૧૦.૨૨

નેલ્લોર (શહેર)થી નેહેર, ઇર્વિન

નૅશનલ કૉન્ફરન્સ (જમ્મુ અને કાશ્મીર)

નૅશનલ કૉન્ફરન્સ (જમ્મુ અને કાશ્મીર) : ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યનો પ્રાદેશિક પક્ષ. 1932માં જમ્મુ-કાશ્મીર રાજ્યમાં શેખ અબદુલ્લા અને ગુલામ અબ્બાસ ચૌધરી દ્વારા તેની સ્થાપના થઈ હતી અને 1939માં તે સંગઠને ‘નૅશનલ કૉન્ફરન્સ’ નામ ધારણ કર્યું. આ વેળા તેની નેમ રાજ્યના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરવાની હતી. 1941માં ગુલામ અબ્બાસ આ પક્ષથી અલગ…

વધુ વાંચો >

નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, નવી દિલ્હી

નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, નવી દિલ્હી (સ્થાપના : 1954) : ભારત સરકારે ઊભું કરેલું આધુનિક કલાપ્રવૃત્તિનું રાષ્ટ્રીય કેન્દ્ર. આધુનિક કલા અને કલાકારોને પ્રોત્સાહિત કરવા ભારત સરકારે સ્થાપેલી આ સંસ્થા સાંસ્કૃતિક વિભાગને ઉપક્રમે પ્રવૃત્તિ કરે છે. આધુનિક કલાકારોની કૃતિઓને એકત્રિત કરી તેનાં પ્રદર્શનો યોજવાં, કલાને લગતી વિવિધ કાર્યશાળાઓ યોજવી અને…

વધુ વાંચો >

નૅશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદ

નૅશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદ : જમીન, દરિયાઈ અને અવકાશી વિસ્તારમાં ભૂભૌતિક ક્ષેત્રે મોજણી અને સંશોધન કરતી હૈદરાબાદ(આન્ધ્ર)સ્થિત રાષ્ટ્રીય સંશોધન-સંસ્થા. સ્થાપના હૈદરાબાદ ખાતે 1962માં. ભારતમાં ભૂભૌતિક-વિજ્ઞાન (જિયોફિઝિક્સ) ક્ષેત્રે એક વિશ્વમાન્ય સંસ્થા સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ દેશની પ્રજાને વિજ્ઞાન અને ટૅકનૉલૉજી દ્વારા વિવિધ લાભ મળે તે માટેનો છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીથી પ્રજાની…

વધુ વાંચો >

નૅશનલ જ્યૉગ્રાફિક

નૅશનલ જ્યૉગ્રાફિક :  સમગ્ર બ્રહ્માંડ, ધરતી, સાગર અને આકાશ વિશેના માણસના જ્ઞાનને વધારતું અને પ્રસારતું વિશ્વનું લોકપ્રિય અંગ્રેજી માસિક-પત્ર. પૂરું નામ ‘ધ નૅશનલ જ્યૉગ્રાફિક મૅગેઝિન’. અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનમાં 1888માં અમેરિકાના 33 અગ્રણીઓએ ‘ભૂગોળના જ્ઞાનના વર્ધન અને પ્રસારણ માટે’ ‘ધ નૅશનલ જ્યૉગ્રાફિક સોસાયટી’ની સ્થાપના કરી. એ જ વર્ષે સોસાયટીના મુખપત્ર રૂપે…

વધુ વાંચો >

નૅશનલ જ્યોગ્રાફિક્લ સોસાયટી ઑફ ઇન્ડિયા (NGSI)

