ખંડ ૩
ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)
ઈલેટિનેસી
ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…
વધુ વાંચો >ઈલેસ્ટોમર
ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…
વધુ વાંચો >ઈલોરા
ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…
વધુ વાંચો >ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ
ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…
વધુ વાંચો >ઈવાન્જેલિકલ ચર્ચ
ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…
વધુ વાંચો >ઈવાન્સ, ઑલિવર
ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…
વધુ વાંચો >ઈવાલ, યોહૅનિસ
ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…
વધુ વાંચો >ઈવોલ્વુલસ
ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).
વધુ વાંચો >ઈવ્ઝ્ (Eaves) – નેવાં
ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…
વધુ વાંચો >ઈશાનવર્મા
ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…
વધુ વાંચો >ઉઝલત સૂરતી
ઉઝલત સૂરતી (જ. 1692, સૂરત; અ. 4 ઑગસ્ટ 1745) : ઉર્દૂ કવિ. આખું નામ સૈયદ અબ્દુલવલી ‘ઉઝલત’ સૂરતી. ‘ઉઝલત’ તેમનું તખલ્લુસ છે. વિદ્વાન પિતા પાસે શિક્ષણ લઈને ઉઝલતે સ્વપ્રયત્ને તર્કશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, કુરાને શરીફ અને ધર્મશાસ્ત્ર તથા સાહિત્યમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. વિશેષ અભ્યાસ અર્થે દિલ્હી તથા હૈદરાબાદ પણ ગયા હતા.…
વધુ વાંચો >ઉટચલ
ઉટચલ : દેવતાઓને ઝુલાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવતો અલગ મંડપ. તે દક્ષિણ ભારત(તામિલનાડુ)માં મંદિરના મહત્વના અંગ તરીકે ધ્યાન ખેંચે છે. તેને ઉન્યલમંડપમ્ પણ કહે છે. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >ઉટાકામંડલમ્ (ઊટી)
ઉટાકામંડલમ્ (ઊટી) : તામિલનાડુ રાજ્યમાં નીલગિરિ જિલ્લામાં નીલગિરિ પર્વતમાળાની વચ્ચે આવેલું ગિરિનગર. આ પર્વત સમુદ્રની સપાટીથી આશરે 2,286 મીટરની ઊંચાઈ ધરાવે છે. ઉટાકામંડલમનો અર્થ તામિલનાડુની આદિવાસી ભાષામાં ‘પથ્થરગામ’ એવો થાય છે. ઈ. સ. 1819માં અહીંના રમણીય પ્રાકૃતિક સૌંદર્યથી આકર્ષાઈને એક અંગ્રેજ અફસરે આરામગૃહથી તેની શરૂઆત કરેલી. અંગ્રેજ અમલ દરમિયાન તે…
વધુ વાંચો >ઉટાહ
