ખંડ ૨૧
વૉ, ઈવેલિનથી ષષ્ઠી ઉપક્રમ
વૉ, ઈવેલિન
વૉ, ઈવેલિન (જ. 28 ઑક્ટોબર 1903, લંડન; અ. 10 એપ્રિલ 1966, કૉમ્બે ફ્લોરી, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર. તેઓ લંડનના શ્રીમંત સમાજ પરની કટાક્ષમય નવલકથાઓના રચયિતા તરીકે સવિશેષ પ્રખ્યાત છે. એમની આ પ્રકારની કૃતિઓમાં વ્યંગ, હાસ્ય તથા કંઈક અંશે કટાક્ષ સાથે આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો પણ સંલગ્ન છે. ઉચ્ચ વર્ગનાં…
વધુ વાંચો >વૉકર કરાર (સેટલમેન્ટ)
વૉકર કરાર (સેટલમેન્ટ) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ કર્નલ વૉકરે કાઠિયાવાડના રાજાઓ સાથે વડોદરાના રાજાને ખંડણી ભરવા અંગે કરેલા કરાર. ઈ. સ. 1802માં પેશ્વા બાજીરાવ બીજા સાથેના વસઈના તહનામાથી અને 1804માં ગાયકવાડ સાથેના કરારથી પેશ્વા અને ગાયકવાડ ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી. કર્નલ ઍલેક્ઝાન્ડર વૉકરને મુંબઈની અંગ્રેજ સરકારના પ્રતિનિધિ તરીકે વડોદરાના…
વધુ વાંચો >વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર)
વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ. તેમણે ત્યાં મહત્વની કામગીરી કરી હતી. વડોદરાના રાજા ગોવિંદરાવ ગાયકવાડનું સપ્ટેમ્બર 1800માં અવસાન થયું. એ પછી એમના બે પુત્રો આનંદરાવ અને કાન્હોજીરાવ વચ્ચે ગાદી માટે સંઘર્ષ થયો. એ બંનેએ લવાદી કરવા માટે મુંબઈની અંગ્રેજ સરકારને વિનંતી કરી. તેથી મુંબઈના ગવર્નર જોનાથન…
વધુ વાંચો >વૉકર, જૉન
વૉકર, જૉન (જ. 12 જાન્યુઆરી 1952, પૅપાકુરા, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ઍથ્લેટિક્સના ખેલાડી. તેઓ વિશ્વના સર્વપ્રથમ સબ 3 : 50 માઇલ દોડનાર બન્યા. 12 ઑગસ્ટ 1975ના રોજ ગૉથનબર્ગ ખાતે દોડીને 3 : 49.4 જેટલો સમય નોંધાવ્યો. 1976માં ઑસ્લો ખાતે 4 : 51.4નો સમય નોંધાવીને 2,000 મી.નો વિશ્વઆંક સ્થાપ્યો, તે પૂર્વે મોન્ટ્રિયલ…
વધુ વાંચો >વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest)
વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest) (જ. 7 જાન્યુઆરી 1941, હેલિફેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ અને 1997ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1969માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી ડૉક્ટરેટ પદવી મેળવ્યા બાદ વૉકરે અમેરિકા અને પૅરિસમાં આવેલ યુનિવર્સિટીઓ ખાતે વિવિધ સંશોધન-યોજનાઓ પર કાર્ય કર્યું. 1974માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ…
વધુ વાંચો >વૉકરની (પોલાદ-પટ્ટી) તુલા (Walker’s steelyard balance)
વૉકરની (પોલાદ–પટ્ટી) તુલા (Walker’s steelyard balance) : વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન. ખનિજો(કે ખડક-ટુકડા)ની વિશિષ્ટ ઘનતા માપવા માટે વૉકરે તૈયાર કરેલી પોલાદપટ્ટીની તુલા ઉપયોગમાં લેવાય છે. આ સાધનનો મુખ્ય ભાગ તેની અંકિત પટ્ટી હોય છે. આ પટ્ટીના એક છેડાનો થોડોક ભાગ ઉપર તરફની ધારમાં દાંતાવાળો રાખીને, તેને બીજી એક ઊભી…
વધુ વાંચો >વૉકિહુરી, ડગ્લાસ
વૉકિહુરી, ડગ્લાસ (જ. 26 સપ્ટેમ્બર 1963, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. 1987ની વિશ્વ મૅરથોન વિજયપદકમાં તેમનો વિજય આશ્ર્ચર્યજનક હતો, પરંતુ પછીનાં 3 વર્ષ તેમણે પ્રભાવક રેકર્ડ દાખવ્યો અને ઑલિમ્પિક રજતચન્દ્રક 1988માં અને કૉમનવેલ્થ સુવર્ણચન્દ્રક 1990માં જીત્યા. 1983માં તેઓ વિશેષ તાલીમ માટે જાપાન ગયા. 1986માં તેમની પ્રથમ મૅરથોન દોડમાં તેમણે…
