૨૪

સોઇન્કા, વોલથી સ્વોબોડા, લુડવિક

સોઇન્કા વોલ

સોઇન્કા, વોલ (જ. 13 જુલાઈ 1934, ઇસાટા, નાઇજિરિયા) : આફ્રિકન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. 1986ના સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા. તેમનો ઉછેર એંગ્લિકન ચર્ચના કમ્પાઉન્ડમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. પિતા પ્રાથમિક શાળાના આચાર્ય હતા. અંગ્રેજી સામ્રાજ્યના વાતાવરણમાં ઉછેર થયો હોવા છતાં સોઇન્કા પોતાની યોરુબા જાતિની જીવનશૈલી અને…

વધુ વાંચો >

સોકોટો (નદી)

સોકોટો (નદી) : પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજિરિયા દેશના વાયવ્ય ભાગમાં વહેતી નદી. તે કેમ્બી નદીના નામથી પણ ઓળખાય છે. અહીંના ઉત્તર ભાગમાં આવેલા ઉચ્ચપ્રદેશ પરના ફુંતુઆની દક્ષિણેથી તે નીકળે છે અને પહોળો વળાંક લઈને ઉગ્ર સમુત્પ્રપાતો(escarpments)ની વચ્ચે ખીણો અને ખાઈઓના સપાટ તળભાગમાં થઈને આશરે 320 કિમી.ની લંબાઈમાં સોકોટો રાજ્યના સોકોટો…

વધુ વાંચો >

સોકોત્રા (Socotra)

સોકોત્રા (Socotra) : હિંદી મહાસાગરમાં યમન દેશની દરિયાઈ સીમામાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 12 30´ ઉ. અ. અને 54.0 પૂ. રે. ઉપર સ્થિત છે. ગુઆરડાફૂઈ (Guardafui) ખાડી અને અરબી સમુદ્રની વચ્ચે આવેલો છે. સોકોત્રા દ્વીપસમૂહમાં સોકોત્રા ટાપુ સૌથી મોટો છે. જેનું ક્ષેત્રફળ 3,665 ચો.કિમી. છે. આ સિવાય બીજા ચાર…

વધુ વાંચો >

સૉક્રેટિસ

સૉક્રેટિસ (જ. ઈ. પૂ. 469, ઍથેન્સ, ગ્રીસ; અ. 399) : અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતો ‘ભારતીય ઋષિ’ના બિરુદને પાત્ર મહાન તત્વજ્ઞાની. જેમ રાષ્ટ્રપિતા ગાંધીજીએ ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’ – એમ કહેલું, તેમ સૉક્રેટિસે પણ કહેલું : ‘મારું જીવન એ જ મારું તત્વજ્ઞાન છે’. વિચાર જીવનમાં જ પ્રતિબિંબિત થવા…

વધુ વાંચો >

સોગંદનામું (affidavit)

સોગંદનામું (affidavit) : કેટલીક અરજીઓમાં લખેલી વિગતોની પુષ્ટિ કરવા માટે તથા કેટલાક સંજોગોમાં ન્યાયાલય સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવા સારુ લેવાતું સહીવાળું લેખિત નિવેદન. સામાન્ય રીતે તે જ્યુડિશ્યિલ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ, મૅજિસ્ટ્રેટ, ન્યાયાધીશ કે નૉટરી અથવા અધિકૃત અધિકારી સમક્ષ લેવામાં આવતું હોય છે. આવું નિવેદન આપનારે તેમાં દર્શાવેલ હકીકતો સાચી…

વધુ વાંચો >

સોગ્નાફિયૉર્ડ (Sognafjorden)

