ખંડ ૩
ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)
ઈલેટિનેસી
ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…
વધુ વાંચો >ઈલેસ્ટોમર
ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…
વધુ વાંચો >ઈલોરા
ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…
વધુ વાંચો >ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ
ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…
વધુ વાંચો >ઈવાન્જેલિકલ ચર્ચ
ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…
વધુ વાંચો >ઈવાન્સ, ઑલિવર
ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…
વધુ વાંચો >ઈવાલ, યોહૅનિસ
ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…
વધુ વાંચો >ઈવોલ્વુલસ
ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).
વધુ વાંચો >ઈવ્ઝ્ (Eaves) – નેવાં
ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…
વધુ વાંચો >ઈશાનવર્મા
ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…
વધુ વાંચો >ઍરી, જ્યૉર્જ બિડલ (સર)
ઍરી, જ્યૉર્જ બિડલ (સર) (જ. 27 જુલાઈ 1801, ઍલનવીક, નૉર્ધમ્બરલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 2 જાન્યુઆરી 1892, ગ્રિનિચ, લંડન) : વિવિધ વિષયોમાં પ્રવીણતા ધરાવનાર અંગ્રેજ વિજ્ઞાની; અને સાતમો ક્રમાંક ધરાવતા રાજ-ખગોળશાસ્ત્રી (Royal Astronomer) (1835થી 1881). 46 વર્ષ જેટલા લાંબા સમય સુધી આ સ્થાન શોભાવી, નવાં ઉપકરણો વસાવીને, રાજ્યની ગ્રિનિચની વેધશાળાના આધુનિકીકરણ માટે…
વધુ વાંચો >ઍરી બિંબ
ઍરી બિંબ (Airy disc) : અંગ્રેજ ખગોળશાસ્ત્રી ઍરી જ્યૉર્જ બિડલ (સર)ના નામ ઉપરથી પ્રકાશના વિવર્તનના સિદ્ધાંત ઉપરથી ઉદભવતી એક ઘટના. ટેલિસ્કોપ વડે મેળવવામાં આવતા કોઈ તારાના પ્રતિબિંબ અંગે ઍરીએ 1843માં દર્શાવ્યું કે તે સ્પષ્ટ રૂપનું તેજબિંદુ હોતું નથી; પરંતુ જેની આસપાસ પ્રકાશનાં વલયો આવેલાં હોય તેવું પ્રકાશબિંબ હોય છે. આમ…
વધુ વાંચો >એરુત્યુનિયન, ઍલેક્ઝાન્ડર
એરુત્યુનિયન, ઍલેક્ઝાન્ડર (જ. 23 સપ્ટેમ્બર 1920, યેરેવાન, આર્મેનિયા; અ. 28 માર્ચ 2012, યેરેવાન, આર્મેનિયા) : આર્મેનિયન સંગીતકાર અને સ્વરનિયોજક. યેરેવાન નગરની યેરેવાન કૉન્ઝર્વેટરીમાં સંગીતકાર અને સ્વરનિયોજક એ. સ્પેડિયારૉવ હેઠળ સંગીતનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થીકાળની પ્રારંભની એકલ (solo) પિયાનોની રચનાઓથી એરુત્યુનિયને આર્મેનિયન અને રશિયન પ્રજા તેમ જ સંગીતકારોનું ધ્યાન ખેંચ્યું. આ ઉપરાંત…
વધુ વાંચો >એરેકીસ, એલ.
એરેકીસ, એલ. : જુઓ મગફળી.
