૪.૧૫

કવિકલ્પલતાથી કસ્ટમ ડ્યૂટી

કવિકલ્પલતા

કવિકલ્પલતા (1363) : સંસ્કૃત કવિતાના શિક્ષણનો ગ્રંથ. સંસ્કૃત વાઙ્મયમાં આલંકારિકો દ્વારા વિરચિત કાવ્યની વ્યાવહારિક શિક્ષણપદ્ધતિના સાહિત્યને ‘કવિશિક્ષા’ કહે છે. આ પ્રકારના સાહિત્યમાં ‘કવિકલ્પલતા’ નામના ગ્રંથનું વિશિષ્ટ સ્થાન છે. આ ગ્રંથના લેખક ‘દેવેશ્વર’ છે; એમના પિતા વાગ્ભટ માલવનરેશના મહામાત્ય હતા. ‘કવિકલ્પલતા’માં ચાર પ્રતાન (ખંડ) છે અને દરેકની અંદર અનેક સ્તબક છે.…

વધુ વાંચો >

કવિકંઠાભરણ

કવિકંઠાભરણ (ઈ. અગિયારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ) : કવિઓને કવિત્વનું શિક્ષણ આપતો ગ્રંથ. આ ગ્રંથના લેખક સંસ્કૃત અલંકારશાસ્ત્રના સુપ્રસિદ્ધ વિદ્વાન આચાર્ય ક્ષેમેન્દ્ર છે. તેમનો ‘ઔચિત્યવિચારચર્ચા’ નામનો ગ્રંથ અલંકારશાસ્ત્રના ‘ઔચિત્યપ્રસ્થાન’નો પ્રતિષ્ઠાપક ગ્રંથ છે. ઉદીયમાન કવિઓને શિક્ષણ આપવાના હેતુથી લખાયેલ આ ગ્રંથમાં પાંચ સંધિ કે અધ્યાયો છે અને 55 કારિકાઓ છે. આમાં કવિત્વની પ્રાપ્તિ…

વધુ વાંચો >

કવિચર્યા

કવિચર્યા : કવિની દૈનંદિની. રાજશેખરે કાવ્યમીમાંસાના 10મા અધ્યાયમાં કવિચર્યાનું વિસ્તૃત વર્ણન કર્યું છે. રાજશેખરનું કહેવું છે કે કવિએ નિરંતર શાસ્ત્રો અને કલાઓનો અભ્યાસ – પારાયણ કરવું જોઈએ. મન, વાણી, કર્મથી પવિત્ર રહેવું, સ્મિતપૂર્વક બોલવું કે સંલાપ કરવો, તેનું ભવન સ્વચ્છ અને સર્વ ઋતુઓને અનુકૂળ હોય. તેના પરિચારકો અપભ્રંશ ભાષામાં બોલે…

વધુ વાંચો >

કવિ ચક્રવર્તી દેવીપ્રસાદ

કવિ ચક્રવર્તી, દેવીપ્રસાદ (જ. 1883, કાશી; અ. 1938) : સંસ્કૃતના પ્રકાંડ પંડિત. ભારતના પ્રસિદ્ધ પંડિત દામોદરલાલજી પાસે શાસ્ત્રાધ્યયન, એમના પ્રસિદ્ધ અને સિદ્ધ પિતા દુઃખભંજનજીના આશીર્વાદથી કાશીના પંડિત સમાજમાં ટૂંકા ગાળામાં તેમની ખ્યાતિ ફેલાઈ. તેમને 30 વર્ષની વયે મહામહોપાધ્યાયની પદવી પ્રાપ્ત થઈ. તેમણે કાશીના હિંદુ વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃતનું અધ્યાપનકાર્ય કર્યું. તેમની અસાધારણ…

