ખંડ ૨૧
વૉ, ઈવેલિનથી ષષ્ઠી ઉપક્રમ
વ્યાપક ચેતાકાઠિન્ય (multiple sclerosis)
વ્યાપક ચેતાકાઠિન્ય (multiple sclerosis) : કેન્દ્રીય ચેતાતંત્રમાં વારંવાર વધઘટ પામતો પણ ધીમે-ધીમે સતત વધતો રહેતો શોથ (inflammation), અશ્વેતિનીકરણ (demyelination) અને મૃદુતંતુપેશિતા(gliosis)વાળો વિકાર. તે સમય અને સ્થાનના સંદર્ભે દર્દીના ચેતાતંત્રમાં વ્યાપક રીતે વિસ્તરતો વિકાર છે. પેશીમાં રોગ-પ્રતિકારક કોષોના ભરાવાથી થતા અને વિશિષ્ટ રીતે આવતા સોજાને શોથ કહે છે. ચેતાતંતુઓ પર શ્વેતિન…
વધુ વાંચો >વ્યાપારચક્ર
વ્યાપારચક્ર : મુક્ત અર્થતંત્ર (laissez faire) પર આધારિત અર્થવ્યવસ્થામાં અવારનવાર આવતાં આંદોલનો અથવા સ્પંદનો. તે જ્યારે આવે છે ત્યારે મૂડીરોકાણ, રોજગારી, ઉત્પાદન, ભાવસપાટી જેવા અર્થતંત્રનાં મુખ્ય અને નિર્ણાયક ઘટકો કે પરિબળોમાં અસાધારણ ઉતાર-ચઢાવ આવતાં હોય છે, જે સંચિત અથવા ઉત્તરોત્તર વૃદ્ધિગત થવાનું વલણ ધરાવતાં હોય છે અને તેને કારણે સમગ્ર…
વધુ વાંચો >વ્યાપારવાદ
વ્યાપારવાદ : મધ્યયુગમાં મહત્તમ નિર્યાત અને ન્યૂનતમ આયાત દ્વારા સોના જેવી બહુમૂલ્ય ધાતુઓનો સંગ્રહ કરી રાષ્ટ્રને સમૃદ્ધિ બક્ષવા યુરોપના દેશોએ અપનાવેલી વિચારસરણી. સોળથી ઓગણીસમી (1501થી 1900) સદીઓના સમયમાં સામંતશાહી યુગમાં રાજા, સામંતો, મહાજનો, ખેતમજૂરો તથા પ્રજા સ્થાનિક આત્મનિર્ભરતાથી જીવન ગુજારતાં હતાં. સ્થાનિક કૃષિ ઉત્પાદનો – કપાસ અને તમાકુ જેવા રોકડિયા…
વધુ વાંચો >વ્યાપારિક નૈતિકતા (વ્યાપારમાં નૈતિકતા)
વ્યાપારિક નૈતિકતા (વ્યાપારમાં નૈતિકતા) : વાણિજ્યવ્યવહારમાં પાળવામાં આવતી નૈતિક ધોરણોની મૂલ્યવત્તા. ગ્રીક ભાષામાંનો ‘ethics’ શબ્દ નૈતિકતાનો અર્થ આપે છે. તે ઉપરાંત ચારિત્ર્ય, ધોરણો, સદાચાર, આદર્શ વગેરેને અનુલક્ષતી અન્ય અર્થચ્છાયાઓ પણ એમાંથી મળે છે. તેને કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં સમજદારીપૂર્વક સ્વીકારવામાં આવેલ વ્યક્તિઓની વર્તણૂકનાં અપેક્ષિત નીતિધોરણો કહી શકાય. તેને સમાજે માણસની…
વધુ વાંચો >વ્યાપારી કંપની
વ્યાપારી કંપની : કોઈ પણ દેશના કંપની અધિનિયમ હેઠળ વ્યાપારી હેતુ માટે નોંધાયેલું નિગમ. એકાકી વેપારી (વૈયક્તિક માલિકી) અને ભાગીદારી પેઢીની જેમ વ્યાપારી કંપની ધંધાદારી એકમોની વ્યવસ્થાનું એક સ્વરૂપ છે. રૂઢિગત રીતે તે વ્યાપારી કંપની તરીકે ઓળખાય છે. વાસ્તવમાં એ ધંધાદારી કંપની હોય છે અને વ્યાપાર અથવા વેપાર નફાના હેતુસર…
વધુ વાંચો >વ્યાપારી દસ્તાવેજો
વ્યાપારી દસ્તાવેજો : કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહારોની વિગતોને કોઈ પણ સ્વરૂપે દર્શાવતા પુરાવાઓ. મહદ્અંશે દસ્તાવેજો કાગળ-સ્વરૂપે હોય છે. પ્રાચીન કાળમાં વૃક્ષોના પાન પર પણ આ વિગતો દર્શાવવામાં આવતી હતી. આધુનિક કાળમાં આ વિગતો ફ્લૉપી અને સી.ડી. સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે. આમ, સ્વરૂપ ગમે તે હોય, જો તે આર્થિક…
વધુ વાંચો >વ્યાપારી બૅન્ક
