સ્ટોરોલાઇટ : પ્રાદેશિક વિકૃતિની પેદાશ. રા. બં. : Fe2A19Si4O22(OH)2. સ્ફ. વર્ગ : ઑર્થોરહોમ્બિક (સ્યુડો-ઑર્થોર્હોમ્બિક) મૉનોક્લિનિક. સ્ફ. વ. : સ્ફટિકો ટૂંકા પ્રિઝમેટિક, આછી ખરબચડી સપાટીઓવાળા, યુગ્મતાવાળા; યુગ્મતા બ્રેકિડોમ ફલક પર – કાટખૂણો દર્શાવતી, વધસ્તંભ જેવી; ક્યારેક 60°ને ખૂણે પણ મળે. દેખાવ : પારભાસકથી અપારદર્શક. સંભેદ : (010) સ્પષ્ટ. પ્રભંગ : ખરબચડાથી વલયાકાર, બરડ. ચમક : કાચમયથી રાળમય. રંગ : ઘેરો કથ્થાઈ, રાતો કથ્થાઈ, પીળો કથ્થાઈ, કાળો કથ્થાઈ. ચૂર્ણરંગ : રંગવિહીનથી રાખોડી. કઠિનતા : 7થી 7.5. વિ. ઘ. : 3.65થી 3.83. પ્રકા. અચ. : α = 1.739થી 1.747, β = 1.745થી 1.753, γ = 1.752થી 1.761. પ્રકા. સંજ્ઞા : +Ve, 2V = 82° થી 90°.

સ્ટોરોલાઇટ

પ્રાપ્તિસ્થિતિ : પ્રાદેશિક વિકૃતિની પેદાશ તરીકે તે ગાર્નેટ, ક્વાર્ટ્ઝ, મસ્કોવાઇટ અને કાયનાઇટના સહયોગમાં, અબરખ-શિસ્ટ કે નાઇસ ખડકોમાં, બહોળા પ્રમાણમાં મળે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, બ્રાઝિલ, ગ્રીનલૅન્ડ, આયર્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, ફિનલૅન્ડ, ફ્રાન્સ, ઝામ્બિયા, ભારત તેમજ અન્યત્ર.

ગિરીશભાઈ પંડ્યા