણ છે. તે મોકાના…
વધુ વાંચો >બેલ, ચાર્લ્સ (સર)
બેલ, ચાર્લ્સ (સર) (જ. નવેમ્બર, 1774, એડિનબરો; અ. 28 એપ્રિલ 1842, નૉર્થહેલોવૉર્સેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ) : પ્રખર શરીરવિજ્ઞાનશાસ્ત્રી (anatomist). મગજ અને મસ્તિષ્ક ચેતા અંગેનું તેમનું સંશોધન તબીબી ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન ગણાય છે. તેમનું પુસ્તક ‘New Concepts in Brain Anatomy’ ચેતાશાસ્ત્રનો ‘મૅગ્ના કાર્ટા’ લેખાય છે. 1830માં ‘Human Nervous System’ લખી ચેતા-જૈવ વિજ્ઞાન પરના…
વધુ વાંચો >બેલઝોની, જિયોવાની બેટિસ્ટા
બેલઝોની, જિયોવાની બેટિસ્ટા (જ. 1778, પૅડુઆ, ઇટાલી; અ. 1823) : સાહસખેડુ અને પ્રાચીન ચીજોના સંગ્રાહક. 1815માં તેઓ ઇજિપ્ત ગયા. ત્યાં મહંમદ અલીએ તેમને સિંચાઈ માટે હાઇડ્રોલિક યંત્રસામગ્રી તૈયાર કરવાનું કાર્ય સોંપ્યું. ત્યારપછી તેઓ ઇજિપ્તમાં આવેલી કબરોમાંથી મૂલ્યવાન પ્રાચીન અવશેષો ઉઠાવી એકઠા કરવામાં પ્રવૃત્ત બન્યા. સાથોસાથ ઇજિપ્તની પ્રાચીનકળાના અવશેષોનું સંશોધન પણ…
વધુ વાંચો >બૅલડ
બૅલડ : ‘બૅલાદે’ અને ‘બૅલે’ની માફક આ શબ્દ પણ ઉત્તરકાલીન લૅટિન તથા ઇટાલિયન ‘બૅલારે’ એટલે કે ‘નૃત્ય કરવું’ એ શબ્દ પરથી ઊતરી આવ્યો છે. તાત્વિક રીતે બૅલડ એક પ્રકારનું ગીત છે અને તેમાં વાર્તાકથન હોય છે. પ્રારંભમાં તે નૃત્યની સંગતમાં સંગીત સાથે ગવાતું રજૂ થતું. મોટાભાગનાં બૅલડની કેટલીક લાક્ષણિકતાઓની તારવણી…
વધુ વાંચો >બેલ, ડેનિયલ
બેલ, ડેનિયલ (જ. 10 મે 1919, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા) : અમેરિકી સમાજશાસ્ત્રી અને પત્રકાર. ન્યૂયૉર્ક સિટી કૉલેજમાં અભ્યાસ કરી તેઓ 1930માં સ્નાતક થયા. તેમણે પત્રકાર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો અને 1941–45 દરમિયાન ‘ધ ન્યૂ લીડર’ સામયિકના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી કરી. ત્યારબાદ તેઓ જાણીતા સામયિક ‘ફૉરચ્યૂન’ના શ્રમ વિભાગના સંપાદક બન્યા.…
વધુ વાંચો >બેલનો લકવો
બેલનો લકવો (Bell’s palsy) : ચહેરાનો લકવો. દર વર્ષે દર 1 લાખની વસ્તીએ 23 જણાને તે થાય છે. તેથી દર 60થી 70 વ્યક્તિએ એકને તેના જીવન દરમિયાન ચહેરાનો લકવો થવાની સંભાવના રહે છે. 12 ચેતાઓની જોડ મગજમાંથી સીધી નીકળે છે. તે ખોપરીમાંથી બહાર આવતી હોવાથી તેમને કર્પરિચેતાઓ (cranial nerves) કહે…
