ખંડ ૩
ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)
ઍટમ્સ ફૉર પીસ
ઍટમ્સ ફૉર પીસ (Atoms for Peace) : અણુશક્તિના શાંતિમય ઉપયોગને પ્રોત્સાહન મળે તે હેતુથી અમેરિકાએ કરેલી ભલામણ. ડિસેમ્બર 1953માં તે સમયના અમેરિકાના પ્રમુખ ડ્વાઇટ આઇઝનહોવરે (1953-61) આંતરરાષ્ટ્રીય અણુશક્તિ મંડળ(International Atomic Energy Agency)ની સ્થાપના કરવા અંગેની ભલામણ કરી હતી. એટલું જ નહિ, પરંતુ અણુશક્તિના શાંતિમય ઉપયોગને ઉત્તેજન મળતું રહે તે માટે…
વધુ વાંચો >ઍટર્ની જનરલ
ઍટર્ની જનરલ : ભારત સરકારને કાયદાકીય સલાહ આપવા માટે તેમજ કાનૂની પ્રકારની અન્ય ફરજો બજાવવા માટે રાષ્ટ્રપતિએ નીમેલી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત ધરાવતી વ્યક્તિ. ભારતના બંધારણના અનુ. 76 (1) અન્વયે તેમની નિમણૂક થાય છે. અનુ. 76 (2) મુજબ સુપરત થયેલાં કાર્યો તેમણે કરવાનાં હોય છે. અનુ. 76 (3) પ્રમાણે ભારતના…
વધુ વાંચો >ઍટર્સી, ક્રિશ્ચિયન લુડવિગ
ઍટર્સી, ક્રિશ્ચિયન લુડવિગ (Attersee, Christian Ludwig) (જ. 28 ઑગસ્ટ 1940, બ્રેટસ્લાયા, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1951માં ઍટર્સીએ ગીતો તથા લઘુનવલો લખવાનું, કાર્ટૂન-પટ્ટીઓ સર્જવાનું તથા રંગમંચ-સજ્જા તૈયાર કરવાનું કામ શરૂ કર્યું. 1957માં વિયેના એકૅડેમી ઑવ્ આર્ટમાં પ્રો. એડુઅર્ડ બૉમર નીચે કલાનો અભ્યાસ શરૂ કર્યો. ત્યાંથી 1963માં તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો.…
વધુ વાંચો >ઍટલાન્ટા
ઍટલાન્ટા : યુ.એસ.ના અગ્નિખૂણામાં આવેલા જ્યૉર્જિયા રાજ્યનું પાટનગર તેમજ દક્ષિણમાં સૌથી મોટું ઔદ્યોગિક શહેર. ભૌ. સ્થાન : 33o 44′ ઉ. અ. અને 84o 23′ પ. રે. 1833માં આ નગરની સ્થાપના બાદ તેના પૂર્વના મેદાનમાંના ભૌગોલિક સ્થાનને કારણે 1900 પછી આ શહેરનો સતત વિકાસ થતો રહ્યો છે. મેટ્રોપૉલિટન ઍટલાન્ટાની વસ્તી 60,20,864…
વધુ વાંચો >ઍટલાસ પર્વતમાળા
ઍટલાસ પર્વતમાળા : આફ્રિકા ખંડના ઉત્તર અને વાયવ્ય ખૂણામાં આવેલી પર્વતમાળા. ભૌ. સ્થાન 33o ઉ. અ. અને 2o પ. રે.ની આસપાસ છે. ભૂમધ્ય સમુદ્રને સમાંતર પથરાયેલી આ પર્વતમાળા મોરૉક્કો, અલ્જીરિયા અને ટ્યૂનિશિયામાંથી પસાર થાય છે. તેની બે સમાંતર હાર આવેલી છે. તેનું સૌથી ઊંચું શિખર ટોબકલ છે, જે સમુદ્રની સપાટીથી…
વધુ વાંચો >ઍટાના એપિક
ઍટાના એપિક : પ્રાચીન મેસોપોટેમિયન રાજવંશાવલિવિષયક મહાકાવ્ય. આ મહાકાવ્ય પ્રમાણે આદિકાળમાં પૃથ્વી પર કોઈ રાજા ન હતો. તેથી દેવો રાજાને શોધવા નીકળ્યા અને એટાનાને પસંદ કર્યો. એટાના કુશળ રાજ્યકર્તા નીવડ્યો. પરંતુ તેની પત્ની સગર્ભા હોવા છતાં બાળકને જન્મ આપવા અશક્ત હતી અને તેથી તેના પછી કોઈ ગાદીવારસ ન રહે એવી…
વધુ વાંચો >ઍટિક