નૅશનલ જ્યોગ્રાફિક્લ સોસાયટી ઑફ ઇન્ડિયા (NGSI) : બનારસ હિન્દુ યુનિવર્સિટી,  વારાણસીના ભૂગોળ-વિભાગના ઉપક્રમે 1946માં સ્વ. પ્રાધ્યાપક એચ. એલ. છિબ્બર દ્વારા સ્થપાયેલી સંસ્થા. આ સંસ્થાના હેતુઓ અને ઉદ્દેશો નીચે મુજબ છે : (1) ભારતભરમાં ભૂગોળના જ્ઞાનનું સંવર્ધન કરવું અને તેનો પ્રચાર તેમજ વિસ્તાર કરવો, (2) ભૂગોળના અભ્યાસના પ્રોત્સાહન દ્વારા ભૌગોલિક અન્વેષણ…

વધુ વાંચો >

નૅશનલ ડિજિટલ લાઇબ્રેરી ઑવ્ ઇન્ડિયા (National Digital Library of India – NDL– India)

નૅશનલ ડિજિટલ લાઇબ્રેરી ઑવ્ ઇન્ડિયા (National Digital Library of India – NDL– India) : નૅશનલ મિશન ઑન એજ્યુકેશન થ્રૂ આઈસીટીનું એક ઘટક. શિક્ષણના સાધન તરીકે માહિતી પ્રત્યાયન ટૅક્નૉલૉજી(ICT)નો ઉપયોગ કરીને ઉચ્ચશિક્ષણની ટકાવારીમાં વૃદ્ધિ કરવાના સઘન પ્રયત્નોના ભાગ રૂપે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ‘નૅશનલ મિશન ફૉર એજ્યુકેશન થ્રૂ આઈસીટીની…

વધુ વાંચો >

નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)

નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) : ભારતમાં ડેરીવિકાસના કાર્યક્રમો ઘડતી તથા આવા કાર્યક્રમોને સહકારી પ્રવૃત્તિ દ્વારા પ્રોત્સાહન આપતી રાષ્ટ્રીય વિકાસ સંસ્થા. તેની સ્થાપના સપ્ટેમ્બર, 1965માં થઈ હતી. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ઑક્ટોબર, 1964માં ‘અમૂલ’ની સમતોલ પશુઆહાર-દાણ-ફૅક્ટરીનું ઉદઘાટન કરવા રાજ્યની મુલાકાત લીધી, ત્યારે આણંદ-પદ્ધતિ મુજબ સહકારી ધોરણે અન્ય રાજ્યોમાં પણ…

વધુ વાંચો >

નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી, નવી દિલ્હી

નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી, નવી દિલ્હી : ભૌતિકશાસ્ત્રમાં સંશોધન કરી રાષ્ટ્રની વિવિધ જરૂરિયાતો પૂરી પાડતી, ઔદ્યોગિક ઉત્પાદન અને ગુણવત્તા વધારવા વૈજ્ઞાનિક કામગીરી બજાવતી દિલ્હી-સ્થિત રાષ્ટ્રીય પ્રયોગશાળા. દેશમાં શરૂઆતમાં જે રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવી તેમાંની આ એક છે. ઔદ્યોગિક આયોજનસમિતિની ભલામણથી આ પ્રયોગશાળાનું ખાતમુહૂર્ત ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 4 જાન્યુઆરી, 1947ના રોજ…

વધુ વાંચો >

નૅશનલ બૉટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NBRI), લખનૌ

નૅશનલ બૉટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NBRI), લખનૌ : લખનૌમાં આવેલી રાષ્ટ્રીય વનસ્પતિ-સંશોધન સંસ્થા. તે ધ કાઉન્સિલ ઑવ્ સાયંટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR), નવી દિલ્હીની રાષ્ટ્રીય પ્રયોગશાળાનું એક ઘટક છે. મૂળભૂત રીતે તેની સ્થાપના 1948માં રાષ્ટ્રીય વનસ્પતિ-ઉદ્યાન (National Botanic Gardens) તરીકે થઈ હતી. ઉત્તરપ્રદેશની સરકારે આ ઉદ્યાનનું 1948માં આધુનિકીકરણ કરી તેનો વિસ્તાર…