વધુ વાંચો >વૉગેલ, પોલા (ઍન)
વૉગેલ, પોલા (ઍન) (જ. 16 નવેમ્બર 1951, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાનાં મહિલા નાટ્યકાર. શિક્ષણ : પેન્સિલવૅનિયા 1969-70, 1971-72; કૅથલિક યુનિવર્સિટી, વૉશિંગ્ટન ડી.સી. 1972-74, બી.એ., કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક 1974-77, એ. બી. ડી. તેમણે નીચે મુજબ અનેકવિધ કામગીરી બજાવી : સેક્રેટરી, મુવિંગ વૅન કંપની પૅકર, ફૅક્ટરી પૅકર, 1960-71; વિમેન્સ સ્ટડિઝ તથા…
વધુ વાંચો >વોગેલિયા
વોગેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની મુખ્યત્વે ઉષ્ણપ્રદેશોમાં મળી આવતી ક્ષુપ પ્રજાતિ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં તથા આબુનાં જંગલોમાં થાય છે. તે 1.8 મી.થી 3.0 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ રાખોડી રંગની હોય છે. પ્રકાંડ અને શાખાઓ ગોળાકાર અને ઊભી રેખાઓવાળાં હોય છે. પર્ણો કંઈક અંશે…
વધુ વાંચો >વૉગ્લર, એબી
વૉગ્લર, એબી (જ. 1749, વુર્ઝબર્ગ, જર્મની; અ. 1814) : અઢારમી સદીના જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક. વુર્ઝબર્ગના એક વાયોલિન બનાવનારના તે પુત્ર હતા. 1771માં તેમને ઇટાલીના બોલોન્યા નગરમાં સંગીતનું શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ મળી. બોલોન્યા અકાદમી ઑવ્ મ્યુઝિકમાં ખ્યાતનામ ગણિતજ્ઞ તથા સંગીતજ્ઞ પાદરી જિયામ્બાતિસ્તા માર્તિની તથા પછીથી પાદુઆમાં વાલોત્તીની રાહબરી નીચે…
વધુ વાંચો >શાંડિલ્ય, હરિશરણ અંબિકાદત્ત
શાંડિલ્ય, હરિશરણ અંબિકાદત્ત (જ. 15 ફેબ્રુઆરી 1927, શિખરપુર, સિંધ [હાલ પાકિસ્તાનમાં]) : સંસ્કૃત કવિ અને લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., બી.ટી., આચાર્યની પદવી તથા એમ.બી.બી.એસ.(હોમિયોપથી)ની પદવી મેળવી. તેઓ નેતાજી કૉલેજ, ઉલ્હાસનગરમાંથી પ્રિન્સિપાલ તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ સિંધુ એજ્યુકેશન સોસાયટી, ઉલ્હાસનગરના સેક્રેટરી, મહારાષ્ટ્ર સર્વદેશીય સંસ્કૃત સમન્વય સમિતિના વાઇસ પ્રિન્સિપાલ રહ્યા. ત્યારબાદ…
વધુ વાંચો >શાંત કોલાહલ
શાંત કોલાહલ (1962) : ગુજરાતના જ્ઞાનપીઠ ઍવૉર્ડવિજેતા કવિ રાજેન્દ્ર શાહ(જ. 1913)નો ‘ધ્વનિ’ પછીનો બીજો કાવ્યસંગ્રહ. તેને 1964નો સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. રાજેન્દ્ર શાહની કવિતાનાં કેટલાંક લાક્ષણિક તત્ત્વો, જે પ્રથમ વાર ‘ધ્વનિ’માં દેખાયાં તે, અહીં પણ જોવા મળે છે. રાજેન્દ્ર શાહ અંતર્મુખ કવિ છે. એમની કવિતાસૃષ્ટિ અહમના નાભિકેન્દ્રમાંથી…
વધુ વાંચો >શાંતતા કોર્ટ ચાલુ આહે
શાંતતા કોર્ટ ચાલુ આહે (1968) : ભારતપ્રસિદ્ધ મરાઠી નાટકકાર, પત્રકાર અને નિબંધકાર વિજય તેંડુલકરનું પ્રસિદ્ધ નાટક. તેના દિગ્દર્શક અરવિંદ દેશપાંડેના કહેવાથી રંગાયન માટે તેમણે આ નાટકની રચના કરી. સુલભા દેશપાંડેએ તેમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. બીજે જ વર્ષે સત્યદેવ દૂબેએ તેને હિંદીમાં રજૂ કર્યું, જ્યારે રાજ્ય નાટ્યસ્પર્ધામાં અભિનય અને…
વધુ વાંચો >શાંતનુ
