ખંડ ૫

કિઓન્જારથી ક્રિમોના

ક્યુરિયમ

ક્યુરિયમ : આવર્તક કોષ્ટકના 3જા (અગાઉના III A) સમૂહમાં આપેલ ઍક્ટિનાઇડ શ્રેણીનું રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા : Cm. તે કુદરતમાં મળી આવતું નથી. 1944માં ગ્લેન ટી. સીબૉર્ગ, રાલ્ફ એ. જેમ્સ અને આલ્બર્ટ ઘિયોર્સોએ પ્લૂટોનિયમ પર 32 MeVના α-કણો નો મારો ચલાવી તેને મેળવ્યું હતું : મેરી અને પિયેર ક્યુરીના નામ પરથી…

વધુ વાંચો >

ક્યુરી તાપમાન/ક્યુરીબિંદુ

ક્યુરી તાપમાન/ક્યુરીબિંદુ : લોહચુંબકીય (ferromagnetic) પદાર્થને ગરમ કરતાં તેમાં રહેલું કાયમી ચુંબકત્વ અર્દશ્ય થાય તે તાપમાન. પદાર્થ ઠંડો પડતાં ફરી પાછું પોતાનું ચુંબકત્વ પ્રાપ્ત કરે છે. આ ઘટનાની સૌપ્રથમ નોંધ પિયેર ક્યુરીએ લીધી હતી. જે પદાર્થો ચુંબક પ્રતિ પ્રબળ આકર્ષણ ધરાવતા હોય અને જેમનું ચુંબકના (magnetisation) કરી શકાતું હોય તેમને…

વધુ વાંચો >

ક્યુરી પિયેર

ક્યુરી, પિયેર (જ. 15 મે 1859, પૅરિસ; અ. 19 એપ્રિલ 1906, પૅરિસ) : ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી. પત્ની માદામ ક્યુરી તથા આંરી (Henri) બૅકરલ સાથે સંયુક્ત ભાગીદારીમાં રેડિયો-ઍક્ટિવિટીની શોધ માટે તેમને  1911માં ભૌતિકશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 1894ની વસંતઋતુમાં પોલૅન્ડના વૉર્સોમાં સ્ક્લોદોવ્સ્કા (પછીથી મેરી ક્યુરી) સાથે પરિચયમાં આવ્યા અને બીજા…

વધુ વાંચો >

ક્યુરી મેરી

ક્યુરી, મેરી (જ. 7 નવેમ્બર 1867, વૉર્સો, પોલૅન્ડ; અ. 4 જુલાઈ 1934, પૅરિસ) : રસાયણ અને ભૌતિકશાસ્ત્રનાં પ્રસિદ્ધ ફ્રેન્ચ મહિલા વિજ્ઞાની. જન્મનામ મેનિયા સ્ક્લોદોવ્સ્કા. પોલોનિયમ તથા રેડિયમ નામનાં બે રેડિયોઍક્ટિવ તત્વોના શોધક તથા 1903માં ભૌતિકશાસ્ત્રમાં તેમજ 1911માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારવિજેતા. 1903માં તેમના પતિ પિયેર ક્યુરી તથા વિજ્ઞાની આંરી (Henri) બૅકરલ…

વધુ વાંચો >

ક્યૂઇંગ સિદ્ધાંત

ક્યૂઇંગ સિદ્ધાંત : સંભાવનાશાસ્ત્ર(science of probability)નો એક મહત્વનો સિદ્ધાંત. પ્રતીક્ષા-કતાર(waiting queue)ના સિદ્ધાંત તરીકે પણ તે ઓળખાય છે. આ સિદ્ધાંત પ્રતીક્ષા કરતા ગ્રાહકની કતાર અને તેમને સેવા આપવાના સમય સાથે સંકળાયેલ ક્રિયાવિધિનું સૂચન કરે છે. જાહેર સેવાનાં તંત્રોમાં કોઈ પણ પ્રકારની સેવા મેળવવા માટે વ્યક્તિઓ આવે છે ત્યારે પ્રતીક્ષા-કતારમાં જોડાય છે…

વધુ વાંચો >

ક્યૂ-જ્વર

ક્યૂ-જ્વર (Q-fever) : રિકેટ્સિયાસી કુળના Coxiella burneti બૅક્ટેરિયાના ચેપથી ઉદભવતો તાવના જેવો રોગ. પશુધન અને તેનાં દૂધ, માંસ, ખાતર અને ઊન જેવાં ઉત્પાદનો સાથે સંકળાયેલી વ્યક્તિઓ સામાન્યપણે આ રોગથી પીડાય છે. જૂ, ચાંચડ, ઈતડી જેવા લોહીચૂસક સંધિપાદો વડે આ રોગનો ફેલાવો થાય છે. જાનવરના સંપર્કમાં આવેલી ધૂળથી પણ માનવને આ…