ઍટિક : સામાન્ય રીતે ઇમારતોના ઢળતા છાપરાવાળા ભાગમાં સમાયેલ માળ; પરંતુ રોમન સ્થાપત્યમાં સ્તંભોની ઉપર અને છાપરા વચ્ચેના ભાગમાં આવેલો નાનો માળ. તેની ઊંચાઈ સામાન્ય માળોની ઊંચાઈથી ઓછી હોય છે. અગાઉનાં ઘરોમાં તે માળિયું અથવા કાતરિયું કહેવાતું. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >ઍટેનબરો, રિચાર્ડ (સર)
ઍટેનબરો, રિચાર્ડ (સર) (જ. 29 ઑગસ્ટ 1923, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ; અ. 24 ઑગસ્ટ 2014 લંડન, ઇગ્લેન્ડ) : બ્રિટિશ અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક. તેમની ફિલ્મ-કારકિર્દી ચાર મહત્વના તબક્કામાં વહેંચાયેલી છે. 1942થી 1953 સુધીમાં નબળા, ડરપોક યુવાનની ભૂમિકાવાળાં પાત્રો તેમણે ભજવ્યાં. 1953થી 1960 સુધીનાં ચિત્રોમાં સખત, કઠોર અને રુક્ષ પાત્રોની ભૂમિકા ભજવી.…
વધુ વાંચો >ઍટૉલ
ઍટૉલ (Atoll) : પ્રવાલદ્વીપવલય અથવા કંકણાકાર પ્રવાલદ્વીપ, થોડી ગોળાકાર તથા સર્વત્ર પાણીથી ઘેરાયેલી કંકણાકાર ખડકમાળા. આ ઉપદ્વીપો કણનિક્ષેપજન્ય દ્રવ્યો ધરાવતા દરિયાના પાણીના મધ્યસ્થ કચ્છને (lagoon) ક્યારેક સંપૂર્ણપણે તો ક્યારેક મહદ્અંશે ઘેરી લેતા હોય છે. મોટાભાગનાં આ ઉપદ્વીપવલયો દરિયાની સપાટીને સમતલ હોય છે, છતાં તેમાંનાં કેટલાંક સમુદ્રની સપાટીથી આશરે 5 મીટર…
વધુ વાંચો >એટ્રિપ્લૅક્સ
એટ્રિપ્લૅક્સ (સૉલ્ટબુશ) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ચિનોપોડીએસી કુળની એક પ્રજાતિ. તેનું વિતરણ અધોષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની લગભગ આઠેક જાતિઓ થાય છે, તે પૈકી ચાર જાતિઓનો પ્રવેશ કરાવાયો છે. કેટલીક જાતિઓ તેના રૂપેરી-ભૂખરા પર્ણસમૂહ માટે શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડાય છે. તેના સહસભ્યોમાં ચીલની ભાજી, માચા, ભોલડો, મુખુલ,…
વધુ વાંચો >ઈલેટિનેસી
ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…
વધુ વાંચો >ઈલેસ્ટોમર
ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…
વધુ વાંચો >ઈલોરા
ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…
વધુ વાંચો >ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ
ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…
વધુ વાંચો >ઈવાન્જેલિકલ ચર્ચ
ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…
વધુ વાંચો >ઈવાન્સ, ઑલિવર
ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…
વધુ વાંચો >ઈવાલ, યોહૅનિસ
ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…
વધુ વાંચો >ઈવોલ્વુલસ
ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).
વધુ વાંચો >ઈવ્ઝ્ (Eaves) – નેવાં
ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…
વધુ વાંચો >ઈશાનવર્મા
ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…
વધુ વાંચો >