૧૩.૧૩
બાર્ટ, રૉનાલ્ડથી બાલમનશ્ચિકિત્સાવિદ્યા
બાલમનશ્ચિકિત્સાવિદ્યા
બાલમનશ્ચિકિત્સાવિદ્યા (child psychiatry) બાળકોમાં થતા માનસિક વિકારો તથા રોગોની સારવાર. બાળકોમાં વર્તન અને માનસિકતા(psychology)ના વિકારો સમજવા માટે તેમના વિકાસની સામાન્ય પ્રક્રિયા સમજવી જરૂરી ગણાય છે. બાળકોનો સામાન્ય માનસિક વિકાર : કોઈ બે બાળકો એકબીજાંથી અલગ પડે છે, તેમ છતાં તેમનાં શારીરિક અને માનસિક વિકાસમાં કેટલાંક સામાન્ય તથ્યો અને પ્રક્રિયાઓ જોવા…
વધુ વાંચો >બાર્ટ, રૉનાલ્ડ
બાર્ટ, રૉનાલ્ડ (જ. 1915, ચૅરબર્ગ, ફ્રાન્સ; અ. 1980) : ફ્રાન્સના વિશ્વવિખ્યાત લેખક, વિવેચક અને અધ્યાપક. તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો શિક્ષણ અને સંશોધનક્ષેત્રે અને પછી વળ્યા લેખનપ્રવૃત્તિ તરફ. ‘રાઇટિંગ ડિગ્રી ઝિરો’ (1953) નામના તેમના નિબંધસંગ્રહના પરિણામે તે ફ્રાન્સના આધુનિકતાવાદી સાહિત્યના અગ્રણી વિવેચક બની રહ્યા. તેમની સાહિત્યિક વિવેચનામાં પરંપરાગત મૂલ્યલક્ષી નિર્ણયો તથા…
વધુ વાંચો >બાર્ડિન–કૂપર–શ્રીફર (BCS) સિદ્ધાંત
બાર્ડિન–કૂપર–શ્રીફર (BCS) સિદ્ધાંત : અતિવાહકતા(super-conductivity)ની સફળ સમજૂતી આપતો સિદ્ધાંત. આ સિદ્ધાંત વડે સમજી શકાય છે કે વાહકમાં ઇલેક્ટ્રૉન, વ્યવસ્થિત રીતે અતિવહન-અવસ્થાઓની રચના કરે છે. તેથી અતિવાહક પદાર્થોના ગુણધર્મોની સરળતાથી આગાહી કરી શકાય છે. આવા ગુણધર્મો પ્રાયોગિક અને સૈદ્ધાંતિક રીતે બંધબેસતા માલૂમ પડ્યા છે. BCS સિદ્ધાંત આવ્યા પછી અતિવાહકતાની સૈદ્ધાંતિક અને…
વધુ વાંચો >બાર્ડિન, જૉન
બાર્ડિન, જૉન (જ. 23 મે 1908, મેડિસન, વિસ્કૉનસિન, યુ.એસ.; અ. 1991) : એક જ વિષયમાં બે વખત નોબેલ પુરસ્કાર-વિેજેતા થયેલા પ્રખર ભૌતિકવિજ્ઞાની. અર્ધવાહકોના સંશોધન અને ટ્રાન્ઝિસ્ટરની શોધ માટે તેમને પ્રથમ વાર 1956માં નોબેલ પુરસ્કાર એનાયત થયો. આ પુરસ્કાર અર્ધવાહકો અને ટ્રાન્ઝિસ્ટરના ક્ષેત્રે મૌલિક પ્રદાન માટે સાથી સંશોધકો વિલિયમ શૉકલે અને…
વધુ વાંચો >બાર્થોલૉમ્યુ, ડાયઝ
બાર્થોલૉમ્યુ, ડાયઝ (જ. આશરે 1450; અ. 1500) : પૉર્ટુગલના પંદરમી સદીના સાહસિક દરિયાઈ પ્રવાસી અને સંશોધક. એમણે પશ્ચિમ યુરોપથી આફ્રિકા થઈને એશિયા આવવાનો જળમાર્ગ શોધ્યો હતો. એમના શરૂઆતના જીવન વિશે માહિતી મળતી નથી; પરંતુ એ દરિયો ખેડવાનું કામ કરતા હશે. 1481–82માં આફ્રિકાના ગોલ્ડ કોસ્ટ(વર્તમાન ઘાના)ના પ્રવાસે જનાર દરિયાઈ ટુકડીમાં એક…