વ્યાપારી બૅન્ક : વ્યાપારક્ષેત્રે જરૂરિયાતમંદને ધિરાણ કરતી બૅન્ક. બૅન્કોનાં મુખ્ય કાર્યોમાં થાપણો સ્વીકારવાનું અને ધિરાણ આપવાનું છે. સમાજના કોઈ પણ વર્ગના લોકો થાપણ મૂકે તેમાં બૅન્કને વિશિષ્ટ કૌશલ્ય અને માહિતીની જરૂર પડતી નથી; પરન્તુ ધિરાણ આપવાના કામમાં બૅન્કે વિવિધ વ્યવસાયના, વિવિધ ક્ષેત્રના અને વિવિધ હેતુઓ ધરાવનારાં સાથે વ્યવહાર કરવા પડે…
વધુ વાંચો >વ્યાપારી વ્યવસ્થા (Business Organisation)
વ્યાપારી વ્યવસ્થા (Business Organisation) : માલ અને સેવાઓના ઉત્પાદકો અને વિતરકોની બધી જ વાણિજ્ય-પ્રવૃત્તિઓ સુચારુ રીતે ચલાવવાની વ્યવસ્થા. સામાજિક, આર્થિક અને વ્યક્તિગત જરૂરિયાત મુજબ કાળક્રમે વાણિજ્ય-વ્યવસ્થાનાં જુદાં જુદાં સ્વરૂપો વિકાસ પામ્યાં છે, જે આ પ્રમાણે છે : (ક) નફાના પ્રાથમિક હેતુની દૃષ્ટિવાળાં સાહસો : (1) વૈયક્તિક માલિક : વ્યાપારી વ્યવસ્થાનું…
વધુ વાંચો >વ્યામોહ (paranoia)
વ્યામોહ (paranoia) : જેમાં વ્યક્તિને મતિભ્રમો (delusion) થાય, એના વાસ્તવિકતા સાથેના સંપર્કને ક્ષતિ પહોંચે, પણ એના મનોવ્યાપારો છિન્નભિન્ન કે વિકૃત ન બને કે એના વ્યક્તિત્વમાં સખત ઊથલપાથલો ન થાય એવી મનોવિકૃતિ. ‘વ્યામોહ’ એ નામ મનોવૈજ્ઞાનિક ક્રેપલિને પ્રચલિત કર્યું હતું; પણ હાલમાં અમેરિકન મનોચિકિત્સકોના મંડળે બહાર પાડેલી, મનોવિકૃતિઓને સમજવા માટેની ચોથી…
વધુ વાંચો >વ્યામોહવત્ વિકારો
વ્યામોહવત્ વિકારો : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા.
વધુ વાંચો >વૉ, ઈવેલિન
વૉ, ઈવેલિન (જ. 28 ઑક્ટોબર 1903, લંડન; અ. 10 એપ્રિલ 1966, કૉમ્બે ફ્લોરી, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર. તેઓ લંડનના શ્રીમંત સમાજ પરની કટાક્ષમય નવલકથાઓના રચયિતા તરીકે સવિશેષ પ્રખ્યાત છે. એમની આ પ્રકારની કૃતિઓમાં વ્યંગ, હાસ્ય તથા કંઈક અંશે કટાક્ષ સાથે આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો પણ સંલગ્ન છે. ઉચ્ચ વર્ગનાં…
વધુ વાંચો >વૉકર કરાર (સેટલમેન્ટ)
વૉકર કરાર (સેટલમેન્ટ) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ કર્નલ વૉકરે કાઠિયાવાડના રાજાઓ સાથે વડોદરાના રાજાને ખંડણી ભરવા અંગે કરેલા કરાર. ઈ. સ. 1802માં પેશ્વા બાજીરાવ બીજા સાથેના વસઈના તહનામાથી અને 1804માં ગાયકવાડ સાથેના કરારથી પેશ્વા અને ગાયકવાડ ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી. કર્નલ ઍલેક્ઝાન્ડર વૉકરને મુંબઈની અંગ્રેજ સરકારના પ્રતિનિધિ તરીકે વડોદરાના…
વધુ વાંચો >વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર)
વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ. તેમણે ત્યાં મહત્વની કામગીરી કરી હતી. વડોદરાના રાજા ગોવિંદરાવ ગાયકવાડનું સપ્ટેમ્બર 1800માં અવસાન થયું. એ પછી એમના બે પુત્રો આનંદરાવ અને કાન્હોજીરાવ વચ્ચે ગાદી માટે સંઘર્ષ થયો. એ બંનેએ લવાદી કરવા માટે મુંબઈની અંગ્રેજ સરકારને વિનંતી કરી. તેથી મુંબઈના ગવર્નર જોનાથન…
વધુ વાંચો >વૉકર, જૉન
વૉકર, જૉન (જ. 12 જાન્યુઆરી 1952, પૅપાકુરા, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ઍથ્લેટિક્સના ખેલાડી. તેઓ વિશ્વના સર્વપ્રથમ સબ 3 : 50 માઇલ દોડનાર બન્યા. 12 ઑગસ્ટ 1975ના રોજ ગૉથનબર્ગ ખાતે દોડીને 3 : 49.4 જેટલો સમય નોંધાવ્યો. 1976માં ઑસ્લો ખાતે 4 : 51.4નો સમય નોંધાવીને 2,000 મી.નો વિશ્વઆંક સ્થાપ્યો, તે પૂર્વે મોન્ટ્રિયલ…