સોગ્નાફિયૉર્ડ (Sognafjorden) : નૉર્વેના પશ્ચિમ ભાગમાં આવેલું ફિયૉર્ડ. નૉર્વેનું લાંબામાં લાંબું અને ઊંડામાં ઊડું ફિયૉર્ડ. તેનો મુખભાગ બર્ગેનથી ઉત્તરે 72 કિમી.ને અંતરે આવેલો છે. ઉત્તર સમુદ્રમાં આવેલા દૂરતટીય સુલાના ટાપુ પરના સોલુંડથી સ્કિયોલ્ડેન સુધીની તેની લંબાઈ 203 કિમી. તથા વિસ્તાર 18,623 ચોકિમી. જેટલો છે. તેની મહત્તમ ઊંડાઈ 1,308 મીટર છે.…

વધુ વાંચો >

સોચા જૂન સૂરતૂન (1990)

સોચા જૂન સૂરતૂન (1990) : સિંધી કવિ હરિકાંત-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કૃત કાવ્યસંગ્રહની રચનાઓમાં બહુધા ભ્રમનિરસનનો ભાવ વણાયેલો છે; એ ઉપરાંત તેમાં આજના અસ્તવ્યસ્ત શહેરી જીવનમાંથી ઉદભવતી નવી સંકુલ સમસ્યાઓનું ચિત્રણ છે. મોટા ભાગનાં કાવ્યોમાં વેધક રાજકીય કટાક્ષનો આક્રોશ છે. તેમની…

વધુ વાંચો >

સોજિત્રા

સોજિત્રા : આણંદ જિલ્લામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 32´ ઉ. અ. અને 72° 53´ પૂ. રે. પર તાલુકામથક પેટલાદથી 11 કિમી. દૂર આવેલું છે. સોજિત્રા ચરોતરના સમતળ, ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું છે. તેની આજુબાજુની જમીન ગોરાડુ છે. આબોહવા વિષમ છે. ઉનાળા અને શિયાળાનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક…

વધુ વાંચો >

સોઝ હીરાનંદ

સોઝ, હીરાનંદ [જ. 19 મે 1922, જિ. મિયાંવાલી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂ લેખક અને કવિ. તેઓ ઉત્તર રેલવેમાંથી સેવાનિવૃત્ત થયા. ત્યાર બાદ લેખનપ્રવૃત્તિ આરંભી. 1994માં હરિયાણા ઉર્દૂ અકાદમીની કાર્યકારી સમિતિના સભ્ય તેમજ ફરીદાબાદની અંજુમન-અદબના સેક્રેટરી રહ્યા. તેમણે ઉર્દૂમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાગઝ કી દીવાર’ (1960), ‘સાહિલ, સમુન્દર ઔર…

વધુ વાંચો >

સોડરબ્લૉમ લાર્સ એલૉફ નાથન (જોનાથન)

સોડરબ્લૉમ, લાર્સ એલૉફ નાથન (જોનાથન) (જ. 15 જાન્યુઆરી 1866, ટ્રોનો, સ્વીડન; અ. 12 જુલાઈ 1931, ઉપસાલા, સ્વીડન) : સ્વીડિશ ધર્મગુરુ, લુથેરન ખ્રિસ્તી દેવળના મુખ્ય બિશપ, અગ્રણી ધર્મશાસ્ત્રી તથા ખ્રિસ્તી દેવળોની એકતા મારફત આંતરરાષ્ટ્રીય સમજણ વિસ્તારવાનો સઘન પ્રયાસ કરવા બદલ 1930 વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. ખ્રિસ્તી સંપ્રદાયોની એકતા તથા…

વધુ વાંચો >

સ્ટૉક્સ

Jan 9, 2009

સ્ટૉક્સ : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી (ક્રુસિફેરી) કુળની વનસ્પતિ. તેને Matthiola પણ કહે છે. આ પ્રજાતિ એકવર્ષાયુ, દ્વિવર્ષાયુ કે બહુવર્ષાયુ, શાકીય કે ઉપક્ષુપ (sub-shrub) છે અને પશ્ચિમ અને દક્ષિણ યુરોપ, મધ્ય અને પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં થાય છે. ભારતમાં તેની એક જાતિનો પ્રવેશ કરાવાયો છે અને તેને ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે…