વધુ વાંચો >બેરેન્સન, બેનાર્ડ
બેરેન્સન, બેનાર્ડ (જ. 1865, લિથુનિયા; અ. 1959) : અગ્રણી કલાવિવેચક. 1875માં તેઓ અમેરિકા જઈ વસ્યા. ત્યાં હાર્વર્ડ ખાતે અભ્યાસ કર્યો. ઇટાલીની રેનેસાં સમયની કલાના અધિકૃત અને અગ્રણી વિવેચક તરીકે તેમણે નામના કાઢી. તેઓ અમેરિકાના નાગરિક બન્યા, પરંતુ 1900માં ઇટાલીમાં રહેવા ચાલ્યા ગયા. ઇટાલીમાં રહીને તેમણે થોકબંધ વિવેચનાત્મક સાહિત્ય સર્જ્યું. પોતાના…
વધુ વાંચો >બેરેન્સ પીટર
બેરેન્સ પીટર (જ. 14 એપ્રિલ 1868, હૅમ્બર્ગ, જર્મની; અ. 27 ફેબ્રુઆરી 1940, બર્લિન, જર્મની) : આધુનિક શૈલીના જર્મન સ્થપતિ. 1886થી 1889 દરમિયાન ડસેલ્ડર્ફ નગરમાં કન્સ્ટ્શૂલેમાં, કાર્લ્સ્રૂલેમાં તથા જુદા જુદા ચિત્રકારોના સ્ટુડિયોમાં ચિત્રકલાનો તેમણે અભ્યાસ કર્યો. 1890માં નેધરલૅન્ડનો પ્રવાસ કર્યો તથા મ્યુનિક (મ્યુનિખ) પાછા ફરી 1893માં ‘મ્યુનિક સેસેશન ગ્રૂપ ઑવ્ પેઇન્ટર્સ’ની…
વધુ વાંચો >બેરેસફૉર્ડ, જૅક
બેરેસફૉર્ડ, જૅક (જ. 1899; અ. 1977) : બ્રિટનના નિપુણ અને નામી હલેસાચાલક (oarsman). 1920થી 1936 દરમિયાન તેમણે ગ્રેટ બ્રિટન વતી ઓલિમ્પિક રમતોમાં 5 વાર ભાગ લીધો અને 3 સુવર્ણચંદ્રક તથા 2 રજતચંદ્રકના વિજેતા બન્યા. 1949માં તેમને ‘ઓલિમ્પિક ડિપ્લોમા ઑવ્ મેરિટ’નું સન્માન મળ્યું. હેન્લી ખાતે તેઓ ‘ડાયમંડ સ્કલ્સ’ના 4 વાર વિજેતા…
વધુ વાંચો >બેરેસફૉર્ડ, બ્રુસ
બેરેસફૉર્ડ, બ્રુસ (જ. 1940, સિડની, ઑસ્ટ્રેલિયા) : ફિલ્મ-દિગ્દર્શક. લોના (ને વોર) અને લેસ્લી બેરેસફોર્ડના પુત્ર હતા, જેમણે ઇલેક્ટ્રિકલ સામાન વેચ્યો હતો. તેમનો ઉછેર ટૂંગાબીના બાહ્ય-પશ્ચિમ ઉપનગરમાં થયો હતો, અને ધ મીડોઝ પબ્લિક સ્કૂલ અને પછી ધ કિંગ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેઓએ યુનિવર્સિટી ઓફ સિડનીમાંથી બી. એ. નો અભ્યાસ કર્યો…
વધુ વાંચો >બેરો
બેરો : દફન-ટેકરા. તે માટી કે પથ્થરથી બનેલા હોય છે. તેના મુખ્ય બે પ્રકારો જોવા મળે છે : (1) નવપાષાણયુગના લાંબા ટેકરા અને (2) અંતિમ મધ્યપાષાણયુગના (પ્રારંભિક કાંસ્યયુગના) માનવોના દફન માટેના ગોળાકાર ટેકરા. દુનિયામાં આવા દફન-ટેકરાઓનાં ઘણાં ઉદાહરણો મળી આવે છે. લાંબા ટેકરાઓમાં માનવશબને કાષ્ઠપેટીમાં કે પથ્થરના પાટડાઓ વચ્ચે રાખીને…
વધુ વાંચો >બેરો (નદી)
