ખંડ ૨૫
હક, ઝિયા-ઉલથી હવાંગ
હેન્રી ગુયોટ આર્નૉલ્ડ (Henry Guyot Arnold)
હેન્રી, ગુયોટ આર્નૉલ્ડ (Henry, Guyot Arnold) (જ. 28 સપ્ટેમ્બર 1807, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી 1884, યુ.એસ.) : ભૂગોળશાસ્ત્રી. તેમણે જર્મનીની ન્યૂશેટલ કૉલેજમાં અભ્યાસ કરેલો. 1835થી 1839 દરમિયાન પૅરિસની કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ જર્મનીની ન્યૂશૅટલ કૉલેજમાં ઇતિહાસ અને ભૂગોળના પ્રાધ્યાપક તરીકે જોડાયા. આ ગાળા દરમિયાન તેઓ લુઈ અગાસીઝના વિચારોથી પ્રભાવિત થયા…
વધુ વાંચો >હેન્રી ડ્રેપરની સારણી (Henry Draper Catalogue : HD)
હેન્રી ડ્રેપરની સારણી (Henry Draper Catalogue : HD) : હાર્વર્ડ કૉલેજ ઑબ્ઝર્વેટરીમાં સંશોધન કરતી અમેરિકાની મહિલા ખગોળવિજ્ઞાની ઍની કૅનોને (Annie Jump Cannon : 1863–1941) તારાઓના વર્ણપટનું સંકલન કરીને બનાવેલું તારાપત્રક. આ નામ ખગોળફોટોગ્રાફીમાં અગ્રેસર હેન્રી ડ્રેપર (Henry Draper : 1837–1882) નામના અમેરિકાના ખગોળવિજ્ઞાની અને ઉપકરણો બનાવનારના માનમાં આપવામાં આવ્યું છે.…
વધુ વાંચો >હેન્રીનો નિયમ (Henry’s law)
હેન્રીનો નિયમ (Henry’s law) : વાયુના પ્રવાહી(દ્રાવક)માં દ્રાવ્યતા અથવા વાયુ-પ્રવાહી પ્રાવસ્થાઓ વચ્ચે વાયુના વિતરણનો નિયમ. બ્રિટિશ રસાયણજ્ઞ અને તબીબ વિલિયમ હેન્રીએ આ નિયમ 1803માં રજૂ કર્યો હતો. આ નિયમ મુજબ ‘અચળ તાપમાને પ્રવાહી(દ્રાવક)ના મુકરર કદમાં સમતોલનમાં આવીને ઓગળેલા વાયુનું દળ પ્રવાહી ઉપર વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે.’ આ નિયમ વિતરણ…
વધુ વાંચો >હૅન્સન અલ્વિન એચ
હૅન્સન, અલ્વિન એચ. (જ. 1887; અ. 1975) : જે. એમ. કેઇન્સના અમેરિકન ભાષ્યકાર તથા સંનિષ્ઠ પ્રતિપાદક. 1910માં તેમણે અમેરિકાની યાન્કટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક પદવી મેળવ્યા બાદ 1921માં વ્યાપારચક્રના વિષય પર ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ મિશિગન યુનિવર્સિટીમાં 1963 સુધી અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. જૂન 1963માં રિસર્ચ પ્રોફેસર ઑન…
વધુ વાંચો >હેન્સન મૅથ્યુ ઍલેક્ઝાન્ડર
હેન્સન, મૅથ્યુ ઍલેક્ઝાન્ડર (જ. 1867, મૅરીલૅન્ડ; અ. 1955) : ઉત્તર ધ્રુવનો એકમાત્ર અમેરિકન સફરી. 1909માં યોજાયેલી ઉત્તર ધ્રુવની રૉબર્ટ ઇ. પિયરેની સફરની સાથે તે ગયેલો. હેન્સને પિયરી સાથે તેના અંગત મદદનીશ તથા શ્વાનરક્ષક તરીકેની કામગીરી 20 વર્ષ સુધી બજાવેલી. 1908–1909ના અભિયાન વખતે તેણે આપેલા ફાળા માટે તેને ઘણે સ્થાનેથી બહુમાન…
વધુ વાંચો >હેપતુલ્લા, નજમા
હેપતુલ્લા, નજમા (જ. 13 એપ્રિલ 1940, ભોપાલ, મધ્યપ્રદેશ) : સાંસદ, રાજ્યસભાના પૂર્વ ઉપસભાપતિ અને મહિલા રાજકારણી. કેમ્બ્રિજ સ્કૂલ, ભોપાલમાં શિક્ષણ મેળવી તેઓ પ્રાણીશાસ્ત્ર વિષય સાથે વિજ્ઞાનના વિષયમાં અનુસ્નાતક થયાં અને સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાને રહ્યાં. 22 વર્ષની વયે તેમણે કાર્ડિયાક એનૅટોમી વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. નજમા હેપતુલ્લા મૌલાના અબુલ…
