૯.૦૩

ત્રિપાઠી ગોવર્ધનરામથી ત્રુટિજન્ય રોગો

ત્રિપાઠી, ગોવર્ધનરામ

ત્રિપાઠી, ગોવર્ધનરામ (જ. 20 ઑક્ટોબર 1855, નડિયાદ; અ. 4 જાન્યુઆરી 1907, નડિયાદ) : ગુજરાતના યુગપ્રવર્તક સાહિત્યકાર. પ્રથમ મહાનવલ (epic novel) આપનાર સર્જક. પિતાનું નામ માધવરામ ને માતાનું નામ શિવકાશી હતું. બાળપણમાં મુનિ મહારાજના સમાગમથી વૈષ્ણવ ભક્તિના સંસ્કારો, દલપતરામની ચોપાઈથી જાગેલો કવિતાપ્રેમ, પાછળથી ‘કાવ્યદોહન’ આદિના વાચનથી સંવર્ધિત થતાં ર્દઢ થયેલા કાવ્ય-સંસ્કારો…

વધુ વાંચો >

ત્રિપાઠી, જગન્નાથ દામોદર

ત્રિપાઠી, જગન્નાથ દામોદર : જુઓ, સાગર.

વધુ વાંચો >

ત્રિપાઠી, બકુલ પદ્મમણિશંકર

ત્રિપાઠી, બકુલ પદ્મમણિશંકર (જ. 27 નવેમ્બર 1928, નડિયાદ; અ. 31 ઑગસ્ટ 2006, અમદાવાદ) : ગુજરાતી હાસ્યકાર અને નાટ્યકાર. તખલ્લુસ ‘ઠોઠ નિશાળિયો’ માતાનું નામ સૂર્યબાળા મગનલાલ વોરા અને પિતાનું નામ પદ્મમણિશંકર. 1944માં મૅટ્રિક; 1948માં બી.કૉમ.; 1952માં એમ.કૉમ. અને 1953માં એલએલ.બી.. 1953થી અમદાવાદની એચ.એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાં. 1988માં નિવૃત્ત થયા ત્યાં સુધી વાણિજ્યના…

વધુ વાંચો >

ત્રિપાઠી, ભાસ્કરાચાર્ય

ત્રિપાઠી, ભાસ્કરાચાર્ય (જ. 1 જુલાઈ 1942, પાંડર જસરા, જિ. અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃત કવિ અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘નિર્ઝરિણી’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. અને ડી.ફિલ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ હિંદી અને અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન ધરાવે છે. તેમણે…

વધુ વાંચો >

ત્રિપાઠી, મન:સુખરામ

ત્રિપાઠી, મન:સુખરામ (જ. 23 મે 1840, નડિયાદ; અ. 30 મે 1907, નડિયાદ) : ગુજરાતના પ્રાચીનતાના પક્ષપાતી વિદ્વાન લેખક. પિતા  સૂર્યરામ, માતા ઉમેદકુંવર, જ્ઞાતિએ વડનગરા નાગર. આઠ વર્ષની વયે પિતાનું અવસાન. શિક્ષણ ખેડામાં. નડિયાદના સાક્ષરોમાં તેમનું સ્થાન મહત્વનું છે. મન:સુખરામ આમ તો ગોવર્ધનરામના કાકા થતા હતા પણ એમનો સંબંધ પિતા-પુત્ર જેવો…

વધુ વાંચો >

ત્રિપાઠી, રાધાવલ્લભ

ત્રિપાઠી, રાધાવલ્લભ (જ. 1949, જિ. રાજગઢ, મધ્યપ્રદેશ) : સંસ્કૃતના વિદ્વાન સંશોધનકાર, વાર્તાકાર અને કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સંધાનમ્’ માટે 1994ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. ફક્ત 7 વર્ષની ઉંમરે તેમણે સંસ્કૃતમાં વાર્તાઓ લખવી શરૂ કરી હતી. તેમણે એમ.એ., પીએચ.ડી અને ડી.લિટ્.ની પદવીઓ મેળવ્યા બાદ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધનકાર્ય તેમજ…