વધુ વાંચો >

ક્યૂનિફૉર્મ લિપિ : જુઓ લિપિ

ક્યૂનિફૉર્મ લિપિ : જુઓ લિપિ

વધુ વાંચો >

ક્યૂપોલા

ક્યૂપોલા : અંતર્ભેદનનો એક લાક્ષણિક પ્રકાર. વિશાળ વિસ્તારને આવરી લેતા આગ્નેય અંતર્ભેદનના મૂળ જથ્થામાંથી અલગ પડી ગયેલો, પ્રમાણમાં નાનો ઘૂમટ આકારનો ઊપસી આવેલો વિભાગ. સંભવત: બૅથોલિથ જેવાં વિશાળ અંતર્ભેદનોનાં સ્ટૉક અને બૉસ જેવાં નાનાં અંતર્ભેદનોનાં સ્વરૂપોને ક્યૂપોલા તરીકે ઓળખાવી શકાય. સ્થાપત્યમાં છાપરા ઉપર બાંધેલો નાનો ઘૂમટ અથવા મિનારો ક્યૂપોલા કે…

વધુ વાંચો >

ક્યૂપોલા ભઠ્ઠી

ક્યૂપોલા ભઠ્ઠી : કાસ્ટિંગ માટે લોખંડને પિગાળવા તથા તેમાંથી સ્ટીલ બનાવવા માટે વપરાતી ઊભી (vertical) નળાકાર ભઠ્ઠી. સૌપ્રથમ 1720માં ફ્રાન્સના રેમુરે તે બનાવી હોવાનો ઉલ્લેખ છે. ક્યૂપોલા ગલન આજે પણ આર્થિક ર્દષ્ટિએ વ્યવહારુ ગલનપ્રક્રિયા ગણાય છે. મોટાભાગનું ભૂખરું (grey) લોખંડ આ ભઠ્ઠીમાં પિગાળવામાં આવે છે. બ્લાસ્ટ ફરનેસની માફક ક્યૂપોલા ભઠ્ઠી…

વધુ વાંચો >

ક્યૂપ્રાઇટ

ક્યૂપ્રાઇટ : તાંબાનો રેડ ઑક્સાઇડ, તાંબાનું ખનિજ. રા. બં. : Cu2O; તાંબાનું પ્રમાણ : 88.8 %; સ્ફ. વ. : ક્યૂબિક; સ્વ. : ઑક્ટાહેડ્રોન અને રૉમ્બ્ડોડેકાહેડ્રોનના સ્ફટિક સ્વરૂપે; ક્યારેક દળદાર અથવા મૃણ્મય, ક્વચિત્ કેશનલિકા-સ્વરૂપે; રં. : વિવિધ પ્રકારની ઝાંયવાળા લાલ રંગમાં, ખાસ કરીને cochineal red; સં. : અસ્પષ્ટ, ઑક્ટાહેડ્રોન ફલકને સમાંતર;…

વધુ વાંચો >

કિઓન્જાર

Jan 1, 1993

કિઓન્જાર (Keonjhar) : ઓરિસાના ઉત્તરભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 11’થી 22o 10′ ઉ. અ. અને 85o 11’થી 86o 22′ પૂ.રે. વચ્ચેનો 8337 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઝારખંડ રાજ્યનો પશ્ચિમ સિંગભૂમ જિલ્લો, પૂર્વ તરફ મયૂરભંજ, બાલેર અને…

વધુ વાંચો >

કિકુમારો

Jan 1, 1993

કિકુમારો (જ. આશરે 1780, જાપાન; અ. 1820 પછી, જાપાન) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપ ચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. પ્રસિદ્ધ ચિત્રકાર કિતાગાવા ઉતામારોનો તે શિષ્ય હતો. ગુરુની પેઠે કિકુમારો પણ ગેઇશા યુવતીઓ અને ટોકિયોના પોશીબારાની વેશ્યાવાડાની રૂપજીવિનીઓના આલેખનમાં સફળ થયો. વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત અને ભભકાદાર વસ્ત્રો પરિધાન કરેલી ગેઇશા યુવતીઓ અને…

વધુ વાંચો >

કિગાલી

Jan 1, 1993

કિગાલી : મધ્ય આફ્રિકાના રાજ્ય રુઆન્ડાની રાજધાની. મધ્ય આફ્રિકામાં 1962માં ‘યુનાઇટેડ નૅશન્સ ટ્રસ્ટ ટેરિટરી ઑવ્ રુઆન્ડા-બુરુન્ડીમાંથી રુઆન્ડા છૂટું પડી નવું રાષ્ટ્ર બન્યું. લગભગ 1,000થી 1,500 મી.ની ઊંચાઈ ધરાવતા પહાડી વિસ્તારની વચમાં આશરે એકાદ હજાર મી.ની ઊંચાઈ ધરાવતું આ પાટનગર 1.57′ દ.અ. અને 30.04′ પૂ.રે. પર આવેલું છે. દેશના મધ્યભાગમાં આવેલું…

