ખંડ ૨૫
હક, ઝિયા-ઉલથી હવાંગ
હક ઝિયા-ઉલ
હક, ઝિયા-ઉલ [જ. 12 ઑગસ્ટ 1924, જાલંધર; અ. 17 ઑગસ્ટ 1988, ભાવલપુર, પંજાબ (પાકિસ્તાન)] : પાકિસ્તાનના લશ્કરી વડા અને પ્રમુખ. પિતા મોહમ્મદ અક્રમ બ્રિટિશ લશ્કરી શાળામાં શિક્ષક હતા. સિમલામાં શાલેય શિક્ષણ મેળવી તેમણે દિલ્હીમાં કૉલેજ શિક્ષણ મેળવ્યું. 1943માં બ્રિટિશ લશ્કરમાં ભરતી થયા, બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બર્મા (હવે મ્યાનમાર), મલાયા…
વધુ વાંચો >હકનો ખરડો
હકનો ખરડો : પ્રજાના હકો અને સ્વતંત્રતાઓની જાહેરાત કરતો તથા તાજના વારસાનો હક નક્કી કરતો કાયદો (1689). રાજા જેમ્સ 2જાએ પ્રજાની લાગણી અને પરંપરાની અવગણના કરીને દરેક સરકારી ખાતામાં કૅથલિક ધર્મ પાળતા અધિકારીઓની ભરતી કરી. પ્રજાએ રાજાને ચેતવણી આપી; પરંતુ એણે ગણકારી નહિ. તેથી પ્રજાએ ઉશ્કેરાઈને રાજાને દૂર કરવાનું નક્કી…
વધુ વાંચો >હકીકત
હકીકત : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા, દિગ્દર્શક અને પટકથા-લેખક : ચેતન આનંદ. ગીતકાર : કૈફી આઝમી. છબિકલા : સદાનંદ દાસગુપ્તા. સંગીત : મદનમોહન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, પ્રિયા રાજવંશ, બલરાજ સાહની, વિજય આનંદ, સંજય, સુધીર, જયંત, મેકમોહન, ઇન્દ્રાણી મુખરજી, અચલા સચદેવ. આઝાદ…
વધુ વાંચો >હકીમ અજમલખાન
હકીમ અજમલખાન (જ. 1863; અ. 29 ડિસેમ્બર 1927) : યુનાની વૈદકીય પદ્ધતિના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના એક સ્થાપક. દિલ્હીમાં જન્મેલા અજમલખાનના પૂર્વજોએ મુઘલ બાદશાહોના શાહી હકીમ તરીકે કામ કર્યું હતું. નાની વયથી જ અજમલખાને અંગ્રેજી શિક્ષણ લેવાને બદલે કુટુંબમાં જ યુનાની વૈદકીય અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે યુનાની વૈદકીય સારવારને…
વધુ વાંચો >હકીમ રૂહાની સમરકંદી
હકીમ રૂહાની સમરકંદી : બારમા સૈકાના ફારસી કવિ. તેમનું પૂરું નામ અબૂ બક્ર બિન મુહમ્મદ બિન અલી અને ઉપનામ રૂહાની હતું. તેમનો જન્મ અને ઉછેર આજના અફઘાનિસ્તાનના ગઝના શહેરમાં થયો હતો. તેઓ શરૂઆતમાં ગઝનવી વંશના સુલતાન બેહરામશાહ(1118–1152)ના દરબારી કવિ હતા. પાછળથી તેઓ પૂર્વીય તુર્કસ્તાનના પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર સમરકંદમાં સ્થાયી…
વધુ વાંચો >હકીમ સનાઈ (બારમો સૈકો)
હકીમ સનાઈ (બારમો સૈકો) : ફારસી ભાષાના સૂફી કવિ. તેમણે તસવ્વુફ વિશે રીતસરનું એક લાંબું મસ્નવી કાવ્ય – હદીકતુલ હકીકત – લખીને તેમના અનુગામી અને ફારસીના મહાન સૂફી કવિ જલાલુદ્દીન રૂમીને પણ પ્રેરણા આપી હતી. સનાઈએ પોતાની પાછળ બીજી અનેક મસ્નવીઓ તથા ગઝલો અને કસીદાઓનો એક સંગ્રહ છોડ્યો છે. તેમની…