ઉટાહ : અમેરિકાના સમવાયનું એક રાજ્ય. તેની સ્થાપના 1847માં થઈ અને 1896માં અમેરિકાના સમવાયતંત્રનું તે પિસ્તાળીસમું રાજ્ય બન્યું. તે પહેલાં આ પ્રદેશમાં ઉટે ઇન્ડિયન નામની આદિવાસી પ્રજા વસવાટ કરતી હતી. ઉટે પરથી પ્રદેશને ઉટાહ – ‘પહાડી વિસ્તારોમાં વસવાટ કરનારા’ એવું નામ આપવામાં આવ્યું છે. તે ‘ધ બીહાઇવ સ્ટેટ’ના ઉપનામથી પણ…
વધુ વાંચો >ઉટાંટિયું
ઉટાંટિયું (whooping cough pertussis) : શિશુઓ અને બાળકોમાં બૉર્ડેટેલા પર્ટુસિસ (bordetella pertussis) નામના જીવાણુના ઉગ્ર ચેપથી થતો શ્વસનમાર્ગનો અતિશય ઉધરસ કરતો રોગ. ક્યારેક (5 % – 10 %) બૉર્ડેટેલા જાતિના પેરાપર્ટુસિસ અને બ્રોન્કીસેપ્ટિકા જીવાણુઓ પણ આ જ પ્રકારનો વિકાર સર્જે છે. બિ. પર્ટુસિસ કવચધારી, 0.5થી 1.0 m લંબાઈના હલનચલન ન…
વધુ વાંચો >ઉડમ્બ્રા
ઉડમ્બ્રા : પ્રવેશદ્વારની રચનામાં નીચલું થર, જેના પર દ્વારશાખાઓનો આધાર હોય છે. આ થરના વિવિધ પ્રકાર છે. તે પૈકી અર્ધચંદ્રાકાર પ્રાકાર મંદિરના ગર્ભગૃહના પ્રવેશમાં હોય છે તે ઉડમ્બ્રા તરીકે પ્રચલિત છે. રહેવાસોનું આયોજન કરતી વખતે પ્રવેશદ્વારમાં કાષ્ઠરચના કરે છે તેમાં આ ઉડમ્બ્રાનું સ્થાન અગત્યનું ગણાય છે. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >ઉણાદિ
ઉણાદિ : ‘ઉણ’ પ્રત્યયથી શરૂ થતા કર્તરિ પ્રત્યયો. પાણિનિએ તેમના 3.3.1 અને 3.4.75માં એનો નિર્દેશ કર્યો છે. શાકટાયન નામના વૈયાકરણે ઉણાદિ પ્રત્યયોનાં સૂત્રોને દસ પાદોમાં વિભાજિત કરીને સ્વતંત્ર રૂપે એકત્રિત કર્યાં છે. તેમાંથી 5 પાદનાં 748 સૂત્રો ‘સિદ્ધાંતકૌમુદી’માં લેવામાં આવ્યાં છે. સંસ્કૃત નામો ધાતુ(આખ્યાત)માંથી જ બને છે તેવું પ્રતિપાદન ઉણાદિ…
વધુ વાંચો >ઉતામારો, કિતાગાવા (Utamaro, Kitagawa)
ઉતામારો, કિતાગાવા (Utamaro, Kitagawa) (જ. 1753, જાપાન; અ. 31 ઑક્ટોબર 1806, ટોકિયો, જાપાન) : જાપાન અને પશ્ચિમ યુરોપમાં લોકપ્રિય બનેલી અને ‘ઉકીઓ-ઇ’ (Ukio-E) નામે પ્રસિદ્ધિ પામેલી કાષ્ઠ-છાપ-ચિત્રકલાના પ્રમુખ ચિત્રકારોમાંના એક. 1775માં નાની વયે એડો (Edo) નામે ઓળખાતા ટોકિયો નગરમાં આવી વસ્યા અને કાનો ગ્યોકુયનના શિષ્ય ટોરીયામા સિકીનના શિષ્ય બની ચિત્રકલાની…
વધુ વાંચો >ઉત્કલ
ઉત્કલ : જુઓ ઓરિસા.
વધુ વાંચો >ઉત્કલદીપિકા
ઉત્કલદીપિકા : ઊડિયા ભાષાનું પ્રથમ વર્તમાનપત્ર. 1866માં કટકમાંથી આ વર્તમાનપત્ર પ્રથમ પ્રગટ થયેલું. શરૂઆતમાં તે બે જ પાનાંનું હતું. એમાં મોટેભાગે સવા પાનું ઉત્કલના સમાચાર અને પોણા પાનામાં ભારતના અન્ય ભાગોના અને જગતના સમાચાર આવતા. રવિવારની આવૃત્તિમાં એકાદ વાર્તા આવતી અને વિવિધ વિષયો વિશેની માહિતી આવતી. રવિવારની આવૃત્તિનાં 3 પાનાં…
વધુ વાંચો >