ખંડ ૨૫

હક, ઝિયા-ઉલથી હવાંગ

હક ઝિયા-ઉલ

હક, ઝિયા-ઉલ [જ. 12 ઑગસ્ટ 1924, જાલંધર; અ. 17 ઑગસ્ટ 1988, ભાવલપુર, પંજાબ (પાકિસ્તાન)] : પાકિસ્તાનના લશ્કરી વડા અને પ્રમુખ. પિતા મોહમ્મદ અક્રમ બ્રિટિશ લશ્કરી શાળામાં શિક્ષક હતા. સિમલામાં શાલેય શિક્ષણ મેળવી તેમણે દિલ્હીમાં કૉલેજ શિક્ષણ મેળવ્યું. 1943માં બ્રિટિશ લશ્કરમાં ભરતી થયા, બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બર્મા (હવે મ્યાનમાર), મલાયા…

વધુ વાંચો >

હકનો ખરડો

હકનો ખરડો : પ્રજાના હકો અને સ્વતંત્રતાઓની જાહેરાત કરતો તથા તાજના વારસાનો હક નક્કી કરતો કાયદો (1689). રાજા જેમ્સ 2જાએ પ્રજાની લાગણી અને પરંપરાની અવગણના કરીને દરેક સરકારી ખાતામાં કૅથલિક ધર્મ પાળતા અધિકારીઓની ભરતી કરી. પ્રજાએ રાજાને ચેતવણી આપી; પરંતુ એણે ગણકારી નહિ. તેથી પ્રજાએ ઉશ્કેરાઈને રાજાને દૂર કરવાનું નક્કી…

વધુ વાંચો >

હકીકત

હકીકત : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા, દિગ્દર્શક અને પટકથા-લેખક : ચેતન આનંદ. ગીતકાર : કૈફી આઝમી. છબિકલા : સદાનંદ દાસગુપ્તા. સંગીત : મદનમોહન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, પ્રિયા રાજવંશ, બલરાજ સાહની, વિજય આનંદ, સંજય, સુધીર, જયંત, મેકમોહન, ઇન્દ્રાણી મુખરજી, અચલા સચદેવ. આઝાદ…

વધુ વાંચો >

હકીમ અજમલખાન

હકીમ અજમલખાન (જ. 1863; અ. 29 ડિસેમ્બર 1927) : યુનાની વૈદકીય પદ્ધતિના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના એક સ્થાપક. દિલ્હીમાં જન્મેલા અજમલખાનના પૂર્વજોએ મુઘલ બાદશાહોના શાહી હકીમ તરીકે કામ કર્યું હતું. નાની વયથી જ અજમલખાને અંગ્રેજી શિક્ષણ લેવાને બદલે કુટુંબમાં જ યુનાની વૈદકીય અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે યુનાની વૈદકીય સારવારને…

વધુ વાંચો >

હકીમ રૂહાની સમરકંદી

હકીમ રૂહાની સમરકંદી : બારમા સૈકાના ફારસી કવિ. તેમનું પૂરું નામ અબૂ બક્ર બિન મુહમ્મદ બિન અલી અને ઉપનામ રૂહાની હતું. તેમનો જન્મ અને ઉછેર આજના અફઘાનિસ્તાનના ગઝના શહેરમાં થયો હતો. તેઓ શરૂઆતમાં ગઝનવી વંશના સુલતાન બેહરામશાહ(1118–1152)ના દરબારી કવિ હતા. પાછળથી તેઓ પૂર્વીય તુર્કસ્તાનના પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર સમરકંદમાં સ્થાયી…

વધુ વાંચો >

હકીમ સનાઈ (બારમો સૈકો)

હકીમ સનાઈ (બારમો સૈકો) : ફારસી ભાષાના સૂફી કવિ. તેમણે તસવ્વુફ વિશે રીતસરનું એક લાંબું મસ્નવી કાવ્ય – હદીકતુલ હકીકત – લખીને તેમના અનુગામી અને ફારસીના મહાન સૂફી કવિ જલાલુદ્દીન રૂમીને પણ પ્રેરણા આપી હતી. સનાઈએ પોતાની પાછળ બીજી અનેક મસ્નવીઓ તથા ગઝલો અને કસીદાઓનો એક સંગ્રહ છોડ્યો છે. તેમની…

વધુ વાંચો >

હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના)

હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના) (જ. 1871, હસ્બા, જિ. રાયબરેલી, ઉત્તર પ્રદેશ; અ. 2 ફેબ્રુઆરી 1923, રાયબરેલી) : અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાના પ્રખર વિદ્વાન. તેમના પિતા ફખરૂદ્દીન એક હોશિયાર હકીમ તથા કવિ હતા અને ‘ખ્યાલી’ તખલ્લુસ રાખ્યું હતું. અબ્દુલ હૈ ‘ઇલ્મે હદીસ’ના પ્રખર વિદ્વાન હતા. તેમણે હદીસના પ્રસિદ્ધ ઉસ્તાદ…

વધુ વાંચો >

હકોની અરજી

હકોની અરજી : પાર્લમેન્ટના જે જૂના હકો ઉપર રાજાએ તરાપ મારી હતી, તે હકો રાજા પાસે સ્વીકારાવવા ઈ. સ. 1628માં પાર્લમેન્ટે રાજાને કરેલી અરજી. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ 1લાના શાસનકાળ (ઈ. સ. 1603–1625) દરમિયાન રાજાના પાર્લમેન્ટ સાથેના સંઘર્ષની શરૂઆત થઈ. એના પુત્ર રાજા ચાર્લ્સ 1લાના સમય(1625–1649)માં આ સંઘર્ષ વધારે…

વધુ વાંચો >

હક્ક ફઝલુલ

હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…

વધુ વાંચો >

હક્સલી આલ્ડસ (લિયૉનાર્ડ)

હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ…

વધુ વાંચો >

હૈનાન (Hainan)

Feb 21, 2009

હૈનાન (Hainan) : દક્ષિણ ચીની સમુદ્રમાં આવેલો ચીનનો બીજા ક્રમે આવતો મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે આશરે 18°થી 20´ ઉ. અ. અને 108°થી 111´ પૂ. રે. વચ્ચેનો લગભગ 34,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 2000 મુજબ, તેની વસ્તી 78,70,000 જેટલી છે. હાઇકોઉ તેનું પાટનગર છે. ઉત્તર તરફ તે…

વધુ વાંચો >

હૈફા

Feb 21, 2009

હૈફા : ઈશાન ઇઝરાયલમાં આવેલું શહેર, બંદર, મહત્ત્વનું ઉત્પાદક મથક, સાંસ્કૃતિક કેન્દ્ર તથા હૈફા પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 32° 50´ ઉ. અ. અને 35° 00´ પૂ. રે. પર માઉન્ટ કાર્મેલની તળેટીમાં તે વસેલું છે. તે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ છેડા ખાતે હૈફાના ઉપસાગર પર પથરાયેલું છે. વિસ્તાર : 854 ચોકિમી..…

વધુ વાંચો >

હૈબતખાન

Feb 21, 2009

હૈબતખાન : ગુજરાતના સ્વતંત્ર સુલતાન અહમદશાહ(1411–1442)ના કાકા. તેણે અમદાવાદ ખાતે, જમાલપુર દરવાજા પાસે આવેલી મસ્જિદ બંધાવી હતી. તે હૈબતખાનની મસ્જિદ નામથી જાણીતી છે. આ મસ્જિદમાં બે હિંદુ મંદિરોના વિવિધ ભાગોનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો છે. એના મિનારાનાં ઠૂંઠાં ધોળકાની કાજીની મસ્જિદના મિનારા કરતાં પણ વધારે સાદાં અને કલાવિહીન છે. જયકુમાર…

વધુ વાંચો >

હૈમશબ્દાનુશાસન

Feb 21, 2009

હૈમશબ્દાનુશાસન : સુપ્રસિદ્ધ ગુજરાતી જૈન લેખક આચાર્ય હેમચંદ્રે રચેલું વ્યાકરણ. એનું નામ મૂળમાં ‘સિદ્ધહેમચંદ્ર’ છે; પરંતુ તે ‘હૈમવ્યાકરણ’ કે ‘હૈમશબ્દાનુશાસન’ એવા નામે પ્રચલિત છે. ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહે ‘ભોજવ્યાકરણ’ જેવું વ્યાકરણ રચવાની પ્રેરણા કરવાથી આચાર્ય હેમચંદ્રે આચાર્ય પાણિનિની ‘અષ્ટાધ્યાયી’ મુજબ પોતાનું વ્યાકરણ લખ્યું એટલે રાજાના નામમાંથી सिद्ध શબ્દ અને પોતાના…

વધુ વાંચો >

હૈલાકાંડી (Hailakandi)