વધુ વાંચો >

ત્રિપાઠી, સૂર્યકાન્ત

ત્રિપાઠી, સૂર્યકાન્ત : જુઓ, નિરાલા

વધુ વાંચો >

ત્રિપાર્શ્વ કાચનું હોકાયંત્ર

ત્રિપાર્શ્વ કાચનું હોકાયંત્ર (prismatic compass) : ભૂસ્તરીય તેમજ ભૌગોલિક સર્વેક્ષણ – ક્ષેત્રીય અભ્યાસકાર્ય માટે ઉપયોગમાં લેવાતું સાધન. આ સાધનથી દિશા અને દિશાકોણ જાણી શકાય છે. ક્ષેત્રમાં પોતાના સ્થાનનું બિંદુ નકશામાં મૂકી આપવા માટે દિશાકોણનો વિશેષે કરીને ઉપયોગ થાય છે. એ રીતે જોતાં તે સાદા હોકાયંત્રનું સુધારા-વધારાવાળું સ્વરૂપ ગણાય. આ સાધન…

વધુ વાંચો >

ત્રિપિટક

ત્રિપિટક : બૌદ્ધ ધર્મના આગમ ગ્રંથો. तिपिटक (સં. त्रिपिटक)માં सुतपिटक, विनयपिटक, अभिधम्मपिटकનો સમાવેશ થાય છે. જે દિવસે ભગવાન બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું અને પરિનિર્વાણમાં પ્રવેશ કર્યો તે સમયગાળા દરમિયાન તેમણે જે કોઈને, જે કાંઈ, ઉપદેશ રૂપે કહ્યું તેનો સંગ્રહ तिपिटक(त्रिपिटक)માં કરવામાં આવ્યો છે. બુદ્ધે પોતાનો ઉપદેશ મૌખિક રીતે આપ્યો હતો.…

વધુ વાંચો >

ત્રિપુરા

ત્રિપુરા : ઈશાન ભારતનું પર્વતીય રાજ્ય. ભૌગોલિક સ્થાન : 24° ઉ. અ. અને 95° પૂ. રે.. ઈશાન ખૂણે આસામ અને મિઝોરમને બાદ કરતાં સમગ્ર રાજ્ય બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 10,492 ચોકિમી. છે. રાજ્યના ઈશાન ખૂણે પ્રાચીન ખડકો અને ચૂનાના પથ્થરોની રચના ધરાવતી લુસાઈ ટેકરીઓ છે. ઉત્તરમાં નદીની…

વધુ વાંચો >

ત્રુટિ

Mar 3, 1997

ત્રુટિ (error) : ભૌતિક રાશિનું સંખ્યાત્મક મૂલ્ય પ્રયોગની મદદથી નક્કી કરતી વખતે માપનની અચોકસાઈને  કારણે ભૌતિક રાશિના મૂલ્યમાં આવતી અચોકસાઈ. માન(magnitude)ની નિરપેક્ષતાનો સિદ્ધાંત લગભગ ચોથી સદીમાં પ્લેટોની અકાદમીના સભ્ય ઍક્ઝોડસે તેમજ  ‘રેગ્યુલર પોલિહડ્રો’ પુસ્તકના લેખક થીટેટસે વિકસાવ્યો. અસંમેય (irrational) માન અને અસંમેય સંખ્યાઓની સમજૂતી અંગે માત્ર સૈદ્ધાંતિક હેતુસર આ વિકાસ…

વધુ વાંચો >

ત્રુટિજન્ય રોગો (પશુઓમાં)

Mar 3, 1997

ત્રુટિજન્ય રોગો (પશુઓમાં) : સમતોલ આહારના અભાવે પશુઓને થતા રોગો. અન્ય પ્રાણીઓની જેમ પશુપોષણમાં પણ કાર્બોદિતો, મેદઅમ્લ, પ્રોટીન, વિટામિનો ઉપરાંત ખનિજતત્વો અગત્યનાં છે. ખનિજતત્વોના બે વિભાગ છે : (1) મુખ્ય ખનિજ દ્રવ્યો–કૅલ્શિયમ, ફૉસ્ફરસ, સોડિયમ, પોટૅશિયમ, ગંધક, મૅગ્નેશિયમ, ક્લોરિન વગેરે તથા (2) વિરલ દ્રવ્યો (trace elements) –લોહ, તાંબું, આયોડિન, કોબાલ્ટ, જસત,…

વધુ વાંચો >