ખંડ ૮
જૈવિક એકમોથી તેલ ઉદ્યોગ-ખાદ્ય
ડિજિટલ એરેસ્ટ
ડિજિટલ એરેસ્ટ : ડિજિટલ ધરપકડનો એક પ્રકારનો. સાયબર અપરાધ. તેમાં સાયબર અપરાધીઓ કાયદાનું પાલન કરતી સંસ્થાઓ, જેમ સીબીઆઈ, નાર્કોટિક્સ વિભાગ, આવકવેરા વિભાગ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરોરેટ (ઇડી) કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના અધિકારીઓ તરીકે પોતાને રજૂ કરી તેમના પીડિતને ડરાવે-ધમકાવે છે અને છેતરપિંડી કરીને લાખો-કરોડો રૂપિયા પડાવે છે. આ કૌભાંડમાં વ્યક્તિની પ્રત્યક્ષ…
વધુ વાંચો >ડિજિટાલિસ
ડિજિટાલિસ : હૃદયની ઘટેલી કાર્યક્ષમતાને વધારવા વપરાતું એક મહત્વનું ઔષધ છે અને હૃદય શરીરમાં બધે લોહી ધકેલવાનું મુખ્ય કાર્ય કરે છે. તેમાં જ્યારે નિષ્ફળતા ઉદભવે ત્યારે તેને હૃદયકાર્ય-નિષ્ફળતા અથવા હૃદઅપર્યાપ્તતા (cardiac failure) કહે છે. હૃદયનાં સંકોચનોનું બળ વધારીને ડિજિટાલિસ લોહી ધકેલવાનું હૃદયનું કાર્ય વધારે છે. હૃદયનાં સંકોચનોનું બળ વધારતાં ઔષધોને…
વધુ વાંચો >ડિઝની, વૉલ્ટ
ડિઝની, વૉલ્ટ (જ. 5 ડિસેમ્બર 1901, શિકાગો; અ. 15 ડિસેમ્બર 1966, લૉસ ઍન્જિલિસ) : મનોરંજન-ક્ષેત્રે નવી દિશાઓ ખુલ્લી મૂકનાર અમેરિકી ચલચિત્રનિર્માતા. પૂરું નામ વૉલ્ટર ઈલિયાસ ડિઝની. જન્મ શિકાગોમાં થયો પણ બાળપણ મૉન્ટાના રાજ્યના માર્સલિન ગામમાં વીત્યું. પ્રાથમિક શિક્ષણ કાન્સાસ અને શિકાગોમાં લીધું. શિકાગો એકૅડેમી ઑવ્ આર્ટમાં ચિત્રકલાનું પ્રશિક્ષણ લીધું. કાન્સાસમાં…
વધુ વાંચો >ડિઝરાયલી, બેન્જામિન
ડિઝરાયલી, બેન્જામિન (જ. 21 ડિસેમ્બર 1804, લંડન; અ. 19 એપ્રિલ 1881, લંડન) : ઇંગ્લૅન્ડનો પ્રતિભાશાળી રાજપુરુષ અને સાહિત્યકાર. જન્મ ઇટાલિયન યહૂદી કુટુંબમાં થયો હતો. દાદા સ્થળાંતર કરીને ઇટાલીથી ઇંગ્લૅન્ડ ગયેલા. બેન્જામિને ક્લાર્ક તરીકે જીવનનો આરંભ કરી, શૅરના સટ્ટામાં મોટી ખોટ ખાધી તથા ‘રિપ્રેઝેન્ટેટિવ’ વર્તમાનપત્ર શરૂ કર્યું. તેમાં પણ નિષ્ફળતા મળી.…
વધુ વાંચો >ડિટેક્ટિવ સ્ટોરી
ડિટેક્ટિવ સ્ટોરી : ગુનાશોધનને લગતી કથા. તે એક કથાસ્વરૂપ છે. એમાં મૂંઝવતો અપરાધ અને એની શોધ માટે અનેક ચાવીઓ અથવા તો સૂચક બીનાઓનું વર્ણન હોય છે. એમાં ગુનાશોધક (detective) એ સમસ્યાનો ઉકેલ આપે છે. મહદંશે આવી કથાઓમાં હત્યાનો અપરાધ હોય છે અને એમાં સૂચવાયેલી કડીઓ કોઈક વાર સમસ્યાના ઉકેલ તરફ…
વધુ વાંચો >ડિટ્રૉઇટ
ડિટ્રૉઇટ : યુ.એસ.ના મિશિગન રાજ્યનું મોટામાં મોટું ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન : 42° 20’ ઉ. અ. અને 83° 03’ પ. રે.. રાજ્યની દક્ષિણ-પૂર્વ દિશામાં તે ડિટ્રૉઇટ નદીના પશ્ચિમ કાંઠા પર વસેલું છે. નગરની વસ્તી 10,27,974 તથા મહાનગરની વસ્તી 37,34,090 (2010) છે. નગરનો ભૌગોલિક વિસ્તાર 1337 ચોકિમી. જેટલો છે. તેનું સરેરાશ…