વધુ વાંચો >એરેકોલાઇન
એરેકોલાઇન (arecoline) : સોપારી(Areca catechu L)માંથી મળી આવતું એક આલ્કેલૉઇડ. તૈલી પ્રવાહી; ઉ. બિ. 209o સે., pH 6.84; 1.4302; વિ. ઘ. 1.0495; પ્રકાશ ક્રિયાશીલ; પાણી, આલ્કોહૉલ, ઇથર ક્લૉરોફૉર્મમાં દ્રાવ્ય; હાઇડ્રૉક્લોરાઇડનું ગ. વિ. 153; શરીર પર એસેટાઇલ કોલીન જેવી અસર (દા. ત., મોંમાં લાળનો વધારો). કૃમિનાશક ગુણો. ઔષધ તરીકે ઉપયોગી નથી.…
વધુ વાંચો >એરેગોનાઇટ
એરેગોનાઇટ : ખનિજનો એક પ્રકાર. રા. બં. – CaCO3. કેટલીક વખતે 1 %, 2 % SrCO3 કે અન્ય અશુદ્ધિ સાથે; સ્ફ. વ. – ઑર્થોરહોમ્બિક; સ્વ. – ડોમ સાથેના અણીદાર પ્રિઝમ સ્વરૂપ સ્ફટિકો, સૂક્ષ્મ સ્ફટિકમયથી મોટા સ્ફટિકમય, સ્તંભાકાર, તંતુમય, વટાણાકાર કે અધોગામી સ્તંભાકાર. યુગ્મતા સામાન્ય, (110) યુગ્મતલ, મુખ્યત્વે પુનરાવર્તિત યુગ્મતા; રં.…
વધુ વાંચો >એરેત
એરેત : હિમશિલાથી રચાતું એક ભૂમિસ્વરૂપ. હિમથી છવાયેલા ઊંચા પર્વતોના ઢોળાવોનું ધોવાણ અને ઘસારાથી હિમગુફા ‘સર્ક’ની રચના થાય છે. આવા બે ઢોળાવ ઉપર રચાતા સર્કને લીધે પર્વતનું શિખર ધોવાતાં, ધારદાર સાંકડી પથરાળ બે ઢોળાવને છૂટા પાડતી શિખરરેખા (ridge) રચાય છે, જેની રચના પિરામિડ જેવી થાય છે. આવી ટેકરીને (ફ્રેંચ ભાષામાં)…
વધુ વાંચો >એરેનબર્ગ ઇલિયા ગ્રિગૉર્યેવિચ
એરેનબર્ગ, ઇલિયા ગ્રિગૉર્યેવિચ (જ. 27 જાન્યુઆરી 1891, ક્રિયેવ; અ. 31 ઑગસ્ટ 1967, મૉસ્કો) : વિપુલ સાહિત્યના રશિયન સર્જક, નાટ્યકાર અને પત્રકાર, પાશ્ચાત્ય વિશ્ર્વમાં સોવિયેત નીતિના અસરકારક સમર્થક અને પ્રવક્તા. મધ્યમ વર્ગના યહૂદી કુટુમ્બમાં જન્મ. બાળપણમાં તેમના કુટુંબ સાથે મૉસ્કો આવ્યા. યુવાનીમાં ક્રાન્તિકારી જૂથો સાથે કામગીરી. યૌવનકાળમાં જેલવાસ ભોગવવો પડેલો. પહેલા…
વધુ વાંચો >એરેનબર્ગ ક્રિશ્ચિયન ગોટફ્રેડ
એરેનબર્ગ ક્રિશ્ચિયન ગોટફ્રેડ (જ. 19 એપ્રિલ 1795, ડેલિસ્કસેક્સ; અ. 27 જૂન 1876, બર્લિન) : સુપ્રસિદ્ધ જર્મન જીવવિજ્ઞાની. તેમણે સૂક્ષ્મજીવો અને અન્ય અશ્મીભૂતોના અવશેષોની જાણકારી મેળવી હતી. રાતા સમુદ્રનો પ્રવાસ કરી તેમણે 34,000 પ્રાણીઓના અને 46,000 વનસ્પતિઓના અવશેષોનો સંગ્રહ કર્યો હતો. ઍલેક્ઝાન્ડર વૉન હમ્બોલ્ટ નામના વિજ્ઞાની સાથે તેમણે મધ્ય એશિયાથી સાઇબીરિયા…
વધુ વાંચો >એરેબિયન નાઇટ્સ
એરેબિયન નાઇટ્સ (ઈ. દસમી સદી) : અરબી વાર્તાઓનો જગપ્રસિદ્ધ સંગ્રહ. મૂળ નામ ‘અલ્ફ લયલા વ લૈલા’ (એક હજાર ને એક રાત્રી). આ વાર્તાસંગ્રહનો પ્રથમ મુસદ્દો ‘અલ-ઇરાક’ નામના ગ્રંથમાં છે. ‘અલ-ઇરાક’નો કર્તા અબૂ અબ્દુલ્લા મુહંમદ બિન અદ્રુસ અલ્ જહશરી હતો. તેની ભૂમિકા ફારસી વાર્તાસંગ્રહ ‘હઝાર અફસાના’ પર બાંધેલી છે. આ સંગ્રહમાં…
વધુ વાંચો >