વધુ વાંચો >બાર્દો, બ્રિજિત
બાર્દો, બ્રિજિત (જ. 28 સપ્ટેમ્બર 1934, પૅરિસ) : ફ્રેન્ચ અભિનેત્રી. મોહક સૌંદર્યને કારણે અમેરિકન અભિનેત્રી મૅરિલિન મનરો પછી સૌથી વધુ ચર્ચાસ્પદ રહેનાર બ્રિજિત બાર્દો અભિનયમાંથી નિવૃત્તિ બાદ પ્રાણીઓના સંરક્ષણ માટેની તેની ઝુંબેશના કારણે વધુ જાણીતી છે. ભણવામાં તે ઠોઠ હતી. કિશોરવયે નૃત્ય શીખવા જતી ત્યારે માત્ર 15 વર્ષની ઉંમરે ફ્રાન્સના…
વધુ વાંચો >બાર્નમ, ફિનિયસ ટર્નર
બાર્નમ, ફિનિયસ ટર્નર (જ. 1810, બેથલ; અ. 1891) : જાણીતા અને કુશળ મનોરંજન-નિષ્ણાત (showman). તેઓ ન્યૂયૉર્કમાં એક મ્યુઝિયમ ચલાવતા હતા અને ચિત્રવિચિત્ર તથા અવનવા પ્રકારની વસ્તુઓ લાવી મનોરંજનપ્રધાન કાર્યક્રમ ગોઠવતા. તેમાં તેમની આગવી કુશળતા હતી. 1842માં તેમણે અતિપ્રખ્યાત બની ગયેલા ઠિંગુજી જનરલ ટૉમ થમ્બને લાવીને સૌને દંગ કરી મૂક્યા અને…
વધુ વાંચો >બાર્બરા, મેક્લિન્ટોક
બાર્બરા, મેક્લિન્ટોક (જ. 1902, કનેક્ટિકટ, યુ.એસ.; અ. 1992) : ઈ. સ. 1983ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા વિષયના નોબેલ પુરસ્કારનાં વિજેતા. તેમણે ચલનશીલ જનીનતત્વો (mobile genetic elements) અંગેના તેમના સંશોધનને કારણે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું. તેમણે કૉર્નેલ યુનિવર્સિટી ખાતે ભણીને 1927માં વાનસ્પતિક જનીનવિદ્યા(plant genetics)માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. ત્યારબાદ તેઓ કેલ્ટેક,…
વધુ વાંચો >બાર્બાડોસ
બાર્બાડોસ : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલા ટાપુઓનો દેશ. ભૌગોલિક સ્થાન : 13° 10´ ઉ. અ. અને 59° 32´ પૂ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. દક્ષિણ અમેરિકાના વેનેઝુએલાથી ઈશાનમાં આશરે 402 કિમી.ને અંતરે રહેલો આ ટાપુ વેસ્ટ ઇન્ડિઝના લઘુ એન્ટિલ્સ જૂથના વિન્ડવર્ડ પેટાજૂથના છેક પૂર્વ છેડે આવેલો છે. (કેટલાક ભૂગોળવેત્તાઓ બાર્બાડોસને વિન્ડવર્ડ…
વધુ વાંચો >બાર્બિકન
બાર્બિકન : કિલ્લાઓના દરવાજાને આવરી લઈને કરાતી વિશિષ્ટ ઇમારતી રચના. તેના દ્વારા કિલ્લાઓના પ્રવેશ આંટીઘૂંટીવાળા બની જતા. તેથી આગંતુક જૂથ સહેલાઈથી કિલ્લાની અંદર પ્રવેશી ન શકે. આ જાતની રચના ખાસ કરીને સલામતીની ર્દષ્ટિએ કિલ્લાઓમાંના પ્રવેશને સામાન્ય ન બનાવવા માટે કરાતી. આવી રચનાને horn work પણ કહેવામાં આવે છે. આ જાતની…
વધુ વાંચો >બાર્બિચ્યુરેટ
બાર્બિચ્યુરેટ : જુઓ પ્રશાન્તકો
વધુ વાંચો >