ખંડ ૨
આદિવિષ્ણુથી ઈલાઇટિસ
આંત્રવ્યાવર્તન
આંત્રવ્યાવર્તન (intestinal volvulus) : ધરીની આસપાસ આંતરડાની આંટી પડવી તે. નાના આંતરડાના છેવટના ભાગ(અંતાંત્ર, ileum)માં, મોટા આંતરડાના શરૂઆતના ભાગ(અંધાંત્ર, caecum)માં કે છેવટના ભાગ(શ્રોણિસ્થિરાંત્ર, pelvic colon)માં અથવા જઠરમાં આવી આંટી પડે છે. ગર્ભના વિકાસ-સમયે પેટમાં આંતરડું આંત્રપટ(mesentery)ની ધરી બનાવી ગોળ ફરીને તેના યોગ્ય સ્થાને ગોઠવાય છે. જો આ પ્રક્રિયા અધૂરી રહી…
વધુ વાંચો >આંત્રાંકુરો
આંત્રાંકુરો (intestinal villi) : ખોરાકના પાચન અને શોષણ માટે વિસ્તાર વધારવા માટે નાના આંતરડાના અંદરના પડની નાની નાની ગડીઓ. નાના આંતરડામાં ત્રણ પ્રકારની ગડીઓ છે : મોટી ગડીઓ (plicae circularis), આંત્રાંકુરો અને અંકુરિકાઓ (microvilli). આ ત્રણ પ્રકારની ગડીઓ વડે 2.5 સેમી. વ્યાસવાળા 6.35 મીટર લાંબા નાના આંતરડાની અંદરની દીવાલનું ક્ષેત્રફળ…
વધુ વાંચો >આંત્રાંત્રરોધ
આંત્રાંત્રરોધ (intussusception) : આંતરડાના પોલાણમાં આંતરડાનો બીજો ભાગ પ્રવેશીને તેને બંધ કરી દે તે. સામાન્ય રીતે આંતરડાનો આગળનો ભાગ પાછળના ભાગમાં પ્રવેશે છે (જુઓ આંત્રરોધ આકૃતિ). આથી આંતરડાના થતા ગઠ્ઠામાં ચાર નિશ્ચિત ભાગો થાય છે : (1) અંતર્નળી એટલે કે અંદર પ્રવેશેલો આંતરડાનો ભાગ, (2) બાહ્ય નળી એટલે કે જેમાં…
વધુ વાંચો >આંદામાની ભાષાસમૂહ
આંદામાની ભાષાસમૂહ : આ ભાષા બોલનાર આંદામાનના મૂળ રહેવાસી નેગ્રિટો વંશના હોવાથી તેમનું મલયેશિયાની સમાંગ જાતિ જોડે સામ્ય જોવા મળે છે. એમની ‘બો’ નામની ભાષા હતી. આ ભાષા બોલનારાની સંખ્યા ઝડપભેર ઘટતી જાય છે. 1858માં તેમની સંખ્યા 4,800 હતી, 1909માં 1882, 1931માં 460 અને 1961ની વસ્તીગણતરીમાં ફક્ત પાંચ જ હતી.…
વધુ વાંચો >આંધળાં જીવડાં
આંધળાં જીવડાં (lesser grain borer, Rhizopertha dominica) : ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના Bostrychidae કુળમાં સમાવિષ્ટ થતા કીટકો. આ કીટક નાના લંબગોળાકાર અને ઘેરા ભૂખરા રંગના હોય છે. તેમનું માથું વક્ષની નીચેની બાજુએ વળેલું હોવાથી ઉપરથી જોતાં માથું દેખાતું નથી. આ કીટક સંગ્રહેલ ઘઉં, બાજરી, ચોખા, જુવાર, મકાઈ, ડાંગર વગેરેમાં પડે છે.…
વધુ વાંચો >આંધળ્યાચી શાળા
આંધળ્યાચી શાળા (ઈ. સ. 1933) : મરાઠી નાટક. અંગ્રેજી તથા વિદેશી નાટકોથી પ્રભાવિત થઈને શ્રી વી. વર્તકે કેટલાક નાટ્યલેખકોના સહયોગમાં મરાઠી સાહિત્યમાં નવું નાટક નિર્માણ કરવાના ઉદ્દેશથી નાટ્યમન્વન્તર નામની સંસ્થા સ્થાપેલી. એમાં નાટક વિશેની ચર્ચા થતી, વિદેશનાં ઉત્તમ નાટકો વંચાતાં અને એનાં રૂપાંતરો કરાતાં. આ સંસ્થામાં થોડો સમય કાર્યશીલ રહીને…
વધુ વાંચો >આંધ્રપુરાણુમુ
આંધ્રપુરાણુમુ (1954-1964) : અર્વાચીન તેલુગુ કાવ્ય. પ્રકાશનસાલ : પૂર્વાર્ધ ખંડ 1954; ઉત્તરાર્ધ 1964. મધુનાપંતુલ સત્યનારાયણ શાસ્ત્રીરચિત આ પુસ્તકમાં આંધ્રનો કાવ્યબદ્ધ ઇતિહાસ પુરાણશૈલીમાં આપ્યો છે. આ કૃતિને 1968નો આંધ્ર રાજ્ય અકાદમી ઍવૉર્ડ મળેલો. પૂર્વાર્ધમાં ઉદય પર્વ, સાતવાહન પર્વ, ચાલુક્ય પર્વ અને કાકતીય પર્વ છે; તો ઉત્તરાર્ધમાં પુન:પ્રતિષ્ઠા પર્વ, વિદ્યાનગર પર્વ, શ્રીકૃષ્ણદેવરાય…
વધુ વાંચો >આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશ ભારતમાં દક્ષિણ-મધ્યપૂર્વમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન આશરે 16 15´ ઉ. અ. અને 80 64´ પૂ. રે.ની આજુબાજુ રહેલું છે. આ રાજ્યની વાયવ્યે તેલંગણા, ઉત્તરે છત્તીસગઢ, ઈશાને ઓડિશા, દક્ષિણે તમિળનાડુ, પશ્ચિમે કર્ણાટક અને પૂર્વ બંગાળનો ઉપસાગર આવેલાં છે. ભારતમાં ગુજરાત પછી દરિયાકિનારાની લંબાઈ(974 કિમી.)ની દૃષ્ટિએ આ રાજ્ય દ્વિતીય ક્રમ ધરાવે છે. આ…
વધુ વાંચો >આદિવિષ્ણુ
આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)
આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…
વધુ વાંચો >આદીશ્વર મંદિર, શત્રુંજય
આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…
વધુ વાંચો >આદું
આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…
વધુ વાંચો >આદ્ય તારકપિંડ
આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…
વધુ વાંચો >આદ્ય રંગાચાર્ય
આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…
વધુ વાંચો >આધ ચાનની (ચાંદની) રાત
આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…
વધુ વાંચો >આધમગઢ (આઝમગઢ)
આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…
વધુ વાંચો >