વધુ વાંચો >

સ્ટૉક્સ રેખાઓ

Jan 9, 2009

સ્ટૉક્સ રેખાઓ : માધ્યમ વડે એકરંગી (monochromatic) પ્રકાશના પ્રકીર્ણનથી મળતી રેખાઓ. ભારતીય વિજ્ઞાની સી. વી. રામનને તેમણે કરેલા સંશોધન ‘રામન અસર’ માટે 1930માં નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. એમણે શોધ્યું હતું કે જ્યારે એકરંગી પ્રકાશને પારદર્શક ઘન, પ્રવાહી અથવા વાયુમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તેમાંથી પ્રકીર્ણન પામતા પ્રકાશમાં, આપાત…

વધુ વાંચો >

સ્ટૉડિંજર હરમાન (Staudinger Hermann)

Jan 9, 2009

સ્ટૉડિંજર, હરમાન (Staudinger, Hermann) (જ. 23 માર્ચ 1881, વર્મ્સ, જર્મની; અ. 8 સપ્ટેમ્બર 1965, ફ્રાઇબર્ગ-ઑન-બ્રીસ્ગો, જર્મની) : બહુલક (બૃહદણુ, polymer) રસાયણના સ્થાપક અને 1953ના નોબેલ પારિતોષિક-વિજેતા જર્મન કાર્બનિક-રસાયણવિદ. ડૉ. ફ્રાન્ઝ સ્ટૉડિંજરના પુત્ર. તેમણે શાળાકીય અભ્યાસ વર્મ્સ ખાતે કરી 1899માં મૅટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરી. ત્યાર બાદ તેમણે હાલે (Halle) અને પછીથી…

વધુ વાંચો >

સ્ટોન ઇરવિંગ

Jan 9, 2009

સ્ટોન, ઇરવિંગ (જ. 1903, સાન ફ્રાન્સિસ્કો, કૅલિફૉર્નિયા; અ. 1989) : અમેરિકાના લોકપ્રિય નવલકથાકાર અને નાટ્યલેખક. તેમણે કૅલિફૉર્નિયા, બર્કલી તથા સાઉથ કૅલિફૉર્નિયા યુનિવર્સિટીઓ ખાતે  અભ્યાસ કર્યો. કેટલીક વાર તે બિનકથાત્મક (non-fiction) નવલકથાના લેખક-સર્જક તરીકેનો યશ પામ્યા છે; તેના પ્રારંભરૂપ નવલકૃતિ તે વાન ગૉગના જીવન પર આધારિત કથા ‘લસ્ટ ફૉર લાઇફ’ (1934);…

વધુ વાંચો >

સ્ટોન ઑલિવર

Jan 9, 2009

સ્ટોન, ઑલિવર (જ. 10 સપ્ટેમ્બર 1946, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના જાણીતા ફિલ્મ દિગ્દર્શક. તેમણે ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. પ્રારંભમાં તેમણે નિર્માણ થયા વગરની કેટલીય ફિલ્મ માટે પટકથાઓ લખી. તેમણે દિગ્દર્શક તરીકે પ્રારંભ કર્યો કૅનેડિયન હૉરર ફિલ્મ ‘સિઝર’ (1973)થી. ‘મિડનાઇટ ઍક્સપ્રેસ’(1978)ની પટકથા બદલ તેમને ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો. વિયેતનામના યુદ્ધના તેમનાં અનુભવ-સ્મરણોના…

વધુ વાંચો >

સ્ટોન રિચર્ડ (સર)

Jan 9, 2009

સ્ટોન, રિચર્ડ (સર) (જ. 1913; અ. 1991) : વર્ષ 1984 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિક-વિજેતા બ્રિટિશ અર્થશાસ્ત્રી. સ્નાતકની પદવી ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી મેળવ્યા બાદ અર્થશાસ્ત્ર વિષયમાં તે જ યુનિવર્સિટીની ડૉક્ટર ઑવ્ સાયન્સ(D.Sc.)ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ તે જ યુનિવર્સિટીમાં ફેલો નિમાયા અને પ્રાધ્યાપક તરીકેની કારકિર્દીના અંતે સન્માનનીય પ્રોફેસર (Emeritus professor)…