વધુ વાંચો >ડિથિરૅમ્બ
ડિથિરૅમ્બ : ગ્રીક પરંપરાના સ્તોત્રનું સમૂહગાન. તેનો ઉદભવ ઈ. સ. પૂ. આશરે સાતમી સદીમાં થયો મનાય છે અને પછી તેમાં ત્રણસોએક વર્ષ સુધી ઉત્તરોત્તર ફેરફાર થતા રહ્યા. જનસમાજના શ્રમિક વર્ગો ખાસ કરીને કૃષિકારો લણણીના સમય દરમિયાન ડાયોનિસસનું આરાધન કરતા. દેવ ડાયોનિસસની યજ્ઞવેદીની પ્રદક્ષિણા કરતું નર્તકવૃંદ જનસમાજના હર્ષોલ્લાસ અને રંગરાગના દેવનું…
વધુ વાંચો >ડિફ્થેરિયા
ડિફ્થેરિયા : કોરિનેબૅક્ટેરિયમ ડિફ્થેરી નામના જીવાણુથી થતો ચેપી રોગ. આ જીવાણુની ચેપી અને ઝેરી અસરોને કારણે રોગનાં લક્ષણો ઉદભવે છે. આધુનિક વિજ્ઞાનના વિકાસને કારણે તે આ સદીમાં સૌથી પ્રથમ કાબૂમાં આવેલો રોગ છે અને તેથી તેને કારણે થતા મૃત્યુનું પ્રમાણ ઘણું જ ઘટી ગયેલું છે. નાક, ગળું અને ચામડીમાં ચેપ…
વધુ વાંચો >ડિબેંચર
ડિબેંચર : કરાર દ્વારા કંપનીએ ઉછીનાં લીધેલાં નાણાં/ઊભાં કરેલાં દેવાં અંગે પોતાની મહોર સાથે આપેલો સ્વીકૃતિપત્ર. એમાં દેવાની ચોક્કસ રકમની ચુકવણી ભવિષ્યમાં ચોક્કસ તારીખે થાય ત્યાં સુધી ચોક્કસ દરે વ્યાજની ચુકવણી કરવા અંગેની બાંયધરી આપેલી હોય છે. કંપનીના આ પ્રકારના દેવાની જામીનગીરી તરીકે સામાન્ય રીતે કંપનીની મિલકતો ઉપર તરતો બોજ…
વધુ વાંચો >ડિમેલો, ઍન્થની
ડિમેલો, ઍન્થની (જ. 1900, કરાંચી; અ. 24 મે 1961, નવી દિલ્હી) : ત્રીસ વર્ષ સુધી ભારતીય રમતગમતના ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર કુશળ આયોજક. ‘ટોની’ના હુલામણા નામે જાણીતા ઍન્થની ડિમેલો પ્રથમ વિશ્વયુદ્ધના સમયે સિંધના સર્વશ્રેષ્ઠ ખેલાડી હતા. સ્કૂલ અને કૉલેજમાં ક્રિકેટ, ફૂટબૉલ અને હૉકીમાં સુકાનીપદ સંભાળનાર ઍન્થની ડિમેલોએ ખેલકૂદમાં પણ ઘણા…
વધુ વાંચો >જૈવિક એકમો
જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…
વધુ વાંચો >જૈવિક ક્રિયાઓનું સુગ્રથન
જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…
વધુ વાંચો >જૈવિક ખવાણ
જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…
વધુ વાંચો >જૈવિક નિયંત્રણ
જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…
વધુ વાંચો >જૈવિક યુદ્ધ
જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક કંપની
જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક બૅંક
જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…
વધુ વાંચો >જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)
જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…
વધુ વાંચો >જૉકી
જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…
વધુ વાંચો >જોગ ધોધ
જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…
વધુ વાંચો >