Feb 21, 2009

હૈલાકાંડી (Hailakandi) : આસામ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો નાનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 41´ ઉ. અ. અને 92° 34´ પૂ. રે.ની આજુબાજુનો 1327 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કચાર જિલ્લો, પૂર્વમાં કચાર જિલ્લાનો ભાગ અને મિઝોરમ રાજ્ય, દક્ષિણે મિઝોરમ…

વધુ વાંચો >

હૈહયો

Feb 21, 2009

હૈહયો : યાદવવંશની એક શાખા. (વિષ્ણુપુરાણ, વાયુપુરાણ, મહાભારત વગેરે ગ્રંથોમાંથી હૈહયોના ઉલ્લેખો મળે છે.) હૈહયો માળવાની દક્ષિણે આવેલા પ્રદેશમાં આબાદ થયા હતા. તેમના રાજા મહિષ્મંતે માહિષ્મતી નગર સ્થાપ્યું અને તેને પાટનગર બનાવ્યું. માહિષ્મતી નગર અવન્તિજનપદમાં આવેલ હતું. મહિષ્મંતનો વારસ રાજા ભદ્રશ્રેણ્ય આક્રમક હતો. તેણે પૌરવોનું રાજ્ય જીતી લીધું. રાજા ભદ્રશ્રેણ્યે…

વધુ વાંચો >

હોકાયંત્ર (magnetic compass)

Feb 21, 2009

હોકાયંત્ર (magnetic compass) : કોઈ પણ સમક્ષિતિજ દિશામાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવા ચુંબક પર લાગતા પૃથ્વીના ચુંબકત્વના આકર્ષણના દિશાદર્શક બળ પર આધારિત દિક્સૂચક યંત્ર. હોકાયંત્ર જે સિદ્ધાંત પર કામ કરે છે તે સિદ્ધાંત મુજબ સમાન ચુંબકીય ધ્રુવો પરસ્પર અપાકર્ષે છે અને અસમાન ચુંબકીય ધ્રુવો પરસ્પર આકર્ષે છે. પૃથ્વીના…

વધુ વાંચો >

હૉકિન્સ વિલિયમ (કૅપ્ટન)

Feb 21, 2009

હૉકિન્સ, વિલિયમ (કૅપ્ટન) : બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૂરતમાં વેપારની કોઠી શરૂ કરવાની પરવાનગી લેવા મોકલેલ દૂત. ઇંગ્લૅન્ડના રાજા જેમ્સ 1લાનો પત્ર અને 25,000 સોનામહોરો સાથે હૉકિન્સ 1608ના ઑગસ્ટ મહિનામાં સૂરત આવ્યો. સૂરતમાંથી તે મુઘલ દરબારમાં આગ્રા ગયો. જેસુઇટ ફાધર્સનો વિરોધ હોવા છતાં, જહાંગીરે હૉકિન્સનું સ્વાગત કર્યું. હૉકિન્સ તુર્કી અને…

વધુ વાંચો >

હૉકિંગ સ્ટીફન

Feb 21, 2009

હૉકિંગ, સ્ટીફન (જ. 8 જાન્યુઆરી 1942, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : શ્યામ ગર્ત (black hole), અસામાન્યતા (વિચિત્રતા, singularity) અને વિશ્વની ઉત્પત્તિના સિદ્ધાંત – મહાવિસ્ફોટ (big bang) જેવાં બ્રહ્માંડનાં વિવિધ પાસાંઓના અભ્યાસી અને સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની. સ્ટીફન હૉકિંગ તેમનાં માતાપિતા તો ઉત્તર લંડનમાં રહેતાં હતાં; પરંતુ બીજા વિશ્વયુદ્ધના અસ્થિર વાતાવરણમાં ઑક્સફર્ડમાં વસવાનું વધુ સલામત…

વધુ વાંચો >

હૉકી અને આઇસ-હૉકી

Feb 21, 2009

હૉકી અને આઇસ-હૉકી : ઑલિમ્પિક સ્તરની ભારતની રાષ્ટ્રીય રમત. જે રમતે વિશ્વસ્તર પર ભૂતકાળમાં રમતગમત ક્ષેત્રે ભારતને જે માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવ્યાં છે તેમાં ભૂતકાળમાં હૉકીમાં મેળવેલી સિદ્ધિઓનો મોટો ફાળો છે. અર્વાચીન હૉકીનું જન્મસ્થળ ઇંગ્લૅન્ડ ગણાય છે, છતાં ભારતે આ રમતમાં મેળવેલી સિદ્ધિઓને કારણે તેને ‘રાષ્ટ્રીય રમત’ તરીકે માન્યતા…

વધુ વાંચો >