વધુ વાંચો >

કવિ ચિંતામણી

કવિ ચિંતામણી (જ. 1600, કાડા જહાંનાબાદ, જિ. ફતેહપુર, ઉત્તરપ્રદેશ; અ. 1680-85) : હિંદીના રસવાદી પ્રમુખ કવિ. રાજા હમ્મીરના કહેવાથી તેઓ ભૂષણ અને મતિરામ સાથે તિક્વાંપુરમાં આવીને વસ્યા હતા. તેમને શાહજી ભોંસલે, શાહજહાં અને દારાશિકોહનો રાજ્યાશ્રય મળ્યો હતો. તેમણે 9 ગ્રંથો રચ્યા હતા : ‘રસવિલાસ’, ‘છન્દવિચાર પિંગળ’, ‘શૃંગારમંજરી’, ‘કવિકુલકલ્પતરુ’, ‘કૃષ્ણચરિત’, ‘કાવ્યવિવેક’,…

વધુ વાંચો >

કવિતા

કવિતા સંસ્કૃત મૂળના कु કે कव् ધાતુ પરથી ‘કવિતા’, ‘કવન’, ‘કાવ્ય’, ‘કવિ’, ‘કવયિત્રી’ જેવા શબ્દો ગુજરાતીમાં પ્રચારમાં છે. ‘कु’ ધાતુનો અર્થ જ ‘અવાજ કરવો’. એ પરથી ઊતરી આવેલ ‘કવિતા’, ‘કાવ્ય’ શબ્દ પણ સાહિત્ય જેવી શ્રવણભોગ્ય કલાનો સંકેતક છે. ‘કવિ’ અને ‘કવિતા’ના અર્થમાં અરબી ભાષાના ‘શાયર’ અને ‘શાયરી’ શબ્દો પણ પ્રયોજાય…

વધુ વાંચો >

કવિતા (1)

કવિતા (1) : કવિતા અને કવિતાવિષયક લેખોને પ્રકટ કરતું ડબલ ક્રાઉન કદનું ગુજરાતી માસિક. 1941ના ઑગસ્ટની પહેલી તારીખે ઇન્દુલાલ ગાંધી, મગનલાલ લાલભાઈ દેસાઈ (કોલક) અને રતુભાઈ દેસાઈના તંત્રીપદે તે મુંબઈથી પ્રગટ થયું હતું. બીજા વર્ષે એનું કદ ડિમાઈ કરી નાખવામાં આવ્યું હતું. જૂની-નવી પેઢીના અનેક કવિઓની મૌલિક રચનાઓ ઉપરાંત મધ્યકાલીન-અર્વાચીન…

વધુ વાંચો >

કવિતા (2)

કવિતા (2) : અનિયતકાલિક ગુજરાતી સામયિક. સ્થાપના 1952. તંત્રી બચુભાઈ રાવત. ઇંગ્લૅન્ડથી પ્રકટ થતા ‘Poems Penny Each’ અને બંગાળીમાં નીકળતા ‘ઍક પયસાય ઍકટિ’ના અંકોને આદર્શરૂપ રાખી કાવ્યરસિકો સુધી ‘કાવડિયે કવિતા’ પહોંચતી કરવાનો ઇરાદો આ પ્રકાશન પાછળ પ્રેરક બળ હતો. આ શ્રેણીમાં કુલ 10 અંકો પ્રકટ થયેલા. 1952માં ત્રણ, 1953માં બે,…

વધુ વાંચો >

કવિતા (3)

કવિતા (3) : ગુજરાતી કવિતાનું દ્વિમાસિક. 1967ના ઑક્ટોબરમાં જન્મભૂમિ ગ્રૂપ, મુંબઈ તરફથી સુરેશ દલાલના તંત્રીપદે શરૂ થયેલા ડિમાઈ કદના આ સામયિકમાં જૂની-નવી પેઢીના કવિઓની કાવ્યકૃતિઓ અને ક્યારેક ક્યારેક કાવ્યસંગ્રહનાં અવલોકનો પ્રકટ થતાં રહે છે. સચિત્ર સામગ્રી અને આકર્ષક સજાવટ એની વિશેષતા છે. પોતાની કારકિર્દીના આ ગાળામાં ‘કવિતા’ના કવિઓના હસ્તાક્ષરમાં કાવ્યકૃતિ,…