વધુ વાંચો >વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest)
વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest) (જ. 7 જાન્યુઆરી 1941, હેલિફેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ અને 1997ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1969માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી ડૉક્ટરેટ પદવી મેળવ્યા બાદ વૉકરે અમેરિકા અને પૅરિસમાં આવેલ યુનિવર્સિટીઓ ખાતે વિવિધ સંશોધન-યોજનાઓ પર કાર્ય કર્યું. 1974માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ…
વધુ વાંચો >વૉકરની (પોલાદ-પટ્ટી) તુલા (Walker’s steelyard balance)
વૉકરની (પોલાદ–પટ્ટી) તુલા (Walker’s steelyard balance) : વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન. ખનિજો(કે ખડક-ટુકડા)ની વિશિષ્ટ ઘનતા માપવા માટે વૉકરે તૈયાર કરેલી પોલાદપટ્ટીની તુલા ઉપયોગમાં લેવાય છે. આ સાધનનો મુખ્ય ભાગ તેની અંકિત પટ્ટી હોય છે. આ પટ્ટીના એક છેડાનો થોડોક ભાગ ઉપર તરફની ધારમાં દાંતાવાળો રાખીને, તેને બીજી એક ઊભી…
વધુ વાંચો >વૉકિહુરી, ડગ્લાસ
વૉકિહુરી, ડગ્લાસ (જ. 26 સપ્ટેમ્બર 1963, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. 1987ની વિશ્વ મૅરથોન વિજયપદકમાં તેમનો વિજય આશ્ર્ચર્યજનક હતો, પરંતુ પછીનાં 3 વર્ષ તેમણે પ્રભાવક રેકર્ડ દાખવ્યો અને ઑલિમ્પિક રજતચન્દ્રક 1988માં અને કૉમનવેલ્થ સુવર્ણચન્દ્રક 1990માં જીત્યા. 1983માં તેઓ વિશેષ તાલીમ માટે જાપાન ગયા. 1986માં તેમની પ્રથમ મૅરથોન દોડમાં તેમણે…
વધુ વાંચો >વૉગેલ, પોલા (ઍન)
વૉગેલ, પોલા (ઍન) (જ. 16 નવેમ્બર 1951, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાનાં મહિલા નાટ્યકાર. શિક્ષણ : પેન્સિલવૅનિયા 1969-70, 1971-72; કૅથલિક યુનિવર્સિટી, વૉશિંગ્ટન ડી.સી. 1972-74, બી.એ., કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક 1974-77, એ. બી. ડી. તેમણે નીચે મુજબ અનેકવિધ કામગીરી બજાવી : સેક્રેટરી, મુવિંગ વૅન કંપની પૅકર, ફૅક્ટરી પૅકર, 1960-71; વિમેન્સ સ્ટડિઝ તથા…
વધુ વાંચો >વોગેલિયા
વોગેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની મુખ્યત્વે ઉષ્ણપ્રદેશોમાં મળી આવતી ક્ષુપ પ્રજાતિ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં તથા આબુનાં જંગલોમાં થાય છે. તે 1.8 મી.થી 3.0 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ રાખોડી રંગની હોય છે. પ્રકાંડ અને શાખાઓ ગોળાકાર અને ઊભી રેખાઓવાળાં હોય છે. પર્ણો કંઈક અંશે…
વધુ વાંચો >વૉગ્લર, એબી
વૉગ્લર, એબી (જ. 1749, વુર્ઝબર્ગ, જર્મની; અ. 1814) : અઢારમી સદીના જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક. વુર્ઝબર્ગના એક વાયોલિન બનાવનારના તે પુત્ર હતા. 1771માં તેમને ઇટાલીના બોલોન્યા નગરમાં સંગીતનું શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ મળી. બોલોન્યા અકાદમી ઑવ્ મ્યુઝિકમાં ખ્યાતનામ ગણિતજ્ઞ તથા સંગીતજ્ઞ પાદરી જિયામ્બાતિસ્તા માર્તિની તથા પછીથી પાદુઆમાં વાલોત્તીની રાહબરી નીચે…
વધુ વાંચો >