વધુ વાંચો >હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના)
હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના) (જ. 1871, હસ્બા, જિ. રાયબરેલી, ઉત્તર પ્રદેશ; અ. 2 ફેબ્રુઆરી 1923, રાયબરેલી) : અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાના પ્રખર વિદ્વાન. તેમના પિતા ફખરૂદ્દીન એક હોશિયાર હકીમ તથા કવિ હતા અને ‘ખ્યાલી’ તખલ્લુસ રાખ્યું હતું. અબ્દુલ હૈ ‘ઇલ્મે હદીસ’ના પ્રખર વિદ્વાન હતા. તેમણે હદીસના પ્રસિદ્ધ ઉસ્તાદ…
વધુ વાંચો >હકોની અરજી
હકોની અરજી : પાર્લમેન્ટના જે જૂના હકો ઉપર રાજાએ તરાપ મારી હતી, તે હકો રાજા પાસે સ્વીકારાવવા ઈ. સ. 1628માં પાર્લમેન્ટે રાજાને કરેલી અરજી. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ 1લાના શાસનકાળ (ઈ. સ. 1603–1625) દરમિયાન રાજાના પાર્લમેન્ટ સાથેના સંઘર્ષની શરૂઆત થઈ. એના પુત્ર રાજા ચાર્લ્સ 1લાના સમય(1625–1649)માં આ સંઘર્ષ વધારે…
વધુ વાંચો >હક્ક ફઝલુલ
હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…
વધુ વાંચો >હક્સલી આલ્ડસ (લિયૉનાર્ડ)
હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ…
વધુ વાંચો >હૉલિવુડ
હૉલિવુડ : અમેરિકામાં લૉસ એન્જલસસ્થિત દુનિયાના સૌથી મોટા ફિલ્મ-ઉદ્યોગનું કેન્દ્ર. ફિલ્મો તો દુનિયાના લગભગ દરેક દેશમાં બને છે અને દરેક દેશનો અને ભાષાનો પોતાનો ફિલ્મ-ઉદ્યોગ હોય છે, પણ કોઈ ને કોઈ રીતે હૉલિવુડ એ બધા માટે હંમેશાં પ્રેરણાસ્રોત બનતું રહ્યું છે. દુનિયાના કોઈ પણ ભાગમાં કાર્યરત ફિલ્મ-કલાકાર કે કસબીનું અંતિમ…
વધુ વાંચો >હોલી
હોલી : વિશિષ્ટ ભાત પાડતું વિચારોત્તેજક હિંદી ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1984. પ્રકાર રંગીન. નિર્માતા : નીઓ ફિલ્મ ઍસોસિયેટ્સ. દિગ્દર્શન : કેતન મહેતા. પટકથા : મહેશ એલકુંચવાર, કેતન મહેતા. મહેશ એલકુંચવારની નાટ્યકૃતિ પર આધારિત કથા. ગીતકાર : હૃદયલાની. છબિકલા : જહાંગીર ચૌધરી. સંગીત : રજત ધોળકિયા. મુખ્ય કલાકારો : આમીર ખાન,…
વધુ વાંચો >હૉલીહોક
હૉલીહોક : જુઓ ગુલખેરૂ.
વધુ વાંચો >હોલૅન્ડ
હોલૅન્ડ : જુઓ નેધરલૅન્ડ્ઝ.
વધુ વાંચો >હૉલૅન્ડાઇટ
હૉલૅન્ડાઇટ : મૅંગેનીઝનું ખનિજ. રાસા. બં. : Ba(Mn2+, Mn4+, Fe3+)8O16. સ્ફટિક વર્ગ : મૉનોક્લિનિક. સ્ફટિક-સ્વરૂપ : સ્ફટિકો ટૂંકા પ્રિઝમ સ્વરૂપવાળા, બંને છેડે ચપટા પિરામિડવાળા. મોટે ભાગે દળદાર; રેસાદાર. ક્યારેક કાંકરીઓ જેવા પણ મળે. કઠિનતા : 6. ઘનતા : 4.95. સંભેદ : પ્રિઝમને સમાંતર, સ્પષ્ટ. પ્રભંગ : બરડ. રંગ : કાળો,…
વધુ વાંચો >હૉલે રૉબર્ટ (Holley Robert W.)