વધુ વાંચો >

નૅશનલ મિશન ફૉર મૅન્યુસ્ક્રિપ્ટ્સ (National Mission for Manuscripts – NMM)

નૅશનલ મિશન ફૉર મૅન્યુસ્ક્રિપ્ટ્સ (National Mission for Manuscripts – NMM) : હસ્તપ્રતોની જાળવણી અને સુરક્ષા માટેની રાષ્ટ્રીય યોજના. ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી, 2003માં વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપેયીના હસ્તે નૅશનલ મિશન ફૉર મૅન્યુસ્ક્રિપ્ટ્સની યોજના શરૂ કરવામાં આવી હતી. તેનો હેતુ (Motto) ભવિષ્ય માટે ભૂતકાળની જાળવણી (Conserving the…

વધુ વાંચો >

નેલ્લોર (શહેર)

Jan 22, 1998

નેલ્લોર (શહેર) : પેન્નાર નદીના કાંઠા પર આવેલું આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાનું શહેર અને જિલ્લા વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 14° 26´ ઉ. અ. અને 79° 58´ પૂ. રે. પર તે ચેન્નાઈથી લગભગ 173 કિમી. દૂર ઉત્તર તરફ આવેલું છે. શહેરનું ક્ષેત્રફળ 48.39 ચોકિમી. બૃહદ શહેર ક્ષેત્રફળ : 100.33 ચોકિમી. છે.…

વધુ વાંચો >

નેલ્સન (નદી)

Jan 22, 1998

નેલ્સન (નદી) : કૅનેડાના મધ્ય-ઉત્તર મેનિટોબામાં આવેલી મુખ્ય નદી. તે વિનિપેગ સરોવરના ઉત્તર ભાગમાંથી નીકળી ઈશાન તરફ વહે છે અને હડસનના ઉપસાગર પર આવેલા પૉર્ટ નેલ્સનની દક્ષિણે ઠલવાય છે. વિનિપેગ સરોવર અને હડસનના ઉપસાગર વચ્ચેની તેની લંબાઈ 628 કિમી. છે. પરંતુ બો અને સસ્કેચવાન નદીરચનાને જો તેની સાથે જોડવામાં આવે…

વધુ વાંચો >

નેલ્સન (શહેર)

Jan 22, 1998

નેલ્સન (શહેર) : ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુને ઉત્તર કાંઠે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 41° 17´ દ. અ. અને 173° 17´ પૂ. રે.. 1858માં રાણી વિક્ટોરિયાએ આ શહેર વસાવેલું. ટસ્માન ઉપસાગરના શિરોભાગ પર તે આવેલું છે તથા નેલ્સન પ્રાંતનું એકમાત્ર શહેર અને બંદર છે. તે સમશીતોષ્ણ કટિબંધની હૂંફાળી આબોહવા ધરાવે છે.…

વધુ વાંચો >

નેલ્સન, હૉરેશિયો

Jan 22, 1998

નેલ્સન, હૉરેશિયો (જ. 29 સપ્ટેમ્બર 1758, બર્નહામ થૉર્પે, નૉર્ફોક, ઇંગ્લૅન્ડ; અ. 21 ઑક્ટોબર 1805, સ્પેન) : નેપોલિયન બોનાપાર્ટ સાથેનાં નૌકાયુદ્ધોમાં વિજયી બનેલો ગ્રેટ બ્રિટનનો કુશળ અને સમર્થ નૌકાધિપતિ. તેનો જન્મ નૉર્ફોકના બર્નહામ થૉર્પેમાં થયો હતો. માતાના મૃત્યુ પછી મામા કોટન મૉરિસ સકલિંગની સહાયથી તે બાર વર્ષની વયે ઇંગ્લૅન્ડના નૌકાસૈન્યમાં દાખલ…