બેરો (નદી) : આયર્લૅન્ડના મધ્યભાગમાં આવેલી, સ્લીવ બ્લૂમ પર્વતમાળામાંથી નીકળતી નદી. તે ત્યાંથી અગ્નિ દિશા તરફ 190 કિમી. લંબાઈમાં વહીને વૉટરફર્ડ બારામાં ઠલવાય છે. બારા નજીક તે નૉર (Nore) અને શુર (Suir) નદીઓને મળે છે. જ્યાંથી તે નીકળે છે તે પર્વતપ્રદેશના ઉપરવાસમાં લીક્સ (Leix) અને ઑફાલી (Offaly) પરગણાંઓમાં પૂર્વ તરફ…
વધુ વાંચો >બૅરોનેટ, ચીનુભાઈ માધવલાલ (સર)
બૅરોનેટ, ચીનુભાઈ માધવલાલ (સર) (જ. 26 મે 1864, અમદાવાદ; અ. 3 માર્ચ 1916, અમદાવાદ) : અમદાવાદના દાનવીર ઉદ્યોગપતિ. ગુજરાતના મિલઉદ્યોગના પિતા રાવબહાદુર રણછોડલાલ છોટાલાલના પૌત્ર. 1882માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને કૉલેજમાં જોડાયા. થોડા સમય બાદ કૉલેજનો અભ્યાસ છોડીને દાદા સાથે શાહપુર મિલમાં જોડાયા અને ધંધાનો અનુભવ મેળવ્યો. 1898માં દાદાનું અને…
વધુ વાંચો >બેર્ડ, જૉન લૉગી
બેર્ડ, જૉન લૉગી (જ. 1888, હેલેન્સબર્ગ, પશ્ચિમ સ્કૉટલૅન્ડ) : પ્રસિદ્ધ અંગ્રેજ વિદ્યુત-ઇજનેર અને ટેલિવિઝનનો પ્રારંભ કરનારા નિષ્ણાત. વિદ્યુત-ઇજનેરી વિશે તેમણે ગ્લાસગો યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. 1922માં તેમણે હૅસ્ટિંગ્ઝ ખાતે વસવાટ સ્વીકાર્યો અને ત્યાં ટેલિવિઝનની શક્યતા વિશે સંશોધન આરંભ્યું. 1926માં તેમણે સર્વપ્રથમ ટેલિવિઝન-પ્રતિબિંબ(image)નું નિદર્શન કર્યું. તેમની 30-લાઇન યંત્રસંચાલિત સ્કૅનિંગ પદ્ધતિ બીબીસીએ 1929માં…
વધુ વાંચો >બેર્ડે, લક્ષ્મીકાન્ત
બેર્ડે, લક્ષ્મીકાન્ત (જ. 19 ઑક્ટોબર 1951; અ. 16 ડિસેમ્બર 2004, મુંબઇ) : હિંદી અને મરાઠી ચલચિત્રો તથા મરાઠી રંગભૂમિના હાસ્યકલાકાર. ચલચિત્રોમાં હાસ્યકલાકારોની ભૂમિકાઓ નગણ્ય થવા માંડી હતી એવા સમયે પણ હાસ્યકલાકાર બનવાનું જ સપનું સેવનાર લક્ષ્મીકાન્ત બેર્ડેએ લાંબો સમય સંઘર્ષ કર્યો. એક એક ટંક જમવાના સાંસા હોય એવા પરિવારમાં સતત…
વધુ વાંચો >બેર્લિનર, એમિલ
બેર્લિનર, એમિલ (જ. 1851, હૅનૉવર, જર્મની; અ. 1929) : જર્મનીના સંશોધક. તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો તાલીમાર્થી પ્રિન્ટર તરીકે. પછી 1870માં સ્થળાંતર કરીને અમેરિકા ગયા. ત્યાં ‘બેલ ટેલિફોન કંપની’માં જોડાયા અને એ કંપનીના મુખ્ય ઇન્સ્પેક્ટરના હોદ્દા સુધી પહોંચ્યા. 1876 પછીનાં વર્ષોમાં તેમણે ઍલેક્ઝાન્ડર ગ્રેહામ બેલના ટેલિફોનમાં અનેક સુધારા પ્રયોજ્યા અને તે…
વધુ વાંચો >