ખંડ ૩
ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)
ઑરબૉઇડ ઑવ્ બ્રેચીન, લૉર્ડ જૉન
ઑરબૉઇડ ઑવ્ બ્રેચીન, લૉર્ડ જૉન (જ. 21 સપ્ટેમ્બર 1880, કીલમોર્સ, આયર-શાયર; અ. 25 જૂન 1971, એડઝલ, એન્ગસ) : 1949નો શાન્તિ માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર આહાર અને પોષણના વિષયના નિષ્ણાત બ્રિટિશ વૈજ્ઞાનિક. ગ્લાસગો યુનિવર્સિટીમાં શિક્ષણ લીધા પછી 1914માં એબર્ડીન યુનિવર્સિટીના પ્રાણી-પોષણ વિભાગના તેઓ અધ્યક્ષ નિમાયા હતા. 1929માં તે જ સ્થળે…
વધુ વાંચો >ઑરવેલ, જ્યૉર્જ
ઑરવેલ, જ્યૉર્જ (જ. 25 જૂન 190૩, મોતીહારી, બંગાળ; અ. 21 જાન્યુઆરી 1950, લંડન) : અંગ્રેજી નવલકથાકાર, નિબંધકાર અને વિવેચક. મૂળ નામ એરિક આર્થર બ્લેર. ઈસ્ટ એંગ્લિયામાં આવેલી ઑરવેલ નામની સુંદર નદી પરથી આ તખલ્લુસ અપનાવ્યું. તેમના પિતા ઇન્ડિયન સિવિલ સર્વિસમાં અધિકારી હતા; ડોળદ્યાલુ વાતાવરણમાં તેમનો ઉછેર થયો. નાની વયે માતાપિતા…
વધુ વાંચો >ઓરસંગ
ઓરસંગ : વડોદરા જિલ્લાની નદી. નર્મદાને જેમ ‘રેવા’ના ટૂંકા નામે તેમ આ નદીને ‘ઉર્વા’ના ટૂંકા નામે સંબોધવામાં આવે છે. મધ્યપ્રદેશ રાજ્યમાંથી નીકળીને છોટાઉદેપુર, જબુગામ, સંખેડા તેમજ ડભોઈ તાલુકામાંથી વહીને આ નદી અંતે ચાણોદ-કરનાળી પાસે નર્મદા નદીને મળે છે. તે સ્થળ જાણીતું સંગમતીર્થ છે. આ નદીના પ્રવાહમાર્ગમાં વચ્ચે તેને ઊછ અને…
વધુ વાંચો >ઓરાઈ
ઓરાઈ : ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યના જાલોન જિલ્લાનું મુખ્ય વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 250 59′ ઉ. અ. અને 790 28′ પૂ. રે.. જાલૌન ગામથી ઓરાઈ 18 કિમી. અંતરે છે. તે કાનપુરથી 105 કિમી. નૈર્ઋત્યમાં છે. ઓરાઈ અને કાનપુર રસ્તા તથા રેલમાર્ગ દ્વારા તેમજ હમીરપુર અને ભીંડ સાથે પાકા માર્ગે સાંકળી…
વધુ વાંચો >ઓરાન (Oran)
ઓરાન (Oran) : ઉત્તર આફ્રિકાના અલ્જિરિયા પ્રજાસત્તાકનું બીજા ક્રમનું અગત્યનું બંદર તથા ઓરાન પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : ૩50 4૩’ ઉ. અ. અને 00 4૩’ પ. રે. અલ્જિરિયા બંદરની પશ્ચિમે ૩60 કિમી. અંતરે ભૂમધ્ય સાગર પર તે આવેલું છે. ઘણા પ્રાચીન સમયમાં ત્યાં વસવાટ થયેલો હોવા છતાં, દસમી સદીમાં સ્પેનથી…
વધુ વાંચો >ઓરાંવ
ઓરાંવ : બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સામાં વસતી ભારતની એક મહત્વની આદિવાસી જાતિ. તેની વસ્તી બિહારના રાંચી, લોહારદાગા, ગુમલા, પાલામાઉ અને ધનબાદ, પ. બંગાળના આંકુશ, મિદનાપોર, પુરુલિયા, જલપાઈગુરી અને ચોવીસ પરગણાં તથા મધ્યપ્રદેશના સરગુજા અને રાયગઢ જિલ્લાઓમાં મુખ્યત્વે કેન્દ્રિત થયેલી છે. ઓરાંવ લોકો અત્યારે સ્થાયી ખેતીમાં રોકાયેલા છે. પહેલાં…
