ખંડ ૨૫

હક, ઝિયા-ઉલથી હવાંગ

હૃદ્(હૃદય)-રોગ (આયુર્વેદ)

હૃદ્(હૃદય)-રોગ (આયુર્વેદ) : શરીરનાં વાયુ, પિત્ત અને કફ અનેક કારણોથી વિકૃત થતાં તે રસધાતુને દૂષિત કરે અને તેથી હૃદયમાં એકત્રિત થાય ત્યારે તેની નૈસર્ગિક ક્રિયાઓમાં અવરોધ પેદા કરતો રોગ. તે હોજરી, યકૃત, ફેફસાં જેવાં અંગોની વિકૃતિથી ઉત્પન્ન હૃદયની પીડાનો રોગ છે. તેમાં હૃદયની માંસપેશી, હૃદયાવરણ, હૃદયખંડ તથા હૃદય-કપાટ વગેરે(અલગ અંગો)ની…

વધુ વાંચો >

હૃદ્-રોગ જન્મજાત (congenital heart disease)

હૃદ્-રોગ, જન્મજાત (congenital heart disease) : ગર્ભના વિકાસ સમયે હૃદયની સંરચનામાં વિકૃતિ ઉદભવતાં તેનાથી થતો રોગ. એમાં વિવિધ પ્રકારની વિકૃતિઓ ઉદભવે છે માટે વિવિધ પ્રકારના જન્મજાત હૃદ્-રોગો હોય છે. મોટા ભાગે તે બાળપણમાં લક્ષણો અને ચિહનો સર્જે છે, પરંતુ ક્યારેક તે પુખ્ત વયે જ તકલીફ કરે છે. બે કર્ણક વચ્ચેના…

વધુ વાંચો >

હૃદ્-રોધ

હૃદ્-રોધ : જુઓ હૃદ્-તાલભંગ.

વધુ વાંચો >

હૃદ્-વાહિની-ચિત્રણ હૃદ્(મુકુટ)વાહિની-નિવેશ વાહિની-પુનર્રચના અને પસારનલીકરણ (coronary catheterisation coronary angiography angioplasty and stenting)

હૃદ્-વાહિની-ચિત્રણ, હૃદ્(મુકુટ)વાહિની-નિવેશ, વાહિની-પુનર્રચના અને પસારનલીકરણ (coronary catheterisation, coronary angiography, angioplasty and stenting) : હૃદયને લોહી પૂરું પાડતી મુકુટધમનીઓ(coronary arteries)માં અનુક્રમે નિવેશિકાનળી (catheter) નાંખીને એક્સ-રે-રોધી દ્રવ્ય વડે ચિત્રણમાં પ્રદર્શિત કરવી, તેના સાંકડા ભાગને ફુગ્ગાથી ફુલાવવો અને તે પહોળી રહે માટે તેમાં ધાતુની જાળી જેવી પસારનળી (stent) મૂકવી તે. એ એક અલ્પ-આક્રમક…

વધુ વાંચો >

હૃદ્-વિકંપનરોધક

હૃદ્-વિકંપનરોધક : જુઓ હૃદ્-તાલભંગ.

વધુ વાંચો >

હૃદ્-વીજાલેખ (electrocardiogram ECG EKG)

હૃદ્-વીજાલેખ (electrocardiogram, ECG, EKG) : હૃદયનાં સંકોચનો વખતે તેના સ્નાયુના વીજભારમાં થતી વધઘટનો શરીરની સપાટી પરથી આલેખ મેળવવો તે. તે એક નિદાનકસોટી છે. હૃદયમાં જમણા કર્ણકમાં વિવર-કર્ણક પિંડિકા (sino-atrial node) અથવા વિવરપિંડિકા (sinus node) નામની વિશિષ્ટ પેશી આવેલી છે. પોતે સ્વયમ્-ઉત્તેજનશીલતા (automaticity) ધરાવે છે અને હૃદયના સ્નાયુઓનાં સંકોચનોને પ્રેરતા ગતિપ્રેરક(pacemaker)નું…

વધુ વાંચો >

હૃદ્-વેદના

હૃદ્-વેદના : જુઓ હૃદ્-ધમની રોગ.