વધુ વાંચો >

કવિતા (1962)

કવિતા (1962) : ઊડિયા કાવ્યસંગ્રહ. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા આધુનિક કવિ શચી રાઉતરાયનો 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પામેલો ઉત્તમ કાવ્યસંગ્રહ. આ કવિતામાં પરંપરા અને નાવીન્ય બંનેનો સમન્વય છે. એમાં એક તરફ ‘દ્રૌપદી’, ‘સીતાર અગ્નિસ્નાન’ જેવા પૌરાણિક વિષયોનાં ગીતો છે, બીજી તરફ સ્વાતંત્ર્યોત્તર ભારતવાસીની પોતાની વ્યક્તિત્વની ખોજના ‘આજીર માનુહ’ જેવાં…

વધુ વાંચો >

કસીદા

Jan 15, 1992

કસીદા : અરબી, ફારસી, ઉર્દૂ તથા તુર્કી ભાષાઓમાં પ્રચલિત અને લોકપ્રિય કાવ્યપ્રકાર. એમાં કોઈ વ્યક્તિ અથવા વસ્તુની પ્રશંસા કરવામાં આવે છે. આ કાવ્યપ્રકારનો ઉદભવ અરબી ભાષામાં ઘણા પ્રાચીન કાળમાં થયો હતો. ઈ.સ.ની આઠમી સદીમાં ઇસ્લામ ધર્મની સાથે સાથે અરબી ભાષાનો ફેલાવો થવાથી આ કાવ્યપ્રકાર ફારસી અને તુર્કી ભાષાઓમાં પ્રવેશ્યો હતો.…

વધુ વાંચો >

કસુંબી

Jan 15, 1992

કસુંબી : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કમ્પૉસિટી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Carthamus tinctorius Linn. (સં. કુસુમ, કુસુંભ; બં. કુસુફલ, કુસુમ; ગુ. કસુંબો, કુસુંબો, કરડી; હિં. કરાહ, કુસુમ; મ. કરડાઈ, કુરડી; ત. કુસુંબા, સેથુરંગમ; તે. કુસુંબાલુ; અં. ધ સૉફ્લાવર, ફૉલ્સ સેફ્રન, બાસ્ટાર્ડ સેફ્રન) છે. તે નાજુક, બહુશાખિત એકવર્ષાયુ શાકીય…

વધુ વાંચો >

કસુંબીની જીવાત

Jan 15, 1992

કસુંબીની જીવાત : કસુંબી(કરડી)ના પાકને નુકસાન પહોંચાડનાર કીટકો. મહત્વનો તૈલી પાક ગણાતી કસુંબીનું વાવેતર ભારતમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થાય છે. આ પાકને સરકારે મહત્વ આપતાં આજે તેનું વાવેતર ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં નાના પાયા પર કરવામાં આવે છે. શિયાળા દરમિયાન કસુંબીનું વાવેતર મુખ્યત્વે ગુજરાતના…

વધુ વાંચો >

કસ્ક્યુટેસી

Jan 15, 1992

કસ્ક્યુટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક પરોપજીવી કુળ. બેંથામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ : દ્વિદળી, ઉપવર્ગ : યુક્તદલા (Gamopetalae), શ્રેણી : દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર : પૉલિમોનિયેલિસ, કુળ : કસ્ક્યુટેસી. આ કુળ કૉન્વોલ્વ્યુલેસીમાંથી અલગ પાડવામાં આવ્યું છે. આ કુળ એક-પ્રજાતીય (monogeneric) છે. તે Cuscuta…

વધુ વાંચો >

કસ્ટમ ડ્યૂટી : જુઓ સીમાશુલ્ક

Jan 15, 1992

કસ્ટમ ડ્યૂટી : જુઓ સીમાશુલ્ક.

વધુ વાંચો >