વધુ વાંચો >ઓરિદાત્થુ
ઓરિદાત્થુ : જાણીતી મલયાળમ ફિલ્મ. નિર્માણસંસ્થા : સૂર્યકાન્તિ ફિલ્મ મેકર્સ; દિગ્દર્શક-કથા-પટકથા – સંગીત : જી. અરવિન્દન; છબીકલા : શાહજી; ધ્વનિમુદ્રણ : દેવદાસ; સંકલન : બોઝ; કલાનિર્દેશક : પદ્મકુમાર; નિર્માણવર્ષ : 1986. શું આધુનિક યાંત્રિકીકરણ અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જશે ? જો ખરેખર તે સત્ય હોય તો તેની શી કિંમત ચુકવવી…
વધુ વાંચો >ઓરિનોકો
ઓરિનોકો : દ. અમેરિકામાં આવેલા વેનેઝુએલા દેશમાં વિષુવવૃત્તની નજીકની લગભગ 2,560 કિમી. લાંબી નદી. પાણીના જથ્થાના સ્રાવમાં દુનિયાની બધી નદીઓમાં તેનો ક્રમ આઠમો છે. એક અંદાજ મુજબ તે દર સેકન્ડે સરેરાશ 16,980 ઘનમીટર પાણી આટલાન્ટિક મહાસાગરમાં ઠાલવે છે. વેનેઝુએલાના દક્ષિણ ભાગમાં આવેલા ગિયાનાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળીને શરૂઆતમાં તેનું વહેણ ઉત્તર…
વધુ વાંચો >ઓરિયેલ અને બૉવિન્ડો (bau-window)
ઓરિયેલ અને બૉવિન્ડો (bau-window) : ઘરનો (દીવાલમાંથી) આગળ પડતો કોણાકાર અથવા ગોળાકાર ભાગ, જે જાળી વડે બંધ કરવામાં આવે. ગોળાકાર બારીને બૉવિન્ડો કહે છે. આવો ભાગ ઉપરના માળ પર આયોજવામાં આવે ત્યારે તેને ઓરિયેલ કહે છે. ઘણી વખત ઉપરના માળના ખૂણાના ભાગ પર આવી બારી બેસાડવામાં આવે છે, જે યુરોપીય…
વધુ વાંચો >ઓરિસા (ઓડિશા)
ઓરિસા (ઓડિશા) ભારતમાં પૂર્વદિશાએ અને અગ્નિખૂણા પર દરિયાકિનારે આવેલું રાજ્ય. સ્થાન અને સીમા : 170 48′ અને 220 ૩4′ ઉ. અ. અને 810 42′ અને 870 29′ પૂ. રે. વચ્ચે આવેલા ઓરિસા કે ઉડિસાનો કેટલોક ભાગ કલિંગ, ઓડ્ર અને ઉત્કલ તરીકે ઓળખાતો હતો. તેનું ક્ષેત્રફળ 1,55,707 ચો.કિમી. છે. વસ્તી :…
વધુ વાંચો >ઈલેટિનેસી
ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…
વધુ વાંચો >ઈલેસ્ટોમર
ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…
વધુ વાંચો >ઈલોરા
ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…
વધુ વાંચો >ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ
ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…
વધુ વાંચો >ઈવાન્જેલિકલ ચર્ચ
ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…
વધુ વાંચો >ઈવાન્સ, ઑલિવર
ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…
વધુ વાંચો >ઈવાલ, યોહૅનિસ
ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…
વધુ વાંચો >ઈવોલ્વુલસ
ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).
વધુ વાંચો >ઈવ્ઝ્ (Eaves) – નેવાં
ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…
વધુ વાંચો >ઈશાનવર્મા
ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…
વધુ વાંચો >