વધુ વાંચો >

હૃદ્-શ્રમકસોટી

હૃદ્-શ્રમકસોટી : જુઓ હૃદ્-વીજાલેખ.

વધુ વાંચો >

હૃદ્-સ્તંભન (cardiac arrest)

હૃદ્-સ્તંભન (cardiac arrest) : હૃદયનું ડાબું ક્ષેપક સંકોચન ન પામે કે ડાબા ક્ષેપકમાં દ્રુતતાલતા (ventricular tachycardia) કે ક્ષેપકીય વિસ્પંદન (ventricular fibrillation) જેવા હૃદયના તાલભંગના વિકારો થાય અને તેથી ડાબા ક્ષેપકમાંથી બહાર ધકેલાતા લોહીનો જથ્થો અચાનક અને સંપૂર્ણપણે બંધ થાય તે. હૃદયના સંકોચન થવાની ક્રિયા અટકે તેને અસંકોચનતા (asystole) કહે છે.…

વધુ વાંચો >

હૃદ્-સ્નાયુરુગ્ણતા (cardiomyopathy)

હૃદ્-સ્નાયુરુગ્ણતા (cardiomyopathy) : હૃદયના સ્નાયુના રોગોનો સમૂહ. તેને હૃદ્-સ્નાયુરોગિતા પણ કહેવામાં આવે છે. હૃદયના સ્નાયુમાં ચેપ કે ઝેરી અસર લાગે ત્યારે ઉદભવતા વિકારને હૃદ્-સ્નાયુશોથ (myocarditis) કહે છે. સૌથી વધુ કોકસેકી વિષાણુઓથી ચેપ લાગે છે. તેનો ચેપ લાગવાનાં પ્રમુખ કારણોમાં કોર્ટિકોસ્ટીરૉઇડ, વિકિરણ-ચિકિત્સા તથા પ્રતિરક્ષાદાબી ઔષધોના ઉપયોગનો સમાવેશ થાય છે. ક્યારેક અગાઉ…

વધુ વાંચો >

હક ઝિયા-ઉલ

Feb 1, 2009

હક, ઝિયા-ઉલ [જ. 12 ઑગસ્ટ 1924, જાલંધર; અ. 17 ઑગસ્ટ 1988, ભાવલપુર, પંજાબ (પાકિસ્તાન)] : પાકિસ્તાનના લશ્કરી વડા અને પ્રમુખ. પિતા મોહમ્મદ અક્રમ બ્રિટિશ લશ્કરી શાળામાં શિક્ષક હતા. સિમલામાં શાલેય શિક્ષણ મેળવી તેમણે દિલ્હીમાં કૉલેજ શિક્ષણ મેળવ્યું. 1943માં બ્રિટિશ લશ્કરમાં ભરતી થયા, બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બર્મા (હવે મ્યાનમાર), મલાયા…

વધુ વાંચો >

હકનો ખરડો

Feb 1, 2009

હકનો ખરડો : પ્રજાના હકો અને સ્વતંત્રતાઓની જાહેરાત કરતો તથા તાજના વારસાનો હક નક્કી કરતો કાયદો (1689). રાજા જેમ્સ 2જાએ પ્રજાની લાગણી અને પરંપરાની અવગણના કરીને દરેક સરકારી ખાતામાં કૅથલિક ધર્મ પાળતા અધિકારીઓની ભરતી કરી. પ્રજાએ રાજાને ચેતવણી આપી; પરંતુ એણે ગણકારી નહિ. તેથી પ્રજાએ ઉશ્કેરાઈને રાજાને દૂર કરવાનું નક્કી…

વધુ વાંચો >

હકીકત

Feb 1, 2009

હકીકત : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા, દિગ્દર્શક અને પટકથા-લેખક : ચેતન આનંદ. ગીતકાર : કૈફી આઝમી. છબિકલા : સદાનંદ દાસગુપ્તા. સંગીત : મદનમોહન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, પ્રિયા રાજવંશ, બલરાજ સાહની, વિજય આનંદ, સંજય, સુધીર, જયંત, મેકમોહન, ઇન્દ્રાણી મુખરજી, અચલા સચદેવ. આઝાદ…