વધુ વાંચો >

સ્ટૉપાર્ડ ટૉમ

Jan 9, 2009

સ્ટૉપાર્ડ, ટૉમ (જ. 3 જુલાઈ 1937, ઇઝલિન, ચેકોસ્લોવૅકિયા) : ઇંગ્લૅન્ડનો પ્રખ્યાત અને સફળ નાટ્યકાર. મૂળ નામ ટૉમસ સ્ટ્રૌસલેર. બે વર્ષની ઉંમરે એ સિંગાપુર ગયા; પરંતુ ત્યાં એમના ડૉક્ટર પિતા જાપાનના આક્રમણમાં માર્યા ગયા. એમની માએ પુનર્લગ્ન કરતાં એમણે સાવકા પિતાની અટક સ્વીકારી અને પરિવાર ઇંગ્લૅન્ડમાં વસવા ગયો. એમણે સાવકા પિતાની…

વધુ વાંચો >

સ્ટોરોલાઇટ

Jan 9, 2009

સ્ટોરોલાઇટ : પ્રાદેશિક વિકૃતિની પેદાશ. રા. બં. : Fe2A19Si4O22(OH)2. સ્ફ. વર્ગ : ઑર્થોરહોમ્બિક (સ્યુડો-ઑર્થોર્હોમ્બિક) મૉનોક્લિનિક. સ્ફ. વ. : સ્ફટિકો ટૂંકા પ્રિઝમેટિક, આછી ખરબચડી સપાટીઓવાળા, યુગ્મતાવાળા; યુગ્મતા બ્રેકિડોમ ફલક પર – કાટખૂણો દર્શાવતી, વધસ્તંભ જેવી; ક્યારેક 60°ને ખૂણે પણ મળે. દેખાવ : પારભાસકથી અપારદર્શક. સંભેદ : (010) સ્પષ્ટ. પ્રભંગ : ખરબચડાથી…

વધુ વાંચો >

સ્ટૉર્મ ઓવર એશિયા

Jan 9, 2009

સ્ટૉર્મ ઓવર એશિયા : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1928, મૂક ચિત્ર. શ્વેત અને શ્યામ. દિગ્દર્શક : વ્સેવોલોદ પુદોવકિન. કથા : ઓસિપ બ્રિક, આઇ. નૉવોક્શેવ્નૉવ. છબિકલા : આનાતોલી ગોલોવ્ન્યા. મુખ્ય પાત્રો : વેલેરી ઇન્કિજિનૉફ, આઇ. દેદિન્ત્સેવ, એલેક્સાન્દ્ર ચિસ્ત્યાકૉવ, વિક્ટર સોપ્પી. રશિયામાં નિર્માણ પામેલા આ નોંધપાત્ર મૂક ચિત્રનું રશિયન શીર્ષક ‘પોતોમોક ચંગીઝ-ખાના’ હતું.…

વધુ વાંચો >

સ્ટૉર્મ (હાન્સ) થિયોડૉર વૉલ્ડસેન

Jan 9, 2009

સ્ટૉર્મ, (હાન્સ) થિયોડૉર વૉલ્ડસેન (જ. 14 સપ્ટેમ્બર 1817, હુઝુમ, શ્લેસ્વિગ; અ. 4 જુલાઈ 1888, હેડેમર્શ્ચેન) : જર્મન કવિ અને નવલકથાકાર. તેમની ટૂંકી નવલકથાઓ જર્મન સાહિત્યની યશકલગી છે. જર્મન કવિતામાં વાસ્તવવાદી કવિ તરીકે સ્ટૉર્મનું નામ જાણીતું છે. રોજબરોજના માનવજીવનનાં હકારાત્મક મૂલ્યોની છબી આ કવિ સહેલાઈથી ચીતરી બતાવે છે. 19મી સદીના છેલ્લા…

વધુ વાંચો >