૧૦.૨૩

નૈતિક વિકાસ (moral development)થી નોબેલ, આલ્ફ્રેડ બર્નહાર્ડ

નૈતિક વિકાસ (moral development)

નૈતિક વિકાસ (moral development) : શિશુ અવસ્થાથી પુખ્ત વય સુધીમાં નીતિ અંગેની સમજ અને નૈતિક આચરણમાં થતો વિકાસ. વ્યક્તિના આચારવિચાર તેના જૂથના નીતિનિયમોને અનુરૂપ બને તેને નૈતિકતા કહેવાય છે. વ્યક્તિ, જૂથના દબાણને વશ થઈ, (ઘણી વાર પોતાની ઇચ્છા વિરુદ્ધ) જૂથનાં ધોરણોને અનુસરે તે બાહ્ય નૈતિકતા કહેવાય. જ્યારે તે રાજીખુશીથી નૈતિક…

વધુ વાંચો >

નૈનીતાલ

નૈનીતાલ : ઉત્તરાખંડનો પર્વતીય જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 29° 20´ ઉ.  અ. અને 79° 30´ પૂર્વ  રેખાંશ. જિલ્લાનો કુલ વિસ્તાર 3,860 ચોકિમી. અને વસ્તી 9,55,128 (2011) છે. તેની ઉત્તરે રાજ્યનો અલમોડા જિલ્લો,  નૈર્ઋત્યે અને દક્ષિણે ઉદ્યમસિંહ નગર, પૂર્વમાં ચંપાવત તથા પશ્ચિમે પૌરી…

વધુ વાંચો >

નૈમિત્તિક અનામતો (contingency reserves)

નૈમિત્તિક અનામતો (contingency reserves) : વેપારધંધામાં સંભવિત ઘટના ઘટે તો તેના ખર્ચ કે નુકસાનને પહોંચી વળવા માટે સરવૈયામાં કરેલી જોગવાઈ. દરેક વર્ષના નફામાંથી કંપની કેટલોક હિસ્સો સામાન્ય અનામતો (general reserves) ખાતે તબદીલ કરે છે અને આ અનામતોનો ઉપયોગ ભવિષ્યમાં ધંધામાં થતા નુકસાન, આર્થિક સંકડામણ અને સંભવિત ઘટના ખરેખર બને તો…

વધુ વાંચો >

નૈયર મસૂદ (સૈયદ નૈયર મસૂદ રિઝવી)

નૈયર મસૂદ (સૈયદ નૈયર મસૂદ રિઝવી) (જ. 16 નવેમ્બર 1936, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 24 જુલાઈ 2017, લખનૌ) : ઉર્દૂ વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘તાઊસ ચમન કી મૈના’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી ફારસીમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી અને અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં ડી.ફિલ.ની…

વધુ વાંચો >

નૈરોબી

નૈરોબી : કેન્યાનું પાટનગર તથા પૂર્વ આફ્રિકાનું ધીકતું વ્યાપારી મથક. ભૌગોલિક સ્થા. 1° 17´ દ. અ. અને 36° 49´ પૂ. રે.. તે વિષુવવૃત્તની દક્ષિણે 145 કિમી. અંતરે આવેલું છે. તે દક્ષિણ મધ્ય કેન્યામાં સમુદ્રસપાટીથી 1,660 મી. ઊંચાઈ પરના મેદાની પ્રદેશમાં વિસ્તરેલું છે. તેનો વિસ્તાર 684 ચોકિમી. અને તેની કુલ વસ્તી…

વધુ વાંચો >

નૈવેદ્ય

નૈવેદ્ય (1961) : ડોલરરાય રં. માંકડની ષષ્ટિપૂર્તિ નિમિત્તે તેમનાં વિવેચન, અવલોકન, પુરાતત્વ અને ભાષાશાસ્ત્રના લેખોનો સંગ્રહ. ડોલરરાય માંકડમાં વિદ્વત્તા, સાહિત્યપદાર્થ વિશેની સ્પષ્ટ સમજ, કૃતિ કે વિચારને બહિરંતર તપાસતી તલાવગાહી દૃષ્ટિ, શાસ્ત્રનિષ્ઠા, કૃતિના રહસ્યને અવગત કરનારી ભાવયિત્રી પ્રતિભા, પુરાતત્વ કે ભાષાશાસ્ત્ર માટે આવશ્યક પૃથક્કરણશીલ તર્કબુદ્ધિ, સંસ્કૃત નાટ્યશાસ્ત્રની ઊંડી અભિજ્ઞતા અને તત્વગ્રહણશીલતા…