વધુ વાંચો >

નેવ

Jan 22, 1998

નેવ : ચર્ચનો વચલો મુખ્ય ભાગ. ચર્ચમાં મુખ્યત્વે વચ્ચેની આ લંબ- ચોરસ જગ્યાનો જનસાધારણ દ્વારા મહત્તમ ઉપયોગ થાય છે. તેના એક છેડે ચર્ચનું પ્રવેશદ્વાર તથા સામા છેડે પૂજાસ્થાન હોય; જ્યારે તેની બંને પડખે સ્તંભની હાર પછી પાર્શ્વવીથિ હોય છે. હેમંત વાળા

વધુ વાંચો >

નેવાડા

Jan 22, 1998

નેવાડા : યુનાઇટેડ સ્ટેટ્સના લગભગ છેક પશ્ચિમ ભાગમાં આવેલું આંતરપર્વતીય રાજ્ય. ભૌગોલિક સ્થાન : 35° થી 42° ઉ. અ. અને 114° થી 120° પ. રે. વચ્ચે આવેલું છે. ‘નેવાડા’ એ મૂળ સ્પૅનિશ શબ્દ છે, તેનો અર્થ ‘બરફઆચ્છાદિત’ એવો થાય છે; વળી અહીંથી ચાંદીનાં ખનિજો મળી આવતાં હોવાથી તેનું લાડનું નામ…

વધુ વાંચો >

નેવારી સંવત

Jan 22, 1998

નેવારી સંવત : જુઓ, સંવત

વધુ વાંચો >

નેવાસા

Jan 22, 1998

નેવાસા : મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર શહેરથી ઈશાનમાં આશરે 55 કિમી.ના અંતરે, ગોદાવરી નદીની એક શાખા પ્રવરાને કાંઠે વસેલું નગર. તે નેવાસા ખુર્દ તરીકે ઓળખાય છે. આ વસાહતના ઉલ્લેખો પ્રાચીન સાહિત્યમાં મળે છે. નેવાસા મુખ્યત્વે ‘જ્ઞાનેશ્વરી’ માટે પ્રસિદ્ધ છે. સંત જ્ઞાનેશ્વરે ગીતા પર ટિપ્પણી કે જે ‘જ્ઞાનેશ્વરી’ તરીકે જાણીતી છે તે…

વધુ વાંચો >

નૅશ, જૉન ફૉર્બસ (જુનિયર)

Jan 22, 1998

નૅશ, જૉન ફૉર્બસ (જુનિયર) (જ. 13 જૂન 1928, વૅસ્ટ વર્જિનિયા, યુ.એસ.; અ. 23 મે 2015, ન્યૂજર્સી, યુ.એસ.) : વિખ્યાત ગણિતજ્ઞ તથા 1994ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના ત્રણ વિજેતાઓમાંના એક. અમેરિકામાં જન્મસ્થાન બ્લૂફીલ્ડમાં ઉછેર. પિતા ઇલેક્ટ્રિક્લ એન્જિનિયર, માતા લૅટિનની શિક્ષિકા. શાળાના નિયત અભ્યાસક્રમમાં ઓછી રુચિને લીધે શિક્ષણમાં ધીમી પ્રગતિ. વાચન, ચેસ તથા…

વધુ વાંચો >

નૅશનલ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયા

Jan 22, 1998

નૅશનલ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયા : એશિયાનાં સૌથી મોટાં તથા શ્રેષ્ઠ સાધનસામગ્રી ધરાવતાં દફતર સંગ્રહાલયોમાંનું એક. 11 માર્ચ, 1891ના રોજ શાહી દફતર ખાતા તરીકે તે સમયની ભારતની સરકારનાં જૂના દસ્તાવેજ ઇત્યાદિનાં દફતર સાચવવા માટે તેની કૉલકાતામાં સ્થાપના થઈ  હતી. તેનું કાર્યાલય 1937માં કૉલકાતાથી દિલ્હી લઈ જવામાં આવ્યું. દફતર-ભંડારમાં સરકારી દફતર ઈ.…

વધુ વાંચો >