વધુ વાંચો >હેપબર્ન ઓડ્રી
હેપબર્ન, ઓડ્રી (જ. 4 મે 1929, ઇક્સેલેસ, બ્રસેલ્સ, બેલ્જિયમ; અ. 20 જાન્યુઆરી 1993, ટોલોચેનાઝ, સ્વિટ્ઝર્લૅન્ડ) : હૉલિવુડની અભિનેત્રી. મૂળ નામ ઓડ્રી કેથલીન રસ્ટન. પિતા : જોસેફ વિક્ટર એન્થની રસ્ટન. માતા : ઇલા વાન હીમ્સ્ટ્રા. ઓડ્રીના પિતા શ્રીમંત અંગ્રેજ શાહુકાર હતા અને માતા ડચ બેરોનસ હતાં. માતા-પિતા છૂટાં પડ્યાં પછી ઓડ્રી…
વધુ વાંચો >હેપબર્ન કૅથરિન
હેપબર્ન, કૅથરિન (જ. 12 મે 1907, હાર્ટફૉર્ડ, કનેક્ટિકટ, અમેરિકા; અ. 29 જૂન 2003, ઓલ્ડ સેબ્રૂક, કનેક્ટિકટ, અમેરિકા) : હૉલિવુડની અભિનેત્રી. મૂળ નામ કૅથરિન હફટન હેપબર્ન. તેમણે કારકિર્દીનો પ્રારંભ રંગમંચ પર નાટકોમાં કામ કરીને કર્યો હતો. માતાપિતાએ નાનપણથી જ તેમનું વ્યક્તિત્વ સ્વતંત્ર રીતે ખીલે તે રીતે ઉછેર કર્યો હતો. તેમનો ભાઈ…
વધુ વાંચો >હેફ્નિયમ (hafnium)
હેફ્નિયમ (hafnium) : આવર્તક કોષ્ટક(periodic table)ના 4થા (અગાઉના IV A) સમૂહનું રાસાયણિક ધાતુ તત્વ. સંજ્ઞા Hf. 1845માં સાવનબર્ગે જોયું કે ઝિર્કોન નામની ખનિજમાં બે તત્વો રહેલાં છે. 1852માં સોર્બીએ પણ વર્ણપટના અભ્યાસ પરથી આનું સમર્થન કર્યું. હેફનિયમ તત્વનો સૌપ્રથમ ઉલ્લેખ 1911માં ફ્રેંચ રસાયણવિજ્ઞાની જી. ઉર્બેઇને કર્યો હતો. 1922–23માં બોહરની કોપનહેગન…
વધુ વાંચો >હેબર ફ્રિટ્ઝ (Haber Fritz)
હેબર, ફ્રિટ્ઝ (Haber, Fritz) [જ. 9 ડિસેમ્બર 1868, બ્રેસ્લો, સિલેશિયા (હવે રોકલો), પોલૅન્ડ; અ. 29 જાન્યુઆરી 1934, બાસલ, સ્વિટ્ઝર્લૅન્ડ] : જર્મન ભૌતિક-રસાયણવિદ અને 1918ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. હેબર એક સમૃદ્ધ રંગ-ઉત્પાદક વેપારીના પુત્ર હતા. 1886થી 1891 દરમિયાન તેમણે એ. ડબ્લ્યૂ. હૉફમૅનના હાથ નીચે યુનિવર્સિટી ઑવ્ હાઇડેલબર્ગમાં રસાયણવિજ્ઞાનનો અભ્યાસ…
વધુ વાંચો >હક ઝિયા-ઉલ
હક, ઝિયા-ઉલ [જ. 12 ઑગસ્ટ 1924, જાલંધર; અ. 17 ઑગસ્ટ 1988, ભાવલપુર, પંજાબ (પાકિસ્તાન)] : પાકિસ્તાનના લશ્કરી વડા અને પ્રમુખ. પિતા મોહમ્મદ અક્રમ બ્રિટિશ લશ્કરી શાળામાં શિક્ષક હતા. સિમલામાં શાલેય શિક્ષણ મેળવી તેમણે દિલ્હીમાં કૉલેજ શિક્ષણ મેળવ્યું. 1943માં બ્રિટિશ લશ્કરમાં ભરતી થયા, બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બર્મા (હવે મ્યાનમાર), મલાયા…
વધુ વાંચો >હકનો ખરડો
હકનો ખરડો : પ્રજાના હકો અને સ્વતંત્રતાઓની જાહેરાત કરતો તથા તાજના વારસાનો હક નક્કી કરતો કાયદો (1689). રાજા જેમ્સ 2જાએ પ્રજાની લાગણી અને પરંપરાની અવગણના કરીને દરેક સરકારી ખાતામાં કૅથલિક ધર્મ પાળતા અધિકારીઓની ભરતી કરી. પ્રજાએ રાજાને ચેતવણી આપી; પરંતુ એણે ગણકારી નહિ. તેથી પ્રજાએ ઉશ્કેરાઈને રાજાને દૂર કરવાનું નક્કી…
વધુ વાંચો >હકીકત