વધુ વાંચો >

નૈષધીય ચરિત

નૈષધીય ચરિત : સંસ્કૃત ભાષામાં રચાયેલું પ્રસિદ્ધ મહાકાવ્ય. મહાકવિ શ્રી હર્ષ(અગિયારમી કે બારમી સદી)નું સંસ્કૃત પંચમહાકાવ્યોમાં ગણના પામેલું સુપ્રસિદ્ધ મહાકાવ્ય. એમાં નિષધ દેશના રાજા નળના વિદર્ભ દેશની રાજકુમારી દમયંતી સાથેના પ્રણયનું નિરૂપણ છે. તેમાં હંસ, દિકપાલો અને સ્વયંવરની ઘટનાઓ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તેમાં નળ વનવિહાર કરતાં પકડેલા હંસ…

વધુ વાંચો >

નૈસર્ગિક ઉદ્યોગો

નૈસર્ગિક ઉદ્યોગો : જુઓ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ.

વધુ વાંચો >

નૈસર્ગિક પસંદગી

નૈસર્ગિક પસંદગી : જુઓ, પ્રાકૃતિક પસંદગી.

વધુ વાંચો >

નૈસર્ગિક સંપત્તિ

નૈસર્ગિક સંપત્તિ સજીવોના જીવનને ટકાવવામાં ઉપયોગમાં આવતા જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણના ઘટકો. જમીન, હવા, પાણી, વનસ્પતિઓ, પ્રાણીઓ, ઊર્જા વગેરે નૈસર્ગિક સંપત્તિ ગણાય છે. મનુષ્ય નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ પોતાનું અસ્તિત્વ ટકાવવા અને પ્રગતિ સાધવા માટે કરે છે. નૈસર્ગિક સંપત્તિનું વર્ગીકરણ : નૈસર્ગિક સંપત્તિના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે : (1)…

વધુ વાંચો >

નોધા ગૌતમ

Jan 23, 1998

નોધા ગૌતમ : ઋગ્વેદના મંત્રદ્રષ્ટા કવિઓમાંના એક ઋષિ. ઋગ્વેદનાં કુલ દસ મંડળમાંથી ફક્ત પહેલા મંડળમાં તેમણે મનથી જોયેલાં સૂક્તો રહેલાં છે. નોધા નામના ઋષિ ઋગ્વેદના આઠમા મંડળના 88મા સૂક્તના અને નવમા મંડળના 93મા સૂક્તના મંત્રદ્રષ્ટા છે, પરંતુ તે ઋષિ આ નોધા ગૌતમ ઋષિથી તદ્દન અલગ છે. નોધા ગૌતમ ઋષિએ ઋગ્વેદના…

વધુ વાંચો >

નૉનસ્ટોઇકિયોમૅટ્રિક સંયોજનો

Jan 23, 1998

નૉનસ્ટોઇકિયોમૅટ્રિક સંયોજનો : જેમાં તત્વોના પરમાણુઓની સાપેક્ષ સંખ્યા સાદી પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તર વડે દર્શાવી શકાતી ન હોય તેવાં સંયોજનો. તત્વયોગમિતીય, ઉચિતપ્રમાણી, માત્રાત્મક અથવા સ્ટોઇકિયોમૅટ્રિક કે ડોલ્ટનાઇડ સંયોજનો એવાં છે કે તેમાં ધનાયનો અને ઋણાયનોની સંખ્યાનો ગુણોત્તર તેમના રાસાયણિક સૂત્ર દ્વારા સૂચિત થતા ગુણોત્તર જેટલો હોય છે; દા. ત., Cu2S. પરંતુ…

વધુ વાંચો >

નોબેલ, આલ્ફ્રેડ બર્નહાર્ડ

Jan 23, 1998

નોબેલ, આલ્ફ્રેડ બર્નહાર્ડ (જ. 21 ઑક્ટોબર 1833, સ્ટૉકહોમ, સ્વીડન; અ. 10 ડિસેમ્બર 1896, સાન રે મો, ઇટાલી) : વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક પ્રતિષ્ઠાનના સ્થાપક અને ડાઇનેમાઇટના શોધક સ્વીડિશ રસાયણશાસ્ત્રી. ઇમૅન્યુઅલ નોબેલના ત્રણ પુત્રોમાંના એક. શરૂઆતમાં નોબેલ કુટુંબે 1842માં સ્વીડન છોડીને સેંટ પીટર્સબર્ગ(રશિયા)માં વસવાટ કર્યો. આલ્ફ્રેડનું શિક્ષણ ખાનગી શિક્ષકો દ્વારા થયું અને…

વધુ વાંચો >