હૉલે, રૉબર્ટ (Holley, Robert W.) (જ. 28 જાન્યુઆરી 1922, યુબ્રાના, ઇલિયોનૉઈ, યુ.એસ.; અ. 11 ફેબ્રુઆરી 1993) : સન 1968ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના હરગોવિન્દ ખુરાના અને માર્શલ નિરેન્બર્ગ સાથેના વિજેતા. તેમને આ સન્માન જનીન સંકેતોના અર્થઘટન અને તેમના પ્રોટીનના ઉત્પાદન(સંશ્લેષણ, synthesis)માંના ઉપયોગ વિશે સંશોધન કરવા માટે મળ્યું હતું. રૉબર્ટ…
વધુ વાંચો >હોલો
હોલો : કબૂતરના વર્ગનું, કબૂતર કરતાં નાનું પરંતુ કાબર કરતાં મોટું ઘર-આંગણાનું નિર્દોષ ભડકણ પક્ષી. વર્ગીકરણમાં કબૂતર અને હોલાનો કોલુમ્બિડી શ્રેણીમાં સમાવેશ થાય છે. કબૂતર અને હોલામાં ખૂબ મળતાપણું છે. કબૂતરની પ્રજાતિ કોલુમ્બા છે, જેમાં 51 જાતિઓ (species) મળી આવે છે. હોલા કે ડવની પ્રજાતિ સ્ટ્રેપ્ટોપેલિયા છે. જેમાં 16 જાતિઓ…
વધુ વાંચો >હૉલોગ્રાફી
હૉલોગ્રાફી ઉચ્ચ પ્રકારની ફોટોગ્રાફી. ‘હૉલોગ્રાફી’ ગ્રીક શબ્દ છે. ‘Holo’નો અર્થ ‘whole’ થાય છે અને ‘graphein’નો અર્થ ‘to write’ થાય છે. આમ ‘હૉલોગ્રાફી’ એટલે ‘પ્રતિબિંબનું સમગ્ર સ્વરૂપે આલેખન કરવું.’ આ પ્રતિબિંબને જે પ્રકાશ-સંવેદી માધ્યમમાં રેકર્ડ કરવામાં આવે છે તેને ‘હૉલોગ્રામ’ કહે છે. હૉલોગ્રાફીમાં લેસરનો ઉપયોગ થાય છે. લેસર એટલે વિશિષ્ટ પ્રકારનો…
વધુ વાંચો >હોલ્ડરલિન (જ્હૉન ક્રિશ્ચિયન) ફ્રેડરિક
હોલ્ડરલિન (જ્હૉન ક્રિશ્ચિયન) ફ્રેડરિક (જ. 20 માર્ચ 1770, લૉફેન એમ નેકર, વૂર્ટેમ્બર્ગ; અ. 7 જૂન 1843, ટૂબિન્જન, જર્મની) : જર્મન ઊર્મિકવિ. શિષ્ટ ગ્રીક કવિતાનાં સ્વરૂપોને જર્મન ભાષામાં ઉતારનાર. ક્રિશ્ચિયન અને શિષ્ટ સાહિત્યનો સુમેળ સાધનાર. નૂર્ટિંગજનની શાળામાં અભ્યાસ. માતાની ઇચ્છા તો હોલ્ડરલિન દેવળની સેવામાં પાદરી બને તેવી હતી. આમ થાય તો…
વધુ વાંચો >હોલ્બીન હાન્સ ધ યંગર (Holbein Hans The Younger)
હોલ્બીન, હાન્સ ધ યંગર (Holbein, Hans The Younger) (જ. 1497-8, ઓગ્સબર્ગ, જર્મની (?); અ. 1543, લંડન, બ્રિટન) : વ્યક્તિચિત્રણા માટે જાણીતા જર્મન રેનેસાંસ ચિત્રકાર. તેમનો જન્મ ઓગ્સબર્ગના ચિત્રકાર કુટુંબમાં થયો હતો. પિતા હાન્સ હોલ્બીન ધ એલ્ડર (આશરે 1465–1534), કાકા સિગ્મંડ હોલ્બીન (આશરે 1470 –1540) તથા ભાઈ એમ્બ્રોસિયસ હોલ્બીન (આશરે 1493–આશરે…
વધુ વાંચો >