હકીકત : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા, દિગ્દર્શક અને પટકથા-લેખક : ચેતન આનંદ. ગીતકાર : કૈફી આઝમી. છબિકલા : સદાનંદ દાસગુપ્તા. સંગીત : મદનમોહન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, પ્રિયા રાજવંશ, બલરાજ સાહની, વિજય આનંદ, સંજય, સુધીર, જયંત, મેકમોહન, ઇન્દ્રાણી મુખરજી, અચલા સચદેવ. આઝાદ…
વધુ વાંચો >હકીમ અજમલખાન
હકીમ અજમલખાન (જ. 1863; અ. 29 ડિસેમ્બર 1927) : યુનાની વૈદકીય પદ્ધતિના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના એક સ્થાપક. દિલ્હીમાં જન્મેલા અજમલખાનના પૂર્વજોએ મુઘલ બાદશાહોના શાહી હકીમ તરીકે કામ કર્યું હતું. નાની વયથી જ અજમલખાને અંગ્રેજી શિક્ષણ લેવાને બદલે કુટુંબમાં જ યુનાની વૈદકીય અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે યુનાની વૈદકીય સારવારને…
વધુ વાંચો >હકીમ રૂહાની સમરકંદી
હકીમ રૂહાની સમરકંદી : બારમા સૈકાના ફારસી કવિ. તેમનું પૂરું નામ અબૂ બક્ર બિન મુહમ્મદ બિન અલી અને ઉપનામ રૂહાની હતું. તેમનો જન્મ અને ઉછેર આજના અફઘાનિસ્તાનના ગઝના શહેરમાં થયો હતો. તેઓ શરૂઆતમાં ગઝનવી વંશના સુલતાન બેહરામશાહ(1118–1152)ના દરબારી કવિ હતા. પાછળથી તેઓ પૂર્વીય તુર્કસ્તાનના પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર સમરકંદમાં સ્થાયી…
વધુ વાંચો >હકીમ સનાઈ (બારમો સૈકો)
હકીમ સનાઈ (બારમો સૈકો) : ફારસી ભાષાના સૂફી કવિ. તેમણે તસવ્વુફ વિશે રીતસરનું એક લાંબું મસ્નવી કાવ્ય – હદીકતુલ હકીકત – લખીને તેમના અનુગામી અને ફારસીના મહાન સૂફી કવિ જલાલુદ્દીન રૂમીને પણ પ્રેરણા આપી હતી. સનાઈએ પોતાની પાછળ બીજી અનેક મસ્નવીઓ તથા ગઝલો અને કસીદાઓનો એક સંગ્રહ છોડ્યો છે. તેમની…
વધુ વાંચો >હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના)
હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના) (જ. 1871, હસ્બા, જિ. રાયબરેલી, ઉત્તર પ્રદેશ; અ. 2 ફેબ્રુઆરી 1923, રાયબરેલી) : અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાના પ્રખર વિદ્વાન. તેમના પિતા ફખરૂદ્દીન એક હોશિયાર હકીમ તથા કવિ હતા અને ‘ખ્યાલી’ તખલ્લુસ રાખ્યું હતું. અબ્દુલ હૈ ‘ઇલ્મે હદીસ’ના પ્રખર વિદ્વાન હતા. તેમણે હદીસના પ્રસિદ્ધ ઉસ્તાદ…
વધુ વાંચો >હકોની અરજી
હકોની અરજી : પાર્લમેન્ટના જે જૂના હકો ઉપર રાજાએ તરાપ મારી હતી, તે હકો રાજા પાસે સ્વીકારાવવા ઈ. સ. 1628માં પાર્લમેન્ટે રાજાને કરેલી અરજી. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ 1લાના શાસનકાળ (ઈ. સ. 1603–1625) દરમિયાન રાજાના પાર્લમેન્ટ સાથેના સંઘર્ષની શરૂઆત થઈ. એના પુત્ર રાજા ચાર્લ્સ 1લાના સમય(1625–1649)માં આ સંઘર્ષ વધારે…
વધુ વાંચો >હક્ક ફઝલુલ
હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…
વધુ વાંચો >હક્સલી આલ્ડસ (લિયૉનાર્ડ)
હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ…
વધુ વાંચો >