વધુ વાંચો >

કિચલુ ડૉ. સૈફુદ્દીન

Jan 1, 1993

કિચલુ, ડૉ. સૈફુદ્દીન (જ. 1888; અમૃતસર, પંજાબ; અ. 9 ઑક્ટોબર 1963) : ભારતના સ્વાતંત્ર્યસેનાની તથા રાષ્ટ્રવાદી મુસ્લિમ રાજનીતિજ્ઞ. કાશ્મીરી મુસ્લિમ કુટુંબમાં જન્મ. માધ્યમિક શિક્ષણ અમૃતસરમાં, કૉલેજશિક્ષણ આગ્રા તથા અલીગઢમાં વધુ. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી બી.એ., લંડન યુનિવર્સિટીમાંથી બાર-ઍટ-લૉ તથા જર્મનીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1915માં અમૃતસરમાં વકીલાત સાથે સામાજિક કાર્યમાં ઝંપલાવ્યું. અમૃતસરના…

વધુ વાંચો >

કિઝીલકુમનું રણ

Jan 1, 1993

કિઝીલકુમનું રણ : જુઓ રણ.

વધુ વાંચો >

કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના-અમેરિકા

Jan 1, 1993

કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના, અમેરિકા : અમેરિકાની આધુનિક ઉપકરણોથી સુસજ્જ રાષ્ટ્રીય વેધશાળા. કોઈ એક જ સ્થળે અહીં જેટલાં તથા અહીં છે તેવાં ઉપકરણો ભાગ્યે જ જોવા મળે. આ વેધશાળા ખરા અર્થમાં રાષ્ટ્રીય છે, કારણ કે અમેરિકાની ઘણી બધી શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ તેમજ સ્ટીવર્ડ, મૅકગ્રો હિલ, નૅશનલ સોલર…

વધુ વાંચો >

કિડ ટોમસ

Jan 1, 1993

કિડ ટોમસ (જ. 6 નવેમ્બર 1558, બેપ્ટિઝમ, લંડન; અ. 30 ડિસેમ્બર 1594, લંડન) : એલિઝાબેથન યુગના અંગ્રેજી નાટ્યકાર. લંડનની મર્ચન્ટ ટેલર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને થોડો સમય દસ્તાવેજ-લેખક તરીકેનો વ્યવસાય કર્યો. સમકાલીન નામી નાટ્યકાર માર્લો સાથે તેમને ગાઢ મૈત્રી હતી. તેમની કૃતિઓમાં ‘ધ સ્પૅનિશ ટ્રૅજેડી’ (1592) ખૂબ ખ્યાતિ પામેલું નાટક…

વધુ વાંચો >

કિડલૅન્ડ ફિન

Jan 1, 1993

કિડલૅન્ડ, ફિન (જ. 1944) : વર્ષ 2004 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા નૉર્વેજિયન અર્થશાસ્ત્રી. તેમણે તથા તેમના પીએચ.ડી.ના માર્ગદર્શક અમેરિકન અર્થશાસ્ત્રી એડ્વર્ડ પ્રેસકૉટને સંયુક્ત રીતે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના ચાવીરૂપ ગણાય તેવાં બે ક્ષેત્રો (key areas) એટલે વ્યાપારચક્રો ઉદભવવાનાં કારણો અને તેમને પહોંચી વળવા માટેની આર્થિક…

વધુ વાંચો >

કિડવાઈ રફી અહમદ

Jan 1, 1993

કિડવાઈ, રફી અહમદ (જ. 18 ફેબ્રુઆરી 1894, મસૌલી, જિ. બારાબંકી, ઉત્તરપ્રદેશ; અ. 24 ઑક્ટોબર 1954, નવી દિલ્હી) : સ્વાતંત્ર્ય-સૈનિક, કૉંગ્રેસી નેતા અને દેશમાંથી હિંમતપૂર્વક માપબંધી દૂર કરનાર કેન્દ્ર સરકારના અન્નખાતાના મંત્રી. આશરે એક હજાર વર્ષ અગાઉ, તેમના પૂર્વજ કાજી કિડવા મહંમદ ગઝનીના રસાલા સાથે ભારત આવ્યા હતા. 1918માં અલીગઢની એમ.એ.ઓ.…

વધુ વાંચો >

કિતાઈ રોનાલ્ડ બ્રૂક્સ

Jan 1, 1993

કિતાઈ, રોનાલ્ડ બ્રૂક્સ (Kitaj, Ronald Brooks) (જ. 1932, ક્લીવલૅન્ડ, ઓહાયો, અમેરિકા) : આધુનિક જીવનનું આલેખન કરનાર અમેરિકન ચિત્રકાર. તેમનો જન્મ મૂળ હંગેરીથી આવી અમેરિકામાં વસેલા પરિવારમાં થયો હતો. બ્રિટિશ પૉપ કલાના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો છે. 1951થી 1955 સુધી મર્ચન્ટ સીમૅન તરીકેની કારકિર્દીમાંથી મુક્તિ મેળવીને લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાં…

વધુ વાંચો >