શાંતનુ : ભીષ્મપિતામહના પિતા, ગંગા અને સત્યવતીના પતિ તેમજ વિચિત્રવીર્ય અને ચિત્રાંગદના પિતા. હસ્તિનાપુરના રાજા શાંતનુની વીરતા પર વારી ગયેલ ગંગાએ એનું પત્નીત્વ સ્વીકાર્યું પણ સાથે શરત કરી કે એમનાથી ગંગાને જે સંતાન જન્મે તેને ગંગામાં જળસમાધિ આપવી. શાંતનુએ આ શરત સ્વીકારી અને એ મુજબ સાત સંતાનોને ગંગામાં પધરાવ્યાં. શાંતનુની…
વધુ વાંચો >શાંત, રતનલાલ
શાંત, રતનલાલ (જ. 14 મે 1938, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી અને હિંદી લેખક. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ.; ડી.ફિલ.ની ડિગ્રી મેળવી. તેમણે સતત 35 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું. તેઓ જમ્મુ અને કાશ્મીર એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ કલ્ચર અને કાશ્મીર યુનિવર્સિટીમાં ભાષા સલાહકાર સમિતિના સભ્ય રહ્યા; કાશ્મીરી ભાષા અને સંસ્કૃત…
વધુ વાંચો >શાંતિદેવ (સાતમી સદી)
શાંતિદેવ (સાતમી સદી) : બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયના પ્રસિદ્ધ આચાર્ય. નેપાળમાંથી મળેલી નેવારી લિપિમાં લખાયેલ 14મી શતાબ્દીની એક તાડપત્રીય પ્રતમાંના નિર્દેશ અનુસાર શાંતિદેવ રાજપુત્ર હતા અને તેમના પિતાનું નામ મંજુવર્મા હતું. તિબેટના ઇતિહાસકાર લામા તારાનાથ અનુસાર શાંતિદેવનો જન્મ સૌરાષ્ટ્રમાં થયો હતો અને તેઓ શ્રીહર્ષના પુત્ર શીલના સમકાલીન હતા. શાંતિદેવ રાજપુત્ર…
વધુ વાંચો >શાંતિનાથ
શાંતિનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંના સોળમા તીર્થંકર. જૈન પરંપરા અનુસાર પ્રવર્તમાન કાળચક્રમાં ત્રેસઠ શલાકાપુરુષો અર્થાત્ સર્વશ્રેષ્ઠ પુરુષો થઈ ગયા. આ શલાકાપુરુષોમાં 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ અર્થાત્ અર્ધચક્રવર્તી, 9 બલદેવ (વાસુદેવના મોટાભાઈ) અને 9 પ્રતિવાસુદેવ (વાસુદેવના પ્રતિસ્પર્ધી રાજા) હોય છે. ક્વચિત્ એક જ વ્યક્તિ પૂર્વજીવનમાં ચક્રવર્તી અને પછીના…
વધુ વાંચો >શાંતિનિકેતન
શાંતિનિકેતન : ગુરુદેવ રવીન્દ્રનાથના નામનો પર્યાય બની ગયેલી શિક્ષણસંસ્થા. આ સંસ્થા કોલકાતાથી પશ્ચિમે લગભગ દોઢસો કિલોમીટર દૂર વેરાન ગણાતા વીરભૂમ જિલ્લામાં આવેલી છે. ખરેખર તો શાંતિનિકેતન નામના આ આશ્રમની સ્થાપના રવીન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરે ઈ. સ. 1863માં કરી હતી, જ્યારે રવીન્દ્ર ત્રણેક વર્ષના હતા. આ આશ્રમ એ વખતે ચોર-લૂંટારુઓના ગણાતા…
વધુ વાંચો >શાંતિ-સંશોધન
શાંતિ–સંશોધન ‘જીવો અને જીવવા દો’માં માનતી, માનવીય સમજદારીમાં ઊંડી શ્રદ્ધા ધરાવતી, યુદ્ધકીય અને હિંસક માનસને સદંતર ઉવેખતી વિચારશ્રેણી. આજે વિશ્વમાં જો કોઈ સૌથી પ્રબળ ઝંખના હોય તો તે શાંતિ માટેની છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પલક માત્રમાં કરોડોનો સંહાર કરી શકે એટલી શક્તિ મહાસત્તાઓ પાસે એકત્રિત થઈ છે. માનવસંસ્કૃતિ તો ઠીક…
વધુ વાંચો >શાંતિસૂરિ
શાંતિસૂરિ (પાટણમાં થારાપદ્રગચ્છીય ઉપાશ્રયના આચાર્ય વિજયસિંહસૂરિના પટ્ટધર તથા રાજા ભીમદેવ 1લા(ઈ.સ. 1022-1064)ના સમયમાં થઈ ગયેલા વિખ્યાત કવિ અને વાદી. તેમણે ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ પર પ્રમાણભૂત ‘શિષ્યહિતા’ નામની વિસ્તૃત વૃત્તિની રચના કરી છે. આ વૃત્તિ દાર્શનિક વાદોથી પૂર્ણ, સમર્થ ટીકાગ્રંથ છે. તેમાં પ્રાકૃતનો અંશ વધારે છે, તેથી તે ‘પાઈયટીકા’ નામથી પણ ઓળખાય છે.…
વધુ વાંચો >