વધુ વાંચો >

હકીમ અજમલખાન

Feb 1, 2009

હકીમ અજમલખાન (જ. 1863; અ. 29 ડિસેમ્બર 1927) : યુનાની વૈદકીય પદ્ધતિના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના એક સ્થાપક. દિલ્હીમાં જન્મેલા અજમલખાનના પૂર્વજોએ મુઘલ બાદશાહોના શાહી હકીમ તરીકે કામ કર્યું હતું. નાની વયથી જ અજમલખાને અંગ્રેજી શિક્ષણ લેવાને બદલે કુટુંબમાં જ યુનાની વૈદકીય અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે યુનાની વૈદકીય સારવારને…

વધુ વાંચો >

હકીમ રૂહાની સમરકંદી

Feb 1, 2009

હકીમ રૂહાની સમરકંદી : બારમા સૈકાના ફારસી કવિ. તેમનું પૂરું નામ અબૂ બક્ર બિન મુહમ્મદ બિન અલી અને ઉપનામ રૂહાની હતું. તેમનો જન્મ અને ઉછેર આજના અફઘાનિસ્તાનના ગઝના શહેરમાં થયો હતો. તેઓ શરૂઆતમાં ગઝનવી વંશના સુલતાન બેહરામશાહ(1118–1152)ના દરબારી કવિ હતા. પાછળથી તેઓ પૂર્વીય તુર્કસ્તાનના પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર સમરકંદમાં સ્થાયી…

વધુ વાંચો >

હકીમ સનાઈ (બારમો સૈકો)

Feb 1, 2009

હકીમ સનાઈ (બારમો સૈકો) : ફારસી ભાષાના સૂફી કવિ. તેમણે તસવ્વુફ વિશે રીતસરનું એક લાંબું મસ્નવી કાવ્ય – હદીકતુલ હકીકત – લખીને તેમના અનુગામી અને ફારસીના મહાન સૂફી કવિ જલાલુદ્દીન રૂમીને પણ પ્રેરણા આપી હતી. સનાઈએ પોતાની પાછળ બીજી અનેક મસ્નવીઓ તથા ગઝલો અને કસીદાઓનો એક સંગ્રહ છોડ્યો છે. તેમની…

વધુ વાંચો >

હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના)

Feb 1, 2009

હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના) (જ. 1871, હસ્બા, જિ. રાયબરેલી, ઉત્તર પ્રદેશ; અ. 2 ફેબ્રુઆરી 1923, રાયબરેલી) : અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાના પ્રખર વિદ્વાન. તેમના પિતા ફખરૂદ્દીન એક હોશિયાર હકીમ તથા કવિ હતા અને ‘ખ્યાલી’ તખલ્લુસ રાખ્યું હતું. અબ્દુલ હૈ ‘ઇલ્મે હદીસ’ના પ્રખર વિદ્વાન હતા. તેમણે હદીસના પ્રસિદ્ધ ઉસ્તાદ…

વધુ વાંચો >

હકોની અરજી

Feb 1, 2009

હકોની અરજી : પાર્લમેન્ટના જે જૂના હકો ઉપર રાજાએ તરાપ મારી હતી, તે હકો રાજા પાસે સ્વીકારાવવા ઈ. સ. 1628માં પાર્લમેન્ટે રાજાને કરેલી અરજી. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ 1લાના શાસનકાળ (ઈ. સ. 1603–1625) દરમિયાન રાજાના પાર્લમેન્ટ સાથેના સંઘર્ષની શરૂઆત થઈ. એના પુત્ર રાજા ચાર્લ્સ 1લાના સમય(1625–1649)માં આ સંઘર્ષ વધારે…

વધુ વાંચો >

હક્ક ફઝલુલ

Feb 1, 2009

હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…

વધુ વાંચો >

હક્સલી આલ્ડસ (લિયૉનાર્ડ)

Feb 1, 2009

હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ…

વધુ વાંચો >